ટ્વિસ્ટ વાળો લવ - 32 Ayushiba Jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્વિસ્ટ વાળો લવ - 32

ટ્વિસ્ટ વાળો લવ ( ભાગ 32 )

આભાસ અને અક્ષ બંને ન્યૂ યોર્ક પહોંચી ગયા... અને એ કોન્ટેસ્ટ વાળા કેમ્પ માં આવી ને પોતાના રૂમ માં આવી ને હજુ બેઠા.... અને ફ્રેશ થઇ ને અક્ષ નીચેના ગાર્ડનમાં જ્યાં તૈયારી થતી હતી ત્યાં તેબાજુ વાળી દીદી સાથે ગયો.હોય છે .. અને આભાસ ફ્રેશ થઇ ને રોહિત ને કોલ કર્યો.. રિંગ જાય છે.. રોહિત રિસીવ કરે છે...

" હેલો મિસ્ટર... રોકસ્ટાર...કેમ છે? પોંચી ગયા ન્યૂ યોર્ક.... . " - રોહિત

" હાઈ.... બસ સારુ છે.. ! હા... પહોંચી ગયો... ! " આભાસ વાત કરતો કરતો રૂમ ની બાલ્કની માં આવે છે.. !

" ઓહ કે... તો અક્ષ શું કરે છે...તેને ગમ્યું ત્યાં...? " રોહિત

" ઓહોહોહો..... અક્ષ તો ગયો છે ગાર્ડનમા.... અને હજુ તો આવ્યા જ છીએ... અને હા એના વર્તન પરથી તો લાગે છે એને ગમ્યું છે.. પુરી ફ્લાઇટ માં એને મજા આવી છે..બોલ તું શું કરસ? " આભાસ

" બસ.. અમારે શું હોય... કેફે માં છીએ.... " રોહિત

આમ આભાસ અને રોહિત કોલ પર વાત કરી રહ્યા હોય છે ત્યાં રિયા નો કોલ આવે છે અને ત્રણેય કોન્ફરન્સ માં વાત કરતા હોય છે...

અને નીચે ગાર્ડન માં અક્ષ જાય છે ત્યાં મોક્ષિતા સ્ટેજનું ડેકોરેશન કરી રહી હોય છે... ત્યાં તેને અવાજ સંભળાય છે...

" મમ્મા..... ! " અક્ષ

આવો મધુર અને લાગણી થી ભરપૂર અવાજ સાંભળીને તે તરત જ પાછળ ફરીને જોવે છે.... એ ફરી થી એજ બોલે છે...

" મમ્મા... " - અક્ષ

એનો અવાજ સાંભળી ને એના થી રહી શકાયુ નહિ.... તેથી તે સ્ટેજ પરથી ઉતરી ને તેની પાસે જાય છે.... અને કહે છે

" ઓહોહો.... તારું નામ શું છે.. ક્યુટ બેયબી.... ! " - મોક્ષિતા એની પાસે જઈને બેસે છે અને બોલે છે...

" માલુ... નામ.. અ..ક્ષ... " - અક્ષ એની કાલી ઘેલી ભાષામાં બોલે છે...

" ઓહ... આટલું છલછ... નામ કોને રાખ્યું...? " એની કાલી ઘેલી વાત માં એ પણ જાણે એ પણ નાની બની ગઈ હતી... અને એ પણ કાલી ઘેલી ભાષા માં બોલે છે..

" માલા... પાપા એ.. લાખ્યુ.... !" - અક્ષ

" ઓહ.. પાપા એ રાખ્યું... તો ક્યાં છે તમારા પાપા...? " મોક્ષિતા

" લૂમ ( રૂમ) માં છે.. ! " - અક્ષ

" ઓહકે...તો તમારી મમ્મા ક્યાં છે...? " મોક્ષિતા

" એ.. તો.. મને હથી.( નથી ). ખબલ... એ અમાલિ ( અમારી ) સાથે.. હથી ( નથી ) લેતા ( રેતા ).ખાલી હું ને પાપા જ લહી( રહીએ ) છીએ.... . ! " અક્ષ

" તો.. ! " મોક્ષિતા

" પાપા કેતા હતા.. કે.. માલા મમ્મા ભગવાન પાસે લહે ( રહે ) છે... " - અક્ષ..

આ સાંભળી મોક્ષિતાને બહુજ દુઃખ થાય છે......અને વિચારે છે કે..આટલો ક્યુટ અને માત્ર 4 -5 વર્ષ ના ક્યુટ બેયબી... સાથે.. આવું.... !!!

".. તો તમે કોને મમ્મા.. મમ્મા...કહીને બોલતા હતા... !! " મોક્ષિતા...

" તમને.... ! " અક્ષ

" મને..... " મોક્ષિતા

" છોલી ( સોરી ).. પન ( પણ ) મેં... તમને જોયા ને.. તો હું લહી ( રહી ) ના શક્યો.. .. એટલે બોલાઈ ગયું... છોલી.... " - અક્ષ

" અરે ના ના... મને ખોટું નથી લાગ્યું.... દીકુ... " મોક્ષિતા એના વાળ ને માં હલકો હાથ ફેરવતા બોલે છે...

" તમે બહુજ છાલા ( સારા ) છો... ! " - અક્ષ

" ઓહ.. તું પન બહુજ ક્યુટી છે... " - મોક્ષિતા

" તો તમે અહીં કોની સાથે આવ્યા છે ક્યુટી અક્ષ...? " મોક્ષિતા

" પાપા છાથે ( સાથે ) " - અક્ષ

એમાં ને એમાં મોક્ષિતા અક્ષ ને લઈને ફરવા લાગે છે.. અને એની સાથે જાણે કઈ જૂનો સંબંધ હોય એમ વાતો કરવા માં મશગુલ થઇ જાય છે... અને અક્ષ ને પન તેની સાથે બહુજ ગમે છે....

અને ત્યાં આભાસ, રિયા અને રોહિત વાત કરતા હોય છે

" ઓય... આભાસ અક્ષ ક્યાં છે? બોલને... વાત કરાવને એની સાથે...શું કરે છે ? અક્ષ... " - રિયા

" હા... " - રોહિત

" હા.. ઓકે..પણ એ નીચે ગાર્ડન મા છે.. " આભાસ... એટલું કેતા એની નઝર અક્ષ પર પડે છે તે.. કોક ની સાથે વાત કરે છે.... તેને એવુ દેખાય છે.... પન કોની સાથે.. એ નથી દેખાતું.. ત્યાં વૃક્ષ હોય છે...

" એ શાયદ કોઈક જોડે વાત કરી રહ્યો છે.. " - આભાસ..

" કોની સાથે " રોહિત..

" હા.. એતો અક્ષ છે જ એટલો ક્યુટ કે બધા ને મજબુર કરી દે છે...એની સાથે વાત કરવાનું કોઈ ને પણ મન થાય..... " - રિયા

" હા બરાબર છે.. અને એનો ક્યુટ ફેસ.... ઓહો... " - રિયા

રોહિત અને રિયા બોલતા હોય છે ત્યાં.. આભાસને એવુ લાગે છે.. કે ત્યાં અક્ષ જોડે મોક્ષિતા છે.... અને તે બોલી જાય છે
..
" મોક્ષિતા... " - આભાસ..

" મોક્ષિતા....નઈ અક્ષ.. ની વાત થઇ છે... " - રોહિત

" અરે હું પછી વાત કરું.... બાય... " - આભાસ..

આભાસ ફોન કટ કરી ને ફટાફટ નીચે જાય છે..... અને આવી રીતે ફોન કટ કર્યો એટલે રિયા અને રોહિત પણ વિચાર માં પડી જાય છે.... અને આભાસ નીચે પહોંચે એ પેલા.. મોક્ષિતા ને વિલિયમ્સ બોલાવી લે છે.. એટલે તે જતી રહી હોય છે તે આવે છે તો.. અક્ષ બેન્ચ પર બેઠો હોય છે...તે તરત જ અક્ષ પાસે જાય છે.. અને કહે છે કે..

" બેટા.. તમે કોની સાથે વાત કરી રહ્યા હતા..? .. કોન છે એ...? . ક્યાં ગયા એ..? " આભાસ

" અલેલે પાપા.. એટલા બધા છવાલ ( સવાલ) નો જવાબ આ નાની જાન કેમ. આપી છકે ( શકે )? .. " અક્ષ.. એકદમ ક્યૂટ ફેસ કરી ને પોતાના માથા પર હાથ મુકતા કહે છે

" અરે... રે મારાં ક્યુટ બેબી... સોરી પાપા તો એમ જ પૂછે.. છે એમનું નામ શું હતું.. " આભાસ

" ઓકે પાપા એમનુ નામ તો મેં પૂછ્યું જ નહિ.. પાપા.. " અક્ષ

" ઓહ.. પણ ક્યાં ગયા એ..? " આભાસ..

" એ એના ફ્લેન્ડ ( ફ્રેન્ડ ) સાથે ગયા છે... " - અક્ષ..

" ઓકે.. તો.. " આભાસ..

" પાપા મને ભૂખ લાગી છે... ચાલો ને જમા ( જમવા ) જઈએ... " અક્ષ

" ઓહકે.. બેટા.. પણ.. તારી gf રિયા માશી નો કોલ આવ્યો હતો વાત કરવી છે તારે.... " - આભાસ નl

" ઓહકે... પાપા.. કલો ( કરો ) ફોન.. " - અક્ષ..

આભાસ ને થયું કે મારો ભ્રમ હશે... એ નહિ હોય.. એમ કરી ને તે અક્ષ ની સાથે ત્યાંની કેન્ટીન માં જાય છે... અને રિયા ને કોલ કરે છે.. અને પછી અક્ષ એની સાથે વાત કરે છે.....

........