ટ્વીસ્ટેડ લવસ્ટોરી Leena Patgir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્વીસ્ટેડ લવસ્ટોરી

મારું નામ છે મોહસીન, મારા અબ્બુની સાડીઓની મિલ છે, બનારસી સાડીઓ મારા ઘરમાં નથી પહેરાતી પણ મારા મિલની જ સાડીઓ આખા બનારસમાં લોકપ્રિય છે, મારો મિત્ર છે સિદ્ધાર્થ શર્મા, તે બ્રાહ્મણ છે, તેના અબ્બુ ઘાટ પાસે આવેલા હનુમાન મંદિરના પૂજારી છે...
મારી અને સિદ્ધાર્થની દોસ્તી અમારા ઘરનાં લોકોને પસંદ નથી પણ અમને બેઉને તેની પરવા નથી...
બનારસની ગલીઓમાં અમારું બાળપણ અમે ખૂબજ સરસ વિતાવ્યું, મોટા થતા ગયા એમ જવાબદારીઓ પણ આવતી ગઈ... હું અમારા ઘરની મિલમાં જ જોડાઈ ગયો, ભણવામાં ફક્ત 10 જ ધોરણ માંડ ભણ્યો, જયારે સિદ્ધાર્થ ડૉક્ટરીનું ભણવા માટે દિલ્હી ગયો અને આજે એ પાછો ફર્યો છે,
વર્ષો પછી બનારસની ગલીઓ અમને અને અમારી મિત્રતાને પુકારી રહી હોય એવું લાગી રહ્યું છે....
રાતે અમે બંને ઊંચા છાપરે જઈને બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા....
'ભાઈ નિકાહ કયારે કરવાના છે તારે?? 'સિદ્ધાર્થએ મને પૂછ્યું,
'હમણાં તો વિચાર નથી પણ ઘરનાં લોકો કહેશે એની સાથે કરી લઈશ' મેં કહ્યું,
'કોઈ છોકરી નથી ગમતી તને?? આપણી બનારસની ગલીઓમાં કોઈ કમી છે છોકરીઓની? !! કોક ને કોક તો ગમતી હશે 'સિદ્ધાર્થે મારી મજાક કરતા કહ્યું,
'ના ભાઈ કોઈ દિવસ એવી નજરે જોયું જ નથી 'મેં શરમાતા જવાબ આપ્યો,
'તને ખબર છે ઓલા શાસ્ત્રીજી હતા ને, અરે ઓલા મહાદેવજી મંદિરવાળા,આપણે બહુ હેરાન કરતા હતા એમને એ , 'સિદ્ધાર્થ ઉત્સાહમાં બોલ્યો,
'હા તો શું પણ બોલ ને 'મેં કહ્યું,
'અરે એમની છોકરી આવી રહી છે, કેનેડામાં રહીને અભ્યાસ કરતી હતી, મારા પપ્પા કહેતા હતા કે કદાચ એની જોડે જ મારું ગોઠવી દેશે 'સિદ્ધાર્થે કહ્યું,
'હા તો એમાં શું થઇ ગયું, પૈસા હોય તો ભણે, એમ પણ એ શાસ્ત્રી જી કંજૂસ તો ખૂબજ હતા અને હા પરણી જજે ભાભી મસ્ત હોય તો, 'હું બોલીને હસવા લાગ્યો,
'અરે પણ એ કેવી હશે? !! કોને ખબર જોઈએ હવે આવે એટલે ', સિદ્ધાર્થે ચિંતા વ્યક્ત કરતા કહ્યું
પછી અમે આમ તેમની વાતો કરી...

બે દિવસ પછી આગમન થયું અક્ષરાનું, જે શાસ્ત્રીજીની છોકરી હતી, બનારસની ગલીઓમાં આવતા તરત જ તેણે પોતાના સુંદર દેખાવ અને આકર્ષક વ્યક્તિત્વથી લોકોને ઘેલા કરી દીધા હતા, ગલીઓમાં ટ્રાફિક જામ થઇ ગયો હતો, સિદ્ધાર્થ અને હું જોડેજ હતા ગાડીમાં, છેવટે સિદ્ધાર્થ બહાર ગયો પણ ઘણી વાર સુધી આવ્યો નહિ એટલે મારે પણ નાછૂટકે ગાડી બાજુમાં મૂકીને જવુ પડ્યું, બહાર નીકળીને આગળ ગયો ત્યાં જોયું તો સિદ્ધાર્થ પૂતળું બનીને ઉભો હતો, તેને જોરથી હલાવ્યો અને પૂછ્યું, 'ક્યાં ધ્યાન છે ભાઈ?? '
તેણે મને આંગળીના ઈશારે સામે જોવાનું કહ્યું,
હું પાછળ ફર્યો અને જોયું તો એક અપ્સરાને પણ શરમાવે એવી રૂપસુંદરી ઉભી હતી, તેની આંખો માછલી જેવી સુંદર, તેનું ઘાટીલું નાક, ગુલાબની પાંખડી જેવા હોઠો જેની પર તેણે હળવી લિપસ્ટિક લગાવી હતી અને તેના વાળ કમરથી પણ વધારે લાંબા અને રેશમી અને હા તેના ગાલ પર પડતા ખંજનોને જોઈને ઘડીક મને પણ તેમાં ડૂબકી મારવાનું મન થઇ ગયું પણ હું એકદમ સ્વસ્થ થયો અને સિદ્ધાર્થને પણ કીધું 'જો ભાઈ આ આપણા નસીબની વાત નથી, ચાલ અહીંથી નીકળવામાં જ સારુ છે, નકામું જોઈને જીવ બળશે '
સિદ્ધાર્થ બબડ્યો, 'મોહસીન આ જ છે મારા સપનાની રાજકુમારી, અને આ જ છે અક્ષરા, તારી ભાભી '
હું સિદ્ધાર્થની પાગલપંતી પણ હસતો રહ્યો અને તેને ખેંચીને ગાડી સુધી લઇ ગયો...

એ દિવસે રાતે જ અમે લોકો કેફેમાં ભેગા થયાં, હું અંદર પહોંચ્યો તો સિદ્ધાર્થ અને અક્ષરા જોડે બેસીને વાતો કરતા હતા,
સિદ્ધાર્થે મને આવકાર્યો અને હું ગયો,
'અક્ષરા આ છે મોહસીન, તેમની બનારસી સાડીઓની મિલ છે, અને મોહસીન આ છે અક્ષરા, શાસ્ત્રીજીની છોકરી, શાસ્ત્રીજીએ મને અક્ષરાને સાચવવાની જવાબદારી સોંપી છે , ' સિદ્ધાર્થે મને આંખ મારતા અક્ષરાને કહ્યું,
અક્ષરાએ મારી આગળ હાથ લંબાવીને હાય કહ્યું,
મેં પણ હાથ મિલાવીને હેલો કહ્યું, તેનો નાજુક સ્પર્શ મારા પુરુષત્વને જગાવી ગયો પણ હું મારી જાત પર કાબુ રાખીને બેસી રહ્યો... પછી અમે લોકોએ ત્યાં ખૂબજ મસ્તી કરી અને જતા જતા અક્ષરાએ સામેથી મારો નંબર માંગ્યો અને મેં દઈ દીધો...
તે દિવસે રાતે જ અક્ષરાએ સામેથી મને મેસેજ કર્યો,
'હું જેટલાં પણ લોકોને મળી એમાં તું બહુ અલગ છું મોહસીન, તારી સાથે મિત્રતા કેળવવી મને ગમશે?? તું બનીશ મારો ફ્રેન્ડ??
હું દંગ જ રહી ગયો મેસેજ વાંચીને અને મેં રિપ્લાય કર્યો, ત્યારથી અમારી બેઉ વચ્ચે વાતોનો સિલસિલો ચાલુ થઇ ગયો,
અક્ષરાને હું અને સિદ્ધાર્થ બનારસની ગલીઓમાં ફેરવવા લાગ્યા, તેને પણ ખૂબજ મજા પડી ગઈ હતી... એક દિવસ અચાનક અમારી ગાડી બગડી ગઈ અને વરસાદ ધોધમાર વરસવા લાગ્યો હતો... આજુબાજુમાં મોડું થઇ ગયું હોવાથી સુમસામ ગલીઓ હતી,
સિદ્ધાર્થે આગળ ગેરેજવાળાને બોલાવી લાવવાનું વિચાર્યું અને તે બહાર ગયો....
અક્ષરા ગાડીની બહાર નીકળી અને પાછળનો દરવાજો ખોલીને મારો હાથ પકડીને મને પણ વરસાદમાં ખેંચી ગઈ... તેને જોઈને હું કુદરતની કરિશ્મા પર મલકી રહ્યો હતો, અચાનક મારું સતત જોવું અક્ષરાનાં ધ્યાનમાં આવી ગયું અને ખબર નહિ અચાનક જ તે મારી નજીક આવી ગઈ અને મારા હોઠ પર તેના હોઠ મૂકી દીધા... ઘડીક તો મને કંઈજ ના સૂઝ્યું, તે શરમથી પાછી હટી ગઈ પણ હવે હું મારી જાત પર કાબુ ના રાખી શક્યો અને મેં અક્ષરાને કમરેથી કસીને ખેંચીને મારી નજીક લાવી દીધી અને તસતસતું ચુંબન આપી દીધું... વરસાદની બૂંદો અને અક્ષરાનો મધુર રસ બેઉ મને મદહોશ બનાવી રહ્યા હતા, કેટલીયે વાર સુધી અમે આમજ એકબીજાને ચીપકી રહ્યા, અચાનક પાછળથી ગાડી આવી અને અમે દૂર થયાં, સામેની સાઇડથી સિદ્ધાર્થ પણ મિકેનિકને લઈને આવી ગયો હતો,
અમને બંનેને પલળેલા જોઈને તેણે સવાલ કર્યો પણ અક્ષરાએ વાત જ ફેરવી દીધી...
રાતે અમે છુટા પડ્યા અને ઘરે આવીને જોયું તો મારા અબ્બુ મારા નિકાહની વાત ચલાવી રહ્યા હતા ફોન પર....
હું મારા રૂમમાં ગયો અને અક્ષરાને સોરીનો મેસેજ કર્યો, તરત જ તેનો રીપ્લાય આવ્યો કે શેના માટે?? !!અને પછી હસતા અને કીસ કરતા બેઉ સ્માઈલી મોકલ્યા...
મેં તેને ફોન લગાવ્યો, અમે ફોન પર ઘણી લાંબી વાતો કરી, અચાનક એ એકદમ ગંભીર થઇ ગઈ અને બોલી, 'મોહસીન જાણું છું કે આપણા સંબંધને આ સમાજ કયારેય નહિ સ્વીકારે પણ હું હવે તારાથી અલગ નહિ રહી શકું, લવ યુ સો મચ '
હું ઘડીક તો કંઈજ ના બોલ્યો કેમકે હું પોતે પણ આ વાત જાણતો જ હતો...
પછી મેં આગળ જોયું જશે એવું કહીને ફોન પર વાત પતાવી દીધી... આખી રાત હું સુઈ ના શક્યો, મને મારી જ ભૂલ દેખાવા લાગી,
બીજા દિવસે મેં સિદ્ધાર્થને આ વાત કરી પણ અક્ષરાનું નામ આપ્યા વગર....
સિદ્ધાર્થે કહ્યું, 'કમોન ભાઈ, હવે એવું નથી રહ્યું અને જો તમે બંને સાચો પ્રેમ કરો છો તો ભાગી જાઓ, હું તમને ભગાડી દઈશ, પણ મારા ભાઈ મારી ભાભી છે કોણ એતો કહે ',
પાછળથી અક્ષરાએ જવાબ આપ્યો, 'હું છું '
સિદ્ધાર્થ તો એકદમ ઝાટકો વાગ્યો હોય એવો થઇ ગયો, મને પૂછવા લાગ્યો, 'મોહસીન અક્ષરા તમે બંને મને ઉલ્લુ બનાવો છો ને?? '
અક્ષરાએ કહ્યું, 'ના સિદ્ધાર્થ, આ સત્ય છે... હું મોહસીનને ખૂબજ પ્રેમ કરું છું, જ્યારથી એને જોયો હતો ત્યારથી જ કદાચ, એક બ્રાહ્મણ છોકરી થઈને મુસલમાન સાથે પ્રેમ કર્યો છે જેનું પરિણામ સારી રીતે સમજુ છું પણ હું આખી ઝીંદગી તારી સાથે કહેવા ખાતર નહિ જીવી શકું '
અને પછી સિદ્ધાર્થે એક નિર્ણય લીધો....
એ પોતે ડોક્ટર હતો એટલે તેણે મને અને અક્ષરાને આત્મહત્યા કરવાના બહાના કરીને અને ઘરનાં લોકોને ભ્રમિત કરીને અમને ભગાવી મુક્યા....
આજે 10 વર્ષ પછી અમે બનારસની ગલીઓને ખૂબજ યાદ કરીએ છીએ, મારે અને અક્ષરાને એક નાનકડી પરી જેવી ઢીંગલી છે, સિદ્ધાર્થ પણ એના લગ્નજીવનથી ખુશ છે, અને એના લીધે જ આજે અમે જોડે છીએ, અમે અમારા ઘરનાં લોકોને દુઃખી જરૂર કર્યા પણ બે કોમમાં શાંતિ માટે આ જ પગલું યથાયોગ્ય લાગ્યું...