અધુુુરો પ્રેમ.. - 43 - તમાશો Gohil Takhubha ,,Shiv,, દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

અધુુુરો પ્રેમ.. - 43 - તમાશો

તમાશો
પલક અને વીશાલ લગ્ન પછી ત્રીજા દિવસે બે મટી એક થયાં એ પણ ધોળાદિવસે,પોતાનાં સ્વભાવથી વીરુધ્ધ જ્ઈને પલકે આજે જે પણ રતીકામ કર્યું છે,એનો પલકને ખૂબ જ અફસોસ થઈ રહ્યોછે.વીશાલ પોતાનું કામ પતાવીને ફટાફટ ઘરની બહાર નીકળી ગયો. અને માં બાપ પાસે જ્ઈ અને બેસી ગયો. પલક પોતાનાં આવેગને નહી રોકી શકવાનો અફસોસ કરતી કરતી બેઠીછે.એની જટપટાહટ પલકનાં ચહેરાની સુંદરતાને ઝાંખી કરી રહી હતી. પોતાનાં હ્લદયમાં લાગેલી આગને પોતે ગંભીરતાથી રોકી ન શકી,અને પોતે કરેલી ભુલને પોતાનોજ દોષ માનીને હવે લમણે હાથ ધરી અને બેઠીછે.આ બાજું વીશાલ ફ્રેશ થઈ અને પોતાના મીત્રો જોડે જતો રહ્યો. પોતે આમતો એક ઉમદા શીક્ષક તરીકે ફરજ બજાવતો હતો.પરંતુ કહેવાય છે કે વહેમનાં કોઈ ઓસડ નથી.એમ વીશાલનાં હ્લદયમાં આકાશ નામનો કાટો શુળ બનીને વારંવાર ચુભ્યા કરતો હતો. અફસોસ કરતી કરતી પલક નાહીને ફ્રેશ થઈ ગઈ. થોડીવાર પછી સાંજની રસોઈ તૈયાર કરવામાં મદદરૂપ થવા માટે રસોડામાં આવી.એની નણંદ નીધીએ તેવર બદલી નાખ્યાં હતાં. એણે કહ્યું ભાભી જે કા્ઈ બન્યું એ અમારી બધાની ભુલ હતી. અમે તમને ખોટી રીતે હેરાન પરેશાન કર્યા હતાં. અમને માફ કરજો ભાભી હવેથી આવું ફરીથી નહી થાય.
પલકને થયુંકે આ બધાને કદાચ પસ્તાવો થયો હોય એમ લાગેછે. એટલે મારે પણ મોટું મન રાખી અને એમને દરેકને માફ કરવાં જોઈએ. એણે નીધીને કહ્યું ઠીકછે,હું એ બધું ભુલાવાની કોશિષ કરીશ.એમ કરતાં કરતાં નવ દીવસ પસાર થઈ ગયાં. એ દિવસ પછી પલક અને વીશાલ વચ્ચે ફરીથી શરીર સંબંધ બંધાયા નથી.પલકે વારંવાર જોયું કે પોતાની સાથે શહશયન માણ્યાં પછી વીશાલનાં તેવર બદલાઈ ચુક્યાં હતાં. એટલે પછીથી પલકે વીશાલને પોતાની પાસે આવવાની રજા આપી નહોતી.જ્યારે પણ વીશાલ રાત્રે ઘરમાં આવે એટલે પલકને અજીબ પ્રકારની વાસ આવતી હોય એવું લાગતું હતું. અને એ પ્રકારની વાસ પલકને ક્ઈક જાણીતી હોય એવું જણાતું હતું. એનું દીમાગ પલકને એ વાસને શોધવામાં વારંવાર દોડાવતું હતું. આજે પલકનો અહીંયા નવમો દિવસ હતો.એ દરમિયાન કેટલીય વાર એની સહેલીઓએ ફોન કર્યાં હતાં. પલકની મમ્મી પણ અવારનવાર ફોન કરતી હતી. એ સમયે પલક અચૂક આકાશની જાણકારી લેતી હતી.એની મમ્મીને અચૂક પુછી લેતી મમ્મી આકાશનાં કા્ઈ સમાચાર ? તું વીભાભાભીને પુછીજોને એનો નંબર મને આપે ? એણે જુનો નંબર બદલી નાખ્યો છે....
કાલે સવારે પલકને એનાં કુટુંબીજનો દસ્યયાનું આણું તેડવાં આવવાનાં હતાં. એટલે એનાં સાસુંસસરાએ અને વીશાલે મળીને બધી તૈયારીઓ કરી લીધી હતી. મહેમાનોની જમવાથી માંડીને તમામ પ્રકારની તૈયારી કરી લીધી હતી. પલકને એ નથી સમજાતુંકે આમ જોઈએ તો આ બધાં બહું જ વ્યવહારીકછે,પરંતુ મારી સાથે આલોકો કેવી રીતે આવો
અશોભનીય વ્યવહાર કરેછે.એની સમજનની બહાર છે.કાલે મહેમાનો આવવાનાં હોવાથી વીશાલે બધીજ તૈયારી કરી રાખી હતી. હવે માત્ર મહેમાનોની આગતાસ્વાગતા કરવાની હતી.આજે પલકની અહીંયા પરણીને આવ્યાં પછીની છેલ્લી રાત્રી હતી.વીશાલે દીવસ દરમિયાન પલકની સાથે અનેકવાર વાત કરવાની કોશિષ કરી,પરંતુ પલક રોજનાં"તમાશા"થી તંગ આવી ગઈ હતી. એથી એણે વીશાલ સાથે વાત કરવાનું ટાળતી હતી.એનાં મનમાં હતુંકે મમ્મીને ઘેર જ્ઈને હું વીશાલ સાથે બધીજ વાતનો ખુલાસો કરીને પછીજ આગળ પગલું ભરીશ.હવે હું એને જરાપણ મનમાંની નહી કરવાં દ્ઉ.એમનેએમ રાત પડવાં આવી.પલક રાત્રીનું કામ પુરુકરી અને પોતાનાં રુમમાં ગ્ઈ.હવે એને ઓફિસમાં જવાને પણ ચાર પાંચ દિવસ બાકી હતાં. એની રજાઓ પુરી થવાની હતી. એટલે એણે ઓફીસ જવાની તૈયારી શરૂ કરી હતી.
ઘરકામ પતાવીને પલક પોતાનાં રુમમાં બેડ ઉપર આવી અને લાંબી થઈ. આખોદીવસ ઘરકામ કરીને થાકી ગઈ હતી. એને આટલું બધું કામ કરવાની ટેવ નહોતી. એની મમ્મીને ઘેર તો એણે કોઈદિવસ આટલું બધું કામ કર્યું નથી.સવારે ઉઠીને નાહીને નાસ્તો કરીને ગાડી લ્ઈને મારામાર કરતી ઓફીસમાં.જતી રહેતી હતી. ને અચાનક એકસાથે કામ આવી પડ્યું. પરંતુ તેમ છતાં પણ એણે પોતાનું સમજીને કોઈ દિવસ આનાકાની કરી નથી.લગનનાં દીવસેજ આવડો મોટો "તમાશો"થયો હતો, તેમ છતાં પણ સવારે વહેલા ઉઠીને બધુજ ઘરકામ કરી નાખ્યું હતું. પરંતુ પથારીમાં પડી પડી પલક વીચારે છે.શું મારું કોઈ ભવિષ્ય છેકે હું માત્ર મારી જાત સાથે દગો કરી રહીછું.જે વ્યક્તિને હું વારંવાર ઠુકરાવી ચુકીછું.વારંવાર એને સમજાવવાનો પ્રયત્ન કરવાની કોશિષ કરવાં છતાં એ માણસ ફરીફરીને ભુલો કરેછે.એ શું સાબિત કરેછેકે એનો સ્વભાવને ક્યારેય સુધારી શકશે.પલંગમાં પડીને પલક પોતાની જાતને સમજાવી રહીછે.
એટલામાં રુમનો દરવાજો ખખડ્યો,પલકે જોયું તો વીશાલ આવતો દેખાયો.પરંતુ નીરખીને જોયું તો એનાં પગ થોડાં લડખડાતાં દેખાઈ આવ્યાં. પલકને થયુંકે વીશાલને શું થયું,એણે ઉભાં થઈ અને વીશાલને પુછ્યું, વીશાલ શું થયું ? કાંઈ વાગ્યું કે શું ? ભલે એ એકબીજા સાથે બરાબર બોલતાં નહોતાં પણ, છેતો પતી પત્ની એટલે કહેવાય છે કે દેવા નો હોય પણ દાજવાં તો હોયજ.પલકે ફરી પુછ્યાં વીશાલ શું થયું ? તમને કશુંય વાગ્યું કે શું ? એટલામાં તો વીશાલ પલકની પાસે આવી ગયો. અને પલકને કહ્યું પલક આજે તું અહીયાથી જતી રહીશ મને તારી બહુજ યાદ આવશે.હું તને બહુજ પ્રેમ કરું છું. એટલું કહીને ફરીથી પલકને પોતાની બાહુમાં દબાવી લીધી.એકદમ નજીક આવેલા વીશાલનાં મોઢામાંથી પેલી પ્રવાસમાં ગયાં હતાં ત્યારે જે વાસ આવી હતી એવીજ વાસ વીશાલનાં મોઢેથી આવી.એટલે પલક સમજી ગ્ઈ.કહ્યું તમે ફરીથી દારું પીઈને આવ્યાં છો ? આ તમારા મોઢેથી વાસ આવેછે.વીશાલે કહ્યું હાં પલક હું આજે નહીં મારે હરરોજનું વ્યસન છે.હું દારુનો જબરો વ્યસની છું. મારે દારું વીનાં ઘડીએ નો ચાલે.અને તને કહું હું હરરોજ દારુ પીઈને પછીજ આવું છું. પરંતુ તને એટલાંમાટે નથી ખબર પડતીકે તું મને નજીક આવવા નથી દેતી.પરંતુ કોઈ વાંધો નહીંતું પેલાં આકાશને તો નાં નથી પાડતીને મને જેરીતે તારો ધણી હોવાં છતાં પણ ધુધકારેછે એમ આકાશને તો જ્ઈને તરતજ એકાંતમાં મળીશને ?
"""વીશાલનાં શબ્દો હવેતો પલકને કાળજે કંટક બનીને ચુભી રહ્યાં છે. એને સમજાતું નથીકે આ માણસનું શું કરવું ? એણે પોતાનાં લગનનાં દસ દિવસસુધી આવો "તમાશો"જ જોયોછે.આજે એને એમ હતુંકે કાલે સવારે હું જતીરહીશ તેથી વીશાલ પોતાની પત્નીને કોઈ પ્યારી એવી ગીફ્ટ આપશે.પરંતુ અફસોસ આખરી દિવસે પણ માત્ર"તમાશો"
જ આપ્યો. એને થયુંકે આ માણસે કેટલાં બધાં રંગ બદલી નાખ્યાં. એક કાંચીંડો પણ આટલી જલ્દીથી પોતાનો રંગ નથી બદલતો આ વ્યક્તિએ આટલી જલદી અનેક પ્રકારના રંગ દેખાડ્યાંછે.પોતાનાં ભવિષ્યમાં શું લખ્યું હશે વિધાતાએ એનથી સમજાતું. પરંતુ એકવાતની આજે પલકે ગાંઠ વાળી લીધી મનોમન આવા નફ્ફટ અને જાનવરો જેવાં માણસો સાથે હું ક્યારેય નહીં રહી શકું. મનોમન પાક્કો નીર્ધાર કરી લીધો. જેવી હું મારી મમ્મીને ઘેર પહોચું એ સાથેજ આ વાતનો ફેસલો થઈ જવો જોઈએ.અત્યારે પણ પલક અને વીશાલ વચ્ચે ખુબજ "તમાશો"થયો. આજે એનાં આખરી દિવસે પણ પલકને શાંતિ ન મળી.થોડીવાર પછી એની નણંદે આવીને પલકને કહ્યુંકે શાંતિ રાખો આખાય ગામમાં અમરો "તમાશો"ઉભો ન કરો અમે મોભાદાર માણસો છીએ, જરાક અમારી આબરૂ રહેવાદ્યો. એ સાંભળીને પલક અવાચક થઈ ગઈ. પોતાનાં બેઉ હાથ પ્રશ્નોની મુદ્રામાં લ્ઈને આચ્યર્ય વ્યક્ત કર્યું. પણ ભેસ આગળ વાંસળી વગાડવાનો કોઈજ અર્થ નથી.એણે એક દિવસ ચુપ રહેવાનું પસંદ કર્યું. અને કહ્યું ઠીકછે, આપ તમારા ભાઈને અહીંથી લ્ઈ અને તમારી પાસે લ્ઈ જાવ કેમકે આવા દારુડીયાઓની હું જરાય ઈઝ્ઝત નથી કરતી.અને જો એ અહીંયા રહેશે તો વધારે"તમાશો"ઉભો થશે.તમારો ભાઈ વાંદરો બની જશે અને હું મદારી....................ક્રમશઃ





(આજે પોતાનાં સાસરીમાં છેલ્લાં દિવસે પણ શાંતિ ન મળી એણે મનોમન આનાથી છુટકારો મેળવવાનુ નક્કી કર્યું............. જોઈશું.... ભાગ:-44 છુટાછેડા )