કીટલીથી કેફે સુધી
આનંદ
(18)
હુ જીંદગીથી કંટાળ્યો છુ. પણ મારી તો એક જ “ગર્લફ્રેન્ડ” છે. મારી “ચા”... “હુ અને મારી ચા...મારી ચા અને હુ...”. આ ચા મા કાઇ તો ખાસીયત હતી.
“અમે બેય રણમા એકલા બેઠા હોય તોય કાઇ નો જોઇએ...”
“ચા એટલે પરમાત્મા...”
“ચાય તુસી ગ્રેટ હો...”
“ચા એ ચા બાકી બધા વગડાના વા...”
ચા પીધા પછી હુ શુ વીચારવા લાગ્યો મને ખબર નથી. પણ હુ એકદમથી ખુશ થઇ ગયો. આ બધા વીચારો એટલી ઝડપથી આવીને નીકળી ગયા કે “તાગ” કાઢી શકાય એમ નથી.
બહારથી આવો તો દરવાજાથી જમણે જ ઓફીસ આવે. અમે અંદર પહોચ્યા. અત્યારે તો ઘણા બધા માણસો દેખાય છે. કેટલાય બહાર ગામથી સીધા આવ્યા હોય એવુ લાગે છે. પાછળથી અમને ખબર પડી કે એ લાંબો માણસ પણ “ગાઇડ” છે. અમે પુછયુ ત્યારે ચાલીસ કે પચાસ નો આંકડો કહ્યો હતો. એટલા તો આવી ગયા હોય એવુ લાગે છે.
બે જણા તો એન.આર.આઇ પણ દેખાય છે. અમારા બે સીવાય બીજા કેટલાય આર્કીટેકચરના સ્ટુડન્ટસ પણ હોવા જોઇએ. કેટલાય પરીવાર સાથે આવ્યા છે. કેટલાય “કપલ” મા આવ્યા છે. આમાથી ઘણા “બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ” પણ છે. મે બધી બાજુ નજર ફેરવી. મને બધી જ જાતના માણસો દેખાય છે.
બધા પોત-પોતાની અનુકુળતા પ્રમાણે ગોઠવાયા છે. “કેપ્રી” અને ટોપીઓ પહેરીને આવેલા બે ત્રણ બાપા પણ દેખાય છે. અમુક ઓટલે ચઢીને ઉભા છે અને અમુક “સેલ્ફી” માથી ઉંચા નથી આવતા. કોઇ જગ્યાના ફોટોસ લેવામા વ્યસ્ત છે. મને કાઇ સમજાતુ નથી. એટલે મે પણ ફોન કાઢયો અને “વીડીયો” લેવામા પડયો.
હુ “થ્રી સીક્સટી ડીગ્રી” નો વીડીયો લેતો હતો. મે ઓફીસથી ચાલુ કર્યુ. ફરતા-ફરતા મંદીરના પગથીયા પાસે હુ અટકી ગયો.
એક કટાયેલુ જુનુ સ્કુટર પડયુ છે. એકદમ સરળ દેખાતી કોઇ છોકરી ત્યા રાહ જોઇને ઉભી છે. મને લાગ્યુ કે “હેરીટેજ વોલ્ક” મા આવી લાગે છે. ઓફીસની સામેની તરફ નજર કરીને ઉભેલી છે.
એના ચહેરા પર જે સરળતા મે જોઇ એ મે આજ દીવસ સુધી એકેય છોકરીમા નથી જોઇ. એના અડધા વાળ વારેવારે એના ચહેરા પર આવી જાય છે. એ હાથથી સરખા કર્યે રાખે છે. આછો બદામી રંગનો એનો કુર્તો અને જીન્સ કાઇક અલગ જ ઉઠાવ આપે છે. એની સરળ ડોકમા ઘેરા બદામી રંગની ઓઢણી છે. ગોળ મજાના ચશ્મા કાઇ અલગ જ સુંદરતા આપે છે. એની બાજુમા એક છોકરો ઉભો છે. એ એની સાથે કાઇ વાત કરે છે. વાત કરીને કોઇ વાર એકદમ જ હસી પડે છે. એનુ હાસ્ય જોઇને કોઇ પણ માણસ મોહી જાય.
હુ મારુ ધ્યાન ફેરવવા માંગુ છુ પણ “I can’t stop to see her bro…” આજ હકીકત હતી. આટલીવારમા મને શુ થઇ ગયુ એ મને ખબર નથી. આ લાગણી કાઇ અલગ જ હતી. કાયમ કરતા ક્યાય અલગ. “Can I fall in love at first sight…” મારી જાતને પુછવાની મારામા હીમ્મત નથી.
આવુ હોઇ જ ના શકે કહીને મે મારી જાતને મનાવી લીધી. પણ એવુ થવાનુ નહોતુ. બાકી હતા એ અને બહાર ગયા તા એ બધા પાછા આવી ગયા છે. ગાઇડે બધાને નજીક બોલાવ્યા. બે-ત્રણ જણા પારી પર ચઢીને ફોટો પાડે છે. એને નીચે ઉતરવા વીનંતી કરી.
મને “હેરીટેજ” જાણવામા કોઇ રસ નથી. હુ તો દેવલાના કહેવાથી આવ્યો. મારે તો ખાલી વીડીયો જ બનાવવો છે આ જગ્યાનો. હુ પાછળ ઉભો રહ્યો. દેવલો કાન દઇને સાંભળે છે. ગાઇડ એની રીતે બધાને નકશામા જોઇને કયા જવાનુ છે એ બધાને સમજાવે છે. મને એની વાતમા રસ નથી પડતો. બે-ત્રણ વાર સાંભળવા પ્રયત્ન કર્યો.
એ છોકરી પણ ચાલીને આગળ આવી. હુ એને જોઇ શકુ અને કોઇને ખબર ન પડે એ રીતે ગોઠવાયો. એ એટલુ ધ્યાન દઇને સાંભળી રહી છે.
મને મારી જાત પર ખોટુ કરવાની લાગણી આવી રહી છે. હુ મારી જાતને રોકવામા અસમર્થ રહ્યો.
મને જાણવા મળ્યુ કે રોજ દર રવીવાર કરતા આ વખતે માણસો વધારે છે.
“આ વખતે તો લોટ માણા સે...” સફેદ કપડાવાળા બે ભાભા વાત કરતા હતા.
એક માણસથી બધાને ગાઇડ કરવા થોડુ અઘરુ છે. એક અમારી વાળી ટીમ જેમા ચાલીસેક જેવા માણસો છે. બીજી થોડીવાર પછી નીકળવાની છે.
નસીબના તારલા ચમકી ઉઠયા. એ છોકરી પણ અમારી વાળી ટીમમા છે. હુ બસ કુદરતની સુંદરતાને નીહાળતો હોય એમ એને જોતો રહ્યો. દેવલાને આ વાતના ખબર નથી. એક વાર માટે તો થયુ કે દેવલાને વાત કરુ. મારી મજાક કરશે એ બીકે અટક્યો.
“ગાડરીયા પ્રવાહ” ની જેમ ગાઇડ જયા બતાવે ત્યા બધા જોવે છે. અને પોતે જોવે કે ન જોવે કેમેરાને પહેલા બતાવે છે. આમ કે તેમ હુ એ બધાની સરખામણીમા કયારેય નહોતો.
હુ મારા બધા દુઃખ અને દર્દ ભુલી ચુક્યો છુ. સંસારના બધા બંધનો મારા પરથી નીકળી ગયા છે. ભગવાન પાસે હુ ખાલી એટલી જ માંગ કરુ છુ કે આ “હેરીટેજ વોલ્ક” કયારેય પુરી જ ન થાય.
લોકોના ટોળામા ક્યારેક એ ખોવાઇ જાય છે. હુ એની પાછળ નથી પડયો બસ એને નીહાળવાની એકેય સેકન્ડ વ્યર્થ કરવા નથી માંગતો. એની સાથે આવેલા છોકરા સાથે હસી-મજાક કરતા આગળ ચાલતી જાય છે.
એને જોતા એવુ જ લાગે કોઇ વીદેશથી “ટુરીસ્ટ” આવ્યા હોય. બેગ થી માંડીને કપડા બધુ જ વસ્તુ એને શોભે છે. મને એ જ સેકન્ડે મારો વીચાર આવ્યો. હુ સાવ મેળ વગરના કલર...મન પડે એવા કપડા પહેરીને ફરુ છુ. “કયાં હુ અને કયા એ...” મને મારી જાત પર સવાલ થવા લાગ્યો કે હુ અહી શુ કરવા છુ.
એણે પણ મારી જેમ હીસ્ટરી નહી ગમતી હોય. મને એને જોઇને લાગ્યુ. ગાઇડ શુ બોલે છે એના પર એનુ ધ્યાન નથી. એની આંખોને તો કાંઇ બીજી શોધ હોય એવુ લાગે છે.
હેરીટેજ વોલ્ક પુરી થઇ ગઇ. હુ વીચારોમા ખોવાયેલો રહ્યો. એ કયારે નીકળી ગઇ એજ ખબર ન પડી. છેલ્લે જૈન મંદીર સુધી હુ એને જોઇ શક્યો.
ચંદ્રવીલાસ હોટેલમા નાસ્તો કરવા રોકાયા ત્યારે મે દેવલાને એના વીશે વાત કરી. આ મારી જીંદગીની પહેલી ક્ષણ છે જ્યા હુ બોલ્યો.
“ભાઇ ઓલી છોકરી બઉ મસ્ત હતી ને...” મારા ચહેરાના ભાવ કાઇ વીચીત્ર જ હતા.
“કઇ ભાઇ...શુ વાત કરે...તુ અને છોકરી...” મને ખબર જ હતી આ જ જવાબ આવશે.
“કાઇ નહી મુકને...” હુ ઉદાસ થઇ ગયો. મને એને મજાક કરી એની ઉદાસી નહોતી; પણ હુ એની સાથે વાત ન કરી શક્યો એ વાત સંઘરવી અઘરી હતી. મારામા હીમ્મત જ નથી વાત કરવાની...કરુ તોય કયા મોઢે કરેત...આવુ બોલીને મારી જાતને શાંત કરતો રહ્યો.
“મારી જીંદગીમા આટલો આઘાત મે આજ દીવસ સુધી નથી જોયો. જોયો હોય તોય મને આઘાત શુ એ ખબર નહી પડતી હોય...” મારી જીંદગીનુ એક ચેપ્ટર પુરુ થઇ ગયુ. હુ સામે હાલીને હારી ગયો. મારી લીમીટ મને અટકાવી ગઇ. મને કોઇકે પછાડી પાડયો.
નાસ્તો કરતા પહેલા મે અને દેવલા એ ત્યાના ગાઇડનો “ઇન્ટરવ્યુ વીડીયોશુટ” કર્યો હતો. બજારમા થોડા રખડીને અમે પાછા રુમે આવી ગયા.
“યાર દેવલા ખોટુ થઇ ગયુ. બઉ મોટી ભુલ થઇ ગઇ.” હુ માથે હાથ રાખીને બેસી ગયો.
“એલા એટલુ બધી ગમી ગઇ...” આ વખતે એણે ગંભીરતાથી પુછયુ.
“મને નથી ખબર...” મારાથી આટલુ જ બોલાયુ.
“હાલ કરી કાઇક...વીડીયો તો બનાવીને મુક એટલે હમણા ગોતી લઇ એને...” એને કદાચ મને દીલાસો આપવા જ કહ્યુ હશે.
“નો બને મારાથી હવે...” હુ બોલ્યો.
“તો તયે જ કેવાયને તો કાઇ કરેત...તુ અટાણે છેક કેસ...” એનો મોટેથી બોલ્યો.
“મને માથુ દુઃખે અત્યારે એલા તુ મને બોલાવમા...” હુ એમનમ બોલ્યે જાઉ છુ. અચાનક જ મને આટલુ “ડીપ્રેશન” આવ્યુ કેમ એ મને નથી ખબર.
“જમવાનુ શુ કરવાનુ ઇ તો કે પેલા...” મને પુછ્યુ.
“મારે નથી જમવુ...” મે ગુસ્સે થઇને કહ્યુ.
“હાલ ચા પીતા આવી...” એને હતુ કે ચા થી બધુ સરખુ થઇ જશે.
“નથી પીવી...” મારાથી પહેલીવાર આ શબ્દો બોલાયા.
ચા ને ના કહેતા હુ ક્યારેય શીખ્યો જ નથી.
જીવનમા મે પહેલી વાર કોઇ અજાણતી વ્યકીતની કીંમત ચા કરતા વધારે કરી છે.
(ક્રમશ:)