કીટલીથી કેફે સુધી... - 19 Anand દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કીટલીથી કેફે સુધી... - 19

કીટલીથી કેફે સુધી
આનંદ
(19)

અડધો કલાક થી હુ એમ જ બેઠો છુ. ચા પીવાની મે ના કહી દીધી. દેવલો જમવા માટે મારી રાહ જોઇને બેઠો છે. મારા મનમા હજી એના જ વીચાર ચાલે છે. મારી અંદરનો માણસ મને પાછો બોલાવવા માંગે છે. એજ વાત કરીને કે “તુ આવો તો નહોતો...આ તુ નો હોઇ શકે...”

ઉંઘમાથી કોઇ ઉઠે એમ ઉઠયો. પલંગ પરથી નીચે ઉતર્યો.

“મંગાવી લે તારે ખાવુ હોય ઇ...” હુ ફરીથી ખુશ થઇ ગયો.

“એલા એટલીવારમા શુ થયુ વળી એટલીવાર મા પાછો ખુશ થઇ ગયો.” એણે વીચીત્ર રીતે પુછયુ.

“તુ રસ્તામા મંગાવી લેજે અતારે ચા પીવા હાલ...” અચાનક જ હુ પાછો જોશમા આવી ગયો. પહેલા હતો એવો જ “એન્ગ્રી યન્ગ મેન”. મારો મુડ જોયા પછી દેવલાએ ના ન પાડી. એ ચાવી લઇને હાલતો થયો. અમે થલતેજ પહોચ્યા.

સવારની બનાવેલી ચા એને ગરમ કરીને મને આપી. ચા પીધા ભેગા જ મારા રોમ-રોમમા નવી જાન આવી ગઇ. હુ પહેલાની જેમ આંખના જબકારા મારતો થઇ ગયો.
મારો સ્વભાવ જ આજકાલ વીચીત્ર બની ગયો છે. ફાઇનલી એ ઘડીએ મે મારા મન પર કાબુ મેળવી લીધો. મને એવી ખરાબ લત લાગેલી છે કે મારા મગજમાથી કોઇ વાતને કાઢવી હોય તો બીજી કોઇ વાત એની જગ્યા પર મુકવી પડે.

જમવાનો ઓર્ડર દેવલા એ કરી દીધો છે. અમે રુમે પાછા પહોચ્યા. દેવલો એનુ બાઇક પાર્કીંગમા મુકવા ગયો. એપાર્ટમેન્ટની “નવી કહેવાતી ખટારા જેવી લીફ્ટ” ની રાહ જોઉ છુ. પાંચ કે છ વાર સુધી બટન દબાવો તોય આવવી હોય તો આવે. લીફ્ટ માટે પાંચ કે છ વાર કનુભાઇ અને રાહુલભાઇ સાથે ઝઘડો કરી આવ્યો છુ.

હુ ભયંકર જોસમા હતો. હુ હેરીટેજ વોલ્કનો વીડીયો બનાવવાનો હતો. બનાવવામા બે દીવસ લાગે એમ હતા. એ વીડીયો મે ચાર કલાકમા બનાવી નાખ્યો. મારી અંદર અહંકારનો જુસ્સો હતો.

હુ પાછો ચા પીને આવ્યો ત્યા અંધારુ થવા આવ્યુ. દેવલા એ કબીરસીંઘ જોવાની પાછી જીદ પકડી. હુ ખુશ હતો એટલે મે હા પાડી દીધી. કાલ રાતના નવ વાગ્યાની ટીકીટ હતી.

અત્યારે સાડા સાત જ થયા છે. મને એક નવો વીચાર આવ્યો.

“દેવલા શિવમને પુછી તો નામ તો ખબર પડી જાય...” મે વાત કરી.

“શિવમ કોણ એલા...” કાનમાથી ઇયરફોન કાઢીને બેઠો થયો.
“આજ સવારનો આપણો ગાઇડ. શિવમ શર્મા એલા...આપણે વીડીયો શુટ કયરો ઇ...” મને દરીયામા ખોવાયેલી ચાવી મળી ગઇ હોય એમ હુ રાજી થવા લાગ્યો.

“એલા એય એને નો પુછાય નો સારુ લાગે...” મે સામે કહ્યુ.

“એને ક્યા ખબર શેના માટે કામ છે. આપણે કહેવાયને આર્કીટેકચરની સ્ટુડન્ટ છે એટલે કામ છે એનુ...” હુ વીચાર્યા વગર ગમે એમ વાતો કરુ છુ.

“તને કેમ ખબર આર્કીટેકચરમા છે ઇ...અને કઇશ શુ એને ઇ કે તો મને...રાજ્યા કાઇ કરવાનુ નથી થતુ રેવા દેજે તારી ચાના સમ...” ઉભો થઇને આટલુ બોલતો ગયો.

હુ મારા પલંગ પર આવીને સુઇ ગયો. મને એમ હતુ કે હેરીટેજ વોલ્કના રજીસ્ટરમાથી નામ તો જાણી શકાય. આ કરવુ કાઇ સહેલુ કામ નથી. અચાનક જ મે ઇન્સટાગ્રામ ઓપન કર્યુ.

ખબર નહી મારા મગજમા શુ આવ્યુ. મે હેરીટેજ વોલ્કનુ પેજ ઓપન કર્યુ. એનુ નામ મને જાણવા મળશે એ આશા મે પહેલા જ છોડી દીધી છે. મારાથી પેજના ફોલોવર્સ પર ટેપ થઇ ગયુ.

લીસ્ટમાનુ ત્રીજુ નામ એનુ હતુ. રાહ જોયા વગર મે પ્રોફાઇલ ઓપન કરી. પહેલી વાર મે એનુ નામ વાંચ્યુ. મારા હદયની આરપાર થઇ ગયુ. “Nirvani Gandhi” નામ સાંભળતા જ શાંતીનો અનુભવ થાય. બાયોમા નજર કરી તો મને મારી આંખ પર વીશ્વાસ ન આવ્યો.
એનુ પ્રોફાઇલ પીક્ચર પણ એના નામ જેટલુ જ સુંદર છે. જોતા જ મને ખબર પડી કે એ પણ આર્કીટેકચર સ્ટુડન્ટ છે. મારી ખુશીનો કોઇ પાર ન રહ્યો. નામ વાંચીને હુ પલંગ પરથી બેઠો થઇ ગયો.

મે દેવલાને રાળ નાખી. એ કાનમા ઇયરફોન નાખીને બેઠો છે. એને સાંભળ્યુ નહી એટલે મે જઇને ઇયરફોન ખેંચી લીધા. જઇને એની સામે મોબાઇલની સ્ક્રીન રાખી.

“આ જોઇલે મળી ગયુ નામ...” હુ ઉત્સુકતાથી બોલ્યો. હુ એવી રીતે ખુશ થતો હતો જાણે કોઇ લડાઇ જીતીને આવ્યો હોય.

“શુ મગજની દેસ...બતાય તો...” એની આંખો ચાર થઇ ગઇ. લેપટોપ સાઇડમા મુકીને બેઠો થયો. “ક્યાથી ગોતી આયવો ભાઇ...”

“ઇ તો વાત છે. કેમ ઇ તને નો ખબર પડે...” અત્યાર સુધી મારી બોલવાની ત્રેવડ નહોતી. અત્યારે હુ એની સામે મોટી-મોટી કરી રહ્યો છુ.

“શુ કયરુ ઇ તો કે એલા...” એણે સાચુ જાણવુ હતુ.

“ઇ પછી કઇશ...” ત્યા મે એના હાથમાથી મોબાઇલ પાછો ખેંચ્યો.

“એલા નામ તો વાંચવા દે...રીક્વેસ્ટ મોકલુને હુય...” મારી સામે જોઇને હસવાનુ ચાલુ કર્યુ. લોન્જ હોસ્ટેલમા મજાક કરતો એવી રીતના...
“ભાઇ રેવા દેજે બાકી મજા નય આવે...” મને સાચે એવી લાલચ જાગી કે એ રીક્વેસ્ટ ન મોકલવો જોઇએ.

“મજાક કરુ ખાલી નામ તો જોવા દે...” મે ફોન આપ્યો પણ મને હજી પણ વીશ્વાસ નહોતો. “Nirvani Gandhi… કેટલુ મસ્ત નામ છે. પ્રોફાઇલ પીક્ચર તો જો યાર કેવી જોરદાર લાગે યાર. હુ મોકલુ રીક્વેસ્ટ.”

“ના એલા...રેવા દેને...” મને થયુ કે મે એને બતાવીને ભુલ કરી નાખી. બે ઘડી માટે મને મારી જાત પર ગુસ્સો આવ્યો.

“આર્કીટેકચર વાળી છે કે...” રહી-રહીને એને પ્રશ્ન થયો.

“હા આર્કીટેકચરમા છે નવરચના યુનીવર્સીટીમા...” હુ ખાર મા બોલ્યો.

“આટલુ બધુ ક્યાંથી જાણી આયવો એલા...”

“ફેસબુક...”

“રીક્વેસ્ટ તો મોકલ હવે...” એને જ મને યાદ કરાવ્યુ. હરખમા ને હરખમા હુ એને રીકવેસ્ટ મોકલવાનુ જ ભુલી ગયો.

દેવલા એ મને કોઇને કહેવાની ના પાડી છે. એટલે કોઇને વાત કરવી એ મુર્ખાઇ જેવુ જ છે.

દરેક સેકન્ડે મારી ખુશી વધતી જાય છે. આગળ શુ થવાનુ છે એ મને નથી ખબર...

મને એવુ લાગે છે કે લાઇફનો પહેલો પડાવ હુ પસાર કરી ગયો. ખરેખર તો એ પહેલો છે કે નહી એ જ મને નથી ખબર પણ મારામા બદલાવ આવ્યો ખરો.

હુ મારી નજર સામે મારી જાતને બદલતા જોઇ શકુ છુ.

લાઇફમા ચા ની સામે કોણ આવશે એ નકકી કરવાનો ટાઇમ આવી ગયો છે.

રીક્વેસ્ટ મોકલીને હુ ચા પીવા નીકળી પડયો.

(ક્રમશ:)