અધુુુરો પ્રેમ.. - 39 - લપડાક Gohil Takhubha ,,Shiv,, દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

અધુુુરો પ્રેમ.. - 39 - લપડાક

લપડાક
પોતાની સહેલીઓએ અને સગાંસંબધીઓએ ગીફ્ટમાં આપેલી મોટી રકમ પોતાનાં પતીને દેણું ભરવાં આપી દીધી. એવાતનો એને જરાપણ રંજ નહોતો.પણ પોતાને એ વાતની જરાપણ ખબર નાં પડવા દીધી. હજીતો પલક એજ વીચારોમાં હતીને લગભગ અડધી કલાક પછી વીશાલ પોતાનાં ઘેર આવી ગયો. ઘેર આવીને એ પોતાનાં માં બાપ પાસે ઓશરીમાં બેસી ગયો. પલકને એ વાતની ખબર પડી કે વીશાલ ઘેર આવ્યાં છે. એ દોડતી ઓશરીમાં ગ્ઈ અને વીશાલને હાથ પકડીને પોતાનાં ઓરડામાં ખેચી ગ્ઈ.આવીને એણે વીશાલને કહ્યું વીશાલ તમે મારાથી પણ આવી વાતને છુપાવી રાખી. તમારે આટલું બધું દેણું હતુંતો મને એટલીસ્ટ કહેવું તો જોઈએને ? એનો રસ્તો હું પહેલાં જ કાઢી આપેત.તમે મારો ભરોસો તોડ્યો છે ,વીશાલ તમે વીશ્ર્વાસ પાત્ર વ્યક્તિ નથી.તમે મને હજીસુધી સમજી નથી શક્યાં. તમે એતો વીચાર કરો એક કોડભરેલી સ્ત્રી પરણ્યાંની પહેલી રાતે પોતાનાં પતીનાં ઈન્તઝારમાં સવાર પડે અને કોઈ બીજાની પાસેથી જાણવાં મળેકે તમારી ઉપર દેણું છે,અને કોઈ નઠારા વ્યક્તિ તમને ઉઠાવી ગયાં છે વીશાલ ? હું કેવીરીતે માનું આબધી વાતોને ? જો તમે તમારી જાતને કોઈનાંથી બચાવી ન શકતાં હોય તો મને કેવીરીતે સુરક્ષિત રાખશો ? આજે કોઈ પૈસા માટે તમને ઉઠાવી ગયાં. ને કાલે ઉઠીને એ લોકો મને પણ ઉઠાવી જ્ઈ શકે છે.તો શું તમે નામર્દ બનીને મને ઉઠાવી જવાવાળાને ઉઠાવી જવા દેશો ? શું તમારામાં કોઈ મર્દાનગી જેવી કોઈ વસ્તુ છે કે નથી ?
સ્પષ્ટ વક્તા પલકે વીશાલને અપશબ્દો (નામર્દ)કહ્યું. એ સાંભળીને વીશાલ રાતોપીળો થઈ ગયો. એની મરદાનગીને જાણે ગેહરી ચોટ પહોંચી. એકદમ પલકની નજીક આવીને પલકનાં ગાલ ઉપર કસકસતી "લપડાક"વળગાડી દીધી. પલક અચાનક પોતાનાં ગાલ ઉપર પડેલો તમાચાથી ઘડીક તમ્મર ખાઈને પલંગ પર બેસી ગઈ. પોતાનાં બેય હાથ પોતાનાં ગાલ ઉપર જોરથી દબાવીને વીશાલની સામે જોઈ અને અજનબી બની બેસી ગઈ. આજે પલકની આંખનાં આંસુ મારગ ભૂલી ગયાં. હવે પલકની આંખોમાંથી એકપણ આંસુ નથી નીકળ્યું. એને થયું કે હે ભગવાન જે ઘટનાની મને આશંકાઓ હતી એ કદાચ આજ હતી.થોડીવાર પછી પલકે પોતાનો હાવભાવ બદલીને ફરીને ઊભી થઈ. એણે કહ્યું અરે પાપીયા હું તારે ઘરે આજેજ પરણીને આવું છું. કેમ છો એમ ખબર પુછવાને બદલે તે મને જોરદાર"લપડાક"મારી લીધી. તારી આ કરતુત જે સહન કરતું હશે એ કરશે,હું નહીં કરું તારી "લપડાક"નાં બદલામાં હું તારા હાડકાં ખોખરા કરી નાખું એટલી ત્રેવડ છે મારામાં. પણ હું એવાં માવતરની દીકરી છું કે હું ઈચ્છાઓ છતાં એ નહીં કરી શકું.
પલકની વાતથી વીશાલ વધારે ગુસ્સે ભરાયો એણે પોતાનાં ઘરનાં ખુંણામાં પડેલી લાકડી પોતાનાં હાથમાં ઉપાડી અને પલકની તરફ ધસી આવ્યો. આજતો તને મારી નાખીશ, હવે તને હું જીવતી નહી છોડું. પલકે આંખનાં પલકારામાં નીર્ણય કરી નાખ્યો. સામેનાં ખુણામાં ગણપતિની સ્થાપના પાસે ખુલ્લી તલવાર પડી હતી. એકજ સેકન્ડમાં એ ખુલ્લી તલવાર પોતાનાં હાથમાં ઉપાડી લીધી. અને રણચંડી બનીને કહ્યું કે મરવું હોય તો હવે હાથ ઉપાડજે.પલકને રણચંડી બનતી જોઈ વીશાલને પેલી પ્રવાસની રાત યાદ આવી ગઈ. એ થરથર ધ્રૃજવાં લાગ્યો. એનાં ગાત્રો ઢીલાં થઈ ગયાં. અને ક્યારે પોતાનાં બન્ને હાથ જોડીને પગે લાગી ગયો એ પણ ખબર ન રહી.આજીજી કરવાં લાગ્યો બચાવો બચાવોની બુમો પાડવાં લાગ્યો. ઓશરીમાં બેઠેલાં એનાં માબાપ અને બહેન દોડીને ઓરડામાં આવ્યાં. જોયું તો પલકનો પગ વીશાલની છાતી ઉપર હતો.ને તલવાર એનાં હાથમાં હતી.એ જોઈને પલકને બધાએ આજીજી કરીને કહ્યું બેટાં ઈ તારો ધણી છે.એને માફ કરીદે.થોડીવાર પછી પલક સ્વસ્થ થઈ અને રડવાં લાગી.પોતાનાં હાથમાં રહેલી તલવાર ફેકી દીધી હતી. ને વીશાલને કહ્યું કે હવે મને કહે મારી સાથે આવું વર્તન કરી અને તમે બધાએ મારી જીંદગી સાથે ખીલવાડ કેમ કર્યું.
વીશાલની હલકમાં હવે જીભ આવી એણે કહ્યું તો સાંભળ તારી સાથે લગ્ન મે એટલેજ કર્યાં હતાં કે તું મારું દેણું ભરી શકે.મારી માથે લાખો રુપીયાનું લેણું છે.તારે સરકારી નોકરી છે,એટલેજ મે તારી સાથે લગ્ન કર્યા છે. પરંતુ હું તારી પાસે આજની રાત્રે આવ્યો નહીં એનું કારણછે,તારો બોયફ્રેન્ડ આકાશ મને ખબરજ છેકે તું આકાશને પ્રેમ કરે છે. વારંવાર મારાં ના પાડવાં છતાં પણ તું આકાશનું નામ લીધા કરતી.જ્યાં જાય ત્યાં આકાશ જયારે જયારે વાત કરીએ ત્યારે આકાશ હું એનાથી એટલો તંગ આવી ગયો હતો કે મે તને સબક શીખવવાં માટે જ તાત્કાલિક લગ્નની ઉતાવળ કરી હવે તને આખી જીંદગી નરકમાં ભોગવવાં મજબુર કરીશ.ધણી હોવા છતાં પણ તું ધણી વગરનું જીવન જીવવાં તને મજબૂર કરીશ.અને એટલેજ તારી "સુહાગરાત"મે જાતેજ બગાડી નાખી છે. અને એટલું નહી મને કોઈ ઉઠાવી ગયાં નહોતાં. આતો તારી પાસેથી પૈસા કઢાવવાનું તરકટ રચ્યું હતું. અને તું માની પણ ગ્ઈ,આ બધાની વચ્ચે પલક એકલી પડી ગઈ છે. એને પોતાની માં યાદ આવી ગઈ. અરેરે !!અભાગીયાઓ જરાક મારું નહીતો મારી ધણી વગરની મારી માંનો તો વીચાર કરો.
પલકનાં મોઢામાંથી એકાકાર નીકળી ગયો. અરે ! તમે એક નાનકડી વાતનો બદલો લેવા માટે આવો ભયંકર ખેલ ખેલ્યો મારી સાથે,તમે કયાં ભવે આ પાપમાંથી છુટકારો મેળવી શકશો ? અરે ! તમે જે આકાશની વાત કરોછોને એ છોકરો મારું જીવનમાં કોઈ અજુગતું ન બને એટલે ઈ શહેર છોડીને જતો રહ્યો છે. તમે શું જાણો છો,એનાં વીશે ? તમને ખબરપણ છે,તમે કોની વાત કરો છો અને કેવાં સંજોગોમાં અને જો એવું જ હતું તો પછી મારી સાથે સગપણ તોડી નાખવું હતું.આમ કોઈની દીકરીનું જીવતર બરબાદી તરફ થોડું ધકેલી દેવાય.પોતાનાં બેય હાથ કપાળે દ્ઈને પલક ભગવાનને પોકાર કરવાં લાગી. કહ્યું કે હે ભગવાન મે એવું કશુંય પાપ નથી કર્યું જેની મને આવડી મોટી સજા મળવી જોઈએ. હંમેશાં જરુરીયાતમંદોની સેવાઓ કરીછે.જેને જરૂર હોય ત્યાં હું ખડેપગે ઉભી રહી છું. તેમ છતાં મને કેમ આવડી મોટી સજા આપી.આતો આખાયે જીવનને એકજ પલવારમાં ધુળધાણી કરી નાખ્યું. એકદમ પોતાની આંખોને લુછી અને પોતાનો ફોન હાથમાં લઈને કહ્યું. હું એમ કાંઈ છોડી મુકવાં વાળી નથી.હું અબઘડી પોલિસને ફોન કરીને અહીયાંજ બોલાવું છું. અને 420 અને છેતરપીંડીનો કેસ કરીને આખાય ઘરને જેલભેગા કરી દ્ઈશ.પોલીસનું નામ સાંભળીને બધાયનાં મોતીયાં મરી ગયાં. પલકની નણંદે પલકનાં હાથમાંથી ફોન લેવાની કોશિષ કરી પરંતુ પલકે એકજ જાટકે એને પાછળ ધકેલી દીધી.કોઈ કારી ફાવી નહીં. એટલે ડાહપણ આવી ગયું. પલકની સાસું અત્યાર સુધી મુંગી થઈ અને તમાસો જોતી હતી. એ અચાનક ડાહી થઈ ગઈ. એણે કહ્યું બેટા આપણી આખાં ગામમાં બદનામી થશે.પોલીસ આવશે અને પકડીને લઈ જશે તો નાહકની તારી માંની બદનામી થશે.તારીમાં ઉપર સમાજ માછલાં ધોશે.જો બેટાં સમજણથી કામ લે.હું વીશાલને સમજાવી લ્ઈશ. ઈ મારી વાત માનેછે,પલકે કહ્યું એ તમારો દીકરો છે તેથી તમારી વાતને માનીને જ આ બધો ખેલ ખેલ્યો હશે.હવે તમે એને એવી સમજણ આપો કે જેલમાં કેવીરીતે રહેવું. પલક જાણે નક્કી કરી ચુકી હતી. આ નપાવટ લોકોને એકવાર સબક શીખવવોજ પડશે.એક મારી સાથે બદલો લેવાની ભાવનાથી આખુંય કારસ્તાન ઘડી કાઢ્યું. જે છોકરો મારાં સુખ માટે એનાં બાપનું શહેર છોડીને જતો રહ્યો. એનું નામ કારણ વગરનું જોડી અને મને ધીક્કાર કરો છો. જેવું પલકે ફરી આકાશનું નામ લીધું એટલે નીધીએ એ વાતને પકડી લીધી. એણે કહ્યું તો ઠીકછે.કરો તમે અમારી ઉપર પોલીસકેસ અમે પણ કહેશું કે તમારો નાજાઈઝ સંબંધ આકાશ નામનાં છોકરા સાથે છે.અને એ વાતની વીશાલને ખબર પડી અને આ જે કાંઇ બન્યુ એ કહીશું. પલકને થયું કે એમાં મારી બદનામી થશે.પણ જે થવું હોય તે થાય પણ આવાં હલકી મનોવૃત્તિ ધરાવતાં લોકોને ખુલ્લા મેદાનમાં ન છોડી શકાય.............્્્્્્્્્્્્્્ક્રક્રમશઃ




(પલકને પોતાનું જીવન નરક સમાન નજરમાં આવી ગયું. એને વહેલાસર પગલાં લેવાનું વીચાર્યુ...... એટલામાં.. પલકની માં નો ફોન આવ્યો..... જોઈએ ભાગ:-40 શીખામણ )