અહેસાસ
પલકની ખાસ બહેનપણી નેહલ એના મુંજાયેલા મનને શાંત પાડી ગ્ઈ. પલકના મનની મુંજવણ થોડીઘણી ઓછી થઈ પરંતુ પલકનું દીલ અને દીમાગ નોખી દીશામાં ચાલે છે.એનું કાળજું કહે છે કે તું હવે માત્રને માત્ર આકાશની જ છે.ને એનું દીમાગ કહે છે કે ના એવું ના હોય, તારે તારા વડીલો અને સમાજ ના મોભાદાર માણસોએ જે વાત નક્કી કરી છે એ જ સાચી છે.પલકને વારંવાર એ વાત નો "અહેસાસ"થયાજ કરે છે એને જયારથી આકાશની ભાભીએ આકાશના હૈયાની વાત કરી ત્યારથી જ પલક ઘણી બેચેની અનુભવી રહી છે. અને એના વિચારો ખતમ થવાનું નામ પણ લેતા નથી.એક પછી એક વિચારો એના આખાયે શરીરને હચમચાવી નાખ્યું છે. દિવસ અને રાતનું સુખચેન ખોવાઈ ગયું છે. જાણે હાલતી ચાલતી મોમની પુતળી બની ગ્ઈ છે.જાણે આ પલક છેજ નહી એવું એના મનમાં થયા કરે છે.આકાશને લઈને એને કોઈજ હીનભાવના નથી પરંતુ એ પહેલાં જ નક્કી કરેલું એનું વેવિશાળ જ એના દુઃખ નું કારણ છે. એને થયું છે કે મે કદાચ વેવિશાળ કરવાની હા પાડીને કાઈક ઉતાવળ તો નથી કરી નાખી ને ? ગડમથલથી હવે પલક મુંજાઈ ગ્ઈ છે.
વાત કરતાં વાર લાગે પણ સમય કોઈની પણ રાહ જોતો નથી.આ બધીજ ધડાકુટમાં સમય પસાર થઈ ગયો. ને એ દીવસ આવી પહોચ્યો જે દીવસની પલકની મમ્મી ખૂબ જ આતુરતાથી રાહ જોતી હતી.આજે સવારથી જ પલકનો જીવ મુંજાયા કરતો હતો. પલકને આજનો ઉગતો સુરજ એને પોતાના જીવનો સૌથી કંગાળ સુરજ લાગ્યો હતો. એણે સવારે ઉઠતાં વેંત જ પોતાની મમ્મીને કહ્યું હતું કે મમ્મી આજે મારું મન બહુજ વ્યાકુળ છે.મારો જીવ મુંજાયા કરે છે. મને આજે કશુજ ગમતું નથી. એવું સાંભળીને પલકની મમ્મીએ કહ્લુ બેટા એતો તને બે ત્રણ દિવસથી તબિયત સારી નથી ને એટલે એવું થયા કરે છે. હમમમમમ મમ્મી કદાચ એવું જ હશે પલકે કહ્યું. સવારનું નિત્યક્રમ પતાવીને પલક ઓફીસ જવા નીકળી ગઈ. લગભગ હજીતો પલક ઓફીસમાં પહોંચી જ હતી ને એના મમ્મીનો ફોન આવ્યો. પોતાના પર્સમાં રહેલો ફોન બહાર કાઢી ને જોયું તો મમ્મી નો ફોન હતો. એને થોડો ધ્રાસકો પડ્યો કે હજીતો હું ઘેરથી આવીજ છું ને મમ્મીનો ફોન કેમ આવ્યો કશું અઘટિત તો નથી બન્યું ને કારણકે મમ્મીનો ફોન ક્યારેય ઓફીસમાં આવતો નહોતો.
થડકતાં હૈયે પલકે ફોન ઉઠાવ્યો અને સવાલોનો થોર વરસાવી દીધો. કહ્યું મમ્મી શું થયું આમ ઓચિંતો ફોન શુંકામ કર્યો. શું વાત છે તને કશું થયું તો નથીને જલ્દીથી બોલ મને ગભરામણ થાય છે. સામેથી મમ્મીએ કહ્લું અરે !મારી ડાહી દીકરી તું મને બોલવા દે તો બોલું ને,તારું મોઢું ઘડીક બંધ રાખ તો હું તને કહું ને.સારું બોલ જલ્દી પલકે કહ્યું..જો બેટા અત્યારે મનસુખ મામાનો ફોન આવ્યો હતો. કે કાલે સવારે મેમાન આવવાનાં છે તને રુપીયો ને નાળિયેર આપવા માટે. દિકરાવાળા પણ ખૂબ જ રાજી છે ને તું દિકરાવાળા ને ખૂબ જ ગમી ગઈ છે. એટલે બધાજ સગાઓએ મળીને કાલનો દિવસ સગપણ માટે નક્કી કરી લીધો છે અને એ લોકોએ તો સારું શુભ મૃરહત જોવારી લીધું છે.અને કાલે સવારે નવ વાગ્યાનું મુહૂર્ત આવ્યું છે. પલક હું ખૂબ જ ખુશ છું. મારી દિકરીને એક સારો નોકરીયાત છોકરો મળી ગયો છે. મારા જીવનની બધીજ મનોકામના આજે પુરી થઈ છે. હું ભગવાન નો ખૂબ જ પાડ માનું છું. મારી વહાલી દિકરીને કેટલું સુંદર ઘર અને વર આપ્યો તું થોડી વહેલી આવીજા હજુ સુધી આપણે કોઈ તૈયારી કરી નથી સાંજ સુધીમાં બધીજ તૈયારી કરી રાખીએ.અને હા તારી બધીજ બહેનપણીઓ ને પણ કહીદે અત્યારે જ આવી જાય.અને હું આકાશને કહું છું કે એ મારી થોડીઘણી મદદ કરે....
મમ્મીની વાત સાંભળીને જાણે પલકને સાંપ સુંઘી ગયો.એણે કાઈ પણ બોલ્યા વગર જ મમ્મીનો ફોન કાપી નાખ્યો. એ અવાચક બનીને ગળગળા થઈ ગઈ. હે ભગવાન હવે હું શું કરું હે ભગવાન આ વાત સાંભળીને આકાશ તો મરી જ જ્ઈશે. અનેક પ્રકારના વિચારો આવવામાં લાગ્યા. તરતજ એણે મમ્મીને ફોન કરીને કહ્યું કે મમ્મી તું અત્યારે આકાશને કશું જ કહીશ નહીં. હું ઘેર આવું જ છું. તું અત્યારે આકાશને કશુ જ ન કહીશ હું બસ આવુજ છું.. એટલે હું જ એની સાથે વાત કરી લ્ઈશ.જેથી પલકની મમ્મીએ કહ્યું કે સારું હું આકાશને નહી કહું તું આવીને કહેજે કે મારી થોડી મદદ કરે. પલકે ફોન કાપ્યો.અને એકદમ ઓફીસથી રજા લઈને સરસરાટ ઘેર આવી.ને મમ્મીને કહ્યું મમ્મી થોડો ટાઈમ તો લેવો જોઈતો હતો.આમ આટલી જલ્દી હું તૈયાર પણ નહોતી પલકે કહ્યું. જેથી પલકની મમ્મીએ કહ્યું બેટા આજે નહીતો કાલે પણ આ શુભ કાર્ય કરવાનું જ હતું. તો કેમ આજે ન કરીએ અને મહેમાનો પણ કાલે આવવાના છે બેટા હવે કશુજ ના કહી શકાય નહી.સામેવાળાઓએ પણ સગાસંબંધીઓ ને પણ બોલાવી લીધા છે.હવે જો ના પાડીએ તો તો આપણા દરેકની આબરૂ ના ધજાગરા થાય.તારા મનની વાત ને પહેલા કહેવી જોઈતી હતી. તારા પિતાની પણ હાજરી પણ નથી ને હું ધણી વગરની બાઈ છું કોઈ મને ફરીને મને મદદરૂપ નહી બને.
પોતાની મમ્મીની માર્મિક વાત સાંભળીને પલક નું હ્લદય ભાંગી પડ્યું. એ એક પણ શબ્દ પછી બોલી શકી નહી.ને કહ્યું ઠીક છે મમ્મી તને જે સારું લાગે તે કર.હું એટલી સ્વાર્થી નથી કે મારા માટે થઈ ને તારી આબરુને નીલામ કરુ.તરતજ પલકે એની બધી જ બહેનપણીઓ ને ફોન કરીને સઘળી વાત કરી અને પોતાના ઘરે મદદરૂપ થવા બોલાવી.દરેક બહેનપણીઓ ખૂબ ખુશ થઈ પરંતુ એક નેહલ પલકની વાતથી દુઃખી દુઃખી થઈ ગઈ. એણે કહ્યું કે અને પલક તું આ શું કરી બેઠી આકાશને ખબર પડશે એટલે બીચારો ભાંગીને ભુકો થઈ જશે.પરંતુ પલકે કડક શબ્દોમાં નેહલને કહ્યું કે નેહલ હવે તું એક પણ શબ્દ બોલીશને તો તને મારી સોગંદ છે.મારી મમ્મીએ જે કર્યું તે સાચું. અને જે ભગવાન ને ગમ્યું તે ખરું. બસ હવે કશું બોલીશ નહી તું જલ્દીથી આવીજા.કાલે મહેમાનો આવે છે એટલે ઘણું બધું કામ છે. અને હા તારે આકાશને પણ સમજાવવાનો છે.તું મારા માટે આકાશને સમજાવીશને નેહલ..નેહલે કહ્યું કે મન તો નથી માનતું પણ હું આકાશને સમજાવવાનો પ્રયત્ન જરૂર કરીશ પલક પણ તને હજીયે કહુ છું. તું આ સારું નથી કરતી પલક.તને પાછળથી ખુબ જ પસ્તાવવાનો વારો આવશે.પણ હશે જે તારા નશીબમાં લખ્યું હોય તેજ થશે.હું ભગવાન ને પ્રાર્થના કરીશ કે તું આકાશને ભુલી શકે ને ચાલ હું આવું છું.
પલક ઘરમાં જ્ઈને ખુબ જ રડી છે પરંતુ એને એ પણ "એહસાસ" છેકે જેના થકી હું આજે છું અને જણે મારા માટે આખીય જીંદગી ખપાવી નાખી છે એ માં ની મમતાને હું કેવી રીતે ઉથાપુ,મારું જીવન મારી મમ્મી પર શરું થાય છે ને મમ્મી પર ખતમ બસ મેં ફેસલો કરી લીધો છે કે હું જયાં મારી મમ્મી કહેછે ત્યાજ વેવીશાળ કરીશ.પરંતુ પલક મનમાં ને મનમાં આકાશ ને સોરી કહ્યું આકાશ મને માફ કરજે, મારી પાસે એટલી હીંમત નથી કે હું મારી મમ્મીને કહી શકું કે મને આકાશ સાથે પ્રેમ છે અને મારે એની સાથે જ લગ્ન કરવા છે.એવું કહેવાની મારામાં જરા પણ હીંમત નથી.કારણકે મને ખબર છે કે મારી મમ્મીએ કેટકેટલા દુઃખ વેઠીને અમને ભાઈ બહેનોને ભણાવી ગણાવીને મોટા કર્યા છે. આઈમ સોરી આકાશ.... બસ ધેટ્સ ઈટ...પલક ચુપ થઈ ગઈ......................... ક્રમશઃ
(કાલે મહેમાન પલકનું વેવીશાળ નક્કી કરવા આવે છે તો આકાશ શું કરશે...એનું રીએક્શન કેવું હશે...એ પોતાની જાતને સંભાળી લેવા કેવા કેવા વાના કરશે.....જોઈશું... ભાગ:-9 પ્રેમ ની પરીભાશા )