નારીશક્તિ Yakshita Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

નારીશક્તિ

નમસ્કાર મિત્રો,
મારી પ્રથમ રચના "સ્વાનુભવ" અને દ્વિતીય રચના "શુભારંભ" ને તમારો કિંમતી સમય સાથે રેટિંગ આપી પ્રોત્સાહિત કરતા રિવ્યૂ આપવા બદલ સૌનો ખુબ ખુબ આભાર તેમજ મારી ભૂલો બતાવનારને ખાસ કહીશ કે .. "Thank You So Much".



THANK YOU
✍યક્ષિતા પટેલ





કેમ ??



સઘળું પોતાનું છોડી આવી
ને સંગ તમારા ચાલવાને જે દોડી આવી,
અંતે એ નારીને જ પારકાપણાનો એહસાસ કરાવાય
કેમ??

જીવનની તડકી છાંયડી સહી
સંભાળી જેણે તારી ઘરવખરી,
અંતે એ નારીને જ ઘરમાં ધરોબી દેવાય
કેમ ??

સઘળા રિતીરિવાજોને આપી માન
જાળવી જેણે પરિવારની લાજ,
અંતે એ નારી જ ખુલે બજાર લૂંટાય
કેમ??

પોતાની સઘળી ઈચ્છાઓને દબાવી
તારી ઈચ્છાઓને જેણે સજાવી,
અંતે એ નારીને જ દર વખત પજવાય
કેમ??

પોતાના સપનાઓને અંતરમાં સળગાવી
તારા સપનાઓને નવી રાહ બતાવી,
અંતે એ નારીને જ અબળા ગણાવાય
કેમ ??

તારા સુખમાં રહી ક્યારેક પાછળ
પણ દુઃખમાં રહી હર હંમેશ આગળ,
અંતે એ નારીને જ અપશબ્દો સંભળાવાય
કેમ??



**************************************



દેશની રક્ષા કાજે


માથે સિંદૂર તારા નામનું અપાવે એહસાસ સદા તમ સાથ હોવાનું ,
ભલે રહ્યો તું સરહદે દેશની રક્ષા કાજે..


ગળે મંગળસૂત્ર તારા નામનું કરાવે અનુભૂતિ સદા તમ પાસ હોવાનું,
ભલે રહ્યો તું સરહદે દેશની રક્ષા કાજે..


હાથોમા કંગન તારા નામના ખણખણતા મારા હાથે ઘડીયે ઘડીયે,
ભલે રહ્યો તું સરહદે દેશની રક્ષા કાજે..


પગે ઝાંઝર તારા નામના રણઝણતા મારા પગલે પગલે,
ભલે રહ્યો તું સરહદે દેશની રક્ષા કાજે..


લલાટે બિંદી તારા નામની ચમકાવતી રહે મને દિન રાતે,
ભલે રહ્યો તું સરહદે દેશની રક્ષા કાજે..


માથે ચૂંદડી ઓઢાડી તે સમાજ મધ્યે
જાળવીશ એની લાજ હું દરેક પળે,
ભલે રહ્યો તું સરહદે દેશની રક્ષા કાજે...



**************************************


આવું કેમ??


જે ઘરમાં દીકરી ઢીંગલીની જેમ સચવાય છે
એજ ઘરમાં વહુ કઠપૂતળીની જેમ વહેરાય છે


જે ઘરમાં દીકરીને લક્ષ્મી ગણી અવકારાય છે
એજ ઘરમાં વહુને પારકાની જેમ સંભળાવાય છે


જે ઘરમાં દીકરીને ઘરની શોભા ગણાવાય છે
એજ ઘરમાં વહુ ફૂલની જેમ કરમાય છે


જે ઘરમાં દીકરીને સઘળી છૂટછાટ અપાય છે
એજ ઘરમાં વહુને ઉંબરો ઓળંગતા જોતાજ ટોકાય છે


જે ઘરમાં દીકરી દીપકની જેમ ઝગમગાય છે
એજ ઘરમાં વહુ ચાર દીવાલો વચ્ચે વલોવાય છે


જે ઘરમાં દીકરી અમાનત સમ જળવાય છે
એજ ઘરમાં વહુ મનમાં ને મનમાં કોચવાય છે


જે ઘરમાં દીકરી માની પરછાઈ કહેવાય છે
એજ ઘરમાં વહુને પારકું ધન કહેવાય છે


જે ઘરમાં દીકરી મોર સમ ટહુકા કરી હરખાય છે
એજ ઘરમાં વહુ ભોળી કબૂતરી સમ ઘૂંઘવાય છે


જે ઘરમાં દીકરી હીરામાણેકથી સજાવાય છે
એજ ઘરમાં વહુ ઘરના કામબોજ તળે દબાય છે




*************************************


સ્વતંત્રતા


સ્વતંત્રતા નથી કોઈ શબ્દની બંધાણી મુકતપણે છે એ વિહરનારી
એક એહસાસ છે એ જે મેહસૂસ કરનારની જ થનારી

ડિજિટલ યુગમાં રચ્યા-પચ્યા બાળકને ક્યાં એ સમજાણી
શેરીએ રમતા બાળકોને જુવો એમની આંખોમાં એ છવાણી

કિશોરવશથના હૈયા થનગનતા સ્વતંત્રતાની નોખી કહાણી
ભણતરના એ ભાર તળે પુસ્તકોમાંજ એ દબાણી

યુવાનોની યુવાની બસ કામ - ધંધામાંજ રહી ડુબાણી
મન મગજે ઓવર પ્રેશર..સ્ટ્રેસ એમાંજ યુવાની વિતાણી

દીકરી બેહનો મર્યાદા કાજ સદા ઘરમાંજ રહી ભરાણી
ને વૃદ્ધોને થાય છે આનંદિત જિંદગી જીવી જાણી

સદાયે ઝંખતી આવી નારી સ્વતંત્રતાની જાહોજલાલી
ઘરકામની જવાબદારી તળે એને સ્વતંત્રતા પણ ભૂલાણી

અપાવી દેશને આઝાદી કઈ કેટલાય વીરોની બલી ચઢાણી
તોય મન વિચારથી રહ્યા સદાય સંકુચિત એજ આપણી કરુણ કહાણી..


*************************************



મિત્રો .. મારી આ રચના તમને ગમી કે નહિ એ તમારા અમુલ્ય પ્રતિભાવ આપી જરૂરથી જણાવજો અને મારી ભૂલો બતાવવાનું ચુક્સો નહીં.

THANK YOU SO MUCH 🙏