હવે શું કરું.!?f Er.Bhargav Joshi અડિયલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હવે શું કરું.!?f

"હું આપીશ"

તું કહે તો સ્વર્ગ સમો સથવારો હું આપીશ,
અંધારા માં ચાંદ તણો ચમકારો હું આપીશ;

નિરાશામાં ભીતર થી સહારો હું આપીશ,
ખુશીઓમાં આનંદ તને પ્યારો હું આપીશ;

તું કહે તો ફૂલ તણો એ ભારો હું આપીશ,
બાગ તણો એ છોડ નો ક્યારો હું આપીશ;

મુશ્કેલ સ્થિતિઓમાં તને ઉગારો હું આપીશ,
યમ માગે તો તારા બદલે જીવ મારો હું આપીશ;

ભર શિયાળે સાથ તને હુંફાળો હું આપીશ,
ગરમી કેરી મોસમમાં રૂમાલ મારો હું આપીશ..

ઈશ કહે છે બેનામ એક એવો સધિયારો આપીશ,
સદીઓ સુધી રહે નામ તેવો જન્મારો હું આપીશ..



****** ****** ****** ****** ******* ******
"હું લખીશ"

તું બોલ હું શબ્દ સ્વર લખીશ,
તારા મૌનને અક્ષર: લખીશ;

તું એકવાર તો કહી દે મુજને,
હું તારા હર્દયનું ગીત લખીશ;

તું નિહાળને કદી મુજ આંખોને,
તારા સ્વપ્નો તણી પ્રીત લખીશ;

તારા મલકાયેલ એ હોઠોં તણું,
એ પ્યારું પ્યારું સ્મિત લખીશ;

તું ખોલ તુજ હર્દય તણા દ્વાર,
તારા અરમાનોની પ્રીત લખીશ;

તું એકવાર બોલાવ બેનામ મુજને,
એ શબ્દે શબ્દને હું સ્વરિત લખીશ..



****** ****** ****** ****** ***** ******

શોધું છું..

તું શોધ ભલે સંસાર હું અલગાર શોધું છું,
તું શોધ પ્રણય આકાર હું નિરાકાર શોધું છું;

આંખોને ચડે મસ્તી હું મૌન તલવાર શોધું છું,
તું શોધે વસંત હું પાનખર અસરદાર શોધું છું;

વસાવી છે કૈંક ખુદની હસ્તી નિજ આંખોમાં,
જીવી શકાય ફરી એવું સપનું એકાદ શોધું છું;

તું ચાલ ટુંકી સફર હું અનંત મારગ શોધું છું,
તું શહેરની નમણી હું ગામડાની નાર શોધું છું;

દર્દ સમજે કહ્યા વગર એવો સાથીદાર શોધું છું,
દિલ ખોલીને રડી શકાય એવો હમસાજ શોધું છું..


******* ******* ******* ******* ********

હવે શું કરું.!?

એ શામ મને છળી ગઈ હવે શું કરું.!?
એ વાત હતી ઢળી ગઈ હવે શું કરું..!?

સપનાઓ મિલન તણા સદાય દીઠા છે,
એ એક ખ્વાબ હતું તૂટી ગયું હવે શું કરું !?

વર્ષો સુધી સંઘર્યા છે સૂકા ગુલાબો પણ,
એ પુસ્તક હતું તૂટી ગયું પણ હવે શું કરું !?

એ પણ સાચું છે કે હર્દય રડે મધરાતે,
એ તરોડિયું હતું ખરી ગયું હવે શું કરું !?

સાચું છે કે એમણે વચન આપી તોડ્યું છે,
ખાલી વચન જ હતું તૂટી ગયું હવે શું કરું.!?

જાણું છું કે આંખોને હવે પાંપણનો ભાર છે,
કોઈ આંખોમાં ખૂંચી ગયું તો હવે શું કરું ..!?

તું તો મારી દરેક વાતથી નારાજ રહે છે,
તારૂ એ મૌન હવે મને ખળે છે હવે શું કરું.!?

****** ****** ******* ******* *******


તો હું કહું.

કરવી છે મારે ઘણી બધી વાતો,
હોય સમય તારી પાસે તો હું કહું,

છે અસંખ્ય ઝંખનાઓ હદય મહીં,
મળે જો તારી એક હા તો હું કહું,

ભમવું છે આ ભરતખંડ મહી આજે,
કોઈ સાથી જડે તો ઈચ્છા હું કહું,

કેટલાય સ્વપ્નોને આજ પર અર્પવા,
મળે જો ખુલું નભ તો કૈંક હું કહું,

અજોડ છે દિલ અને તેની દાસ્તાન,
બેનામ એક મુલાકાત આપો તો હું કહું,


****** ****** ******* ******* ********


નમસ્કાર દોસ્તો.. 🙏

મારી આ નવી રચનાઓ તમને કેવી લાગી તે અભિપ્રાય મને જરૂરથી આપજો.. જેથી કરી ને હું મારી ભૂલો ને સુધારી અને સારું લખવાનો પ્રયત્ન કરી શકું છું...તમારા અભિપ્રાય મને સતત આગળ વધતા રેહવા પ્રેરણા સ્ત્રોત બની રહેશે... આભાર 🙏🙏🙏


તમારો મિત્ર.
....✍️ Er Bhargav Joshi
"બેનામ"