ટ્વિસ્ટ વાળો લવ - 38 Ayushiba Jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

ટ્વિસ્ટ વાળો લવ - 38

રિયા અને રોહિત સવારે ન્યૂ યોર્ક પોચી જાય છે... અને એરપોર્ટ થી બહાર નીકળે ને... રિયા કહે છે કે..

" ઓય..પાગલ... એડ્રેસ. ક્યુ છે..? ખબર છે..? " રિયા

" ના.... નથી ખબર.... તને ખબર છે....? .. " - રોહિત

" શું યાર.. તું પણ... મને નથી ખબર... આભાસના કોન્ટેસ્ટ નો લેટર તો તારી પાસે હતો.. ને... તું નથી લાવ્યો? ... " - રિયા.. થોડી ચીડાઈ ને અને થોડી નિરાશ થઇ ને બોલે છે...

" અરે....... એતો હું... ટેબલ પર જ ભૂલી ગયો.... !! " - રોહિત...

" શું તું પણ... હવે.. આપડે આભાસ ને જાણ કરવી પડશે કે આપણે ન્યૂ યોર્ક... માં છીએ.. અને ત્યાં નું એડ્રેસ મોકલ.... અને આપણું સરપ્રાઈઝ ચોપટ..........એમ... તું છે ને.... ! તું સાવ બૂધું છે.. એટલું યાદ ના રહે..... અરે મને કીધું હોય... હું લઇ આવત... હવે.... " રિયા ચીડાઈ ને બોલે છે.

" ઓહહો......... શાંત બાલીકે.... શાંત.... એટલો ક્રોધ ના કરશો.... " - રોહિત.. મસ્તી માં..

" હવે.. તું રેવાદે.... હું આભાસ ને કોલ કરું.... " રિયા.. નંબર ડાઇલ કરતા બોલે છે

" હવે રેવાદે ને વાયડી... બહુ આવી ફોન કરવા વાળી....બે મિનિટ શાંતિ નથી રાખતી તારાથી... મારી પાસે જ છે... એ લેટર....એતો બે મિનિટ મજાક... એમ... " રોહિત એના હાથમાંથી ફોન લેતા બોલે છે..

" હવે.. કઈ મજાક ની વાત છે....તને મજાક કરવો જોઈએ નઈ... અને હવે ચાલ.. લેટર માં એડ્રેસ જો... " રિયા એને ટપલી મારતા બોલે છે..

" હાં.. અને ઓમેય.. તને અને આભાસને સડી કરવી મને બોવ ગમે.... એટલે... " રોહિત લેટટર બેગ માંથી કાઢતા બોલે છે...

" ઓહ.. એવુ... " રિયા..

" હાં... ચાલ હવે તું મને વાતું કરાવસ ખોટી... ચાલ આમ... મોડું થાય છે... " રોહિત આગળ ચાલતા બોલે છે..

" હું કે.. તું...? " - રિયા..

" અરે ખોટી બક બક.. ના કર ચાલ ચૂપ ચાપ... " રોહિત તેને લઇ જાય છે...
.....
અને આ બાજુ..

" ડુડ મોનીંગ (ગુડ મોર્નિંગ ).... ઓહ મમ્મા તમે થાકી હથી જતા " - અક્ષ..

સવારમાં અક્ષ નો ક્યુટ અવાજ સંભળાયો અને એ તરતજ એ બાજુ ફરી.... તો અક્ષ હતો.. એ તરત જ તેની પાસે ગઈ....

" ગુડ મોર્નિંગ... બેબી.... " - મોક્ષિતા એના ગાલ ખેંચતા બોલે છે...

" પણ કેમ.. એમ કહો છો? " - મોક્ષિતા

" ના..તમે હાતે ( રાતે ) પણ કામ કલો ( કરો ) અને છવાલ ( સવાર ) માં વેલા પણ કામ કલો... . એટે ( એટલે ).. પૂછું છું... ! " - અક્ષ..

" ઓહહહ.... એટલે.. થાકી તો જાવ... પણ કોણ કામ કરે... " - મોક્ષિતા મસ્તી માં h બોલે છે...

" મમ્મા હું છું ને.... હું કલીસ ( કરીશ ) કામ... તમે કહી દો.. ખાલી હું તમાલુ ( તમારું ) બધું કામ કલાવી ( કરાવી )..દઈશ " - અક્ષ

" ઓહ... થૅન્ક્સ બેબી.... તમે એટલું કીધું ને એમાં જ આવી ગયું.. અને ઓમેય તમે છો.. તો મને કઈ થાક નો લાગે... ઓકે ને.... " - મોક્ષિતા

" ઓકે.. મમ્મા.. પણ તોય.. કઈ કામ હોય.. એટે ( એટલે ) કહી જ દેજો... હો.. " - અક્ષ..

" ઓકે ક્યુટ બેબી.... " મોક્ષિતા...

" પણ તમે કોને કેસો મારૂ કામ કરવાનું... " - મોક્ષિતા

" પાપા છે ને.... !. એ બધું જ સંભાળી લે... " - અક્ષ..

મોક્ષિતા પછી એજ વિચાર માં પડી ગઈ કે.. આભાસે કાલે એની સાથે ગુસ્સો કર્યો અને પછી એની મદદ.......શું હશે.. એ...? એનું એવુ વર્તન કેમ...? ..... કઈ નઈ જવાદો એ બધી વાત...

" મમ્મા... છાચુ ( સાચું ) કહું છું.. પાપા બધું સંભાળીલે છે... ! " અક્ષ..

આમ ને આમ મોક્ષિતા અને અક્ષ વાતું કરતા હોય છે.. ત્યાં..

" અક્ષ.. બેટા.. તમે આજે પણ મને કીધા વગર અહીં આવી ગયા.....?.. મેં કીધું હતું ને.. કે.. મને કહી ને જવાનુ..... " - આભાસ

અક્ષ પાછળ ફરી ને જોવે છે તો.. આભાસ હોય છે...

" છોલી ( સોરી ) પાપા.... પણ તમે છુતા ( સુતા ) હતા.. એટે ( એટલે.. ).. " અક્ષ

" તોય મને ઉઠાડી ને કહીને જવાનુ... અને આ શું... તમે નાઈ નાઈ ( નાહ્યા ) કર્યા વગર જ આવી ગયા.. ચાલો પેલા નાઈ નાઈ કરી લો.... " આભાસ.. તેની પાસે જઈને... એને હાથ પકડીને લઇ જતા બોલે છે...

" હાં.. પાપા બે મિનિટ.. મમ્મા સાથે વાત કરી લવ... " - અક્ષ..

" અક્ષ... " - આભાસ..

"... અક્ષ.. પાપાનું માનવાનું ને.. એ બરાબર જ કહે છે.. તમે પેલા નાઈ નાઈ કરી લો..... પછી આપડે વાત કરશું ઓકે... " - મોક્ષિતા

"..... ઓકે મમ્મા... બાય.. હું હમણાં જ આવું નાઈ નાઈ કલીને ( કરી ને ) ...." અક્ષ..

મોક્ષિતા અક્ષ ને જવાબ આપવા જતી હતી ત્યાં.... વિલિયમ્સ તેને બોલાવે.. છે..

" હેય મોક્ષિતા.. કમ હિયર.. એન્ડ. લેટ્સ મેક લિટ્ટલ બ્રેકફાસ્ટ..." વિલિયમ્સ

" જસ્ટ વેઇટ 2 મિનિટ્સ આઈ વીલ કમ...." મોક્ષિતા

" ઓકે.." - વિલિયમ્સ

આભાસ ને ત્યારે બહુ જ ગુસ્સો આવે છે...... એ મોક્ષિતા સામું જોઈજ રહે છે.... શું સાવ મોક્ષિતા મને ભૂલી ગઈ... આ 5 વર્ષ માં... આ 5 વર્ષ માં... એ...... એનો નાનપણ નો પ્રેમ ભૂલી ગઈ........ મારું મન તો એમ જ કહે છે કે એ ભૂલી ગઈ મને... પણ.........હુ અહીં આવ્યો.. તો એના ફેસ પર ખુશી પણ ના જોવા મળી... એને કઈ ફર્ક જ પડ્યો હું અહીં આવ્યો એ...... એને મારી સાથે વાત કરવાની કોશિશ પણ ના કરી...... એ એના જીવન માં આગળ વધી... ગઈ... અને.. હું કેમ એને ના ભૂલી શક્યો........હવે.... પછી આભાસ એ વિચાર મૂકી ને... અક્ષ ને કહે છે...

" અક્ષ... ચાલો હવે... " આભાસ...

" ઓકે.. બાય... ક્યુટી..." - મોક્ષિતા..

" ઓકે.. " - અક્ષ...

અક્ષ અને આભાસ જતા રહ્યા એના રૂમ માં...

મોક્ષિતા એ પણ આભાસ ની આંખ માં ઘણા બધા... ના દેખાય... એવા.... પણ સવાલો જોયા... એનો વર્તનમાં આજે કંઈક ફેર હતો... જોકે એ જ્યારથી અહીં આવ્યો છે એના વર્તન માં ફેર જ હોય છે.... પણ... આજે કંઈક અલગ.... એની આંખો જાણે મને કંઈક પૂછી રહી હતી... પણ શું...? ... મને હવે કઈ જ નથી સમજાતું....! ઓહ... એવુ કઈ નઈ હોય.. મારું મન એમજ... એવા ખોટા વિચાર કરે છે.....જવાદો.... આ બધૂ કઈ નથી એવુ.ઓમેય એ પોતાની લાઈફ માં આગળ વધી ગયો છે... અને.. એ ક્યાં મને............ બસ આટલું મન માં બોલતા એ અટકી ગઈ...... આ અર્થ વગર ના વિચાર નથી કરવા.... પછી એ પોતાના રૂમ માં જતી રહી...

અક્ષનો બૉલ નીચે પડ્યો હતો.. એ લેવા.. આભાસ.. પાછો ત્યાં આવ્યો.. અને ત્યાં આવ્યો તો. . અને જ્યાં એ બૉલ લઈને જતો હતો ત્યાં...

" હેય મિસ્ટર રોકસ્ટાર... " - રોહિત

" હેય.... રોહિત... રિયા.... અરે.... તમે.... અહીં....?..." આભાસ.. એની પાસે જઈને ગળે મળે છે..

" હાસ્તો.. તમે તો.. ભૂલી જાવ... અમને.. અમે ના ભુલીયે... " - રિયા..

" અરે... ના યાર.... તમને થોડી ને.. ભુલાય..... તમે જે કઈ મારાં માટે કર્યું છે... એને.. હું ક્યારેય નઈ ભૂલી શકું.. મને હંમેશા સપોર્ટ કર્યો છે.... "- આભાસ..

" બસ બસ... હો આવ્યો મોટો... સપોર્ટ વાળો... માર ખાઈશ... મારાં હાથ ની... " - રોહિત

"ઓકે.. ઓકે... હવે નઈ બોલું એવુ.. પણ... મને એ કહો કે.. તમારું આમ અચાનક અહીં આવવું.. કેમ થયું...મને કીધું પણ નઈ કે તમે આવો છો.. " - આભાસ..

" અરે પણ.. સરપ્રાઈઝ કઈ થોડું કેવાનું હોય... અને કારણ હોય તો જ અવાય.. એમને ફ્રેન્ડ ને મળવા આવવું હોય તો... " -રિયા..

" અરે હક થી આવી જ જવાનુ... બરાબર ને.. ! " - આભાસ..

" હાં.. જીવનમાં પેલી વાર.. સાચી વાત કહી... " - રોહિત

" જાને વાયડા.... પેલી વાર.. નઈ... હું તો હંમેશા સાચું જ કહું છું.. " - આભાસ..

" ઓકે... એ બધું મુકો... મારો ક્યુટી ક્યાં છે...?. "- રિયા..

" એ અભી હાલ નવા ગયો..... " આભાસ..

" ઓકે.. " -રોહિત..

અને ત્યારે જ.. મોક્ષિતા બાલ્કની માંથી રિયા ને જોવે.. છે.. એ ત્યાં જ તરત જ નીચે આવે છે...

" રિ.... યા.....થૅન્ક ગોડ... તું એકદમ ઠીક છે...... " - મોક્ષિતા... આવીને એને ગળે મળે છે... અને મોક્ષિતાની આંખ માં આશુ આવી ગયા...

" ઓહ... હેલો... એક્સક્યુઝમી... તમે કોણ...? " રિયા..

" અ.....રે.... આશુ બોલે છે... હું તારી ફ્રેડ.. મો..."- મોક્ષિતા

" એમ.. તું મારી ફ્રેડ છે... " - રિયા..

મોક્ષિતા.. બીજું કઈ પણ બોલવા જાય એ પેલા જ.. રિયા એ. એને એક જ ઝાપટ મારી....

" રિયા.... " આભાસ અને રોહિત બને સાથે.. જોરથી..બોલ્યા...

" જો.. રોહિત.. આભાસ આ અમારી ફ્રેન્ડશિપ ની. વાત છે... એટલે એને મને એક ચળાવી... " - મોક્ષિતા

" ઓહ... એવુ... તને ખબર પડે ફ્રેન્ડશિપ માં... " - રિયા.. બીજી બાજુ ફરી ને.. બોલે છે...

" અ.સોરી... ..." મોક્ષિતા બીજું કઈ બોલી ના શકી..

" હજી હજી.... એક ચળાવું... " રિયા..

" તું છે ને મને બોલાવીશ નઈ... મારે તારી જોડે વાત જ નથી કરવી.... બહુજ ગુસ્સો આવે છે..... આભાસ... મને.. અક્ષ પાસે લઇ જા... " - રિયા બહુજ ગુસ્સા માં બોલે છે..

" પ્લીઝ.... રિયા.... બોલને.. તું ગુસ્સો.. કરને.. તું તારી લાગણી શેર કર.... યાર.. તું આમ ચૂપ થઇ ને ચાલી જઈશ.. તો કેમ ચાલે યાર.. " મોક્ષિતા એનો હાથ પકડીને વાત કરે છે..

" કેમ... શું કામ..? ... " રિયા એનો હાથ છોડાવા ની કોશિશ કરે છે.. પણ.. એને.. એનો હાથ છોડાવી ના શકી...

" ..કર મારી પર ગુસ્સો.. એમ કહું છું... .. " - રિયા

" કેમ.. તારે જયારે સાંભળવું હોય ત્યારે અમારે બોલવાનું... અને ના સાંભળવું હોય તુરે આમરે કઈ નઈ કરવાનું... " - રિયા.

" એમ.. નઈ.. યાર... " -મોક્ષિતા...

" તમે શાંત રહી યાર... પ્લીઝ.... " - આભાસ.. એને રોકતા બોલે છે...

" રેવાદે... એને રોકીસ નઈ.. 5 વર્ષ ની ભડાસ નીકળે છે.. ! " રોહિત આભાસ ને રોકતા બોલે છે...

" પણ.. " - આભાસ..

" કીધું ને તને ચૂપ.. એમ.. " - રોહિત..

" ચીબાવલી... તને ખબર છે... તારા વાગર કેમ દિવસો કાઢ્યા... અને તારે કઈ સાંભળવું જ નથી... એટલે હવે મારે પણ કઈ નથી કેવું.. તને જા...તારે જ્યાં જવું હોય ત્યાં જા.... નહિ ક્વ... " - રિયા હજુ ગુસ્સા માં..

" રી.... " - મોક્ષિતા..

" તારે જયારે હોય.. ત્યારે બસ.. કઈ કેવાનું.. નઈ.. સીધું ચાલવા જ માંડવા નું... તને કેટલી વાર કેવાની કોશિશ કરી કે......... પણ તું સાંભળ તો ને.... તારે તો તારા મનનું જ ધાર્યું કરવું હોય નઈ.... બીજાના મનમાં શું ચાલે છે... એ નઈ જોવાનું... " - રિયા ગુસ્સામાં જ બોલે છે...

" કેટલી વાર કહ્યું છે.. કે.. મને બધું કેવાનું... કેવાનું... પણ.. મેમ ને તો બહુજ મહાન બનવાનો શોખ છે.... હેલો મેડમ.. એક વાત કહી દવ કે... જો મહાન બનવું હોય ને.. તો ત્યાગ ની જરૂર નથી.... ઓકે... ચાલવા જ લાગે સીધી.. જ્યાં હોય ત્યાં... " રિયા.. હજુ ગુસ્સામાં.... અને મોક્ષિતા મૌન છે..

" અને.. તું તારી જાત ને... સમજે છે... શું.. એ કેને મને.... ના.. મોકો જોવાનો... ના સામેવાળા નું સાંભળવાનું... અને બસ.. કઈ પણ થાય એટલે બિસ્તરા -પોટલા.. બાંધી ને ચાલી નીકળવાનું.... નઈ... મિસ.. મહાન... " - રિયા... એની ભડાસ કાઢતી હતી... અને મોક્ષિતા મૌન હતી.... એકદમ મૌન...

" અને.. તને એકવાર પણ ના થયું કે હું રિયા ને જાણ કરતો જાવ.. કે.. કોઈ મારી ફ્રેન્ડ હશે.. એ યાદ.. કરતી હશે... એવુ કઈ ના થયું......શું કેવું મારે તને.. હજી હજી એક..ઝાપટ તને ચળાવવા નું મન થાય... છે.... " રિયા એ બધી જ ભડાસ કાઢી....

" તો.. માર ને.. કોણ રોકે છે.. " - મોક્ષિતા

પછીની 5-10 મિનિટ..બને વચ્ચે મૌનને સ્થાન મળ્યું...

" હવે આમ સાવ મોઢું ચડાવી ને કેમ બેઠી છો... એમ કે મને કે... તને વાગ્યું તો નથી ને.. વધુ... મેં માર્યું ત્યારે... " - રિયા..

મોક્ષિતા કઈ જ ના બોલી શકી.... એ ફક્ત એને ગળે મળી.... અને આંખ માં આશુ આવી ગયા....

અને રિયા ને ખબર પડી કે.. અને રડવું છે... એટલે.. એને કહ્યું કે..

" ચાલ મારે તારું કામ છે... ચાલ તારા રૂમમાં " - રિયા

" ઓકે ચાલ... "- મોક્ષિતા

એ બને ત્યાંથી ગયા.. અને આભાસ અને રોહિત પણ એના રૂમ માં ગયા... અને રોહિત ને જોઈ અક્ષ ખુબ જ ખુશ થયો....

" રોહિત ચાચુ તમે અહીં.... " - અક્ષ..

" હાં... હું અહીં... " - રોહિત..

" ચાચુ.. રિયા માછી ( માસી ) ના આયા..? " - અક્ષ..

" આવ્યા છે.. એ હમણાં આવે તારા માટે ટોઇસ લેવા ગયા છે.. " - રોહિત

" ઓકે "- અક્ષ...

પછી આભાસ, રોહિત અને અક્ષ વાતો કરતા હોય છે.. પણ આભાસ અને રોહિત ના મનમાં એક જ વિચાર ચાલતા હોય છે.... રિયા અને મોક્ષિતા... વિશે...

અને આ બાજુ... મોક્ષિતા રિયા ને એના રૂમ માં લઇ ગઈ... અને ત્યાં જઈને... બને બેઠા... અને પછી રિયા બોલી

" હવે રડી લે... " - રિયા...

પછી મોક્ષિતા... રડી... થોડીવાર..અને બંને વચ્ચે.. મૌન જ રહ્યા બીજી કઈ પણ વાત ના થઇ........

..............