Adhuro Prem. - 41 books and stories free download online pdf in Gujarati

અધુુુરો પ્રેમ.. - 41 - સંસકાર

સંસ્કાર
પોતાના પતીને વાતમાં થોડો ઘણો વીશ્ર્વાસ બેઠો હતો. પરંતુ એનું મન હજીએ કશુંક ખીચડી પાકતી હોય એમ ઉફાન મારી રહ્યું હતું.જાણે કોઈ અઘટીત ઘટના બનવાની હોય એવું લાગે છે. પરંતુ પોતાની મમ્મીએ નાનપણથી જ પલકને સારાં
"સંસ્કાર"આપ્યાં હતાં અને એટલેજ એ વારંવાર વીશાલને અને એનાં પરીવારની ભુલ હોવા છતાં પણ એને માફ કરવાં માટે તૈયાર થઈ ગઈ. એણે એ વાત મમ્મીને ના કહીને પોતાની ભુલ સમાજાઈ રહી છે. પરંતુ એ આવડી મોટી વાત છુપાવી પણ કેવીરીતે રાખી શકે.એણે એની એક નજીકની ફ્રેન્ડ સુરેખાને ફોન કરીને આવાતની જાણ કરી.સુરેખાને પહેલાંતો એકદમ શોક લાગ્યો હતો. પરંતુ થોડીવાર પછી એને શું બોલવું અને શું કેહવું એ સમજણ નાં આવી.થોડીવાર પછી એણે કહ્યું આર યુ સીરીયસ પલક ? તું આ શું બોલી રહીછે ? એવું કેવીરીતે બની શકે. કોઈ વ્યક્તિ પોતાની સુહાગરાતને દીવસે પોતાની પત્નીને એકલી કેવી રીતે તરછોડી શકે.પલકે સરીતાને કહ્યું મારી સાથે એવું જ બન્યું છે, સરીતા હું શું કરવું એની સમજ નથી પડતી.
પહેલાં તો સરીતા અવાચક થઈ ગઈ, અરેરે ! યાર શું કહું મને કશી ખબર નથી પડતી.હું તો એમ કહું છું પલક તું એને અત્યારેજ તરછોડી અને ઘેર અઃવતી રહે.હું સવીતામાસીને પાસે જ્ઈને બધીયે વાત વીગતવાર કહીને સમજાવી લવ છું. એટલે પલકે કહ્યું અરે !નાં નાં સરીતા હવે અત્યારે તું મમ્મીને કશુંય કહીશ નહીં. હવે બધું બરાબર થઈ રહ્યું છે. અને જે બન્યું એમાં કદાચ વીશાલનો હાથ નથી.આ કાવત્રૃ માત્ર એનાં મમ્મી પપ્પા અને એની બહેન નીધીએ કર્યું હતું. એમ વીશાલે મને કહ્યું છે. એથી સરીતાએ કહ્યું કે વીશાલે તને કહ્યું એટલે તું માની લીધું. જે માણસે કુંવારી હતી ત્યારે તારી ઈઝ્ઝત લેવાની કોશિષ કરી,એજ વીશાલ છેકે બીજો કોઇ, જે માણસે પરણાની પેહલી રાતે તને એકલી તરછોડી ભાટકવા જતો રહ્યો એ વીશાલે તને કહ્યું એટલે તું માની ગ્ઈ.જે માણસે વારંવાર આકાશની વાતમાં તને જલીલ કરી એ વીશાલની વાતને તું માની ગ્ઈ,વાહ મારી ભોળી સહેલી તું ક્ઈરીતે આટલી જલ્દી ડીસીજન લેવા લાગી છે. ગમેતે સંયોગ હોય તો પણ તું કોઈપણ પ્રકારની વાતને ફાઈનલ કરવા માટે દસેક દીવસનો સમય લીધાં પછીજ નિર્ણય કરેછે.અને આજેતું તરતજ નિર્ણય લીધો, અને એ પણ તારી જીંદગીની અતી મહત્વપુર્ણ વાતને ? મને સમજમાં નથી આવતું પલક.
એટલે પલકે કહ્યું સરીતા આ વીશાલ સાથે લગ્ન કરવાનો નિર્ણય મારોજ હતો.તેથી એને ભોગવવું પણ મારેજ પડશે.હવે આટલાં જલ્દીથી કોઈ સ્ટેપ લેવું મને જરૂરી નથી લાગતું. અને દસ દિવસ પછી તમે લોકો મને દસૈયાંનુંં આણું તેડવાં આવો પછી હું મારીજાતેજ મમ્મીને વાત કરી અને કોઈ નિર્ણય કરી લ્ઈશ.સરીતાએ કહ્યું પલક એક વાત પુછું ? પલકે કહ્યું હાં પુછને સરીતા.એટલે સરીતાએ કહ્યું પલક તું હજીએ કુંવારી છે ? એટલે પલકે કહ્યું કે હાં સરીતા આ મોકાણ પહેલાંજ દીવસથી શરૂ છે.એટલે વીશાલને મળવાનો મોકોજ નથી મળ્યો.ખબર નથી પડતીકે હું શું કરું ? મારાં લગ્નની ખુશી મનાવુંકે દુઃખ, સરીતા હું એવી અભાગી સ્ત્રીછું. કેજેને લગ્ન કરીને પછી પસ્તાવો થયો હોય, મને આજે જીવનમાં પહેલી વખત મારી જાતને ખતમ કરવાની ઈચ્છા થાય છે.એટલે સરીતાએ પલકને કહ્યુંતું આમ હીંમત હારીશ નહીં. પરંતુ આ વાત તારે તારી મમ્મીને કહેવી જોઈએ. એથી પલકે કહ્યું હમણાં નહીં. હું જરૂર કહીશ પણ હવે મને તેડવાં આવવામાં છએક દિવસ બાકી છે. અને અહીંયા પડોશીઓ સારાં છે.હું મને સંભાળી લ્ઈશ.સરીતાએ કહ્યું તું કેહતી હોય તો હું અને નેહલ બન્ને આવીએ અને તારા સાસરીયાઓની ખબર લ્ઈ નાખીએ.પલકે કહ્યું અરે ! નાં સરીતા વાત વધી જશે.અત્યારે રહેવાદે.સરીતાએ કહ્યું પલક મને બહુંજ ચિંતા થાયછે.મને થાયછેકે હુંશું કરું જેથી તારું જીવન પાછું સરસ થઈ જાય. હું તને પહેલાંજ નાં પાડતી હતીને, કે આવાં નફ્ફટ સાથે લગ્ન કરવા ન જોઈએ. પણ તું મારી વાત માની નહી અને પુરીતરહ ફસાઈ ગઈ. લે હવે જોઈલે એનું પરિણામ, એમ કરીને સરીતા રડવાં લાગી. પલકે એને કહ્યું તું રડીશ નહી બેટાં હું સંભાળી લ્ઈશ. અને હાં મારી સોગંદ ખાઈને કહે કોઈને પણ કહીશ નહી.એ વાત હું મારી જાતેજ બધાને જાણ કરીશ.
સરીતાએ કહ્યું ઠીકછે,પલક જેવીતારી મરજી પરંતુ હું તને હજીએ કહું છું,કેતું વીશાલથી હમણાં દુરજ રહેજે હું તને ચેતવણી આપુંછું.તારે જો આવાં વ્યક્તિ સાથે રહેવાની ઈચ્છા ન હોય તો એનાથી દુરજ રહેજે.આ માણસ સાથે તારું કોઈજ ભવિષ્ય નથી.અને એમ છતાં જોતું કોઈ અજુગતું કરીબેસીશને તો મારાંજેવી કોઈ ભુંડી નથી સમજી.એટલે પલકે કહ્યું હાંહું એ વાતનું ધ્યાન રાખીશ.પરંતુ સરીતા મને લાગેછેકે આમાં વીશાલનો કોઈજ વાંક હોય એવું મને લાગતું નથી. જે પ્રકારે વીશાલે મારી સાથે વાત કરી એનાથી મને એવું લાગેછેકે વીશાલનો વાંક નહી હોય ? સરીતાએ (તાડુકીને) હાં તને હજીએ ઈ નફ્ફટ ઉપર વીશ્ર્વાસ છે.તો પછી ઉંડાં ભાડીયા કુવામાં પડ બીજું શું, અને અમે બીજું શું કરવાનાં હતાં. તારી ચિંતા થાયછે.અને મને ઈ માણસ ઉપર જરાય ભરોસો નથી.તેમ છતાં પણ તને હજીએ લાગતું હોયકે એનો દોષ નથી, તો તું થોડું સાચવીને પણ ખાતરી કરી શકેછે.પરંતું હજીએ એકવાર કહુંછું,થોડાં દિવસ એનાથી દુર રહેજે.હમણાં બધું બરાબર ન થઈ જાય ત્યાં સુધી સંભાળજે.
ઠીકછે,પલકે કહ્યું તું પણ સાચવજે (ફોન કટ કર્યો)ઉંડો.નીસાસો નાખ્યો અને પોતાનાં બન્ને હાથને પોતાનાં લમણે દ્ઈને વીચારોમાં ઘેરાઈ ગ્ઈ.એટલીજ વારમાં વીશાલ ઘરમાં દાખલ થયો. એણે પલકને કહ્યું, પલક તને મારી ઉપર ભરોસો છે ? હું તને આ બધાં મારા ઘરનાં સભ્યોથી દુર શહેરમાં અલગ રહેવા લ્ઈ જ્ઈશ.હું મારી પલકને આમ કાંઈ હેરાન પરેશાન થતી નહી જોઈ શકું. હું જાણુંછું,પલક તારો ગુનેગાર છું. ગમેતેવી પરીસ્થીતી હોવાછતાં મારી ફરજછે તને એકલી ન છોડવી જોઈએ. પરંતુ હું અભાગીયાઓ એટલું પણ ન સમજ્યો કે જે છોકરીએ મારી ઈચ્છા પૂરી કરવાં માટે કોઈપણ પ્રકારની આનાકાની કર્યા વગરજ માત્ર મારી ઈચ્છાને પુરી કરવાં માટે થ્ઈને તાત્કાલિક લગ્નની વાતને પણ સ્વીકારી લીધી હતી. એ છોકરીને હું સુહાગરાતને દીવસે એકલી રજળતી છોડીને મારા માં બાપનાં કેહવાં મુજબ આખીય રાત જતો રહ્યો હતો. એમ કરીને વીશાલની આંખોમાં દડદડ આંસુની ધાર થવા લાગી.પલક પણ સામેથી રડવાં લાગી. એટલે વીશાલે હળવેકથી પલકની પાસે આવી અને એને બાથમાં ભીડવાં માટે હાથ લંબાવ્યાં.પરંતુ પલકે તરતજ એનાં હાથને તરછોડીને (રડતાં રડતાં)દુર રહો મારાથી મને હાથ લગાડવાની કોશિષ નાં કરશો.પરંતુ ક્યાકને ક્યાંક પલકને પણ થયુંકે વીશાલનો વાંક નથી.વીશાલે હળવેથી ઘરનો દરવાજો બંધ કરવાનો નિર્ણય કર્યો. એ પલકથી દુર બારણું બંધ કરવા માટે જતો હતો. પલકને થયું કે વીશાલ બહાર જાયછે.એટલે એણે કહ્યું વીશાલ તમે થોડીવાર અહીંયાજ બેસો.વીશાલ મનમાં થોડું હસ્યો એણે કહ્યું ઠીકછે પલક હું દરવાજો બંધ કરી નાખું, જેથી આપણી વચ્ચે શું વાત થાયછે એની કોઈને જાણ થાય નહી.વીશાલની વાત પલકને યોગ્ય લાગી જેથી એણે હકારાત્મક માથું ધુણાવ્યું. વીશાલે રુમનો દરવાજો બંધ કરીને પલકની પાસે આવી અને ગરીબડો થઈને બેસી ગયો. પોતે સાચોજ છે. એ વાતને સત્ય સાબીત કરવામાં કોઈજ કસર છોડી નહીં. એણે કેટલાય એવાં ઉદાહરણ આપ્યાં જેથી પલકને સાચું લાગી રહ્યું હોય. ખરેખર એક એવો વખત આવી ગયો કે પલક બધું જ ભુલીને પોતાની સહેલીએ કહેલી વાતને પણ ભુલીને દોડીને વીશાલને ભેટીને રડી પડી.
વીશાલે પણ મોકો જોઈને એકપણ ક્ષણની વાર લગાડ્યાં વીનાં પલકને તરતજ પોતાનાં હ્લદયથી વળગાડી લીધી. ક્યારે રડતાં રડતાં હસવાં લાગ્યાં એ એકબીજાને ખબર પણ ન પડી.બન્ને એકબીજાને હાથમાં હાથ ધરીને નવેસરથી લગ્નની વાતો કરવાં લાગ્યાં. જાણે એમનાં લગ્ન આજેજ થયાં હોય એવું પલક અનુભવી રહી હતી. ધીરે ધીરે એકબીજાને સ્પર્શ કરતાં કરતાં નજદીક આવતા ગયાં.હવે હળવેકથી વીશાલનો હાથ પલકનાં વાળમાં ફરવાં લાગ્યો. એની નજર બસ પલકનાં સુંદર અને સુડોળ શરીર ઉપર બાઝની જેમ મંડાઈ ગ્ઈ.અને એક શીકારી પક્ષીને જોઈને બાઝનું મન કેમ સ્થીર થઈ લક્ષ ઉપર મંડાઈ જાય એમ વીશાલની નજર પલક ઉપર મંડાઈ ગ્ઈ.


(આટલી મુશ્કેલીઓ માથી પસાર થઈ ને પલકે ફરી એકવાર વીશાલ પર ભરોસો મુક્યો.... એકબીજાની નજીક આવી ગયાં.. પરંતુ આગળ શું થશે એ જોઈશું ..ભાગ 42- આલીંગન)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED