Adhuro Prem - 6 books and stories free download online pdf in Gujarati

અધુુુરો પ્રેમ - 6 - આશાં નું કીરણ

આશાં નું કીરણ

પલક ધીરે ધીરે આકાશ સાથે વિતાવેલી પળોને યાદ કરી કરી ને વાગોળી રહી છે.એટલામાં બપોર ચડી ગયું. ને સુરજ મધ્યાહન પર તપી રહ્યો છે. ને પલકના આંખથી એક બિંદુ એના ગાલ પરથી લીસોટો પાડી ગયું. ને મમ્મીએ બુમ પાડી પલક ચાલ થોડું જમીલે, ભોજન તૈયાર થઈ ગયું છે. એ હા મમ્મી પલકે કહ્યું. પલક ઉભી થઈ ને હાથ મોંં ધોવા બાથરૂમની ગેંડીમાં ગ્ઈને અરીસામાં પોતાનું મોં જોયું તો એની આંખોમાંથી નીકળીલા આંસુના લીસોટા એના ગાલ ઉપર એક લકીર ખેચી ગયાં હતાં. પલક આચર્યચકીત થઈ ગઈ,અરે! વોટ ઈઝ ધીસ હું રડતી હતી અને એની મને પણ ખબર નથી.ને હું રડી શું કારણે આતો નવાઈ છે પોતાની જાતને કોશવા લાગી.હાથ મોં ધોઈને જમવા બેઠી.પરંતુ એના હાથથી કોળીઓ મોઢા સુધી આવીને અટકી જાય છે. બે ત્રણ કોળીયા ખાઈને ઉભી થઈ ગઈ. મમ્મીએ ટોકી પણ ખરી પલક થોડું તો આરામથી ખાઈ લે.એથી પલકે કહ્યું મમ્મી મને આજે જમવાની ઈચ્છા બિલકુલ નથી.એવું કહીને સોફા ઉપર બેસી ગઈ.
થોડીવાર બેઠી હશે ત્યાં જ આકાશે એનો દરવાજો ખોલ્યો, અને ઘરમાં આવ્યો, ને એકજ ક્ષણમાં પલક આકાશને જોવા ઉતાવળી ઓશરીમાં આવી ને બુમ મારી આકાશ ? ઓ આકાશ ? શું છે ભય તને બહું ચરબી ચડી છે કે શું ?આજે તે મને ગુડ મોર્નિંગ પણ ન કીધું. આટલા વર્ષમાં પહેલી વખત તે મને ગુડ મોર્નિંગ ન કહ્યું. તને ખબર છે હું કેટલી વ્યથિત છું, એના કારણે તને જરાય ફીકર છે કે નહી.જાણે આકાશને પ્રશ્ર્નો ની જડી વરસાવી દીધી. આકાશને એક પણ શબ્દ બોલવા ન દીધો.આકાશે કહ્યું કે એવું નથી પલક આજે હું ઉતાવળમાં હતો એથી ભુલી ગયો.જેનાથી પલકે પિત્તો ગુમાવ્યો ને કહ્યું કે આવ્યો મોટો ઉતાવળ વાળો મને ખબર છે શું તારા મનમાં ખીચડી પાકે છે.શેની ઉતાવળ હતી તારે એવી ,જેના કારણે તું મને વીશ કર્યા વગર જ જતા રહ્યો પાગલ.પલકે આકાશને થોડો મીઠો ઠપકો આપ્યો.
આકાશ કશુજ બોલ્યા વગર જ પોતાના ઘરમાં જતો રહ્યો. ને ભાભીને કહ્યું કે ભાભી મને જલ્દીથી જમવાનું આપી દ્યો,મારે મારા મિત્રોને ના ઘેર રીડીંગ કરવા જવું છે. આકાશનું આવું વર્તન જોઈને પલકને ગુસ્સો આવ્યો. ને પલક ફરી ઓંશરીની દીવાલ ટપીને આકાશના ફળીયામાં કુદી પડી.પોતાના હાથની બંને મુઠીયું વાળી ને દાંત કચકચાવીને આકાશનો હાથ પકડીને આકાશના બેડરૂમમાં ખેંચી ગ્ઈ.આ દ્રશ્ય વિભાભાભીએ જોયું પરંતુ એણે કોઈ જ પ્રતિક્રિયા ન આપી.જે થાય તે જોયા કર્યું, પલકે આકાશને બેડ ઉપર બેસાડીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. જો આકાશ હું તારી ભાવનાને બરાબર સમજું છું. એવું નથી કે હું તારી દુશ્મન છું. પરંતુ હવે મારું જીવન બિજા કોઈના નામે કરી દીધું છે. તું પણ સમજદાર છે આકાશ. અને તને જો મારી સાથે પ્રેમ કે લાગણી હતી તો તારે મને કહેવું જોઈતું હતું. આમ મારું વેવિશાળ નક્કી થયા પછી તું મને સડન્લી ,,આઈ લવ યું,,કહી ગયો. તે એક પણ વખત વિચાર્યું નહી કે મને કેટલું બધું ખરાબ લાગશે.આમ ભુત બનીને ના બેસ આકાશ કશુંક બોલ આમ તારા સુનમુન રહેવાથી મને કેટલી ગભરામણ થાય છે એની તને ખબર છે પાગલ.પલકના આવા માર્મિક વેણ સાંભળીને આકાશ પલકની તરફ જોયું.
થોડીવાર પલકની આંખોમાં જોયું અને મંદમંદ મુસ્કાન રેલાવી,પલકે થોડી આંખો ઝીણી કરીને કહ્યું શું છે તારે કેમ હસે સે.તું મને દુઃખ દ્ઈને હસે સે.એટલે આકાશે પલકને કહ્યું તારુ વેવિશાળ નક્કી થયું છે, લગ્ન નહી સમજી તું ધારે તો હજીયે પણ કશું બગડી નથી ગયું. તું એની સાથે લગ્ન કરવાની ના પાડી શકેછે. તારા માટે હજી ઘણો સમય છે. પરંતુ મારા માટે હવે સમય નથી હું તો તને પ્રેમ કરી બેઠો છું. અને તું પહેલાં કહેવાની વાત કરે છે તો મને ક્યાં ખબર હતી કે તું આમ અચાનક વેવિશાળ ગોઠવી નાખીશ.અને મને મારાથી તું દુર જતા રહીશ એનો ખ્યાલ પણ નહોતો. મને એમ જ હતું કે તું હંમેશાં મારી સાથે જ રહીશ, પરંતુ તારા અચાનક આ પગલાથી મારા દિમાગમાં હજારો વિચારો આવ્યા કરે છે. મને એવું પણ થાય છે કે તું મારાથી દુર થાય એ પહેલા હું.................. આકાશ આગળ બોલે એ પહેલા તો પલકે આકાશના મોં પર પોતાનો હાથ ધરી દીધો. અને કહ્યું કે તું ગાંડો થઈ ગયો છે કે શું આકાશ આમ કોઈ છોકરી પાછળ મરવાની વાતો કરવા લાગ્યો છે, હજીતો તારી જીંદગી શરૂ પણ નથી થઇ ને તું એને ખતમ કરવાની વાતો કરે છેબેવકુફ.તારામાં ક્ઈ અક્કલ બકકલ છેકે નહી.ખબરદાર જો ફરી આવી વાત મારી સામે કરી છે તો ? પલકે આકાશને ખુબ ખખડાવ્યો.થોડીવાર એ આકાશની આંખોમાં જોયા કર્યું પછી કહ્યું જો આકાશ એવું નથી કે તું મને નથી ગમતો તું મને અત્યંત ગમે છે કદાચ તારી સાથે લગ્ન કરી ને મને તારા જેટલો પ્રેમ કોઈ જ નહીં કરી શકે.કેમકે તું મારી નાની મોટી દરેક વાતનું ધ્યાન રાખે છે.મને ખબર છેકે તું મને લઈને ઘણોજ પ્રોટેકટીવ છે.તે હંમેશાં મારુ ખૂફબ જ ધ્યાન આપવું છે.
પલકે એને ખૂબ સરસ રીતે સમજાવ્યો પણ આકાશ એની વાતોમાં ન આવ્યો અને કહ્યું કે પલક હું કશુજ જાણતો નથી ફાલતુ વાતોમાં મને ઈન્ટ્રેસ પણ નથી.બસ હું એટલુંજ જાણું છું કે હું તને પ્રેમ કરું છું. તારે જે કરવું હોય તે કરી શકે છે.હું તને કોઈ ફોર્સ નથી કરતો.અચ્છા તું મને ફોર્સ નથી કરતો એમને અને આડકતરી રીતે તું મરવાની ધમકી આપે છે એ બરાબર લાગે છે તને આકાશ પલકે બેડમાંથી ઉભા થતાં થતાં કહ્યું. એમ કહીને પલકે કહ્યું કે સારું તું જમીલે આપણે પછી વાત કરીએ. એમ કહીને પલક ચાલવા જાય ત્યારે આકાશ ઉભા થઇ ને પલકનો હાથ પકડીને જોરથી પાછળ ખેંચી ને પોતાના ગળે વળગાડી દીધી. અને કહ્યું પલક આઈ લવ યુંં.પલક પણ કશુ સમજે એ પહેલાં પલક પણ આકાશની આહોસમાં ખોવાઈ ગઈ ને વગર વિચાર્યેજ આકાશને કહ્યું... આઈ લવ યું ટુ ....આકાશ આઈ લવ યું...સો મચ એકબીજા પ્રથમ આલીંગન નો આનંદ માણવા લાગ્યાં... ને આકાશના માનસ પટલ પર એક ....આશાં નું કીરણ...કરવટ બદલવા લાગ્યું................. ક્રમશઃ(શું પલક ખરેખર આકાશને પ્રેમ કરવા લાગી છે કે પછી એની મરવાની ધમકીથી ડરીને કે એની પાસે થોડો સમય મેળવવા માટે પલકે પણ આકાશના પ્રેમ નો સ્વીકાર કર્યો હશે ? જોઈશું ભાગ:-7 વચન.....માં...)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED