anokhi dikri books and stories free download online pdf in Gujarati

અનોખી દિકરી

*અનોખી દિકરી*. વાર્તા... ૧-૧-૨૦૨૦

અનોખી સાચે જ નામ પ્રમાણે અનોખી દિકરી હતી.... મારાં બાજુમાં જ રહેતી એ છોકરી.... એકદમ સરલ, સાદગી, અને સુંદર હતી...
અને ...
નિરાભિમાની છોકરી હતી...
પરગજુ અને સેવાભાવી અને સદાય હસતી અને સદાય બધાં ને હસાવતી રહેતી...
એને આ નવા જમાનાની હવા લાગી નહોતી...
આખી સોસાયટીમાં બધાની ખુબ જ લાડકવાયી હતી...
મારી જ બાજુમાં રહેતી હતી એટલે હું વધારે ઓળખું એને....
મને પણ ખુબ જ વ્હાલી હતી...
મને એનાં માટે ખુબ માન હતું...
અનોખી નાની હતી ત્યારે જ એનાં પપ્પા ને હાર્ટએટેક આવતાં એ પ્રભુધામ ચાલ્યા ગયા....
અનોખી ના મમ્મી બેલા બેન... એ સિવણ કામ અને પોસ્ટ નું કામ કરી ગુજરાન ચલાવતા હતા...
અનોખી બારમાં ધોરણમાં આવી પછી એ ડોક્ટર.. સંગીતા બેન ના દવાખાનામાં પા ટાઈમ નોકરી કરતી જેથી મમ્મી ને ટેકો થાય....
સોસાયટીમાં કોઈ ને ત્યાં લગ્ન પ્રસંગ હોય કે બર્થ-ડે પાર્ટી હોય અનોખી ડેકોરેશન કરી આપતી અને દોડાદોડી કરી ને નાનાં મોટાં કામ કરી આપતી...
અને...
સોસાયટીમાં પણ બધાં જ કંઈ પણ કામ હોય અનોખી ને જ બોલાવે...
આમ કરતાં અનોખી કોલેજમાં આવી પણ એની રીતભાત અને સાદગી એ જ રહ્યા...
કોલેજ જતા આવતા પણ બધાંના લાઈટ બીલ ભરતી અને.... બીજા કોઈ કામ હોય એ કરી દેતી...
હમણાં હમણાં બેલા બેન ની તબિયત સારી રહેતી નહોતી...
એટલે એ ઘરે આવી રસોઈ પણ કરતી....
ફેમિલી ડોક્ટરને બતાવ્યું અને દવા ચાલુ કરી પણ બેલા બેન ને કોઈ ફેર ના પડ્યો...
એણે સંગીતા બેન ડોક્ટર ને વાત કરી... એમણે અમુક ટેસ્ટ કરાવાના કહ્યા...
ટેસ્ટ કરાવ્યા એમાં બેલા બેન ની બન્ને કિડની બગડી ગઈ છે એવું આવ્યું...
અનોખી એ તાત્કાલિક બેલા બેન ને દવાખાનામાં દાખલ કર્યા...
પછી ...
ડોક્ટરો ની સલાહ માટે દોડધામ કરી રહી...
સોસાયટી ના બધાં એ પણ સાથ સહકાર આપવા લાગ્યા...
અનોખી ની કોલેજમાં ખબર પડતાં બધાં બેલા બેન ની ખબર જોવા આવ્યા એમાં અનોખી ની સાથે ભણતો મનન અનોખી ની સાદગી અને સરળતા ને મનોમન પ્રેમ કરતો હતો...
પણ હજુ કેહવાની હિમ્મત નહોતી...
ડોક્ટરે કહ્યું કે જો એક કિડની મળી જાય તો બેલા બેન સાજા થઈ જાય... આપણે પેપરમાં એડ આપીએ પણ એનાં રૂપિયા બહું થાય છે...
અથવા કોઈ દાન કરે તો થાય..
અનોખી એ આ સાંભળીને કહ્યું કે મારી એક કિડની મમ્મી ને આપી દો હું તૈયાર છું...
સોસાયટી ના અને મેં પણ.... અને ડોક્ટરે પણ સમજાવી કે બેટા ...
તું હજી નાની ઉંમરની છે....
તારે લગ્ન કરવાનાં પણ બાકી છે... તો કોણ હાથ ઝાલશે ???
બેલા બેને પણ ખૂબ સમજાવી પણ એ ના માની...
આખરે ડોક્ટરે બલ્ડ ટેસ્ટ ને બધું કર્યું અને જોયું તો અનોખી ની દિલની સાચી ભાવના હોવાથી કિડની મેચ થઈ ગઈ...
ઓપરેશન કરી કિડની બેલા બેન માં ટ્રાન્સફર કરી...
થોડા દિવસો પછી દવાખાનામાં થી રજા આપવામાં આવી...
સોસાયટી ના અને સંગીતા બેન ડોક્ટરે દવાખાનામાં અડધું બિલ ભરી દીધું...
જે અનોખી એ પછી નોકરી કરી ધીમે ધીમે ચુકતે કર્યું...
કોલેજ નો છેલ્લો દિવસ હતો..
મનને અનોખી ને ઉભી રાખી કહ્યું કે મારે એક વાત કરવી છે...
અનોખી કહે બોલો...
મનન કહે હું તને પસંદ કરું છું મારી સાથે લગ્ન કરીશ???
અનોખી કહે ના .... મારી એક કિડની નથી... કાલ ઉઠીને કોઈ પ્રોબ્લેમ થાય એનાં કરતાં સાચું જ કહીદવ છું...
અને બીજું કે હું એક જ સંતાન છું તો મારી મમ્મી ની માટે મારી ફરજ છે.... હું એમને એકલાં નહીં મુકું ???
તને વાંધો ના હોય પણ તારા માતા પિતા ને હોય તો???
મનન કહે મેં મારા માતા પિતા ને બધી વાત કરી છે એ તારી હા ની રાહ જુવે છે...
અનોખી એ શરમાતાં હા કહી...
મનન અને એનાં મમ્મી-પપ્પા આવી ને બેલા બેન ને મળી ગયાં..
એક શુભ મુહૂર્ત માં અનોખી અને મનન નાં લગ્ન લેવાયાં...
આખી સોસાયટીમાં આનંદ છવાઈ ગયો...
બધાં એ હોંશ હોંશ ભાગ લીધો...
મેં કન્યા દાન આપ્યું....
હું જ એને પરણાવા બેઠી હતી...
રંગેચંગે લગ્ન વિધિ પતી ગઈ...
જાન વિદાય નો સમય થયો...
અને
આખી સોસાયટી હિબકે ચઢી...
એક સારી દિકરી જો વિદાય થઈ રહી હતી....
ભાવના ભટ્ટ અમદાવાદ....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED