અધુુુરો પ્રેમ.. - 42 - આલીંગન Gohil Takhubha ,,Shiv,, દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

અધુુુરો પ્રેમ.. - 42 - આલીંગન

આલીંગન
વીશાલ પોતાની મીઠી મીઠી વાતોમાં પલકને હળવેકથી ફોસલાવીને લલચાવી અને પોતાનું ધાર્યું કામ પુરુ કરવામાં પાવરધો બનીને પલકનાં ઈમોશનને ફરીથી ટચ કરવા લાગ્યો.
પલકને હળવેકથી ધીમે ધીમે રહીને પલકની આંખોમાં આવેલાં આંસુને પોતાનાં હાથથી લુછવાં લાગ્યો. પલક થોડી વધુ ઈમોશનલ બનીને વધારે રડવાં લાગી. એણે હવે હૈયું ખાલી કરવામાટે વીશાલનો ખભાને સહારો બનાવ્યો. એને વીશાલ ઉપર હવે ભરોસો આવી રહ્યો છે. એણે રડતાં રડતાં વીશાલને કહ્યું શું તમે મને અહીંથી લ્ઈને શહેરમાં રહેવાનું પસંદ કરશો ? હું તમને તમારા મમ્મી પપ્પાથી અલગ કરવા નથી માગતી,પરંતુ જો તમારા કેહવાં મુજબ તમારા માબાપની આ ચાલ હોય તો આપણે એમને એકાદ વખત સમજાવાં જોઈએ.આટલું બધું પોતાની માથે કરવા છતાંય હજીએ પલક પોતાનાં પતીનાં માબાપને માફ કરાની વાત કરેછે.આ છે એક સંસકારથી ઉછેરી મોટી થયેલી પલક.
વીશાલે કહ્યું પલક તારું હ્લદય કેટલું બધું મોટું છે.જેણે તને સુહાગરાતને દીવસે તારા પતીથી દુર કરી એને પણ તે હજીએ માફ કરવાનું કહેછે.પલકે કહ્યું વીશાલ ગમેતેમ તોય એ આપણાં માવતર છે.એમ કહીને પલકે વીશાલને કહ્યું એને એક વખત આપણે સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.પણ વીશાલને પલકની ફાલતું લાગતી વાતમાં જરાય ઈન્ટ્રેસ નથી.એને હ્લદયને માત્ર પલકની આકર્ષક કાયાજ દેખાય છે. પરંતુ વીશાલ સંભાળી સંભાળીને પગ મુકેછે,એને થાય છે કે ક્યાંક પલક એને આવું કરવાની નાં ન પાડીદે.ધીમે ધીમે એણે પલકની આંખો લૂછતાં લુછતાં પલકનાં ગાલને સ્પર્શ કરવા લાગ્યો. થોડીવાર એમ કર્યું. એને લાગ્યું કે હવે આગળ વધવા જેવું છે, એટલે વીશાલે પલકનાં હોઠનો સ્પર્શ કર્યો. ધીરે ધીરે પલકનો શ્ર્વાસ વધવાં લાગ્યો. એનાં નસકોરાં ફુલવાં લાગ્યાં. વારંવાર છાતી ફુલવાં લાગી.એટલે પલકે વીશાલને કહ્યું કે વીશાલ અત્યારે રહેવાદ્યો ,કારણકે અત્યારે દિવસ છે અને દિવસે આવું કામ કરવામાં આવે તો લક્ષ્મી પોતાનું ઘર ભુલી જાય. પરંતુ વીશાલનાં દીમાગમાં કામ ઉફાળા મારવા મંડ્યો હતો.એણે થરથરતાં હોઠે પલકને કહ્યું કે હું હું હું કકકકયાં તને બીજું કશું કહું છું. હું તો માત્ર તારી પાસે બેઠોજ છું.
પલકને પણ સહેજે લાગ્યુંકે આટલું નજદીક ભલેને બેસે એ એનો હક પણ છે.વાતોમાંનેવાતોમાં લગભગ બે કલાક પસાર થઈ ગઈ. હવે પલકને પણ આંખોમાં કામદેવનાં બાણ લાગી રહ્યાં છે. ધીમે ધીમે એકબીજાને નજદીક આવી ગ્યાં છે.પલકનાં હ્લદયમાં કામનો સાગર ઉફળતો થયો. એણે પોતાની જાતને જબરજસ્તી રોકી રાખીછે.પોતાનાં બેય હાથની હથેળીઓ જોરથી બંધ કરી અને મુઠીઓ વાળી લીધીછે.અને હવે શરમથી આંખો પણ બંધ કરી નાખી.એને થયુંકે આ મને શું થઈ રહ્યુંછે.હું મારી જાત પર કેમ સંયમ રાખી શકતી નથી. વીશાલ આ મોકાને બરાબર પરખી ગયો.એણે પોતાની નજર પલકની છાતી ઉપર નાખી એણે જોયું પલકની છાતી કોઈ લુહારની ધમણની જેમ ફુફકારી રહી હતી.એણે સમયને પારખી લીધો. અને ઓચિંતો ઉભો થઇ અને પલકને પોતાની બાહોમાં જબરદસ્ત તરીકે અને કસકસાવીને સમાવી લીધી. હવે પલકને પણ જાણે એટલું જ જોઈતું હતું. પરંતુ પલક વીશાલને ધીમે રહીને કહી રહીછે,પ્લિઝ વીશાલ હમણાં નહી,પ્લિઝ વીશાલ હમણાં નહી,પરંતુ વીશાલને એની ગરમ સાંસોને પોતાની સાંસોથી મેળવીને આગમાં ઘી હોમી રહ્યો હતો. પલકનો ગમેતેટલાં ઈન્કાર કરવા છતાં પણ વીશાલે પલકને પોતાની બાથમાંથી પકડ ઢીલી કરી નહીં.
સમય જાણે રોકાઈ ગયો જડપથી દોડતો સમય જાણે સ્લોમોશનમાં ચાલવાં લાગ્યો. થોડીવાર પહેલાંનું દુઃખ હવે સુખમય અનુભવી રહ્યો છે. એને લાગેછે કે એનાં જીવનમાં કોઈપણ પ્રકારનું દુઃખ આવ્યુંજ નથી.હવામાં જાણે કોઇ મીઠી સુગંધ પ્રસરી ગઈ હતી. ફીઝાઓ જાણે કોઈ મધુરો રાગ છેડીને ગીતો ગાવા લાગીછે.રોમેરોમમાં કોઈ અજીબ ચેતનાનો તાર રણકી રહ્યોછે.હંમેશા કહ્યું કરતું હ્લદય આજે પોતાનાં કહ્યું કરતું નથી. કોણજાણે એને કોણ પુરજોશમાં ચલાવી રહ્યું હતું. એનાં ધબકારરુપી પવનવેગી ઘોડાઓની લગામ કોણજાણે કોનાં હાથમાં હશે.એ ઈન્દ્રિયોનાં વીષયો જંખનામાં હીલોળા મારી રહ્યાં હતાં. ધોળાંદિવસે જાણે એનાં કાળજાને કામદેવનાં બાણ વારંવાર છેદીને મીઠો પ્રેમનો એહસાસ કરવાં મજબૂર કરી રહ્યાં છે.ચારેદીશામાંથી હળવી મોગરાની સુવાસ કાળજે મહેકી રહીછે.જાણે વારંવાર સારા શુકન થાયછે.દુર પહાડોની કોતરમાંથી કોઈ મીઠું મીઠું બોલતી પેલી બોલકણી કોયલ ટેહુંંક ટેહુંંક ટહુકો કરી કરીને પલકનાં હ્લદયનાં પાંજરેથી પોકારી રહીછે.નદીઓનાં ખળખળ વહેતાં નીર શીતળતાં પ્રદાન કરી રહી છે. મીઠો મીઠો શીતળ વાયરો એનાં કાનને સ્પર્શ કરીને કાનમાં કશુંક કહી જાય છે.
પલક જાણે કોઈ મધમધતી મધમાખી બનીને ફુલો ઉપર બેસીને પરાગરજ પામવા ઝંખી રહીછે.કોઈ કામાતુર મૃગલી પોતાનાં પગને ધરતી ઉપર પછાડી પછાડીને પોતાની સેહમતી આપી રહીછે.પરંતુ થોડાંક નખરાં પણ કરેછે,કારણકે આટલી આશાનીથી એ કોઈ નરને વશ થઈને પોતાની જાતને સોપવા નથી માગતી.પલક જાણે થંભી ગ્ઈછે,એને દિવસ કે રાતનું ભાન રહ્યું નથી. એનાં શરીર ઉપર કામ એટલો બધો વ્યાપી ગયો છેકે ભલાબુરાનુંં ભાન ન રહ્યું. એકબીજાને કસકસાવીને
"આલીંગન"આપી અને એકમેક થવાની બસ તૈયારી બતાવી રહ્યા છે. પરંતુ હજીએ મનમાં કશુંક તાણાવાણાની ગાઠ બાકી રહીછે. જેનાથી એકબીજા આગળ પગલું ભરતાં સો વખત વીચાર કરી રહ્યાછે.વીશાલે થોડીક હીંમત કરીને પલકને ગાલ ઉપર એક ચુંબન કર્યું. એટલે પલકે પોતાની આંખો ત્રાસી કરીને વીશાલ સામે ખુનન્સથી જોઈ રહી. પરંતુ આજે પલકની આંખોમાં ગુસ્સો ઓછો અને પ્રેમ વધારે દેખાતો હતો. એ વાત વીશાલ જાણી ગયો છે. એટલે એણે પલકની મોટી મોટી આંખોપર ચુંબન કર્યું. એમ બે કામ એકસાથે કર્યા. ચુંબન પણ કર્યું અને પલકની આંખો પણ બંદ કરી.હવે વીશાલની હીંમત ખુલીગ્ઈ,એણે પલકનાં હોઠ ઉપર પોતાની આંગળીઓ ફેરવીને થોડીવાર મદહોશ કરી અને પછી પલકને જોરથી છાતીએ વળગાડી અને હોઠનાં ઉપર તસતસતું ચુંબન કરી લીધું.હવે પલક પણ પોતાની જાતને કાબુમાં રાખી શકી નહીં. એણે પોતાની જાતને સંપૂર્ણ પણે વીશાલની આહોશમાં સોંપી દીધી. હવે વીશાલ પલકને પોતાનાં બેઉ હાથમાં ઉચકીને ઢોલીયામાઁ લ્ઈ ગયો.
ઘડીભરમાં જાણે નદીમાં પુર આવી ગયું, દીશાઓમાં રંગ બદલાય ગયો,પ્રમનાં પુષ્પો ખીલવાં લાગ્યાં. સામેની દીવાલમાં રહેલી ઘડીયાળમાં સમય થંભી ગયો અને પલકનો પ્રેમ પારખવાની કળાને નીરખવાં લાગ્યો. એકબીજાને સંપૂર્ણ રીતે સોપવા માટે સજ્જ બનીને એકબીજા પર આરુઢ બનીને પ્રમની રંગત ઉડાવવામાં પાવરધાં બનીને મહેકવાં લાગ્યાં.વર્ષોપછી જાણે શરીરસુખની અનુભુતિ કરીને જીવન જાણે તૃપ્ત થઈ અને મહેકવાં લાગ્યું. એકબીજાને સંપૂર્ણ રીતે કસકસાવીને રાખ્યાં છે,જાણે કોઈ ચંદનની ડાળીએ કોઈ મણીધર વીટળાઈને ચંદનની સુંગધપામીને જાણે મદહોશી છવાઈ ગઈ હતી.થોડીવાર આકાશ પાતાળ ગોળગોળ ફરવાં લાગ્યું. સુરજ, ચાંદ,તારોડીયા,ધરતી,આકાશ, પૃથ્વી, પવન,પાણી, પ્રકૃતિ અને આખીય કાયનાત જાણે પલકની સેજ પર આવીને એનાં કાળજામાં ઉઠેલાં કામને શાંત કરવાની કોશિષ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતાં.આ"આલીંગન" એકબીજાને હંમેશાં યાદ રહેશે પોતાનાં લગ્નની ત્રીજી રાત્રે અને એપણ એમજ એકબીજાને બ્લેમ કરતાં કરતાં ક્યારે કામનાની આહોશમાં સમાઈ ગયાં એની પલકને જાણ પણ ન રહી.લગભગ પંદરેક મીનીટ પછી બધું જ શાંત થઈ ગયું. ચારેદીશામાંથી આવતી સુગંધ અચાનક બંધ થઈ ગઈ. કોયલનાં ટહુકાર એકદમ શાંત થઈ ગયાં. આકાશ, પાતાળ ,હવા, પાણી,પૃથ્વી બધું જેમ હતું એમજ દેખાણું જગતમાં કોઈપણ જાતનો બદલાવ આવ્યો નહોતો. માત્ર કામથી ઘેરાયેલી પલકનું મનનો આબધો વહેમ હતો.હવે એકબીજાએ પોતાનાં હૈયાને શાંત કર્યું. જેવો કામ શાંત થયો એટલે પલકને યાદ આવ્યું કે એણે પોતાની સહેલી સરીતાને
વચન આપ્યું હતુંકે આ બધીજ વાતનો નીવેડો.જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી વીશાલને પોતાની પાસે ભટકવાં પણ નહી દે.પરંતુ એને એ સમયે કશુંય ભાન ન રહ્યું, અને જે થવાનું હતુંતે થઈ ગયું. આ બધું પલક પલંગમાં પડીપડી વીચારેછે.હજીએ વીશાલ એની ઉપરજ પડ્યો છે. હવે પલકને મનમાં થયુંકે હું મારાં મનને થોડીવાર શાંત ન રાખી શકી અને મારાથી આ પગલું ભરાઈ ગયું. મનમાં વિચાર્યું હવે જે થયુંતે મનને સમજાવી અને વીશાલને પોતાનાં બંન્ને હાથથી ધક્કો માર્યો અને કહ્યું ઉઠો મને નહાવાં જવાદ્યો...
................ક્રમશઃ



(એકબીજામાં ખોવાઈ ને પછી પલક નહાવાં માટે બાથરૂમમાં ગ્ઈ......જોઈશું આગળ.... ભાગ:-43 તમાશો)