Adhuro Prem. - 38 books and stories free download online pdf in Gujarati

અધુુુરો પ્રેમ.. - 38 - સુહાગરાત

સુહાગરાત
પલક પરણીને સાસરે આવી પણ હજીયે પલક હીબકાં ભરતી હતી.થોડી થોડી વારે એક ઉંડે ઉંડેથી હીબકાંનો અહંગરો આવી જતો હતો. પલકને આમ હીબકાં ભરતી જોઈ વીશાલે કહ્યું અરે ભાઈ હવે તો રોવાનું બંધ કર અને થોડી સ્વસ્થ થઈ જા.હમણાં થોડીવાર પછી આપણું ઘર આવશે અને કોઈ કેહછેકે આ વહું તો બહું પીયરઘેલી લાગે છે. તારે મેહણું સાંભળવું પડશે,માટે થોડી ઘણી ધીરજ રાખવી જોઈએ. પલકને આજે કોઈનાં સમજાવ્યાંમાં જરાય પણ ઉત્સુકતા નથી.એ અર્ધીબેહોશ જેવી દેખાય છે. એને કોઈની પણ વાતમાં રસ નથી. જ્યારે વીશાલ એનાં ગાલને થપથપાવીને ઉઠાવવા કોશિશ કરે છે, ત્યારે હમમમમમ કહીને વળી પાછી આંખો બંધ કરી જાય છે. જોતજોતાંમાં પલકનું સાસરાનું પાદર આવી ગયું. પલકની નણંદ નીધીએ ભાભીને થોડી હડબડાવી અને કહ્યું ભાભી જાગો હવે આપણું ઘર આવી ગયું છે. બધાં જ ત્યાં તમારા સ્વાગત કરવાં ઉભાં હશે.તમેતો બહું પાછા ઢોંગ કરો છો. આટલું બધું કોઈને પીયરનું શું ઘેલું હોય, આવુંતે વળી હોતું હશે ? નીધીબેનનાં વેણ અડધીજાગ્રત અવસ્થામાં પણ પલકનાં હ્લદયમાં ઉંડે ઉંડે સંભાળાઈ ગયાં હોય એમ પલકે જરાક આંખો ખોલીને જોયું તો પોતાનાં સાસરીયાંમાં પતીનાં આંગણામાં ગાડીને ઉભી રહેલી જોઈ.એ અચાનક જાણે ભાનમાં આવીને થોડી સ્વસ્થ થઈ, અને પોતાની જાતને સંભાળી લીધી.
વરઘોડીયાં આવી પહોંચ્યાં, ચારેતરફ હાસ્ય રેલાઈ ગયું. સામેથી પલકની સાસું હાથમાં આરતીની થાળી તૈયાર કરી અને વરઘોડીયાંને પોખણાં કરવાં તૈયાર ઉભાં છે.બન્ને જણાને પ્રેમથી પોખ્યાં.બાકીની રસ્મોરીવાજ પુરણ કર્યો. સાંજનું ભોજન થઈ ગયાં બાદ લગભગ મહેમાનો રજા લઈ અને પોતપોતાનાં ઘર તરફ નીકળી ગયાં હતાં. થોડાં બહું જ અંગત મહેમાનો વધ્યાં હતાં. રાત્રે ઘરની સ્ત્રીઓ ઉકરડી ઉઠાડી અને માતાજી પાસે મીંઢળ છોડાવી છેલ્લી વીધી પુર્ણ કરીને બધાં જ જાણે ખુબ થાકી ગયેલાં હતાં તેથી પોતપોતાની સુવાની જગ્યાએ જ્ઈને તરતજ પથારીમાં પડતાં વેતજ ઘસઘસાટ નીંદરમાં પોઢી ગયાં. બહું અંગત સ્ત્રીઓ પલકને ધીમે ધીમે એનાં ઓરડામાં શણગારવામાં આવેલાં પલંગ પર બેસાડીને હળવેકથી દરવાજો આડો કરીને બધી સ્ત્રીઓ પોતપોતાની જગ્યાએ જ્ઈ અને પોઢી ગ્ઈ.પલક આજે ખૂબજ થાકેલી છે.છેલ્લાં ત્રણેક મહીનેથી એકધારી રાતદિવસ કામમાં વ્યસ્ત હતી,એટલે એને કશુંક ભાન ન રહ્યું. પોતે થોડીવાર આડેપડખે થઈ અને ઉંડી નીંદરમાં ગરકાવ થઈ ગઈ. પલંગમાં પડેલાં ગુલાબનાં ફુલની સુગંધ એની નીંદરને વધુને વધુ પ્રબળ બનાવી નાખી છે.વહેલી સવારે અચાનક પલકની નણંદ ઘરમાં આવીને ભાભીને જગાડવાં એનો હાથ પકડીને થપથપાવી. પલક એકદમ જબકીને ઉભી થઇ અને પોતાનું પાનેતર સંકોરવાં લાગી. અને કહ્યું કે નીધીબેન તમારા ભાઈ ક્યાં છે ? હજીસુધી આવ્યાં નથી,અડધી રાત થઈ તેમ છતાં ? મને જરાક જબકી આવીને મારી આંખ મીંચાઈ ગ્ઈ.
નીઘીએ કહ્યું ભાભી અડધીરાત નથી થઈ સવારનાં છ વાગી ગયાં છે. બધાં તમારી રાહ જોવે છે,જલદીથી તૈયાર થઈ જાવ અને પછી આવો હજી મહેમાનો ઘણાં બધાં છે,એમનું જમવાનું બનાવવાનું છે.ઘણુંબધું કામ બાકી છે,તો તમે તૈયાર થઈ અને આવો થોડી હાથોહાથ રોટલીઓ કરી નાખીએ. પલક એની નણંદ સામે એકીટશે જોઈ રહી એને સમજાયુંં નહી એણે વીચાર્યુ કે વીશાલ આજની રાતનાં ઘેર આવ્યા કેમ નહી હોય. શું એને પોતાની પત્નીને આજની રાત્રીનાં એકલાં મુકીને જવાનો જીવ કેમ ચાલ્યો હશે.અને એવો કયો માણસ હોય જે પોતાની લગ્નની પહેલી રાતે જે જીવનમાં એકવખત આવે જેવી"સુહાગરાત"ને તરછોડી ને આ માણસ ક્યાં ગયાં હશે.મનોમન હજારો વીચારોનાં વમળમાં પલક અટવાઈ પડી છે.પછી વીચાર કર્યો કે કદાચ લગ્નની વ્યવસ્થા કરવામાં કદાચ બીજી હશે.પરંતુ એ કેવીરીતે બને જે માણસ એનાં સુંદર બદનને પામવા માટે તાત્કાલિક લગ્નની ઉતાવળ કરીલે એ માણસ આજે પોતાની વરતીને "સુહાગરાત"નાં દીવસે કેમ રોકી શકે. હજારો વીચારોથી પલકનું દીમાગ શુન્ય થઈ ગયું. પણ એને થયું કે આજે આમેય હું બહુજ થાકી ગઈ હતી, સારું થયું જે થયું તે મને થોડો આરામ કરવાંનો વખત મળી ગયો.પરંતુ એનું મન એ વાતને સ્વીકારી નથી શકતું. એને થયુંકે કશુંક તો અણગમતું થયું છે, જે મારું જીવન જાણે નરકની આગમાં હોમાઈ જવાનું ભાસ થાય છે.
અત્યારે પલકે થોડું આમતેમ વીચાર કરીને પોતાનાં મનને મનાવી લીધું. એ મોટો નીસાસો નાખી અને પલંગમાં હાથ ફેરવી પોતાની અછુતી છેજને સ્પર્શ કરીને ઉભી થઇ ગઇ. પોતાનાં ઘરેણાં પોતાનાં જ હાથે ઉતારતાં ઉતારતાં આંખોમાં ફરી આંસુ છલકાઈ ગયાં. જે પાનેતર એટલી હોશે પહેરેલું જે પોતાની સહેલીઓ કાનમાં કહેતીકે આ પાનેતર જયારે વીશાલજીજુ જયારે ઘુંઘટ ખોલે ત્યારે જ ઉતારજે એ આજે પલકને એનાં પોતાનાં હાથેથી જ ઉતારવું પડે છે.મનમાં જાણે સુળ ઉપડ્યું છે.કેટલાય તીર જાણે પલકનાં હ્લદયમાં ભોંકાઈ ગયાં. પોતાનાં પગતળેથી જમીન સરકી રહી હોય એવું લાગે છે. પરીધાન બદલીને પલક ફ્રેસ થવાં બાથરૂમમાં ગ્ઈ. પણ સમય જાણે રોકાઈ ગયો.એકેએક ક્ષણ જાણે અનેક પ્રકારની યાતનાઓ લઈને માનસ પટલપર ઘેરોઘાલી ગયો. અવનવા વીચારોથી પલકનો સંસાર જાણે સળગી ઉઠ્યો હતો.આજની રાત જે પલકનાં જીવનની સૌથી ખુશનુમા રાત હતી,જગતમાં જેને "સુહાગરાત"નું બીરુદ મળ્યું હતું, તે આજે એને ઉંડી અંધારી ખીણમાં પહોચાડી દીધી હતી. પોતાનાં માથે ફુવારામાંથી પડતું પાણી એનાં દીમાગનાં તારને ઝણઝણાટી કરીને છેડી રહ્યાં છે.એની માથે જાણે ઘણનાં ઘા કોઈ નરાધમ ઝીકી રહ્યો છે.
બાથરૂમમાં પલક વીચારોનાં વમળમાં ફસડાઈ પડી, ઘડીભર બેહોશ થઈ અને પડી ગઈ. પોતાનાં હાથે બાથરુમની લાદીનાં ખુણાને ખોતરવાં લાગી. જાણે પોતાનાં આંસુથી બાથરુમની ફર્શને ભીની કરી નાખી.એકાદ કલાકનો સમય બાથરૂમમાંજ ગાળ્યો. એણે પોતાનાં કાળજાને થપથપાવી કહ્યું વાહ તારી "સુહાગરાત"આવી "સુહાગરાત" કોઈને પણ નશીબમાં નહીં હોય. હું થોડી જગતમાં અનોખી છું, એથી મારી"સુહાગરાત"આવીજ હોવી જોઈએ. આનાથી રુડી "સુહાગરાત"કોઈ મારા જેવી નશીબવંતી સ્ત્રીઓને જ ભાગ્યમાં હોઈ શકે.એટલામાં ફરી એની નણંદ નીધીએ આવીને બુમ પાડી ભાભી ઓ ભાભી કેટલી બધી વાર લાગી,તૈયાર થવામાં આ કાઈ તમારા બાપનું ઘર નથીકે કલાકો સુધી નાહ્યાંજ કરો.હમણાં મહેમાનો જમવાનું માગશે એમને શું આપીશું ? હાં નીધીબેન આવું જ છું, બસ પલક બહાર નીકળી અને કપડાં બદલીને સીધી રસોડામાં ગ્ઈ.ને મહેમાનો માટે રોટલીઓ કરવાં લાગી. આજે પલકનો પહેલોજ દીવસ હતો.હજીતો એનાં હાથની મેંહદી પણ ઉતરી નથી અને એને ઘરનાં કામમાં વળગાડી દીધી.
પોતાની બાજુમાં ઉભેલી પોતાની નણંદને કહ્યું નીધીબેન મને ક્યો તો ખરાં કે તમારા ભાઈ આજની રાતે પણ કયાં ગયાં છે. એમને એની પણ ભાન નથીકે પોતાની નવોઢાં પરણેતરને તરછોડીને આમ અજાણ્યાં ઘરમાં મને એકલી છોડી અને આખીય રાત ઘરની બહાર ભટકતાં રહ્યાં છે. અને કોઈ એની ખબર પણ આપતાં નથી.કમસેકમ તમેતો કહો એ તમારા હોનહાર ભાઈ છે ક્યાં ? એમને એવુંતો શું ઈમ્પોર્ટન્ટ કામ આવી ગયુંછેકે પોતાની નવવધૂને છોડીને નીકળી ગયાં છે. એટલે નીધીએ કહ્યું કે ભાભી આમાં એટલું મોટું ઈસ્યુ નાં બનાવો જેનાથી તમારું અપમાન થાય. લગ્નની ખરીદી માટે એણે ઘણાં બધાં લોકો પાસેથી પૈસા વ્યાજે લીધાં હતાં. અને કહ્યું હતુંકે લગ્નની પહેલી રાતે એને પૈસા પાછાં આપીને પછીજ મારી પત્ની સાથે સંસાર માંડીશ.એટલે એ વ્યાજખોરો ભાઈને એમની સાથે ઉઠાવી ગયાં છે. જ્યાં સુધી એમને પૈસા પાછાં નહીં મળે ત્યાં સુધી મારા ભાઈને અને તમારા પતીદેવને ઘરે પરત ફરવાં નહીં દે.નીધીની વાત સાંભળી અને પલકની ભ્રકૃટી ફરી ગ્ઈ.અને એ હાથમાં રોટલીનો લોટ લઈને જ્યાં સાસુસસરા બેઠાં હતાં ત્યાં ઓશરીમાં ગ્ઈ.માથે ઓઢેલી ઓઢણીનો ટેકો રાખીને કહ્યું કે તમે બધાં આટલાં નિચ્ચત થઈને કેમ બેઠાં છો ? તમારા દીકરાને કોઈ ઉઠાવી ગયું હોય અને તમે આમ હાથમાંહાથ ધરીને કેમ બેઠાં છો ? એટલે એની સાસુએ કહ્યું વહું અમારા પાસે એટલાં બધાં પૈસા નથીકે અમે એને છોડાવી લાવીએ. જે હતું એ લગ્નમાં ખર્ચ થઈ ગયું છે. પલક વચ્ચે બોલી કેટલાં પૈસા દેવાનાં છે એ લોકોને ? એનો સસરા ઉભો થઈ બોલ્યો વહું બે લાખ રુપીયા આપવાનાં છે.પલકે પોતાની પાસે રહેલી રોકડ રકમ જે લગનમાં ગીફટનાં રુપમાં મળી હતી એ બધીજ ખંખેરીને કાઢી આપી.એ રકમ લગભગ પોણાંબે લાખ જેટલી થઈ. એનાં સસરાએ કહ્યું કે આટલામાં તો એ વીશાલને છોડી મુકશે.બીજાં પૈસા તમે પછી આવતી કાલે આપી દેજો.અને લ્યો હું વીશાલને છોડાવી લાવું છું. એમ કહી એનાં સસરા ઘરની બહાર નીકળી ગયાં............ ક્રમશઃ



(પલકને હ્લદયમાં ધ્રુજારી ઉઠીને આખાય શરીરમાં પ્રસરી ગઈ. પલકને સમજાયું નહીં કે આશું થવાં બેઠું છે.......જોઈશું ભાગ:-39 લપડાક માં )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED