AFFECTION - 26 Kartik Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

AFFECTION - 26














ધનજી : પિયુ જરાક રૂમ ની બહાર આવી જા...તારો રૂમ અમારે સરખી રીતે જોવો પડશે કારણ કે કોક આપણા ઘરમાં ઘુસી ગયુ છે....

પ્રિયંકા પોતાની આંખ મચોળતા મચોળતા દરવાજો ખોલે છે...અને તરત જ ના પાડી દે છે...

પ્રિયંકા : મારો રૂમ ક્યારનો બંધ છે...કોઈ અંદર જ નથી આવ્યું...હું નથી ઇચ્છતી કે તમે લોકો મારો જાતે સજાવેલો રૂમ બગાડી નાખશો....એવો હોય તો અહીંયા ઉભા ઉભા જોઈ લો....અંદર આવ્યા વગર...

પ્રિયંકાનો આવો જવાબ સાંભળીને ધનજીભાઈને ગુસ્સો આવ્યો...અને તે કંઈક બોલે એની પહેલા જ પ્રિયંકા એ દરવાજો બંધ દઈ દીધો...અને ભૂમિબેન એમના જેઠ ધનજીભાઈને સમજાવતા હતા કે પિયુ હજુ નાની છે અને એનું બાળપણ હજુ ગયું નથી એટલે પિયુને માફ કરી દો....

પછી પ્રિયંકા દરવાજો ઉપરથી પણ બંધ કરીને મારી પાસે આવી...અને મારી જોડે જ એના પલંગ પાછળ બેઠી...અને ધીમે ધીમે બોલી...

પ્રિયંકા : ખરેખર...તું સાવ પાગલ છો....મોટાબા ને મારા પર ગુસ્સો આવી ગયો છે તારા લીધે...

me : કોણ મોટાબા??

પ્રિયંકા : મારા મોટા પપ્પા....એટલે કે સુર્યાના પપ્પા...બોલ હવે શું કામ આવ્યો આટલી રાતે??જ્યારે બોલાવ્યો હતો ત્યારે આવ્યો હોત..તો અત્યારે તારી હાલત આવી ના હોત..

me : અરે યાર...સોરી...મને વિરજીભાઈ એ મારા ઘરે મોકલી દીધેલો કારણ કે હું તારા ઘરે આવેલો એમને કીધા વગર...તો મને રાતોરાત મારા ઘરે મોકલાવી દીધો...નહિતર તને આવવાનો જ હતો મળવા...

મારે ના ઇચ્છવા છતાં ખોટું બોલવું પડ્યું કારણ કે હકીકતમાં તો મને એમ હતું કે પ્રિયંકા પર ભરોસો થાય એમ નથી...પણ હાલ તો મારી મજબૂરી હતી કે પ્રિયંકા ને બોલાવવી પડે છે....

પ્રિયંકા : જે થયું એને તો હવે ના બદલી શકાય....તો બોલ હવે તને શું મદદ કરું?

me : સૂર્યો તો અત્યારે ગામની બહાર છે...તો હવે મારે સનમ ને અહીંયાંથી ભગાવી જવી છે...તો કંઈક મદદ કરી દે તું...

પ્રિયંકા : તને જ્યારે મેં બોલાવેલો ત્યારે તું આવ્યો હોત તો બહુ મદદ કરત કારણકે ત્યારે પરિસ્થિતિ આટલી બગડેલી નહોતી...પણ હવે હું શું કરી શકું...

me : તો હજુ પણ કઈ મોડું નથી થયું....હજુ પણ ઘણું બધું થઈ શકે એમ છે...

પ્રિયંકા : તને ખબર પણ છે હાલ સનમ ની કેવી હાલત થઈ ગઈ છે???તે સાવ પાગલ જેવી થઈ ગઈ છે...તેને સમયસર જમવાનું પણ નથી આપવા દેતા મારા મોટાબા...એના પર કેટલા બંધન મૂકી દીધા છે.....સનમ બહુ બીમાર હતી તો મારા મોટાબા એ એની દવા જ ના કરાવવા દીધી તો વિરજીકાકા બહુ વિવશ થઈ ગયા અને..વિરજીકાકા એ વચન આપી દીધું છે કે એમના જીવતા સનમ ના લગ્ન સૂર્યા જોડે જ થશે પછી મોટાબા એ સનમ ની દવા કરાઈ અને સનમ માંડ સાજી થઈ.....વિરજીકાકા હવે સનમને એટલું નથી બોલાવતા...સનમ આખો દિવસ રાત એકલી બેઠી હોય છે...તને ખબર નહિ હોય પણ....કેમ કહેવું તને...

એમ બોલીને તે ચૂપ થઈને વિચારવા લાગી..

me : બોલને શુ કહેવું છે તારે???વાત પુરી કરી તું...

ધીમે ધીમે મારો મગજ ગરમ થઇ રહ્યો હતો....કારણ કે સનમ ને જરા પણ તકલીફ પહોંચે તો મને બહુજ ગુસ્સો આવતો...અરે જાનકી નો આટલો ભરોસો કરેલો એનું કારણ પણ સનમ જ હતી કે ભવિષ્યમાં જાનકી અને સનમ વચ્ચે સમાધાન થાય અને સનમ ને કાઈ તકલીફ ના પડે...લગ્ન કરવા માટે મારા આખા પરિવાર જોડે ખોટું બોલ્યો એનું કારણ પણ સનમ હતી...સનમ માટે કેટલું બધું બલિદાન આપેલું મેં કે હું હાલ મારા પરિવાર જોડે જ નહોતો રહેતો...અને હવે જો એને આ લોકો આટલી તકલીફ આપે તો હવે હદ વટી ગઈ છે એમ લાગે..

પ્રિયંકા હજુ કાઈ બોલતી નહોતી તો મેં એનો હાથ પકડીને જોરથી હલાવ્યો અને બોલ્યો કે,"બોલને શુ બોલતી હતી તું"

પ્રિયંકા : હમણે વિરજીકાકા એ સનમ જોડે બહુ ખરાબ વર્તન કર્યું કારણ કે સનમ સૂર્યા સાથે લગ્ન કરવા નહોતી માંગતી અને સનમની મમ્મી વિશે પણ બહુ બોલ્યા એટલે સનમ ને ત્યારે બહુ એકલું ફિલ થયું હશે..તો તે ઉદાસ રડતી રડતી બેઠી હતી તો એને એમ નક્કી કર્યું છે કે હવે જો તું અઠવાડિયામાં નહિ આવ્યો ને તો તે અફીણ પી લેશે...

હું ભલે શહેરનો હતો પણ ખબર પડતી હતી કે અફીણ પીવાથી શુ થઈ શકે એમ છે...આ વાક્ય સાંભળીને પહેલે તો વિરજીભાઈ પર ગુસ્સો આવ્યો..કે એમને એટલી પણ ભાન ના પડે કે સનમ એકતો તૂટેલી છે દિલથી તો એને વધારે હેરાન ના કરાય...સનમ ના બાપ ની ફરજ નિભાવીને એને સાંત્વના દેવાય...પણ આ તો સનમ ને મરજી વિરુદ્ધ સૂર્યા જોડે પરણાવવા માંગે છે...ખબર નહિ એમને શુ થઈ ગયું હતું..

હું જરાક વિચારમાં ખોવાઈ ગયો હતો ત્યાં જ પ્રિયંકા બોલી...
પ્રિયંકા : કાર્તિક ખબર નહિ ક્યારે અઠવાડિયું પતી જશે અને સનમ શુ કરી લેશે...

me : તને આ બધું કેવી રીતે ખબર??

પ્રિયંકા : હું સેજલ પાસેથી સનમ ના ખબર અંતર લેતી રહું છું...કારણ કે ગમે એમ તો તે મારી બેસ્ટ ફ્રેન્ડ જ છે...

me : તું એક કામ કર ....મને તારા મોટાબા નો રૂમ દેખાડી દે....હાલ જ એ હરામીનું ખૂન કરી નાખું....તારો ભાઈ આવશે તો એનું ય કરી દઈશ...બહુ શોખ છે ને એ બન્ને ને...

પ્રિયંકા : કાર્તિક તે લોકો તો જાનવર છે...તું એવું ના કરી શકે..કોઈના જીવ ના લેવાય...

પણ હું ધીમે ધીમે મારા પરથી પોતાનો કાબુ ખોઈ રહ્યો હતો..

me : તું ખાલી રૂમ દેખાડ એ ધનજીનો..
મેં હવે ચાકુ કાઢ્યું...કારણ કે હું હવે ધનજીને ચાકુ થી ચીરી નાખવા માંગતો હતો..

પ્રિયંકા : કાર્તિક તું આજે અહીંયા એવું કશું નહીં કરે...સનમ માટે તું શાંત થઈ જા...નહિતર બધું બગડી જશે...શાંતિથી કામ લે...સનમ ને શુ વિચારશે જો એને પણ ખબર પડશે કે તું પણ પેલા લોકોની જેમ ખૂન કરવા માંગે છે ...

મને લાગ્યું કે હવે પ્રિયંકા ને વધુ કહેવું નથી...એટલે જ હું મારા દોસ્તો જોડે આવ્યો છું એ વાત મેં છુપાવી હતી..

me : તો એક કામ કરી દે મારુ....સેજલ પાસેથી એવો સંદેશો દેવડાવી દે સનમ ને કે હું આવી ગયો છું તે પોતાને કાઈ નુકશાન ના કરી બેસે....હું બધુજ સરખું કરી દઈશ...

પ્રિયંકા : જો સવાર પડવા જ આવી છે...હમણે સેજલને હું કહી દઈશ...બસ..

me : આટલું કરીશ...તો યાર...હકીકતમાં તારો અહેસાન હું આજીવન નહિ ભૂલું...બાકી સોનગઢમાં મેં જેટલા પર ભરોસો કર્યો છે બધાએ મને છેતર્યો છે...

પ્રિયંકા : વિશ્વાસ કર..હું કહી દઇશ...સનમને...હું તને નહિ છેતરું બસ...

આટલી વાત કરીને હું બહાર બારી તરફ જવા લાગ્યો...અને બારી કૂદીને ચાદર ઓઢી લઈને ચાલવા લાગ્યો...મારા બારી બહાર ગયા પછી પ્રિયંકા એ તરત જ સાવચેતી દાખવીને બારી બંધ દઈ દીધી...

હજુ તો સવારના ચારની આસપાસ વાગી રહ્યું હતું...અંધારું તો હતું જ પણ હું છતાંપણ બહુ ચેતીને ચાલી રહ્યો હતો...મને લાગતું હતું કે કોક તો મને ફોલો કરી રહ્યું છે...પણ હું પાછળ ફરીને જોવા નહોતો માંગતો...મને થોડા થોડા પગલાં ના અવાજ ચોખ્ખા સંભળાઈ રહ્યા હતા...

મેં ચાદર ની અંદરજ રિવોલ્વર હાથમાં રાખી લીધી હતી...કે કઈ પણ થાય આજે તો આ લોકો ની લાશ બનાવી જ દેવી છે...કારણ કે અંદરથી ગુસ્સો એટલો હતો કે જેટલા પણ ધનજીના લોકો આવે બધાને મારી નાખું...અને ધનજી અને સુર્યાને તો ચીરી જ નાખું...સનમને જેટલી હેરાન કરી છે...એની સજા તો મોત જ છે આ લોકો માટે...

હું સંભાળીને ચાલતો ચાલતો અમારી લોકેશન પાસે આવી ચુક્યો હતો...મારા દોસ્તો ત્યાં સર્કલ બનાવીને બેઠા બેઠા કંઈક યોજના બનાવી રહ્યા હશે...ત્યાં જ મેં સીટી મારી અને એ લોકો એ તરત મારા સામે જોયું અને કંઈક બોલે એની પેલા જ મેં ઈશારો કર્યો આંખોથી કે મારી આજુબાજુ ઘણા છે...તરત જ એ લોકો એ રિવોલ્વર કાઢી....એ લોકો તો સંતાઈ રહ્યા હતા કારણ કે લોકેશન પર પથરા ઘણા બધા હતા..અમુક ખીણ ખાડા જેવું હતું...જેમાં લગભગ બે જ માણસો હશે...એ લોકો જેવા મારી નજીક આવ્યા...તરત જ મેં એક હાથમાં ચાકુ અને બીજા હાથમાં રિવોલ્વર કાઢી અને મારી ચાદર નીચે પડી ગઈ...અને હું પાછળ ની બાજુ ફર્યો...એ લોકો તરફ નિશાન રાખીને...એ લોકો મારી સાવ નજીક જ આવી ગયા હતા...એ લોકો પાસે બહુ મોટી બંદૂક હતી...જે એમને ખભે લટકાવેલી હતી...અને એ મુરખાઓને એટલું પણ ભાન નહોતું કે કોઈનો પીછો કરે છે તો એમની આટલી લાંબી બંદૂક હાથમાં રાખીને ફરે...અને બીજા હતા મારા પોતાના મૂર્ખ દોસ્તો...જે આવી તો ગયા મારા સાથે પણ મને જોઈને ઉભા છે ત્યાંજ કે હું અહીંયા ચાકુ અને રિવોલ્વરથી આ બે ગુંડાઓને રોકીને ઉભો છુ...

me : બુદ્ધિજીવીઓ દૂર ઉભા જોઈ શુ રહ્યા છો....એક્શન મુવી નથી કાઈ કે આ બે ને હું ટપકાવી દવ...જલ્દી આવો અહીંયા...

અને તે લોકો પછી આવ્યા અને પેલાઓના ખભા પરથી બંદૂક કાઢવા લાગ્યા..અને એકના ખભા પરથી તો હર્ષ એ બંદૂક કાઢી લીધી પણ જેવી ધ્રુવ બાજુવાળા ની બંદૂક કાઢવા ગયો તો પેલા એ જોરથી ધક્કો માર્યો...અને બંદૂક ધ્રુવના પેટ પર મારીને ભાગ્યો...
અને તેવામાં પેલો બીજો નૈતિક ની પકડમાંથી પેલાને ધક્કો મારીને ભાગ્યો...બન્નેની બંદૂક નીચે પડી હતી મારા પાસે...એટલે મેં રિવોલ્વર અને ચાકુ બંને નીચે ફેંક્યા અને નીચે પડેલી ઓલ્ડ ફેશન બંદૂક ઉપાડી અને બન્ને ને પીઠમાં એક એક ગોળી એમના પાછળ ભાગીને મારી...કારણ કે અહીંયા જો એમને ભાગવા જ દેત તો તે લોકો પથરા અને ખાડાઓનો ઉપયોગ લઈને સંતાઈ જાત...મારી ગોળી મારવાથી તે બન્ને નીચે ઢળી ગયા...

હર્ષ,ધ્રુવ અને નૈતિક તો મારા સામે જ જોઈ રહ્યા હતા અને ત્યાંજ મેં પાછા એ બન્ને પડે જઈને એમની ખોપડી માં બંદૂક નો પાછળનો ભાગ માર્યો..અને એ લોકો લગભગ મરી જવા જેવા થઈ ગયા....અને મેં પાછું એમના પેટ પર પણ બંદૂક નો એ જ પાછળનો ભાગ ફરીથી માર્યો...અને એ લોકો હવે મારા પગે પડવા લાગ્યા અને મારા પગ પકડીને કરગરવા લાગ્યા...હું હજુ મારવા જતો હતો ત્યાં હર્ષ અને ધ્રુવે મને પકડી લીધો...

હર્ષ : શુ સાવ મારી નાખીશ કે શું તું આને??તારે આને આવી રીતે બેરહેમ બનીને મારવાની શુ જરૂરત છે....

હું કશુંય બોલ્યો નહિ...બસ ગુસ્સાથી એ બન્ને ગુંડાઓને જોતો રહ્યો...

ધ્રુવ : હવે આ લોકોનું શુ કરીએ....આ તો હવે બહુ ગંભીર કેસ થઈ ગયો....ગોળી તો એને ભલે પાછળના ભાગે મારી પણ લોહી બહુ નીકળે છે....

એક તો બેભાન થઈ ગયો હતો અને બીજો હવે તૈયારી માં જ હતો બેભાન થવાની....કે મરવાની...ખબર નહિ....

નૈતિક : કાર્તિક હવે આ બે નું શુ કરીએ??આ લોકો કાઈ જવાબ આપે એ હાલતમાં તો નથી જ કે હું પૂછું કે કોને તને મોકલ્યો??શુ કામ??કારણ કે આપણે આવ્યા એ વાત કોઈને ખબર જ નહોતું....હવે શું કરીશું...

me : આ બે ને દાટી દો...

ધ્રુવ : પણ હજુ તો એમના શ્વાસ ચાલે છે...

me : જમીન માં ખાડો ખોદીને દાટી દે...એટલે એ પણ બંધ થઈ જશે...એમ પણ જીવીને કોઈનું ભલું નહિ કરે....દવા નહિ કરાવે તો પણ મરવાના છે બંને....એના કરતાં બેટર છે કે જાતે જ મારીને જલ્દીથી દાટી દો...હજુ તો ઘણા ખાડા ખોદવા પડશે...તૈયારી રાખજો...

એમ બોલીને હું જરાક દૂર જઈને એક પથરા પર બેસી ગયો અને આંખો બંધ કરી દીધી....એક ટીપું આંસુનું ટપક્યું મારી આંખો માંથી....

હર્ષ : નૈતિક તું અને ધ્રુવ આ લોકોને ક્યાંક નજીકના ગામ માં લઇ જા સારવાર કરાવવા....આજુબાજુ માં કોઈ ગામ હોય તો એની નજીક સુવડાવી દેજે ક્યાંક...જોજે પાછો તું કોઈને દેખાઈ જતો નહિ..સમજાઈ તો ગયુને..

નૈતિક : સમજાઈ ગયું...નજીકના ગામ માં બારોબાર મૂકીને આવતો રહીશ..પણ તું જરાક કાર્તિકને જો...ક્યાંક એને દિમાગ તો નથી ચસકી ગયુને...બની શકે કે એના દિમાગ પર અસર થવાની ચાલુ થઈ ગઈ હોય....ડોકટરે કીધું જ હતુને.
એમ કહીને તે ચાવી લઈને નીકળી ગયો ધ્રુવ સાથે..એ ત્રણેય એ ભેગા મળીને પેલા બે ને ગાડીમાં નાખ્યા અને નૈતિક ધ્રુવ સાથે નીકળી ગયો...

પછી હર્ષ મારી બાજુમાં આવ્યો..
હર્ષ : શુ થાય છે તને...કોકને મારીને તું શું સાબિત કરવા માંગે છે??પાછો પોતે જ રડે છે...

me : હું નથી રડતો...

હર્ષ : ચોખ્ખું દેખાય છે કે તું રડે છે...નહિતર તો લગભગ તારી આંખોમાંથી પાણી નીકળતું લાગે છે...જે પણ હોય કાર્તિક કોઈને પણ આવી રીતે બેરહમીથી ના મરાય....લગભગ મરી ગયા જેવા જ થઈ ગયા છે તે બંને..

me : દિલને પ્રેમ થી તરબોળ કરવાનો પ્રયત્ન કર્યો છે જેટલી પણ વાર એટલી વખત કોઈએ એમ ઝેર રેડયું જ છે...મને કાઈ શોખ નથી થતો....હું અને સનમ બંને મસ્ત જિંદગી જીવતા હતા....ભલે લગ્ન નહોતા થયા..છતાંપણ એક વાઈફ કરતા પણ તે મારુ વધારે ધ્યાન રાખતી હતી...અને તને ખબર છે એના જોડે આ લોકોએ શુ કર્યું..

પછી મેં એને મારા અને પ્રિયંકા વચ્ચે બનેલી બધી વાત કરી...તે જરાક દુઃખી થયો..

હર્ષ : તો હવે શું કરીશું??તો તો યાર આપણે ને કશો ફાયદો ના થયો પ્રિયંકાના ઘરે જવાનો

me : પ્રિયંકા પેલે સેજલ પાસેથી મારા નામનો સંદેશો સનમને અપાવી દે..એટલે પેલે સનમ પોતાને કાઈ કરે નહિ...એ શાંતિ થઈ જશે...અરે યાર એના પાસે થી જ જાણવા મળ્યું કે સોનગઢમાં શુ ચાલતું હતું...સૂર્યો ક્યારે આવશે....હવે ખબર પડી ગઈ કે સૂર્યો તો છે જ નહીં અને સનમની હવેલી એ જવું હોય તો પણ પેલે બહાર ઉભેલા માણસો ને મારવા પડે અથવા તો બીજું કઈક કરવું પડે..પ્રિયંકાને મળવા એટલે ગયો કારણ કે તેના ઘરનો પાછળ તરફ નો રસ્તો એને મને પેલે જ દેખાડેલો...પણ સનમની હવેલી મોટી છે...આટલું સહેલું નહિ ત્યાં..સનમ નો રૂમ ઉપરના માળે છે...પાછું પાછળથી જવાનો રસ્તો જ નથી...બહુ મગજમારી છે..એના માટે પેલે મારે બહાર વાળાઓને મારવા પડે...અથવા કંઈક અખતરો કરવો પડે...

હર્ષ : જોઈએ હવે શું થાય છે....હવે અત્યારે તો આપણે રાત પડવાની જ રાહ જોવી પડશે...તો આજે રાત્રે જઈએ સનમને લેવા...

me : તું સમજતો કેમ નથી..તે કઈ ધનજીની હવેલી નથી...કમજોર બારી વાળી...ત્યાં ધનજીના ઘર કરતા વધારે ગુંડાઓ છે...એમાં પણ એક તો મારી રાહ જોઇને જ બેઠો હશે..

હર્ષ : તો તારે કરવું છે શું??તારે સનમ ને લેવા નથી જવું...પાછું તારે સનમ ને મળવું પણ છે...તારા દિમાગને આરામની જરૂરત છે..

me : મારી સનમ ની હાલત આટલી બગાડી નાખી જેને એ ધનજી અને એના દીકરા બન્ને ને હું મારી જ નાખીશ....ભલે ને તે કામ કરતા કરતા મને કાઈ પણ થઈ જાય..

અને હર્ષ ફક્ત મારી આંખો માં ઉભરાઈ રહેલા ગુસ્સા તરફ જોઈ રહ્યો..અને ત્યાં જ મારા મગજમાં દુઃખાવો ઉપડ્યો...અને સણકા આવવા લાગ્યા..મેં મારું મગજ પકડી લીધું...અને આંખે બે ઘડી અંધારા આવી ગયા..

*

ધનજી : શ્યામ પિયુના રૂમનો દરવાજો બહારથી લોક મારી દે....

ભૂમિબેન ત્યાં આવી ગયા..
ધનજી : તમારી છોકરી ઘરમાં રહીને પણ ઘરની નથી...

એમને ભૂમિબેન ને બધી વાત કહી કે કેવી રીતે પિયુ મને મદદ કરવા માંગતી હતી...અને રાત્રે હું જ આવ્યો હતો..

ભૂમિબેન : તો એને તમે ઘરની બહાર ના નીકળવા દેતા પણ એને રૂમમાં જ ના પૂરો...

ભૂમિબેન ના કહેવા પર ધનજીભાઈ એ પ્રિયંકાને ઘરમાં જ રહેવાનું કહી દીધું...

થોડી વાર પછી પ્રિયંકા બહાર આવી..

ધનજી : શુ જોઈ રહી છે ??એમજને કે મોટા પપ્પાને કેવી રીતે ખબર પડી ગઈ...

*

💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜

On insta : @cauz.iamkartik