અંધારી રાતનો અનુભવ Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંધારી રાતનો અનુભવ

*અંધારી રાતનો અનુભવ*. વાર્તા.... ૫-૧-૨૦૨૦

આજે પણ આ વાત એટલી જ યાદ છે...એક ધબકાર ચુક્યા નો અહેસાસ થયો છે... આંસુ શું છે એની ખબર ન હતી. પણ એ રાત્રે અનાધાર આંસુ ઓ નો વરસાદ થયો એ યાદ છે...
આ વાત છે ૧૯૮૨ ની સાલની... એ દિવસે પણ ચંદ્ર વગર ની રાત હતી એટલે અમાસ હતી અને એ પણ શિયાળાની રાત હતી...
સાબરમતી મોટા પપ્પા એ ભામિની અને રાજેશ ને કહ્યું કે તમે બે એકલાં આણંદ જઈ શકશો ને ???
ડર નહીં લાગે ને???
આણંદ થી ગામડી ચાલીને જતાં ડરશો નહીં ને???
એ યુવાની ના દિવસો જ એવાં હોય છે કે જલ્દી મોટા થવું હોય છે અને પોતે બહાદુર છે એ ફાંકો રાખવો ગમે...
ભામિની કહે હા મોટા પપ્પા...
આપ ચિંતા ના કરો...
એ વખતે ભામિનીની ઉંમર પંદર વર્ષ... અને એનાં ભાઈ બે વર્ષ મોટા રાજેશ ભાઈ ની ઉંમર સતર વર્ષ ની હતી...
મોટા પપ્પા સાબરમતી ભાડે રહેતા હતા એમને ચાર દિકરીઓ જ હતી... મોટી દિકરી પરણાવી દીધી હતી ખેડા... આ બીજાં નંબર ની દિકરી શંકુન્તલા ઉર્ફે શકુ બહેન ના લગ્ન હતા અને એ આણંદ ખેતીવાડી માં ભણતા હતા...
આણંદ થી નજીક પડે એટલે નડીયાદ ની નાતની વાડીમાં લગ્ન હતા...
સાબરમતી ભામિની અને રાજેશ ભાઈ... મોટા મમ્મી ના કપડા લેવા આવ્યા હતા કારણકે લગ્ન પંદર દિવસ પછી હતાં અને બધાં કામકાજ માં પડ્યા હતા... રવિવારે આવ્યા હતાં અને સોમવારે સવારે એ નિકળી ના શક્યા... મોટા પપ્પા ને ઓફિસમાં એક ઈમરજન્સી કામ આવી ગયું તો એમણે કહ્યું કે બપોરની ૨.૩૦ ની લોકલ ટ્રેનમાં બેસાડી દઈશ તો ૫.૩૦ એ આણંદ ઉતરી જશો તો અંધારું થતાં પહેલાં ઘરે પહોંચી જશો બરાબર બેટા...
બંન્ને ભાઈ બહેન... જી મોટા પપ્પા...
ભામિની થી મોટા ત્રણ ભાઈ હતા એટલે ભામિની પણ પેન્ટ શર્ટ જ પહેરતી...
મોટા પપ્પા ઓફિસથી ઘરે આવ્યા અને બે અલગ-અલગ રૂમાલમાં પંદર.. પંદર હજાર મૂકી બન્ને ના પેન્ટના ખિસ્સામાં મૂકાવ્યા કે તારી મોટી મમ્મી ને આપજે કંઈ લેવડદેવડ કરવી હોય તો... મારે રજાનો પ્રોબ્લેમ છે એટલે હું લગ્ન ના આગલા દિવસે આવીશ એવું કહેજે અને ગાડીમાં હોશિયાર રહેજો... બહું કોઈ જોડે વાત કરવી નહીં અને તમારી પાસે રૂપિયા છે એ બોલવું નહીં...
બન્ને એક સાથે જી મોટા પપ્પા...
એ જમાનામાં બેન્ક બહું ઓછી હતી અને ગામડી ગામમાં તો હતી જ નહીં... આણંદ હતી પણ મોટા પપ્પા ની સહીં વગર રૂપિયા કેમ મળે???
બન્ને ભાઈ બહેન તો મોટું પરાક્રમ કરવા મળ્યું એનાં રોમાંચથી ખુશ હતાં..
મોટાં પપ્પા એ ભામિની ને અંદર રૂમમાં બોલાવી અને તિજોરીમાં થી સોનાની ચાર બંગડીઓ કાઢી અને રૂ પાથરી એમાં બંગડીઓ મૂકી રૂમાલમાં લપેટી ભામિની ને આપી કહ્યું કે આ બીજા ખિસ્સામાં મૂકી દે... અને સાચવજે તું બહાદુર છે... કારણકે ભામિની સાચે જ નિડર અને બહાદુર હતી...
રોજ આણંદ ભણવા જતા આવતા બે ત્રણ છોકરાઓ એ મશ્કરી કરી હતી તો એટલાં માર્યા હતા કે પાટાપિંડી કરાવી પડી હતી અને એકનાં તો દાંત જ પાડી નાખ્યાં હતાં...
ટ્રેનમાં બાથરૂમ જવા ના જતી...
મોટા પપ્પા એ એમની ઓફિસમાં આણંદ થી અપડાઉન કરનારા એક ભાઈને સાથે મોકલ્યા...
જોડે બેસાડી ને પેલાં ભાઈ ને કહ્યું કે આ લોકો ને આણંદ ઉતારી દે જો...
ગામડી થી રોજ આણંદ ભણવા અવરજવર કરે છે એટલે ગામડી તો જતાં રહેશે...
અને બન્ને ને પેલાં ભાઈ ના હવાલે સોંપી નોકરી ગયાં..
ટ્રેન ઉપડી અને વટવા યાર્ડમાં ઉભી રહી કંઈ કામ ચાલતું હોવાથી...
એક કલાક પછી ગાડી ઉપડી હવે રાજેશભાઈ ... ભામિની ને કહે હવે તો અંધારું થઈ જશે ને???
ભામિની કહે ચિંતા ના કરો ભાઈ..
લોકલ ટ્રેન હતી તો દરેક સ્ટેશન ઉભી રહેતી...
આણંદ ૬.૩૦ એ ઉતાર્યા...
પેલા ભાઈ કહે મૂકી જવું તમારા ઘરે???
ભામિની કહે ના અમે જતાં રહીશું...
આણંદ થી ગામડી જવાનો એક કાચો રસ્તો... રેલવે ના પાટ ઓળંગીને જવું પડતું...
બીજો રસ્તો હતો પણ એ સાધનો હોય ... જેમકે બળદગાડા, ઘોડાગાડી, બસ હોય તો એ રસ્તે જવાય એ બહુ દૂર પડતો... આણંદ થી એક સવારે બસ જતી અને એક સાંજે પાંચ વાગ્યે... બાકી બીજું સાધન ના મળે...
માલદાર હોય એમની ગાડી હોય..
ભામિની અને રાજેશ ભાઈ એકબીજાના હાથ પકડી ચાલવા લાગ્યા...
રાજેશભાઈ ના એક હાથમાં બેગ હતી.. આ જ રસ્તે જવું પડતું બધાં જ રાહદારીઓ ને..
ચાલતાં ચાલતાં એક નાનું ગરનાળું આવ્યું અને પછી ખ્રીસ્તી મોહલ્લો આવે...
પછી
ત્યાં જ કબ્રસ્તાન હતું એ વટાવો પછી જ ઘરે જવાનો રસ્તો આવે...
જેમ જેમ કબ્રસ્તાન નજીક આવતું ગયું રાજેશ ભાઈ ડરવા લાગ્યા અને ભામિની ને બીવડાવી રહ્યા...
કબ્રસ્તાન ની નજીક આવતાં જ અંદર થી કૂતરા નો રડવાનો અવાજ આવવા લાગ્યો...
ભામિની જેટલાં આવડે એટલાં ભગવાન ના નામ મોટેથી બોલવા લાગી...
ઝાડ પરથી ચિબરી ના અવાજ આવવા લાગ્યા... એક તો અંધારું થઈ ગયું હતું કંઈ દેખાતું ન હતું...
કોઈ અવર જવર પણ નહીં...
ચંદ્ર વગર ની અંધારી અમાસની રાત્રે...
ભામિની પણ ડરી ગઈ... એટલામાં બિલાડી કૂદી ને ભાગી.. અને જોરથી ચિબરી નો અવાજ આવ્યો...
ભામિની અને રાજેશ ભાઈ રડી પડ્યા...
બંન્ને થરથર ધ્રુજી રહ્યાં...
આ બાજુ મોટા પપ્પા એ ઘરે ફોન કર્યો કે મેં છોકરાઓ ને અઢી ની લોકલ માં બેસાડ્યા હતા તો આવી ગયા ???..
ઘરેથી ના કહી..
બધાં ચિંતા માં... વિનુભાઈ પપ્પા. નિલેશ ભાઈ. અને બીજા કાકા.. ભાનુ કાકા... હાથમાં લાકડીઓ અને બેટરી લઈ ને શોધવા નીકળ્યા...
રસ્તો તો એ એક જ હતો..
આ બાજુ ભામિની અને રાજેશ ભાઈ પરાણે પરાણે પગ ઉપાડતા હતાં... ડર નાં માર્યા ચલાતુ પણ ન હતું અને ઠંડી હતી તો પણ બન્ને ના ગળાં સુકાઈ ગયા હતાં...
દૂરથી બેટરી નો પ્રકાશ દેખાતાં વધુ ડર્યા અને આંખો બંધ કરી રામ... રામ એમ મોટેથી બોલવા લાગ્યા અને રડતાં જાય...
ભામિની ના પપ્પા વિનુભાઈ એ આવી ભામિની ના ખભે હાથ મુક્યો...
ભામિની એ ડર ના માર્યા જોરદાર ચીસ પાડી..
પછી ખબર પડી કે આ તો પપ્પા છે..
બધાં ઘરે આવ્યા..
પણ
એક અઠવાડિયું તાવ આવી ગયો આ બન્ને ને...
ત્યારથી ભામિની કે રાજેશભાઈ ને રાત ની મુસાફરી કરવી ગમતી નથી...
પરિવાર સાથે હોય તો જ નિકળે...
એ અંધારી રાતનો અનુભવ ભૂલી શક્યા નથી...
ભાવના ભટ્ટ અમદાવાદ.....