અધુુુરો પ્રેમ. - 30 - લીડર Gohil Takhubha ,,Shiv,, દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધુુુરો પ્રેમ. - 30 - લીડર

લીડર
હેતલનો જીવ પોતાની જાનની પરવા કર્યા વગર બચાવી પલક "લીડર"બની ગ્ઈ હતી.આખુંય ગૃપ પલકનાં વખાણ કરતાં થાકતાં નથી.પલકની ખબર પણ નહોતાં લેતાં એ પણ પલકની આસપાસ ફરવાં લાગ્યાં. જાણે આખાય ગૃપનું સંચાલન જાણે પલકનાં કંધા ઉપર આવી પડ્યું.અને પલક પણ જાણે કોઈ ખૂબ જ મોટી પોલીટીશ્યન હોય એવાં ભાવથી પીડાવાં લાગી.હવે આખીય ટીમ જાણે પલકને ફોલો કરવાં લાગી. બધાજ કહેવાં લાગ્યાં કે હવે પલકનાં માર્ગદર્શન હેઠળ આપણે બધાં જ જ્ઈશું. અને ત્યારબાદ આગળ ની સફળ સફર પર નીકળી ગયાં. હવે પલક અને વીશાલને બધાં લોકોની સહમતિથી આગળની સીટ ઉપર જગ્યા મળી ગ્ઈ. વીશાલે પણ પલકને કહ્યું તારો તો વટ પડી ગયો પલક.તું અચાનક બધાની ચહીતી બની ગ્ઈ.વારંવાર દરેક પલકની સાથે વાત કરવાનો મોકો શોધવાં લાગ્યાં. આખો દિવસ મનમોહક નજારાઓ જોઈને રાત્રીના પોતાની હોટલમાં પાછાં ફર્યા.રાત્રી ભોજન બાદ દરેક કપલ ખુલ્લા મેદાનમાં આવી અને ટોળે વળી ને બેસી ગયાં.પરંતુ પલક એ ટોળાની વચ્ચો વચ અદબથી બેઠી છે,રુઆબથી માથું ઉંચું કરી ને.
પલકને નેહલભાભી એ કહ્યું પલક કોઈ સારી એવી વાત કરને જેનાથી અમારો બધાયનો મુડ બની જાય. એટલે પલકે પોતાના જીવનમાં બનેલી અદ્ભુત અને અતી સાહસભરી વાતો સંભળાવી, બધાં મંત્રમુગ્ધ થઈ ને પલકની "લીડર"ભાવનાને સો સો સલામ કરવાની હોડમાં લાગ્યાં. પરંતુ વીશાલ ફરી પાછો ચુપચાપ બનીને બેસી ગયો. એટલે એનાં કોઈ મીત્રએ વીશાલને કહ્યું યાર વીશાલ તું કેમ ચુપચાપ બેઠો છે.તને તારી પલકની વાતોમાં જરાપણ રસ હોય એવું જણાતું નથી,પલક કેટલી સાહસિક છે એતો એની વાતોથી નહી પરંતુ અમે અઆજે નજરોનજર જોયું છે કે પલક કેટલી બધી સાહસથી ભરેલી છે.ખરેખર આવી છોકરી બહુજ ભાગ્યશાળી હોય એને જ મળે અને તું એટલોજ ભાગ્યશાળી છે વીશાલ, એમાં બધાએ સુર પણ પુરાવ્યો હા હો હાં હો વીશાલ એ વાતને તો માનવીજ રહી કે પલક ખૂબ જ સાહસિક અને હીંમતી છોકરી છે.પરંતુ વીશાલ કશું જ બોલ્યાં વગરજ બેસી રહ્યો. અને ત્યાંથી ઉભો થઇ ને દુર સામે દેખાતી લોખંડની જાળી પાસે જતો રહ્યો. જેનાથી પલકને થોડું મનમાં લાગી આવ્યું. પરંતુ મનોમંથન કરતાં પલકને પોતાની કરેલી વાત યાદ આવી.
પલક જયારે પોતાની જીવનમાં બનેલી ઘટના અંગે માર્ગદર્શન આપી રહી હતી ત્યારે વારંવાર આકાશનું નામ આવતું હતું. કારણકે પલકનું બાળપણ હંમેશાં આકાશની સાથે જ પસાર થયું છે.અને જયારે જયારે પલક આકાશની વાત કરતી હતી ત્યારે ત્યારે પલકનો ચહેરાની સુંદરતા આપોઆપ વધી જતી હતી. આકાશ સાથે પલકની એકેએક પળ જાણે આ સાથે રહેલાં બધાએ માણી હતી. હવે જેટલી પલક આકાશને જાણતી હતી એટલીજ આખીય ટીમ આકાશને જાણવાં લાગી હતી. વારંવાર આકાશ આકાશ આકાશ આકાશ સાંભળી સાંભળી ને વીશાલનાં કાન પાકી ગયાં હતાં. એ આકાશનાં નામથી જાણે ચીડ કરતો હતો. વીશાલને એકલાં જોઈ એનો મીત્ર ઉભો થઇ અને વીશાલ પાસે આવી ગયો. અને કહ્યું અરે ભાઈ અહીંયા કેમ રીસાઈને આવી ગયો છે. આવને બધાની વચ્ચે ખુલ્લાં આકાશની નીચે બેસીએ કેટલું રુડું લાગેછે આ ખુલ્લું આકાશ ચલ ભાઈ ગુસ્સો છોડી અને આવ અમારા સાથે બેસ.ફરી પોતાના મીત્ર નાં મોઢેથી ખુલ્લાં આકાશનું નામ સાંભળીને વીશાલનો ગુસ્સામાં વધારે નાજારગી આવી ગઈ. એણે પોતાના બન્ને હાથથી એનાં જીગરજાન દોસ્તને ધક્કો માર્યો અને એટલો જોરદાર ધક્કો માર્યો હતો કે એને મીત્ર દસેક ફુટ દુર પટકાઈ પડ્યો. વીનયને પડતાં જોઈ એની પત્ની અને એનાં બધાં જ મીત્રો દોડ્યાં. અરે શું થયું કેમ એકબીજાને આટલો જોરથી ધક્કો માર્યો હતો.
બધાને વીનયે શાંત કરી અને કહ્યું અરે કશુંય નથી આતો અમે એકબીજાને મશ્કરી કરી રહ્યાં છીએ કોઈને ડરવાની જરૂર નથી. પરંતુ પલક આખીય વાતને મનોમન જાણી ગ્ઈ.એણે કહ્યું કે તમે બધાં ત્યાં બેસો હું વીશાલને સમજાવી અને લઈ આવું છું. થોડીવાર પછી પલકે કહ્યું વીશાલ શું થયું ફરીથી તમને કોઈ વાત ખરાબ લાગી છે. જો એમ હોય તો મને ખુલ્લાં દીલથી કહી દ્યો કારણકે મને આવી રુઠવાં કે મનાવવાની કોશિષ પણ કરવી મને ગમતી નથી. હું સ્પષ્ટ રીતે કહી દ્ઉ છું એમ તમે જે કોઈ વાત મનમાં હોય એ કહી દ્યૌ.મારી ભુલ હશે તો હું સહજતાથી સ્વીકારી લ્ઈશ. અને જો મારી ભુલ નહીં હોય તો કોઈપણ સંજોગોમાં પણ હું ભુલને નહી સ્વીકારી શકું મારી આદત નથી વારંવાર નાટક કરી અને લોકોમાં મારો ફજેતી કરવાની.એટલે વીશાલે તાડુકીને કહ્યું કે તને ખબર છે કે એ માણસનું નામ પણ મને નથી ગમતું એજ માણસનું નામ હજારો વખત તારી જીભ પર આવી જાય છે એ સાબિત થાય છે કે તું મારા મનાય કરવાં છતાં પણ એ માણસને ભુલી નથી.મારું હ્લદય આશંકા ઉત્પન્ન કરે છે. મને એમ લાગે છે કે તું મારી સાથે છે શરીરથી પરંતુ તારો આત્માં એ તારાં બાળપણનાં દોસ્ત સાથે વણાઈ ગયો છે.
વીશાલની વાત સાંભળી અને પલકે કહ્યું પહેલાં તો એ કહો એ માણસ એટલે આકાશ ખરું ને ? જેથી વીશાલે કહ્યું હા એજ તારો #%#%#% વીશાલની જીભ ઉપર મોટી ગાળ આવી ગઈ. પરંતુ પલકને થયું કે અત્યારે વીશાલ શંકા ની સોયથી પીડાઈ રહ્યો છે એટલે પલકે ગુસ્સો ન કરતાં હસીને વાત ઉડાડી દીધી અને કહ્યું વીશાલ એ આકાશ ફક્ત મારો નાનપણનો મીત્ર છે,એ વાત હું તમને હજારો વખત કહી ચુકી છું, અને હજી પણ કહું છું, એ મારો એક દોસ્ત છે એનાથી વધારે એ મારે મનમાં કશું નથી. પરંતુ એનાથી આપણું જીવન કોઈ નજીવાં કારણસર બગાડવું અને એ પણ શંકા કુશંકાઓના ભવરમાં પડીને એ સારી વાત નથી વીશાલ એનાથી વધારે હું કોઈ સ્પષ્ટતા કરી શકું તેમ નથી જો તમારે માનવું ઘટે તો માની શકો છો અને નહીંતર તમારી પાસે એક વીકલ્પ હજીયે છે.અને હા બીજી એક વાત આજ પછી કોઈ દિવસ આવી ગાળ જે તમે આકાશને દીધી એ ફરી વખત મારી સામે ક્યારેય બોલાવી નહીં નહીંતર તમને ખુબ જ પસ્તાવો થશે.બાધાભરે શબ્દોમાં પલકે વીશાલને ધમકી આપતો વ્યંગ કર્યો.
પલકનો જવાબ ચોખ્ખી વાત કરી દીધી એની વાતમાંથી વીશાલને વારંવાર ધમકીભર્યા શબ્દોમાં વીશાલનાં કાનમાં ગુંજી ઉઠ્યાં. અને વીશાલે મનોમન કાઈક નક્કી કરી લીધું.અને પલક પાસે જ્ઈ અને કહ્યું કે તારી બધીજ વાત સાચી છે.પણ મને એ માણસ તારી સાથે રહ્યો છે કે નથી રહ્યો એ વાતથી કોઇ રસ નથી પરંતુ એના નામથી મારું લોહી ઉકળી ઉઠે છે. મારું દીમાગ આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે. મને ખબર નથી પડતી આવું કેમ થાય છે. એ કોઈ મારો દુશ્મન નથી પણ ખબર નથી પડતી એ મને કેમ આટલો પ્રભાવિત કરે છે. એનું નામ મારી પાસે કયારેય ન લ્ઈશ પલક બસ હું તને એટલી જ રીક્વેસ્ટ કરું છું.પલક પણ વાતને તુલ દેવા નથી માંગતી એટલે કહ્યું ઠીક વીશાલ હવે હું એ #$%#$% નું નામ કયારેય તમારી સામે નહીં લ્ઉ બસ.વીશાલે કહ્યું થેન્કયું પલક બસ એટલું જ બીજું હુ તને કશુંઈ કહેવાં નથી માગતો.ને પલકે કહ્યું કે હવે ચલો તમે પણ માણસ થઈ ને બધાં ની વચમાં બેસો આમ મોઢું લટકાવી અને ફરશો તો નાહકનાં હીનભાવનાથી પીડાઈ મરશો.અને એકબીજા હસતાં હસતાં ટોળાની વચ્ચે આવી અને બેસી ગયાં. જેવાં વચ્ચે બેઠાં એજ ક્ષણે પલકનો ફોન રણકી ઉઠ્યો અને સમય સંજોગે પલકનો ફોન વીશાલની પાસે હતો.વીશાલે જોયું તો પલકનાં ફોનમાં આકાશનું નામ દેખાઈ આવ્યું. અને વીશાલે પલકનાં ફોનનો ઘાં કરવાં જતાં અભયે વીશાલનો હાથ પકડી લીધો....................... ક્રમશઃ



( પલકનાં ફોનમાં આકાશનો ફોન આવતાં વીશાલ આગબબુલો થઈ ગયો. હવે બન્ને વચ્ચે કેવો માહોલ સર્જાયો જોઈશું ભાગ:-31 ટકરાવ માં)