Adhuro Prem. - 31 books and stories free download online pdf in Gujarati

અધુુુરો પ્રેમ. - 31 - ટકરાવ

ટકરાવ
હજીતો થોડીક વાર પહેલાં જ આકાશનાંં નામથી તીલમીલા ઉઠેલો વીશાલ માંડ માંડ કરીને શાંત પડેલો હતો.એટલી વારમાં જ આકાશનો ફોન પલકનાં ફોનમાં આવી ગયો. અને સંજોગોવશાત પલકનો ફોન પણ વીશાલ પાસે હતો. કારણકે ફરીને આવ્યાં બાદ પલક નહાવાં માટે બાથરૂમમાં જતાં પહેલાં પોતાનો ફોન વીશાલને આપી ગ્ઈ હતી.અને પાછો લેવાનું ભુલી ગ્ઈ હતી,તેથી વીશાલ પાસે જ હતો.અને વાતોમાં ને વાતોમાં પલક પણ લેવાનું ભુલી ગ્ઈ હતી.જેવો ફોન રણક્યો તરતજ વીશાલે પોતાના જીન્સ પેન્ટનાં પોકેટમાં થી પલકનો ફોન બહાર કાઢી જોયું તો વીશાલની આંખોનાં મોતીયાં આવી ગયાં. જાણે ધરતી માગ આપે તો સમાઈ જવું એવી સ્થિતિ સર્જાઈ. અને આખે આખો કાપી નાખે તો લોહી પણ ન નીકળે એવી મનોદશા થઈ ગઈ.વીશાલ કાઈ સમજે એ પહેલાં જ એટલો બધો ગુસ્સે થઈને પલકનો ફોનને જમીન ઉપર પટકવાં હાથ ઉઠાવ્યો જહતો કે બાજુમાં બેઠેલાં એના મીત્ર્એ વીશાલનો હાથ પકડી લીધો. અને એનાં હાથમાંથી ફોન ને લઈ લીધો.પલકે પુછ્યું અરે ! શું થયું વળી તમને આમ વાત વાતમાં ગુસ્સે કેમ થઈ જાવ છો.શું વાત છે, જરાક બતાવો તો ખરા ? પ્રશ્ન પૂછ્યો પલકે.
એકપણ પલની વાર લગાડ્યાં વગર વીશાલે પલકનો ફોન પલકનાં ખોળામાં ઘા કર્યો. પલકે ફોન સામે જોયું તો આકાશનો કોલ હતો.એ સમજી ગ્ઈ કે વીશાલને આકાશ નો ફોન આવ્યો એટલે આટલો બધો ગુસ્સો આવ્યો લાગેછે. જેથી પલકે બધાને શાંતિ જાળવવા કહ્યું. અને પોતાના ફોનને સ્પીકર મોડમાં નાખયો સાથે ઉપાડ્યો. સામેથી પલકની મમ્મીનો અવાજ આવ્યો અને કહ્યું કે પલક કેમ છે,બેટા અને વીશાલ જમાઈ કેમ છે,અને બધાં પણ મજામાં છેને.શું કરો છો બેટા મને તારી બહું જ ચિંતા થતી હતી અને તું અંહીયાં થી જયારની ગ્ઈ છે,ત્યારથીજ મારો ફોન બંધ થઈ ગયો છે. એટલે મે આકાશનાં ફોનમાંથી તને ફોન કર્યો. આકાશતો ફોન કરવાની ના પાડતો હતો છતાં પણ મારાથી ના રહેવાયું અને મે જબરજસ્તી એનાં હાથમાંથી ફોન લઈ અને કર્યો છે. તું ખુશીમજામાં તો છેને.અને વીશાલ કેમ છે,તારા સાથે ગયેલાં તમામ લોકોની તબિયત સારી હશે.આમ પલકની મમ્મીની વાત વીશાલે સાંભળતાં જ એ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયો.એને થયું કે મે ઉતાવળ કરી નાખી અને હવે કોઈને આ વાતની ખબર નહોતી એ વાત હવે જગજાહેર થઈ ગઈ છે. ને પલકે કહ્યું હાં મમ્મી અમે બધાં જ મજામાં છીએ,અત્યારે અમે બહાર બેઠા છીએ તમને હું રાત્રે ફ્રી થઈ પછી ફોન કરીશ.ફોન કટ કર્યો અને પલક વીશાલની સામે જોયું તો વીશાલની આંખો જમીન ખોતરવાં લાગી. બોલો વીશાલ હવે શું કહેવાનું થાય છે.
વીશાલની જીભ સીવાઈ ગ્ઈ એ પલકને કશું જ બોલી ન શક્યો. પરંતુ આખાય ગૃપમાં કાનાફુશી નીકળી ગઈ. હવે પલકે કહ્યું હવે જવાબ આપો આ બધાને તમે જે છાંનુ હતું એ છતરાયું કર્યું છે તો હવે આ દરેકને જાણ થવી જોઈએ કે ખરેખર તમારા મનમાં શું ખીચડી પાકી રહી છે.પલક અને વીશાલ વચ્ચે ખરો "ટકરાવ"થયો. જે હેતલભાભીને પલકે મોતનાં મોઢામાંથી બહાર કાઢી હતી એણે વીશાલને કહ્યું કે વીશાલભાઈ શું વાત છે. કોઈ વાત મનમાં ઘર કરી ગ્ઈ હોય તો અમને કહો આમ મનમાં ને મનમાં મુંજાયને રહેવાથી કોઈ રસ્તો નહી નીકળે.પલક વચ્ચે બોલી કહો વીશાલ તમે આકાશનાં નામથી કેમ ચીડાઈ જાવ છો.વીશાલનો મીત્ર વચ્ચે કુદી પડ્યો અને કહ્યું હાં મને યાદ આવ્યું કે હું જ્યારે વીશાલને લેવા માટે ગયો ત્યારે પણ મે એટલું જ કહ્યું હતું કે અહીંયા એકલો કેમ ઉભો છે.ત્યાં આવને બધાં ખુલ્લાં આકાશની નીચે બેઠા છે.એટલીજ વાતમાં મને ####એ ધક્કો મારીને જમીન ઉપર પછાડી દીધો હતો. પણ ત્યારે મે એ વાતને છુપાવી હતી.અત્યારે મને ખબર પડી કે એ વખતે મે ખુલ્લાં આકાશની વાત કરી હતી જેથી ભાઈ ગુસ્સે ભરાઈ ગયાં હતાં.શું છે આ આકાશનું ભુત અને કયારે અને ક્યાથી વળગ્યું એ પણ કહી દે ભાઈ જેથી તારી શંકાનું સમાધાન થઈ શકે.
વીશાલ એ છુપાવી રાખેલી વાત ચોરાહે ચીતરવાં મજબૂર થઈ ગયો. ના છુટકે એ ફાલતું વાતને વીશાલે પોતાની જ બેવકૂફી થકી લોકોમાં ચર્ચાનો વિષય બનાવી દીધો. એણે શરુઆત કરી જ્યારથી આ વાતની શરુઆત થઈ ત્યારથી અત થી ઈતી સુધી તમામે તમામ વાત કરી જે જે વીશાલનાં હ્લદયમાં હતું એ ઠાલવી નાખ્યું. પલકની સાથે એનાં બધાં મીત્રો અને એની પત્નીએ પણ વાતને સાંભળી અને દરેક પલકની સામે અવાચક નજરે જોવા લાગ્યાં. એથી પલકે કહ્યું આમ વીચિત્ર નજરે મારી તરફ ના જોવો.હું એ વાતનો વીશાલ સાથે અસંખ્ય વખત ખુલાસો કરી ચુકી છું. કે એ મારો બાળપણનો એક સારો મીત્ર છે,એણે હરેક સુખદુઃખ માં મારો સાથ આપ્યો છે. હું જયારથી સમજવાં શીખી ત્યારથી મે આકાશને મારી નજર સામે જોયો છે.અરે ભય એની સાથે મે મારી સ્કૂલ કોલેજના દીવસો વીતાવ્યાં છે.થોડું તો એટેચમેન્ટ હોય ને,કોઈ ઘરમાં કુતરું પાળીએ તો પણ એની સાથે લગાવ થઈ જાય છે. આતો જીવતો જાગતો માણસ છે.જેણે નાનપણથી જ મારી દરેક વાતનું ધ્યાન આપવું છે.મારા કરતાં એણે મારી મમ્મીનું વીશેષ ધ્યાન આપ્યું છે. મારાં કરતાં વધારે મારી મમ્મી એની કાળજી લે છે. ગમેતેવું કામ હોય નાનું કે મોટું એણે કોઈ દિવસ મારી મમ્મીને કોઈ વાતની ના નહી કહી.મમ્મીને મોઢેથી ખાલી આ શબ્દ નીકળે તરતજ આકાશ હોકારો આપી દે છે.અને એટલો બધો કેરીંગ છોકરો છે કે એનાં ઉપકાર અમે આખુંય ઘર મળીને ઉતારી નહીં શકીએ ભાભી.એ મારો એક સારો મીત્ર છે છે છે છે અને હંમેશાં હંમેશાં રહેશે જ જેને ન પોસાય ઈ એનો રસ્તો શોધી લે,બાકી આ જીવન જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આકાશ મારો એક સારો દોસ્ત રહેશે.હું વધારે કાઈ કહેવું એમ નથી સમજતી આ વાત નો મે અનેક વખત ખુલાસો કર્યો છે, અને આજે તમારી સાથે ફરી એકવાર ખુલાસો કર્યો છે. મે વીશાલનાં કહેવાથી આકાશથી દુર પણ રહેવાની કોશિશ કરી છે ભાભી,એવું નથી કે હું એમને જાણી જોઈને ચીડાવું છું. હવે મને ખબર હતી કે મમ્મીનો ફોન ખરાબ થઈ ગયો હશે અને એ આકાશનાં ફોનમાંથી ફોન કરશે.અને એમને ખબર હોય કે એમનો થનાર જમાઈ આવી માનસિક બીમારી સાથે પીડાઈ રહ્યો છે તો એ પણ એનાં ફોનમાંથી ન કરેત,અને હું અત્યારથી મારી મમ્મીને એ ચિંતામાં ધકેલી દ્ઉ કે એની જીંદગી જેની સાથે જવાની છે,એ માણસ આવી ઓછી માનસિક તાણ અનુભવી રહ્યો છે. હું કેવીરીતે મારી મમ્મી સાથે વાત કરી શકું (એટલું કહી પલક ધ્રૃસકે ધ્રૃસકે રડી પડી)નેહલભાભી અને બીજી સ્ત્રી મીત્રો પલક પાસે આવી અને શાંતિ જાળવવા માટે કહ્યું. અને બધા લોકો વીશાલની માથે ટુટી પડ્યાં. મીત્રોએ ન કહેવાનાં વહેણ કહ્યાં. ચુપચાપ વીશાલ મુંગો મંતર થઈ અને એક બીજાની તરફ જોવાં લાગ્યો.
વીશાલને બધાએ એટલો બધો ઉધડો લીધો કે એ પોતાની જાતને કોશવાં લાગ્યો. એને મનમાં વિચાર આવ્યો કે યાર હું જ ખોટું કરી રહ્યો છું. પલકતો બીચારીનો કોઈ વાંક નથી. સાલા આ બધાં મારા મીત્ર છે કે પલકનાં મને એ નથી સમજાતું. મનમાં ઘણો દ્ર્વૈશ ભરાઈ ગયો. લોજીકલી પલક પોતાની સત્યતાં સાબિત કરી ચુકી છે.અને વીશાલની દશા જોયાં જેવી થઈ ગઈ. એની હાલત ધોબી ના કુતરા જેવી થઈ ગઈ. એણે દરેકને પોતાની વિરુદ્ધમાં જતાં જોઈ અને જલ્દીથી ફેસલો લઈ લીધો. અને કહ્યું કે ભાઈ મારી ભુલ છે મારે આટલું જલ્દીથી રીએક્ટ ન કરવું જોઈએ. પણ હવે થઈ ગયું છે.એકવાર ફરીથી સોરી અને વીશાલે પલકનો પગ પકડી ને કહ્યું માતાજી આઈ એમ સોરી.. નીવેદ લઈ અને ખમૈયાં કરો હવે અને પલક સાથે બધાં હસી પડ્યાં...... ક્રમશઃ


( બધાની વચ્ચે તો વીશાલ માની ગયો છે પણ એનાં અંતરનું જેર નથી જતું.... પ્રવાસ નો આજે છેલ્લો દિવસ છે...ઘેર જ્ઈને વીશાલ તરતજ પલક સાથે લગ્ન કરી લેવાં છે.એવું નક્કી કર્યું જેથી આકાશ નામનું ભુત પલકનાં માથેથી ઉતારી લેવું.........આગળ જોઈશું.ભાગ :-32 લગ્ન મંડપ )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED