Truth Behind Love - 57 - last part books and stories free download online pdf in Gujarati

ટ્રુથ બિહાઇન્ડ લવ - 57 - અંતિમ પ્રકરણ

પ્રકરણ-57
સિધ્ધાર્થે આગળ પૂછ્યું "અનારનો મેસેજ શું હતો ? એવું શું હતું કે તું આગળ બધી... ?
એજ સમયે શ્રૃતિ અને અનારે એકબીજા સામે જોયુ એજ જોયુ પછી સ્તુતિની આંખમાંથી આંસુ નીકળી આવ્યાં એ ફરીથી ધુસ્કે ધુસ્કે રડી પડી. એણે રડતાં રડતાં કહ્યું "એ મેસેજ અનારે શ્રૃતિને મોકલેલો.
સિધ્ધાર્થ કહે શું મોકલેલો ? એવું શું હતું એ મેસેજમાં ? સ્તુતિએ કહ્યું "શ્રૃતિને મેસેજ મોકલ્યો પણ શ્રૃતિનો ફોન મારી પાસે છે એ એને ખબર નહોતી...
સિધ્ધાર્થે કહે પણ મેસેજ શું હતો ? એ કહેને પહેલાં... સ્તુતિએ કહ્યું " અનારે શ્રૃતિને મેસેજ કરેલો... શ્રૃતિ ડન... બધું જ બરાબર થઇ ગયું છે... સ્તુતિને મેં જે રીતે તારાં માટે કહેલું.... એની અસર દી પર થઇ છે અને મેં તારાં કહેવા પ્રમાણેજ ત્યાં પ્લાન કર્યો છે... બુકીંગ થઇ ગયાં પછી મુંજાલ બાજી સંભાળી લેશે....
સ્તુતિ કહે હું આનો અર્થ પહેલાં તો સમજી નહોતી પરંતુ અનારે મને અહીં આવવા મારે પ્રેરી... હું મારી બહેનની જગ્યાએ એટલે આવી કે એ કશામાં ફસાય નહી અને હું જાતે જોઇ લઊં કે આ કંપનીમાં શું ચાલે છે ? એને બચાવવામાં હું જ એલોકોની જાળમાં ફસાઇ ગઇ. મને એટલી તો સમજ પડી જ ગઇ કે મારી પાછળ આખો પ્લાન જ હતો.
સિધ્ધાર્થ અનાર સામે કરડી આંખે જોયું અને ત્યાંથી અનાર પાસે આવ્યો. સિધ્ધાર્થ અનાર પાસે આવ્યો અને અનારે જીભ ખૂલ્લી મૂકી દીધી. એણે કહ્યું "હું તો માત્ર મેસેન્જર છું મને તો આ શ્રૃતિએ જ આવો પ્લાન કરવા કીધું હતું કારણ મને ખબર નથી.....
આટલું સાંભળીને સ્તુતિ ખડખડાટ હસવા માંડી એ રડતી આંખે ખૂબ હસી રહી હતી. સ્તવન અને બાકીનો કુટુંબીજનોને કંઇ ખબર જ નહોતી પડતી કે આ બધું શું થઇ રહ્યું છે ? બધાની નજર પડે પહેલાં અનસુયા બ્હેન ઉભા થયાં અને શ્રૃતિ પાસે આવીને શ્રૃતિને ચાર-પાંચ લાફા મારીને પૂછ્યું શું છે આ બધું ? એ ખૂબ ક્રોધમાં રડતા રડતાં પૂછી રહ્યાં હતાં. બોલ નાલાયક આ બધુ શું છે ? તારા પર જાન આપી દે એવી બહેનને આવાં જોખમમાં નાંખી ? એવું તો શું હતું કે તારે આવું કરવું પડ્યું બોલ ? આખા કુટુંબનું નાક બોલ્યું બોલને કેમ જીભ સિવાઇ ગઇ છે ? બોલ અને ફરીથી માર્યું.
સ્તવન અને સ્તુતિ વિસ્ફારીત આંખે શ્રૃતીને જોઇ રહેલાં. પ્રણવભાઇ રડતી આંખે બધું સહી રહેલાં.
શ્રૃતિએ રડતાંરડતાં કહ્યું "મારી ખૂબ મોટી ભૂલ થઇ ગઇ છે માં-પાપા... દી... મને માફ કરો. મારી બુધ્ધી ભ્રષ્ટ થઇ ગયેલી.... માફી માંગુ છું.
અનસુયા બ્હેન કહે ? માફીને લાયક જ નથી તું પહેલાં કારણ બતાવ. બીજી કોઇ વાત સાંભળવી જ નથી.
શ્રૃતિએ કહ્યું "માં મારાથી ખૂબ મોટું પાપ થઇ ગયું છે મને માફ કરો. હું જીજુને મનોમન પ્રેમ કરવા માંડી હતી જીજુનાં ઘરે જમવા ગયાં ત્યારે મેં યુક્તિથી દી... ને નીચે મોકલી હતી અને હું જીજુ પાસે પહોચી જીજુ મને સ્તુતિ જ સમજી બેઠેલાં અને સમયે... જીજુએ... મને માફ કરો.. એ સમયનાં એમનાં પ્રેમથી હું એમની પાછળ પાગલ બની હતી. મનોમન પ્રેમ કરવા માંડી હતી. હું હોલીડે એક્ષપર્ટ તરીકે કામ કરવા ગઇ મારે એમને પામવાં હતાં.
શ્રૃતિ બોલતી જતી હતી અને સ્તુતિ સ્તવનથી સામે જોઇ રહી હતી એની આંખો પણ રડી રહી હતી.
સિધ્ધાર્થ કહ્યું પરંતુ એવો શું ખેલ રચાવ્યો કે સ્તુતિ આવી સ્થિતિમાં આવી અને સાથે એવી કઇ ડીલ થઇ કે સ્તુતિ ફસાઇ ગઇ. એનો જવાબ આપ.
શ્રૃતિ કહે... દી અને જીજુને હું એમનો પ્રેમ જોઇ રહી હતી જીજુનાં ઘરે ગયાં અને બંન્ને બ્હેનો એક સરખો ડ્રેસ અને શણગાર પ્હેરીને ગયાં હતાં અમે પોતાની જાત સિવાય અમને કોઇ ઓળખી જ ના શકે એટલાં અદૃલ લાગતાં હતાં અને એ દિવસે જીજુએ મને સ્તુતિ સમજી મને પ્રેમ કરેલો ત્યારથી હું જીજુ પાછળ જ હતી એ લોકો કોકણ પટ્ટી વેલી રીસોટમાં ગયાં હતાં અને મને એ અનાર દ્વારા જાણવા મળેલું મને ખૂબ ઇર્ષ્યા અને ગુસ્સો આવેલો અનાર સાથે વાત થઇ ત્યારે મારાં હાવભાવ જોઇને એને ખબર પડી ગઇ કે હું નારાજ છું. એણે વાત કઢાવવા હાથે કરીને વધારે વર્ણન કર્યુ કે ત્યાં જીજુ દી.. રૂમ રાખીને રહેલાં વિગરે... મેં હોઠ દાબીને જે હાવભાવ.. કુદરતી આવી ગયેલાં અને અનારે મારી દુઃખતી નસ દાબી.
એણે મને કહ્યું "એય ક્યાંક તું તારા જીજુનાં પ્રેમમાં તો નથી પડીને ? મારી ખાસ ફ્રેન્ડ હતી હું એનાં બધાંજ રહસ્ય જાણતી હતી મેં પણ મારાં મનની વાત જણાવી દીધી.
અનારને હું મારી ટ્રેઇનીંગ દરમ્યાન અવારનવાર મળતાં ... અનાર એનાં નવાં પ્રેમ વિષે વાતો કરતી અને મારાં મનમાં પાપ આવ્યું હું એટલી સ્વાર્થી થઇ ગઇ હતી કે... મેં અનારની મદદ માંગી મેં ક્યું હું જીજુને ખૂબ ચાહુ છું.એવું શું કરુ કે દીદી હટી જાય અને હું એમને મળી જઊં એ મને મળી જાય.. મને ભાનજ નહોતું હું બસ પાગલ થયેલી.
અનારે પ્લાન કર્યો.. એ દી અને જીજુનો સ્વભાવ બધુ જાણતી હતી. એણે કહ્યુ તારી દીદી માટે પ્લાન બનાવું થોડો રીસ્કી અને ખતરનાક છે બોલ કહેતો બનાવું.
હું સ્વાર્થ અને પ્રેમમાં આંધળી બની હતી... મેં હા પાડી અને પ્લાન રચ્યો.. દીને અનાર મળે અને હું જ્યાં કામ કરુ છું ત્યાં માણસો સારાં નથી.. ક્યાંક શ્રૃતિ ફસાઇ ના જાય એવું ઘણું દીને ઓફીસે આવીને કહ્યું.
દી.. એનાં લાગણીનાં સ્વભાવ પ્રમાણે પ્લાનમાં ફસાઇ ગઇ એણે જવાનુ નક્કી કર્યું પણ પ્લાન પ્રમાણે સલાહ અનારે જ આપી કે મારો ફોન લઇ જાય એનો મૂકી જાય મારો ડ્રેસ પહેરીને જાય એટલે હું જ ગઇ હોઊં એવું થાય એવું જ થયું... દી..ફસાઇ જાય એની ઇજ્જત લૂંટાઇ જાય પછી એના આધાતમાં એ જીવતી જ ના રહે એ પાકી ખબર આમ ટાઢે પાણીએ ખસ જાય. શ્રૃતિનાં રોલ માં સ્તુતિ મરે... અને સ્તુતિનાં રોલમાં શ્રૃતિને સ્તવન મળે. શ્રૃતિ કહે બાકીનું અનારને ખબર છે એણે શું ગોઠવેલું.
સિધ્ધાર્થ અનારને કહ્યું "આણે તો આનું આખું પુરાણ કહી દીધું સગી લાગણીશીલ બહેનને દગો દીધો પણ આમાં તારો શું સ્વાર્થ હતો ? કે તેં શ્રૃતિને મદદ કરી ?
આ વાર્તાલાપમાં પ્રણવભાઇથી ઉભા નહોતું થવાતું તોય ધીમે ધીમે ઉભા થઇ શ્રૃતિ પાસે જઇને જોરથી તમાચો ચોંડી દીધો. સાલી... તું દીકરી કહેવડાવાને લાયક નથી તું ક્યારેય તારું મોઢું ના બતાવીશ... અમારે એકજ દીકરી છે હવે ક્યારેય તારું મોઢું નથી જોવું અનારે.. ઇસ્પેક્ટર એને સખત સજા મળે એવું કરજો.
શ્રૃતિ ધુસ્કે ધુસ્કાં રડી રહી હતી કોઇને એનાં માટે દયા કે સંવેદનાં નહોતી રહી.
સ્તુતિએ રડતાં રડતાં સ્તવનને કહ્યું "શ્રૃતિએ જે કહ્યું એ દિવસે તેં થાપ ખાધી અને પાપ થયું અજાણતાં એનો સંકેત મને સેવામાં મળીજ ગયેલો દીવો વિના પવને જ હોલવાયો હતો એજ દિવસથી મને અમંગળ ભણકારા થયાં હતાં... સ્તવને કહ્યું "સ્તુતિ મને કંઇ ખબર જ નહોતી તમે બંન્ને સરખા ડ્રેસ પહેરેલાં મને... મારી ભૂલ થઇ ગઇ મને માફ કર.. સ્તુતિ સ્તવનનાં ખભે માથું ઢાળી સાંભળી રહી. સ્તુતિ કહે આ બધાં એમનાં ષડયંત્રમાં પેલાં રાક્ષસે મને અભડાવી છે ભલે ઇજ્જત નથી લૂંટવા દીધી હું પણ પછી મારી જાતને તારે લાયક જ નહોતી સમજતી એ લોકોનાં હુમલાં પછી અભડાયા પછી મારે તો સાચે જ મરવું હતું એટલે ક્યાંથી કૂદૂ છું એ પણ વિચાર્યા વિના કૂદ પડી હતી પણ હું અભાગણી આવી સાક્ષી માટેજ જીવતી રહી.
સ્તવને કહ્યું "મારી ભૂલમાં કે તારી લાગણીમાં ક્યાંય પાપ નહોતું એટલે તને બચાવી છે બસ ભૂલીજા બધું.
સિધ્ધાર્થે ધીરજ ગુમાવી એણે કહ્યું "અનાર હવે તારો ખૂલાસો કર આટલી વાતમાંય તમારા માટે જેલ નક્કી જ છે. અને અનારે ગભરામણમાં ખૂબ ડર સાથે બોલવું ચાલુ કર્યું.
શ્રૃતિની જેમ મને પણ દી.. માટે ખૂબજ ચીઢ અને ઇર્ષ્યા હતી અમે સરખાં ભેગાં થયાં અને મેં શ્રૃતિએ પાપમાં મને જ મદદ કરી મારો ઇરાદો પણ મેલો હતો. હું ક્યાંક ફસાયેલી હતી ત્યારે મેં બન્ને બહેનોને બધી વાત કરી હતી. તો આ સ્તુતિ બસ સલાહો આપતી.. કેમ છૂટછાટ લીધી ? એ લોકો વેલી રીસોર્ટમાં આવ્યા હું ત્યાંજ હતી મેં એમને જોયેલાં એણે મને જોયેલી મને ખબર છે પણ મેં સ્તુતિને જોઇ છે એ ખબર પડવા નહોતી દીધી. બધી ફ્રેન્ડ્રસમાં આ સ્તુતિ બધાથી સુખી હતી એને જોઇએ એવો પ્રેમી મળેલો અને જલ્સા કરતી હતી અમને ખૂબ ઇર્ષ્યા અને ચીઢ હતી એમાં જ આવી જોખમી ભૂલ થઇ ગઇ.
મેં મારા નવા બોયફેન્ડ મુંજાલનાં આ માણસો વિક્રમ અને જાબાનને સાંધેલાં અને મુંજાલની અજાણતાં માં શ્રૃતિની ઇજ્જત લેવાં ઉશ્કેરેલાં અને પૈસા પણ આપેલાં એ લોકોને બગાસુ ખાતાં પસાતું મળેલું આટલી સુદર છોકરીને હવસ સંતોષવા મળશે એમ કહીને તૈયાર થઇ ગઇ ગયેલાં. એ લોકેએ ખૂબ શાતીર રીતે પ્લાન પાર પાડેલો.. પરંતુ સ્તુતિએ એ લોકેને મારીને કૂદકો મારી દીધો.
સિધ્ધાર્થે પૂછ્યું તને કેવી રીતે ખબર બધી કે એ લોકોએ શું કર્યું ? અનારે કર્યું ? અનારે કહ્યું મારે વિક્રમ સાથે એ પછી બધી વાત થયેલી એ ખૂબ ડરેલો હતો કારણ કે સ્તુતિએ એનાં ચહેરો પર ખૂબ નહોર ભરેલાં એટલે સંતાતો ફરતો હતો પણ સ્તુતિને ભાન આવ્યું બધો ભાંડો ફૂટી ગયો.
સિધ્ધાર્થે કહ્યું "સારું થયું સ્તુતિનાં કહેવાથી અને તું ભૂલી ગઇ કે તમેજ રચેલો પ્લાન કે ફોનની અદલાબદલી કરવી અને તે શ્રૃતિનાં ફોન પર ભૂલમાં સ્તુતિએ મેસેજ કર્યો. તમે કબૂલાત કરી છે નહીંતર અમે તો બધીજ બાતમી ઓકાવત અને મને વ્હેમ તો પડી જ ગયેલો કે આ કેસમાં કોઇ ઘરનુંજ છે. એ સાચુજ પડ્યું ચાલો હવે હવાલાતની હવા ખાવા એમ કહીને સિધ્ધાર્થે સ્તુતિ અને સ્તવનનો આભાર માન્યો અને સ્તુતિને કહ્યું "ગુડ લક જલ્દીથી સાજા થાવ અને મારી ખૂબ ખૂબ બંન્નેને શુભેચ્છા પ્રેમ સાચો હોય તો ક્યારેય કોઇ તમારું બગાડી જ ના શકે આજે આ આખી વાતમાં એક જ શબ્દ સ્ફુરે છે અને શક્ય બહાર આવ્યું છે એટલે કહીશ કે યુથ બિહાઇન્ડ લવ. ટેઇક કેર અને એ જવા માટે નીકળ્યો અને શ્રૃતિ..
શ્રૃતિ દોડતી આવી સ્તુતિનાં પગે પડીને કહ્યું "દી.. મારી મોટી જ ભૂલ થઇ ગઇ છે. હું માફીને લાયક જ નથી હું એની સજા ભોગવીશ અને કોઇની પાસે ગયાં વિના સાચું જોયાં વિના સીધી બહાર નીકળી ગઇ પાછળ અનાર નીકળી.
વિનોદાબ્હેન ક્યારથી સાંભળી રહેલાં એમણે કહ્યું ક્યું મોઢુ બતાવે ? મારી દીકરી જેવી વહુને કેટલી હેરાન કરી. અનસુયાબ્હેન અને પ્રણવભાઇ સાથેજ બોલી ઉઠ્યાં અમે તો એનાં નામનું નાહી નાંખ્યુ અને સ્તુતિને સાચવાનું કહી ચારે જણાં ઘરે જવા નીકળ્યાં.
સ્તુતિએ સ્તવન સામે જોયું અને કહ્યું "સ્તવન સોરી મારાંથી પણ મોટી ભૂલ થઇ ગઇ.. મારાં હોઠ. અભડાવ્યા એની મને સજા પણ મળી ગઇ.
સ્તવને કહ્યું "આમાં તારો વાંકજ નથી મારી સ્તુતિ તું મારાં માટે જે હતી એજ છે. મારી પણ અજાણતાં ભૂલ થયેલી શ્રૃતિનાં હોઠને સ્પર્શ કરતાં મને કેમ ખબર ના પડી કે આ મારી સ્તુતિનાં હોઠ નથી એનાં શ્વાસ ઉચ્છવાસ નથી હું કેમ ભાન ભૂલ્યો ? હું પણ માફી માંગુ છું.
સ્તુતિએ સ્તવનનો ચહેરો પકડીને એનાં હોઠ પર હોઠ મૂકી દીધાં.. બોલી "મારાં સ્તવું આ હોઠ તો તા.. હોઠને તરસી ગયેલાં અને દીર્ધ ચૂસ્ત ચુંબન લીધું. સ્તવને ભીનાં હોઠને વધુ ચૂસ્ત કરતા... શબ્દો મનમાં જ રહ્યાં હોઠથી હોઠ જ બોલી રહ્યાં.
ટુથ બિહાઇન્ડ લવ.
સમાપ્ત.
""""""""""""""

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED