અધુુુરો પ્રેમ.. - 32 - લગ્ન નો પ્રસ્તાવ Gohil Takhubha ,,Shiv,, દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

અધુુુરો પ્રેમ.. - 32 - લગ્ન નો પ્રસ્તાવ

લગ્ન મંડપ
વાતમાં ને વાતમાં દસ દિવસ પસાર થઈ ગયાં. આજે પ્રવાસનો છેલ્લો દિવસ હતો.બધાએ ખૂબ જ મજા કરી.યાદોને વાગોળતાં વાગોળતાં સવારે વહેલાં સમયસર ઉઠીને નીકળી પડ્યાં. ડ્રાઈવર અને કંડકટર બસમાં સવાર થઈ ગયાં હતાં.અને ભગવાનનું નામ લઈ અને બસને હંકારી મુકી.રસ્તામાં ખુબ જ મોજ મસ્તી માણીને લાંબી પણ મજેદાર મુસાફરી કરી અને કલાકોની સફર ખેડી અને પોતાના ઘેર પહોંચી ગયાં. દરેકને પોતાના ઘરે પહોંચી અને આપણાં ઘેર આવી ગયાં એનો હાશકારો થયો. પોતપોતાના સામાન સાથે બસમાંથી નીચે ઉતર્યા. ડ્રાઈવર અને કંડકટર નો ખૂબ ખૂબ આભાર માન્યો, અને કહ્યું આપે બહુ જ સરસ ડ્રાઈવિંગ કરી અને અમને બધાને પરત ઘરે પહોચાડ્યાં એનાં માટે આપનો ખૂબ ખૂબ આભાર.ડ્રાઈવરે પણ હસતાં મોઢે વીદાઈ લીધી.
આ બાજું પલકે પહોંચી ગયાં હતાં એનો ફોન એની મમ્મીને કર્યો હતો. તેથી પલકની મમ્મીએ કહ્યું કે બેટા જો વીશાલ થાકી ગયો હોય તો તને લેવા માટે હું અહીંથી આકાશને બાઈક લઈ અને મોકલું છું એ તને હમણાં લઈ જશે.પલક અવાચક થઈ ને ઉભી થઇ ગઇ અને કહ્યું ના ના ના ના ના મમ્મી આકાશને તો બીલકુલ નહી મોકલતી.એતો વીશાલ મને મુકી જશે.એવામાં ડ્રાઈવર બસ લઈ અને પાછો ફર્યો. એણે કહ્યું કે હું અત્યારે ####શહેરમાં થઈ અને જવાનો છું. તો મને યાદ આવ્યું કે આમાંથી ઘણાં ખરા એજ શહેરના છે,જો આવવું હોય તો તમને લેતો જ્ઉ.તરતજ પલક ઉભી થઇ. અને ડ્રાઈવર ને કહ્યું કે હા ભાઇ મારે આવવાનું છે.અને વીશાલને પણ કહ્યું કે હવે તમે પણ થાકી ગયા છો.એટલે આ આપણી બસ જાયછે તો એમાં હું જતી રહું. આ બીજાં ઘણાં બધા મિત્રો પણ છે.
પલકને એનાં સાસરીયાઓએ રોકાવવાની ઘણી કોશિશ કરી પણ પલક ગમેત ભોગે પણ પોતાના ઘરે જવાં તલપાપડ હતી. એણે કહ્યું નાં અત્યારે નહી મારી મમ્મી ખૂબ જ રાહ જુવેછે.વીશાલે કહ્યું ઠીક છે, પલક તું બસમાં જતી રહે.વળી તારા સાથે આ નેહલભાભી અને બીજા મીત્રો પણ છે.તેથી તું જ્ઈ શકે છે.ઘેર ચા પાણી પી અને બધાં બસમાં ફરી સવાર થઈ ગયાં.પોતાના સાસુ સસરાને પ્રણામ કરી અને પલક પણ બસમાં જડપથી બેસી ગઈ. એકાદ કલાક નાં અંતરે પોતાનું શહેર હતું. પલકે બસમાં બેસી અને એની મમ્મીને ફોન કર્યો. કહ્યું મમ્મી અમારી બસ ત્યાં જ આવે છે.માલી સાથે ઘણાં બધાં છે,તો અમે બસમાં પહોચવાં માજ છીએ તું આકાશને કહે કે મને રોડ ઉપર બસ્ટેન પાસે આવી અને લઈ જાય.પલકની મમ્મી એ આકાશને કહ્યું બેટા આકાશ,હાં માસી આકાશે કહ્યું. તું પલકને બસ્ટેન પાસે જ્ઈ અને લઈ આવને એ બસ પહોચતી જ હશે.પલકનું નામ સાંભળતાં જ આકાશનો ચહેરો જાણે ખીલી ઉઠ્યો અને કહ્યું હાં માસી હું જવછું. એણે તરતજ પોતાની બાઈક કાઢી અને પુર જડપે નીકળી ગયો. આકાશની ભાભી દોડતી બહાર આવી. અને કહ્યું કે માસી આકાશ ક્યાં ગયો. એટલે પલકની મમ્મી એ કહ્યું એ પલકને લેવા ગયો છે. હમણાં આવી જશે,વીભાભાભીએ કહ્યું માસી આ છોકરો સાવ પાગલ છે.પલકનું નામ સાંભળતાં ખબર નહી એને શું થાય છે. હજીતો એ જમવાં બેઠોજ હતો. થાળી અડધી ખાઈ અને હાથ પણ ધોયાં કે પાણી પણ પીધું નથી ને એમનામજ નીકળી ગયો. આકાશ બસસ્ટેન્ડ માં પહોચી ગયો.
થોડીવાર પછી એક બસ આવી અને ઉભી રહી,આકાશ આતુરતાથી બસના દરવાજા સામે જોઈ રહ્યો. એક પછી એક બધાં ઉતરવાં લાગ્યાં. આખીરમાં પલક બસની નીચે ઉતરી એણે આમતેમ જોયું તો આકાશને સામે ઉભેલો જોયો.પોતાનાં હાથમાં રહેલાં થેલા ને પડતાં મુકી આકાશ તરફ પલકે દોટ મુકી.સાથે ઉભેલાં દરેક પલક સામે જોઈ રહ્યાં. જોતજોતામાં પલક આકાશને એટલી જોરથી વળગી પડી કે પલક પડતાં પડતાં બચી ગયો.અને આકાશને ગાલ ઉપર એક જોરદાર ચુંબન કર્યું. આ બધું જ વીશાલનાં મીત્રો જોઈ રહ્યાં. અચાનક પલકને સમજાયું કે પેલાં લોકો પોતાની પત્ની સાથે હજી સુધી ત્યાં જ હતાં. એટલે એણે બધાં સાથેથી રજા લીધી. એમાંથી એકની પત્નીએ પલકને પુછ્યું કે આ આકાશ છેને પલક ? પલકે કહ્યું હાં આ જ છે આકાશ હવે બીજું કંઈ પુછવું છે ? એમ કહીને પલક આકાશ સાથે બાઈક પર ચીપકી અને હાશકારો અનુભવ કરી અને નીકળી ગઈ. થોડીજ વારમાં બન્ને ઘેર પહોંચી ગયાં.
કેટલાય દિવસ પછી પોતાની મમ્મીને જોઈ ને પલક પોતાની મમ્મીને વળગી પડી. અને ધ્રૃસકે ધ્રૃસકે રડી પડી. મમ્મી પણ પોતાની વહાલસોયી દીકરી ને છાતીએ વળગાડી રડી પડી. થોડીવાર પછી સ્વસ્થ થયાં. પલકની મમ્મીએ આકાશને કહ્યું બેટા તું અડધું જમી અને મારી પલકને લેવા માટે દોડી ગયો. આકાશે કહ્યું હાં માસી પલકનું નામ સાંભળીઅને મારી ભુખ મરી ગઈ છે. એને જોતાં જ મારી ભુખ મટી ગ્ઈ છે.પલકે કહ્યું પાગલ જા હવે ખાઈ લે,તેથી આકાશે કહ્યું કે તું આવ મારી સાથે વીભાભાભીને પણ મળી લે.પલકે કહ્યું હાં ચાલ હું આવું છું. ને આકાશ પલકનો હાથ પકડી ને આકાશને ઘેર આવી. ભાભીને પ્રમથી ભેટી પડી.ભાભીએ કહ્યું કે તારા આવવાની ખબર સાંભળીને આ છોકરો અડધું ખાધું નો ખાધું તને લેવા ભાગ્યો.હવે તમે બન્ને સાથે જમી લ્યો. ભાભીએ થાળી પીરસી અને આકાશ બસ પલકની સામે જોતાં જોતાં જમવાનું પણ ભુલી ગયો.જમતાં જમતાં પોતાના પ્રવાસની બધી વાતો આકાશને કરી હતી.
હજીતો પલક પોતાના ઘરે પહોંચી જ હતી.ત્યાં જ પલકનાં સસરાનો ફોન આવ્યો. કહ્યું વેવાણ પલક પહોંચી ગયાં છે ? પલકની મમ્મીએ કહ્યું હાં વેવાઈ બસ હજીતો હાલજ પહોંચી છે.એક બીજાએ ખબર અંતર પુછ્યાં પછી વેવાઈ બોલ્યાં, વેવાણ કાલે અમે આવવાનાં છીએ કારણકે મારો વીશાલે કહ્યું છે કે મારે હવે લગ્ન કરવામાં મોડું નથી કરવું. એટલે આપણે મળી અને લગ્નની વાત કરી લેવી જોઈએ. ઠીક છે તમને જેમ યોગ્ય લાગે એમ તમે કાલે આવો જેથી આપણે લગ્નની વાત કરી શકાય.વાત કરી અને મમ્મીએ પલકને બુમ પાડી પલક અહીં આવ અને પલક ઘેર આવી. મમ્મી એ કહ્યું કે તારા સસરાનો ફોન આવ્યો હતો. એ લોકો કાલે તારા લગ્નની વાત કરવાં આવે છે.તો અઆપણે એ બધીજ તૈયારી રાખવી પડશે.પલક થોડી નારાજ થઈ અને કહ્યું યાર મમ્મી તારે મને પુછવું તો હતું હજીતો અમે આવ્યાં જ છીએ અને તે આ બધું નક્કી કરી નાખ્યું. મમ્મીએ પલકને સમજાવી જો બેટા આજ નહીં તો કાલે પણ આપણે લગ્ન કરવાનાં જ છે.તો વેવાઈ સામે આવી ને કહ્યું છે તો આપણે માન્ય તો રાખવું જોઈએ. અને એમને આ લગ્નની વાત વીશાલે કરી છે.એથી એમણે તાત્કાલિક ગોઠવણ કરી છે.હજીતો કાલે આવે ત્યારે જોઈએ શું નક્કી થાય છે. અત્યારે વાત કરીએ તોય બે ત્રણ મહીનાં પસાર થઈ જાય.
પલક સફરથી ખૂબ થાકી હતી તેથી નાહીને ફ્રેસ થઈ અને પોતાનાં રુમમાં જ્ઈ પોતાનાં બેડ ઉપર પડતાની સાથે જ ઘસઘસાટ નીંદરમાં ફસડાઈ પડી.એકજ પળમાં જાણે સવાર થઈ. સવારે જાગી અને મહેમાનોને આવવાની રાહ જાવાં લાગ્યાં. વીભાભાભીએ પણ રસોઈ બનાવવામાં મદદરૂપ બની અને મહેમાન આવે એ પહેલાં બધું જ તૈયાર કરી ને બેઠાં હતાં. એટલી વારમાં તો મહેમાનો આવી પહોંચ્યા. આગતાસ્વાગતા કરી અને લગ્નની વાત નક્કી કરી. ત્રણ મહીનાં પછી લગ્ન કરવાં એવી તારીખ આવી. મહેમાનો જમી હસતાં મોઢે વીદાઈ લીધી................ ક્રમશઃ


(અચાનક લગ્નની તારીખ આવતાં પલક હેબતાઈ ગ્ઈ હતી.સમય થોડો હતો ને ઘણી તૈયારી કરવાની હતી બધીજ બહેનપણીઓ સાથે વાત કરી લીધી બધી સહેલીઓ એ લગ્ન ની તૈયારી કરવા લાગી...........જોઈશું ભાગ:-33 સંજોગો માં)