અધુુુરો પ્રેમ.. - 40 - શીખામણ Gohil Takhubha ,,Shiv,, દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

અધુુુરો પ્રેમ.. - 40 - શીખામણ

શીખામણ
પલક હજીતો આ બધાં સાથે વડસડ કરેછે ત્યાંજ પલકની માં સવીતાબેનનો ફોન વીશાલનાં ફોનમાં આવ્યો.સમય પારખીને વીશાલે કહ્યુંકે તારી મમ્મીનો ફોન આવેછે.એમ કહીને વીશાલે એની સાસુનો ફોન ઉપાડ્યો. કહ્યું હેલ્લો મમ્મી કેમછો ? એની સાસુએ કહ્યું સારું છે બેટાં તમે બધાં કેમ છો.અને મારી પલક શું કરેછે ? વીશાલે કહ્યું મમ્મી તમારી પલક પણ ઠીકછે,તમે જરાય ચિંતા નો કરતાં. પલક અત્યારે નીધીની સાથે બહાર ગ્ઈ છે.હમણાં આવે એટલે પાછો ફોન કરાવું. ઠીકછે સવીતાબેને કહ્યું પલકે કહ્યું તમે મારી મમ્મીની સાથે જુઠું કેમ બોલો છો.આટલું બધું કહેર વરતાવી રહ્યાં છો, અને છતાંય કહોછોકે ઠીકછે.વીશાલે કહ્યું કે આ બધું તારા ભલા માટેજ કહ્યું છે. કારણકે જો તારી મમ્મીને ખબર પડશે કે એની દીકરી કેરેક્ટર વગરની છે.તો એની ઉપર આભ ટુટી પડશે.પણ પલક પોતાનો નિર્ણય કરી ચુકી હતી. એણે એની મમ્મીને બધીયે વાત કરવાં માટે ફોન લગાડવાની કોશિષ કરવાં ગ્ઈને વીશાલે પોતાનો રંગ બદલ્યો. પલકને બે હાથ જોડી કહેવાં લાગ્યો કે પલક મે તારા સાથે જે કાંઈ કર્યું છે એ બહુજ ખોટું કર્યુંછે.માત્ર પૈસા માટે મે તારું જીવન નરકની સમાન બનાવી દીધું. હવેથી હું કયારેય તારી સાથે આવું નહીં કરું.સાથેસાથે એનાં સાસુ સસરા અને નણંદે પણ માફી માંગી. બધાજ સભ્યોએ બે હાથ જોડી અને માંંફી માગી.પરંતુ વારંવાર માફી માંગવા ટેવાયેલા વીશાલને હવે માફ કરવો કે કેમ એજ મોટી સમસ્યા થઈ ગઈ છે.
પલકે કહ્યું મને થોડીવાર બધાં એકલી છોડીને ચાલ્યા જાવ.એટલે ત્રણેય ઘરની બહાર આવી ગયાં. પલકે ઓરડાનું બારણું બંધ કરી નાખી અંને પોતાની નવી સેજ ઉપર માથું મૂકીને ચોધાર આંસુડે રડીરડીને બાવરી બની ગ્ઈ.પછી પલક શાંતચિતે ઘણુજ વીચાર્યુ.. મનમાં વધુ વીચાર કરીને એક નિર્ણય લીધો,, એણે થયુંકે અત્યારે જો કોઈ સ્ટેપ ઉઠાવીશ તો બદનામી અમારીજ થશે.એક ઉંડો.નિસાસો નાખી અને પોતાની ઉફળતી કામનાની આગને જોતાંજ રહી..એકતરફ વર્ષો પછીનું પોતાનાં પતીને મળવાનું મીલન કાળજાને કોરી રહ્યું હતું.. તો બીજીબાજુ પોતાનાં કમનસીબે પોતાની સાથે બનેલી ઘટના બાદ એની બધીયે કામનાઓ ચકનાચૂર થઈ ગઈ હતી.અત્યાર સુધી એનાં મીત્રો પોતાને ખુબજ ભાગ્યશાળી અને લક્કી કેહતાં હતાં. પણ એને થયું કે પોતાનાં જેવી બદ્કીસ્મત કોણ હશે ? કરોડોમાં કોઈ એકાદ મારી જેવી ભમરાળી છોકરી હશે જેની સાથે આવું બનતું હશે.હજીતો પલક આવો વીચાર કરેછે.ત્યાં એની સાસુએ પાડોશમાં જ્ઈને બેત્રણ બેહનોને બોલાવી લાવી.આખીવાત સમજાવી,, એ પાડોશમાં રહેતી બેહનોએ સૌથી પહેલાંતો એ વાત સાંભળીને ચકીત થઈ ગઈ.. અને ઘરનાં તમામ સભ્યોને ખુબ ખરીખોટી સંભળાવી, કહ્યું તમારામાં માણસાઈ નામની કોઈ ચીજ છેકે નહીં. હજીતો આ છોકરીએ ઘરમાં પગજ મુક્યો છેને તમે એની સાથે આવું નવતર વર્તન કર્યું. તમારામાં જરાયે માણસાઈ જેવું છેકે નહી.જાનવરો જેવાં છો તમે ? શું કરી બેઠાં છો તમે ? બધાએ પોતાની ભુલ કબુલ કરી.બે હાથ જોડીને ફરી પલકને પગે લાગ્યાં. પાડોશમાંથી આવેલ બહેનોને પલક બથભરીને રડવાં લાગી. હવેતો બીચારી રોઈરોઈને પણ થાકી ગઈ છે. આંખોનાં આંસુ સાવ સુકાઈ ગયાં છે. પણ શું કરવું એ નથી સમજાતું.
પાડોશમાંથી આવેલી એક બહેન મણીબેનને કહ્યું બેટા હવે આ લોકોની અક્કલ ઠેકાણે આવી ગઈ છે. પોલીસનાં ડરથી થરથરી રહ્યાં છે.નહીંતર અમારાં ઘેર આવી અને તને સમજાવવાનું કહે નહી.એક કામ કર તું તારાં મમ્મીને ફોન કરીજો અને એને પુછીજો કે આવું બન્યું છેતો શું કરવું. એટલે પલકે મણીબેનને કહ્યુંકે નાં માસી મારી મમ્મીને આ વાતની જાણ થશે તોતો ઈ મરી જશે.હું ગમેતેમ કરી અને સંભાળી લ્ઈશ. મારામાં એટલી હીંમત છેકે હું ગમેતેવી મુશ્કેલીઓનો સામનો કરી શકું. પરંતુ હું મારા ભાગ્યને કેવીરીતે સમજાવું. આ લોકોએ જુઠું બોલીને મારી પાસેથી પોણાંબેલાખ રુપીયાં પણ લય લીધાં છે.હું એમને મદદરૂપ થવાં ગ્ઈ અને આ લોકોએ મને મુર્ખ બનાવીને મારી પાસેથી જેટલાં પૈસા આવ્યાં હતાં એ બધાંજ મે આપી દીધાં. મને થયુંકે મારો પતી મુશ્કેલીમાં છે.આ પૈસાતો કાલે રળી લેશું, પરંતુ મારા હોવાછતાં પણ મારા પરીવારની ઉપર કોઈ મુશીબત આવી પડી હોય ત્યારે હું પૈસાને ગળેબાંધી રાખું એ કેટલું વ્યાજબી કહેવાય. એટલે મણીબેન બોલ્યાં અરેરે આ કેવાં નરાધમો છે.આ નવી પરણીને આવેલી વહું પાસેથી આવતાની સાથેજ રુપીયા પડાવી લીધાં.એટલે પલકનાં સસરાએ કહ્યું,,મણીભાભી એ વહુને એનાં બધાં પૈસા પાછા આપી દેશું. અત્યારે અમારે લગનનો ખર્ચ બહુજ થયોછેને એટલે ઈ બધાં પૈસા જેનાં લીધાં હતાં એનાં આપી દીધાં. પલક જરા ગુસ્સે થઈને કહ્યું. પપ્પા દીકરાનાં લગન કરવાનો વેંત નહોતો તો પછી આટલી બધી ઉતાવળ શામાટે કરી.હમણાં બેત્રણ વર્ષસુધી પોરો ખાઈ લેવાય.લગન કરીને ક્યાં ઉંચું જવાનું હતું.
ખરેખર પલકની હાલત અત્યંત દયનિય થઈ ગઈ છે. એક બાજુ લગ્ન થયાનો આનંદ, બીજી બાજુ પોતાની સાથે થયેલી ઠગાઈ, અને ત્રીજીતરફ પોતાની મમ્મીને ખબર પડવાનું દુઃખ. અને સૌથી મોટી વીપત સુહાગરાતને દીવસેજ પોતાની ભાવનાઓને ઠેસ પહોચાડી.આપણે કલ્પના પણ ન કરી શકીએકે એની ઉપર કેવી વ્યાધિ હશે.એનાં મનમાં કેવાં નકારાત્મક વિચારો અસર કરી ગયાં હશે.એની ભાવનાને શું શબ્દોમાં વર્ણવી શકાય ખરા ? એની ઉપર વીતેલી પાછલી ચોવીસ કલાકમાં એકેએક પળ એ છોકરીનાં હ્લદયમાં કેટલાં ઘા કરી ગયું હશે.એનાં મનની વેદનાને માત્ર પલકજ સમજી શકે. આપણેતો માત્ર કલ્પનાજ કરી શકીએ. થોડીવાર પછી બધાએ પલકને સમજાવી. પરંતુ પલક એટલી નીષ્ઠુર નહોતી કે એ જડવૃતી વાપરે.એ એક ખુબજ સમજદાર,ખુબજ પ્રેમાળ અને ખુબજ મળતીયાં સ્વભાવની છોકરી હતી.એણે થોડું વીચારકરી અને કહ્યું ઠીકછે મણીમાસી હું મારી મમ્મીને આ વાત અત્યારે નહીં કરું. સાસરીયાઓએ નીરાંતે દમ લીધો.વીશાલે પલકને એકબાજુ રુમમાં આવવાનું કહ્યું એણે કહ્યું કે પલક આમાં મારો કોઈ હાથ નથી.આ બધુંં મારી મમ્મી પપ્પાનું કારસ્તાન છે.મે એમને આવું કરવાની મનાઈ કરી હતી.પરંતુ મને એમણે ઈમોશનલ બ્લેકમેઇલ કરી અને મારી ભાવનાઓ સાથે ખીલવાડ કર્યો. મે પહેલાં કહ્યું હતુંકે હું મારી પત્નીને કોઈ યાતનાઓ કે દુઃખ થાય એવું નહીં કરું. પરંતુ મારા માવતર હોવાથી હું કાઈ કરી ન શક્યો. અને મને એમણે જ સુહાગરાતને દીવસે બહારજ રહેવાનું કહ્યું હતું. તને ખબરછે પલક હું લગભગ છાનોમાનો રાત્રે બે વાગ્યે ઓરડામાં આવ્યો હતો પરંતુ તું ઘસઘસાટ ઉંઘતી હતી એટલે હું પાછો ફરી ગયો.
જો એવુંજ હતું વીશાલ તો પછી તમારે મન કહેવું જોઈએ, હું રાત્રેજ પૈસા આપી અને મુશ્કેલીઓ દૂર કરી શકેત.પરંતુ તમે મને થપ્પડ કેમ મારી. પલક તું મારો વીશ્ર્વાસ કર હું તને સમજાવવાજ આવ્યો હતો. પરંતુ તે જ્યારે મને નામર્દ કહ્યું હતું. ત્યારે મારો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો. અને કશુંક વીચાર્યા વગરજ મે તને થપ્પડ મારી દીધી. મને માફ કરીદે પ્લિઝ,, હવે પલકને થોડી વાત ગળે ઉતરી એણે કહ્યુંકે હું તને ખુબજ પ્રેમ કરું છું પલક તને હજીએ એમ લાગતું હોય તો તું મને થપ્પડ મારીલે.વળી પલકને યાદ આવ્યુંકે જો એવું જ હતું તો તમે આકાશનું નામ ક્ઈરીતે મારી સાથે જોડી લીધું. એથી વીશાલે કહ્યું એપણ એક વ્યુહાત્મક રચનાનો ભાગ હતો.મે એકવાર આ વાત નીધીને કરેલી એટલે એમણે કહ્યું હતુંંકે આકાશનું નામ વચ્ચે જોડીને પલકને બંદ કરી દેવી.મારું યકીન કર પલક આમાં મારો કોઈપણ જાતનો વાંક નથી. પલકે કહ્યું વીશાલ જો આ કરતુતમાં ખરેખર તમારો કોઈજ વાંક નો હોય તો હું તમને દીલથી માફી આપીશ.પણ પહેલાં હું એવાતનાં મુળસુધી પહોચીશ.વીશાલે કહ્યું ઠીકછે,, તમતમારે તું એની તપાસ કરી લેજે બસ.હવે પલકનાં ચહેરાની રેખાઓ જરા બદલાઈ ગઈ. એની આંખોમાં જરાક નરમાઈ દેખાણી.એટલામાં પલકની મમ્મીનો કોલ આવ્યો, પલકનાં ખબર અંતર પુછ્યાં માં અને દીકરીએ એકબીજા સાથે ખૂબ વાતો કરી પલકે બધી વાતો છુપાવી, કારણકે એનાં પતીએ કહ્યું હતું કે એનો દોષ નથી. સવીતાબેને પલકને ખુબજ "શીખામણ"આપી કહ્યું સાસરીયાંમાં કેવીરીતે રહેવું જોઈએ. એ બધીયે વાતો વારાફરતી સમજાવી. પરંતુ પલકને એની મમ્મીની વાતોમાં ઓછો રસ હતો એને વાતની ગેહરાઈ સુધી જવાનાં વીચારો આવતાં હતાં............. ક્રમશઃ



(હવે પલક આગળ શું નીર્ણય કરશે......જોઈશું... ભાગ:-41
સંસકાર માં)