*એક નિર્ભય કદમ*. વાર્તા... ૩૧-૧૨-૨૦૧૯
આખું ગામ ભેગું થઈ ગયું આરતી ની બૂમાબૂમ સાંભળી ને ....
જોયું તો આરતી ભળભળ સળગતી હતી ...
દોડી ને જશુભાઈ અને બીજા લોકો એ ગોદડી ઓ અને ધાબળા ઓઢાડી માંડ આગ બુઝાવી...
આરતી ના મમ્મી અને નાનો ભાઈ બાજુના શહેરમાં જરૂરિયાત ની વસ્તુઓ લેવા ગયાં હતાં ...
અને
આરતી એ એક ચિઠ્ઠી ઘરમાં મૂકી ને કેરોસીન છાંટીને સળગી ...
પણ સહન ન થતાં એણે બૂમાબૂમ કરી અને બધાં ભેગાં થઈ ગયાં...
ગામનાં ડોક્ટર ને બોલાવ્યા...
ડોક્ટર એ કહ્યું કે મોટા દવાખાને લઈ જાવ ..
અને
ફળિયાનાં વડીલ નાં કાનમાં કહ્યું કે એંસી ટકા દાઝી ગઈ છે તો બચવાની કોઈ શક્યતા નથી...
અને એક છોકરાં ને કહ્યું કે ફોન કરો આરતી ના ભાઈ મોહન ને જાણ કરો કે જલ્દી ઘરે આવી જાય..
આરતી એ ફળિયાનાં વડીલો ની સામે જોયું...
ફળિયાનાં વડીલ મનુભાઈ એની પાસે બેઠાં બોલ્યા બેટા આ શું થયું???
કેમ કરતાં થયું???
આરતી એ પરાણે.. પરાણે
અટકી અટકીને કહ્યું કે અંદર ચિઠ્ઠી મૂકી છે...
અને
આરતી એક ડચકાં લઈ ને આંખો બંધ કરી દીધી...
આ બાજુ મોહન ને ફોન કરતાં એ રીક્ષામાં ભાગમભાગ આવ્યો...
આરતીની આવી હાલત જોઈને મોહન અને એની મમ્મી નીલાબેન તો આ જોઈ જોરજોરથી રડવા લાગ્યા...
મોટા દવાખાને લઈ જવામાં આવી પણ આરતી બે દિવસ ઝઝુમી ને આ દુનિયા છોડી જતી રહી....
નીલાબેન અને મોહન અને ગામના લોકો આઘાત માં જતા રહ્યા કે આવું આ ડોક્ટર નું ભણતી હોશિયાર છોકરી આવું પગલું કેમ ભરી બેઠી હશે???
અને પછી એની બધી વિધિ પતી ગયાં પછી અને મનુભાઈ એ કહ્યું હતું તેથી આરતી નું કબાટ ફેદતા એના એક ચોપડા માં થી ચિઠ્ઠી મળી...
મોહને વાંચવા ખોલી...
પુ. મમ્મી... વ્હાલા ભાઈ મોહન...
હું આ પગલું મારાથી સહન ન થતાં ભરું છું તો બને તો મને માફ કરજો....
આપણાં ગામના સરપંચ નો દિકરો જગત ઉર્ફે જગ્ગા એ મારી વોચ રાખતો હશે એ મને ખબર નહોતી...
આજે હું કોલેજ થી સ્કૂટી લઈને ઘરે આવતી હતી એ એની ગાડી લઈને મારો રસ્તો રોકી ને ઊભો રહ્યો અને પછી મને સ્કૂટી પરથી ઢસડીને ગાડીમાં નાંખી મેં બૂમાબૂમ કરી એણે મારા મોં પર કપડું બાંધી દીધું અને હું ગાડી બહાર નીકળી ના જવું એ માટે મને મારા હાથ બાંધી દીધાં અને ગાડી એનાં ખેતરમાં લઈ ગયો અને ત્યાં એની રૂમમાં મને ઉંચકીને લઈ ગયો અને પાશવી અત્યાચાર કર્યો... મેં જેમ છૂટવા કોશિશ કરી એણે મને મારી અને મને બરબાદ કરી દીધી...
પછી ધમકી આપીને મારા સ્કૂટી પાસે મૂકી ગયો...
હું આ સહન ના કરી શકી... તમે ઘરે નહોતાં અને હું આગળ વિચારી શકું એમ ન હોવાથી આ પગલું ભર્યું છે..
લિ. આરતી...
આ ચિઠ્ઠી મોહને ફળિયામાં બધાં ને વંચાવી અને પછી સરપંચને મળવા બધાં ભેગાં થઈ ને ચોરામાં ગયા..
સરપંચશ્રી તો આ ચિઠ્ઠી વાંચીને આ લોકો ને ધમકાવ્યા કે આરતી ને શહેરમાં કોઈ સાથે લફરું હશે અને મા બનવાની હશે એટલે આવું પગલું ભર્યું હશે તમે મારા દિકરાને બદનામ કરશો તો કેશ કરીશ...
બધાં સમસમી ગયાં.. મોહન અને મનુભાઈ એ દલીલો કરી પણ એમણે ધક્કા મારી બહાર મોકલી દીધા..
બધાં ભેગાં થઈ ને પોલીસ સ્ટેશન ગયા અને ચિઠ્ઠી આપી..
પોલીસ ગામમાં આવી અને સરપંચને મળી અને જતી રહી..
મોહન અને મનુભાઈ ફરી પોલીસ સ્ટેશન ગયા તો પોલીસે ધમકી આપી કાઢી મુક્યા...
કોઈ ન્યાય ની રાહ ન દેખાતા...
એક દિવસ સરપંચ શહેરમાં કંઈ કામે ગયા હતાં ત્યારે મોહને.. જગ્ગા ને રસ્તા માં રોક્યો અને મારામારી કરીને બાંધીને ગામની ભાગોળે ઢસડીને લઈ ગયો... જેમ જેમ ખબર પડી એમ ગામવાળા બધાં એ મોહન ને સાથ આપ્યો...
અને મોહને એક ઝાડ સાથે જગ્ગા ને બાંધી ને કેરોસીન છાંટીને સળગાવી દીધો...
અને આરતી ને ન્યાય અપાવ્યો નો આનંદ લીધો...
અને ગામવાળા નો ખુબ આભાર માની... બે હાથ જોડીને કહ્યું કે મારી મા નું ધ્યાન રાખજો કહીને પોલીસ સ્ટેશનમાં જઈને કહ્યું કે મારી બહેન ના અત્યાચાર નો બદલો લઈ લીધો... લો મને ફાંસી એ લટકાવી દો...
મને કોઈ અફસોસ નથી મારાં આ કૃત્ય થી કોઈ એ તો કદમ ઉઠાવવું પડશે ને બહેન, દિકરી ની રક્ષા માટે...
નહીં તો કંઈક બીજી નિર્ભયા ની જિંદગી બરબાદ થાય... કેટલીયે આરતી ના અરમાનો સળગી ના જાય એ માટે મેં આ કદમ ઉઠાવ્યું છે......
ભાવના ભટ્ટ અમદાવાદ.....