Adhuro Prem. - 37 books and stories free download online pdf in Gujarati

અધુુુરો પ્રેમ.. - 37 - વીદાઈ

વીદાઈ
પલકનાં લગ્ન પણ સંપન્ન થયાં, જમવાનાં ટેબલ ઉપર વરઘોડીયાં બેઠાં બેઠાં લગ્નભોજની લજજત ઉઠાવી રહ્યાં છે. વરરાજાના મીત્રો પરાણે નવી ભાભીને મોઢામાં જબરજસ્તી ગુલાબજાંબુ ખવડાવી રહ્યાં છે. પરંતુ પલકનું ધ્યાન કહી બીજા વીચારોમાં ખોવાયેલું છે.આ બધું વીશાલ જોઈ રહ્યો છે. વીચારોનાં વમળમાં ખોવાયેલી પલકને જોઈ વીશાલ માર્મિકભર્યા શબ્દોમાં બોલ્યો પલક આકાશ કેમ કયાંય દેખાતો નથી.મને તો હતું કે તારા લગ્નની બધીજ જવાબદારી એનાં કંધા ઉપર હશે.પલક વીશાલનાં ઝેરીલા શબ્દોને ઓળખી ન શકી એને થયું કે વીશાલ કદાચ પોતાની અને આકાશની સાચી દોસ્તીને પરખી ગયો હશે.વીશાલનાં શબ્દોથી પલકનાં ચહેરો ખીલી ઉઠ્યો. એણે કહ્યું કે મે એને થોડાં કડવાં વેણ કહ્યું હતું ને એટલે બચારો મને કાંઈ તકલીફ ન થાય એટલે એ શહેર છોડી જતો રહ્યો છે. વાત કરતાં કરતાં પલક રડી પડી.પલક વીશાલનો માર્મિક ભાવ સમજી ન શકી,એને થયું કે એનો પતિ કદાચ એની સુધ્ધ મીત્રતાનાં ભાવને સમજી ગયો હશે ? પણ એવું ન હતું એ તો માત્ર પલકને મેહણું મારી રહ્યો હતો. પરંતુ ખુલ્લા દીલની પલક એને શબ્દોની જાળમાં આવી ગઈ.
ખેર !! બધાં જ જમી લીધું, હવે પલકને સહેલીઓ પોતાનાં સ્નેહીજનોને આખરી વખત મળવાં માટે લઈ ગ્ઈ.અને વરરાજાના મીત્રો એને પોતાનાં ઉતારે લઈ ગયાં. થોડીવાર પછી જાનની "વીદાઈ" નો વખત આવી જશે,એટલે પલક પોતાની માં ને મળવાં ઘરમાં દાખલ થઈ. પલક એની મમ્મીને જોતાં જ દોડીને ગળે બથ ભરીને આક્રંદ કરવાં લાગી. એની મમ્મી પણ પોતાની જાતને આજે રોકી નથી શકી.બેય માં દીકરી આજે પોક મુકીને રડતી હતી. સગાં સંબધીઓ બન્નેને સાંત્વના પાઠવી રહ્યાં છે. કોઈ વડીલો એને માથે હાથ ધરી અને સમાજનાં રીવાજની દુહાઈ આપી રહ્યાં છે. તો કોઈ સમજાવી રહ્યાં હતાં. તો કોઈ પોતાનાં થાખલા આપીને શાંત કરી રહ્યાં છે. પરંતુ આજે પલક કોઈને પણ સાંભળી નથી રહી. હંમેશાં વડીલોને પ્રેમથી હેન્ડલ કરવામાં પાવરધી પલક આજે જાણે અણસમજુ બનીને ચોધાર આંસુડે પોતાની માં નો પાલવ ભીંજાવી રહી છે. રડતાં રડતાં પણ પોતાની માં ને સમજણ આપી રહી હતી. કેહતી કે મમ્મી તું ટાઈમસર ખાઈ લેજે,બહું કામ નાં કરતી,જે થાય તે ધીમે ધીમે કામ કરજે હું ક્યાં તને છોડીને હંમેશા માટે જ્ઈ રહી છું. હું અવારનવાર તને મળવાનો વખત મળશે એટલે જરૂર મળવાં આવીશ. પણ તું તારી તબિયતનું ધ્યાન રાખજે, અને ટાઈમસર દવાઓ લઈ લેજે,બહું વહેલાં જાગતી નહી,જે થાય તે કામ કરજે.અને મારી ચિંતા ન કરીશ હું મારી જાતને બરાબર સંભાળી લ્ઈશ.
પલક પોતાની માં ને મીઠી મીઠી વાતોમાં સમજણ આપી રહી છે. પોતાની બહેનો અને સગાંસંબધીઓ આ ભાવુક દ્રશ્ય જોઈને વધુને વધુ રડી રહ્યાં હતાં. પોતાની સહેલીઓ પણ પોતાની સહેલીને સાસરે જતાં જોઈ અને પોતાની જાતને રોકી નથી શક્તી. કારણકે હંમેશાં મજાક કરતી પોતાની સહેલી આજે બીજાને ઘેર જ્ઈ રહી છે. એને ત્યાં કેવો આદરભાવ મળશે એની કોઈને પણ ખબર નથી. એથી બધાને એનાં ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. હજીતો એ પોતાની માંનાં છાતીએ વળગી ધ્રૃસકે ધ્રૃસકે રડી રહી છે. ત્યાં જ કોઈએ આવીને કહ્યું કે એ હાલો હવે જલ્દી કરો "વીદાઈ"
નો સમય આવી પહોંચ્યો છે.વરરાજા તૈયાર થઈ ને પહોંચી રહ્યાં છે. એટલામાં તો વરરાજાની ગાડી એનાં મીત્રો સાથે આવી પહોંચી. જાનડીઓ પણ મધુર ગીતો ગાઈ રહી છે. એક તરફ આનંદ છે, તો બીજીબાજુ ભયંકર ઉદાસીનતાં ઘેરાયેલી છે.આખોય પરીવાર આંસુડાંનાં સાગરમાં ડુબી ગયો છે. બધાં રડતાં રડતાં પલકનો હાથ પકડીને વરરાજાની ગાડી પાસે પલકને જાણે ખેચીને લાવ્યાં હોય એમ લાગતું હતું.એક બીજાને છાતીએ વળગી વળગીને આક્રંદ કરી રહ્યાં છે. આજે પલકને એનાં બાપની કમી વરતાઈ રહી છે.પોતાનાં પપ્પાની તસવીર પોતાનાં હાથમાં લ્ઈ અને ચુમી રહી છે.અને ફાટફાટ રુદન કરીને આખાય વાતાવરણને ગમગીન કરી રહી છે.આખુંય વાતાવરણ જાણે પલકની"વીદાઈ"જોઈને ઘડીભર થંભી ગયું છે. એકપણ વ્યક્તિ એવું નથી કે જેની આંખોમાં આંસુ ન હોય, પલકે એક નજર આકાશનાં ઘર તરફ માંડી. વીભાભાભીએ પલકને કહ્યું તું ચિંતા ન કરીશ હું આકાશને ગમેતેમ કરી અને એકવાર તને મળવાનું કહીશ.પલક વીભાભાભીને કહ્યું ભાભી મારી મમ્મીનું ધ્યાન રાખજો ભાભી એનું હવે અહીંયા તમારી સીવાઈ કોઈ નથી,મારો ભાઈ હજી ખૂબ નાનો છે,એનો આધાર હવે કોઇ નથી,ભાભી તમે મમ્મીનું ધ્યાન રાખશોને ? ખૂબ રડીને પલકે કહ્યું.
પલકને માથે હાથ મુકીને વીભાભાભીએ કહ્યું પલક એમાં કોઈ કહેવું જોઈએ ? હું હંમેશાં સવીતાબેનનું ધ્યાન આપ્યું છે, અને હંમેશાં સુધી જરૂર ધ્યાન આપીશ. તું એમની જરાય ચિંતા ન કરીશ.હવે તું તારું જીવન કેવીરીતે પસાર કરવું તે વીશે ધ્યાન કેન્દ્રિત કરીને અને સાસરીયાંમાં કેવીરીતે સંપ રાખી અને કેમ પારકાને પોતાનાં કરી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. તારી નણંદ અને સાસુને ભરપુર પ્રેમ આપીને એક કહીયાગરી વહુની ગરજ સારવી જોઈએ. કોઈને પણ આપણામાં ખોટ નજરમાં ન આવે એનું હંમેશાં ધ્યાન રાખવું જોઈએ. સમાજમાં આપણાં માં બાપની પ્રતીષ્ઠા વધે એવીરીતે વર્તમાન કરવું જોઈએ. તારા પતીને હંમેશાં પ્રેમ આપવો એ તારો ધર્મ છે. અને એમાંજ એક સ્ત્રીનો સંસાર સમાયેલો છે.એકવાત હંમેશાં યાદ રાખજે હવે તું એક સરકારી કર્મચારી હોવાની સાથે સાથે એક પરીવારની વહું પણ છે. સાહેબપણું કોઈ દિવસ તારામાં આવવું ન જોઈએ.એક સંસ્કારી વહું થઈ અને રહેવું, દરેકનો પ્રેમ આપણને મળે અને આપણો પ્રેમ દરેકને મળે એજ ભાવનાને હ્લદયમાં પ્રથમ પ્રાધાન્ય આપવાંં સંકલ્પ કરવો.આવીરીતે બધાં સ્નેહીજનો પાસે આવી અને દરેકને પ્રેમ અને આદબથી ગળે મળીને એકબીજાને સાંત્વના પાઠવી હતી. પરંતુ અથાગ પ્રયત્નો કરવા છતાં પણ પલકની આંખોમાં વહેતો સાગર વરસવાનું બંધ કરવાનું નામ નથી લેતો.જાણે આજેજ આખાય આયખાનું રોણું એકીસાથે રોઈ લેશે.
આ તરફ જાનૈયાઓ ઉતાવળ કરી રહ્યાં છે, બીજી બાજુ માંડવીયાઓ પોતાનાં કાળજા ઉપર પથ્થર મુકીને નહી રોવાનું પ્રયત્ન કરી રહ્યાં છે. પરંતુ આ નઠારી આંખો ભીની થયાં વગર રહેતી જ નથી.હવે કોઈએ કહ્યું કે ભાઈ હવે બધાં રડવાનું બંધ કરો અને જાનને વળાવવાં માટે તૈયારી કરો હવે બહું જ મોડું થઈ ગયું છે. વરપક્ષવાળાને એમનાં ઘેર પહોંચી અને ઘણી વીધીઓ કરવાની હોય છે. હજી માતાજીએ જ્ઈ અને મીંઢળ છોડવાં જવાનું હોય, તમે બધી બાયું રોવાનું બંધ કરો અને કન્યાંને "વીદાઈ"આપો.હવે આમ છેલ્લી ઘડીએ પલકે પોતાની મમ્મી તરફ નજર કરી. અને વીજળી વેગે પોતાની માં તરફ દોડી.બન્ને માં દીકરી ભાંઇપડી.કોઈ વડીલ આવી અને બેયને અલગ પાડવાની કોશિષ કરી,પણ જાણે એકબીજાને ચીપકાવી લીધાં હોય એમ બથોબથ મળીને હૈયું ફાટી પડે એમ ચોધાર આંસુડે રડે છે.પોતાની દીકરીને વળાવવી એતો એક માં જ સારી રીતે સમજી શકે. સગાં સંબધીઓને મન તો આ એક પ્રસંગ જ હોય. પરંતુ ખરા અર્થમાં કહીએ તો આ કન્યાં"વીદાઈ નો પ્રસંગ ભલભલા મુછાળાની આંખોમાં પાણી વહાવી દે છે.પલકને તો બાપની કમી જરૂર ખલતી હશે.પણ જે દીકરીનો બાપ પોતાની દીકરીને જ્યારે પોતાનાં આંગણેથી વળાવે છે,ત્યારે જાણે એક બાપ ઉપર આભ ટુટી પડે છે.એનાં હ્લદયમાં કારમો ઘા લાગે છે. કોઈ કવીએ લખ્યું છે ને...કાળજા કેરો કટકો મારો આજ ગાઠથી છુટી ગયો....આ પંક્તિ સાર્થક કરે છે કે કન્યાં ની "વીદાઈ"માં બાપ માટે કેટલું બધું અઘરું કામ છે.પરંતુ કાળજામાં પથ્થર રાખીને પણ પોતાની વહાલસોયી દીકરીને પારકે ઘેર વળાવવી જ રહી.આમ પલકને પોતાની સહેલીઓએ હાથ પકડીને વરરાજાની કારમાં બેસાડી.અને વરરાજાની કાર જોતજોતાંમાં પોતાનાં વતન તરફ નીકળી ગઈ. અને માંડવીયાઓ ટકટકી ભરી જોયાં કર્યું............ .................ક્રમશઃ





( પલક પરણીને સાસરે જવાં નીકળી ગઈ.... અહીંયા રુદન હતું અને ત્યાં ઉત્સાહ... એકજ પહેલું ના બે સોપાન................ જોઈશું ભાગ:-38 સુહાગરાત)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED