Andharama ujaas books and stories free download online pdf in Gujarati

અંધારામાં ઉજાસ

' અંધારામાં ઉજાસ '

' કેમ દીકરા , આમ પુરા રૂમમાં અંધારું કરીને બેઠો છે ? '

પિતાના અવાજથી રુચિર એકદમ સ્વસ્થ થઈને બેસી ગયો ,

' કાંઈ નહીં બસ પપ્પા પરીક્ષા નજીક આવી રહી છે ને એટલે તૈયારી કરી રહ્યો છું .'

' અરે પણ અંધારામાં ?

ના પપ્પા એવું નથી પરંતુ મનમાં ને મનમાં બધુ યાદ કરી રહ્યો છું , એટલે લાઈટની જરૂર જ નથી .

' બધુ બરોબર યાદ કરી લે જે દીકરા ? '

' પપ્પા , જેટલું યાદ થઈ શક્યું એ જ રિપીટ કરું છું , બાકી વધારે નહીં થઈ શકે '

ઓકે , ઓકે દીકરા કાંઈ જરૂર હોયતો મને કહી દે જે હું બહારના રૂમમાં બેઠો છું .

' એ દિવસે અંધારા રૂમમાં રુચિરનું મન પણ અંધકારમય થઈ ગયું હતું ,

પપ્પાની મારા પ્રત્યેની આશા સાવ ઠગારી નીવડશે એવું લાગે છે . કંઈ પણ યાદ જ નથી રહેતું શુ કરું ? ' સમજાતું જ નથી ,
આજકલ તો સ્યુસાઇડ ના ઘણા કેસ બને છે . અને થોડા સમયમાં લોકો ભૂલી પણ જાય છે ,
હું પણ કંઈક એવું જ કરી લઉં ,

' વ્હેલી સવારે બાથરૂમમાં પડેલી ફીનાયલની બોટલ ગટગટાવી જાવ , થોડી તકલીફ જરુર થશે , પણ પછી તો કાયમની શાંતિ ,
ભણવામાંથી કાયમ માટે છુટકારો , ......
અને ખાસ કરીને તો હું પરીક્ષામાં નાપાસ થાવ તો મારે લીધે પપ્પાનું નામ પણ ખરાબ થાય અત્યાર સુધી દરેક ધોરણમાં માંડ માંડ પાસ થયો છું . , ... ' એના કરતાં તો ફીનાયલની એક બોટલથી બંનેને આરામ આંખો બંધ થયા પછી ક્યાં કંઈ ખબર પડવાની છે .

' પણ પછી પપ્પાનું કોણ ? '

પોતે છ સાત વર્ષનો હતો ત્યારે માઁ તો પોતાના કોઈ પ્રેમી સાથે ઘર છોડીને ભાગી ગઈ હતી . એ પછી પિતાએ દિવસ-રાત મને હથેળીમાં ફૂલની જેમ સાચવ્યો છે . મારી એક એક જરૂરિયાતો નું એમણે ધ્યાન રાખ્યું છે .... અને મારી દરેક મુશ્કેલીઓમાં મારા ખભે હાથ મૂકીને અડીખમ ઉભા છે .
અને આ પિતાને હું મારી પરીક્ષાના પરિણામથી નારાજ કેવી રીતે કરી શકું !!!
ખેર , પપ્પા પણ જાણે જ છે કે ભણવામાં મારુ મગજ ઠીક ઠીક ચાલે છે , હું એવરેજ સ્ટુડન્ટ છું ,....

પરંતુ મારા આ વિક પોઇન્ટના હિસાબે પપ્પાને બધા સગાસંબધીઓથી પણ કેટલું સાંભળવું પડે છે .

' એમાં પણ આ વખતે તો પપ્પાએ મને બાઇક લઈ દેવાનું કહ્યું છે ,

વિચારોમાને વિચારોમાં અડધી રાત નીકળી ગઈ , રુચિરના મનમાં ફરી એક વિચાર આવ્યો ,
' એક કામ કરું પરીક્ષા તો આપી જ દઉં , પરંતુ રિઝલ્ટની આગલી રાતે ફીનાયલની બોટલ.....
બસ , આ નિર્ણય આખરી રાખ્યો , કાલથી જેટલું વંચાય , જેટલું યાદ રહે એ લખી નાખીશ , એ પછી મને પણ અફસોસ ના રહે ,

પરીક્ષાના દિવસે સવારે પિતાના આર્શીવાદ અને ભગવાન આગળ માથું નમાવી પરીક્ષા આપવા નીકળી ગયો . રુચિરના મનમાં રહેલો પરીક્ષા નામનો હાઉ પૂરો થયો . પેપર પણ ઠીક-ઠીક ગયા હતા ,
પરીક્ષા પુરી થતા જ રુચિરને થયું હાઈશ ગંગે નાયા .....
હવે બસ , શુ રિઝલ્ટ આવશે એ તો પપ્પા ને ખબર ,
પણ હું તો કાયમ માટે મીઠી નિંદ્રામાં પોઢી ગયો હોઈશ ....

રિઝલ્ટ આવવાના દિવસે રુચિરના પપ્પાનું મન બેચેન હતું , ઓફિસના કામમાં મન લાગતું જ નહોતું , અચાનક એમને યાદ આવ્યું ' અરે , આજે તો બાઈકના શૉ-રૂમમાં પણ જવાનું છે . ,
ઓફિસમાં પોતાના કલીગની સાથે જઈ બાઇક બુક કરાવી લીધી અને રાતે જ દીકરાને સરપ્રાઈઝ આપવી , એવું નક્કી કરી સાંજે ઓફિસથી વ્હેલા જ ઘેર આવી ગયા .

પપ્પા આજે વ્હેલા ઘેર આવી ગયા હોય એવું રુચિરને લાગ્યું ,
ખેર હવે પપ્પા સાથે થોડા જ કલાકો વિતાવાના છે , એ પછી તો હું ....

આજે પપ્પાએ ઝોમેટોથી પિત્ઝા ઓર્ડર કર્યો હતો . અને એ પણ ખાસ મારા માટે ....
પિત્ઝા ખાતા-ખાતા અમે બાપ-બેટા એ જૂની વાતો યાદ કરતા કરતા ખૂબ મસ્તી કરી ,
એ પછી પપ્પા ટી.વી . જોવાને બદલે લેપટોપ લઈને બેઠા ....

હું સમજી ગયો પપ્પા જરૂર મારા રિઝલ્ટ માટે જ લેપટોપ ચાલુ કરીને બેઠા છે . ,
એમ પણ આજકલ તો આગલા દિવસે જ રિઝલ્ટ જાહેર થઈ જાય છે .
રુચિર પોતે હાંફળો ફાફળો થઈ ગયો . મનમાં બેચેની અને પૂરું શરીર પરસેવાથી રેબઝેબ હાથપગ ધ્રુજવા લાગ્યા , .... એની અંદરનો ડર પુરા શરીરમાં આકાર લઈ રહ્યો હતો .

ઉભો થઇ બાથરૂમ તરફ ગયો , ત્યાં જઈને જોયુતો ફીનાયલની બોટલ ગાયબ હતી . રસોડામાં , વોશિંગ એરિયામાં બધે જોયું પણ ફીનાયલની બોટલ ક્યાંય નજર ના આવી ,
હવે તો રુચિર પૂરો ગભરાઈ ગયો હતો , એને તરત વિચાર આવ્યો પપ્પા લેપટોપમાં બીઝી છે ત્યાં હું મારા રૂમમાં જઈને પંખા નીચે....
હા , બસ આ આઈડિયા સારો છે , એમાં જરાય વાર પણ નહીં લાગે ,

.....અને પછી સાવ ધીરેથી પોતાના રૂમમાં જઈને લાઈટ કર્યા વગર પંખાની ઉપર એક રસ્સી લગાડી અને નાનકડું સ્ટુલ લીધુ , સ્ટુલની ઉપર ચડીને ગળામાં રસ્સીનો કરેલો ગાળો નાખ્યો જ હતો ને પપ્પા જોરથી મારા નામની ચીસ પાડતા બોલ્યા
' રુચિર ઓ રુચિર જલ્દી આવ , ....
રુચિર તું પાસ થઈ ગયો છે , આવ આવ જલ્દી આવ , ક્યાં ગયો .....??? પપ્પાનો અવાજ હરખના કારણે રૂંધાયેલો લાગ્યો ..
' પોતાના પાસ થવાના સમાચાર સાંભળી અદભૂત આશ્ચર્ય થયું ,
હું પાસ થઈ ગયો , ?????
એ દોડીને બહાર પપ્પા પાસે આવ્યો , લેપટોપમાં રિઝલ્ટ જોયું , બે વાર , ચાર વાર જોતો જ રહ્યો ,
એને વિશ્વાસ નહોતો બેસતો કે પોતે પાસ થઈ ગયો છે .

પોતાના પિતાને વળગીને ખૂબ રડ્યો , પિતા અને પુત્ર બંનેની આંખોમાંથી હરખના આસું વહી રહ્યા હતા .

ત્યાં પપ્પાએ હળવેથી ટીખળ કરતા રુચિરના કાનમાં કહ્યું
' દીકરા તને ફીનાયલની બોટલ ના મળી ? ' ,

' રુચિર પપ્પાના આલિંગન માંથી છૂટીને પપ્પાને પ્રશ્નાર્થ ભર્યા ચહેરે જોવા લાગ્યો ' ,

પપ્પા બોલ્યા ' દીકરા પરીક્ષાની તારી તૈયારીના દિવસોમાં તું અંધારા ઓરડામાં જ્યારે બોલ્યો હતો ને ત્યારે જ હું તારા મનને પારખી ગયો હતો . તારા શબ્દોમાં ભારોભાર અકળામણ હતી ,
તારી માઁ નથી તો શું થયું ?
' પણ દીકરા હું તારી રગરગથી વાકેફ છું ,
તારી માઁ ના આ ઘરમાંથી ગયા પછી મેં મારા જીવનમાં હાર માન્યા વગર એકલપંડે તને મોટો કર્યો છે ,
અને હું પોતે જિંદગીની મારી આ કઠિન થી કઠિન પરીક્ષામાં તો એમ પણ પાસ થઈ જ ગયો હતો .
પણ તું મારી નજરમાં નાસીપાસ થઈ ગયો , એમ હાર માની લેવાથી થોડું ચાલે ? ' અને ખાસ તો તારે માટે કે પછી અન્ય વિદ્યાર્થીઓ માટે સ્કૂલ - કોલેજની પરીક્ષાઓ તો સામાન્ય છે .
સમાજમાં રહેતા દરેક લોકોની સાચી પરિક્ષા તો જિંદગી હાલતા ને ચાલતા લઈ લે છે સમજ્યો ?
તો દરવખતે કાઈ ફીનાયલની બોટલ થોડી શોધવાની હોય ????
દુઃખ એટલું અઘરું નથી હોતું જેટલું આપણે માની લઈએ છીએ , જીવનની કોઈપણ પરીક્ષામાં નાસીપાસ થવું એ માણસની કાયરતા છે .
અને હવે ચાલ બહાર મારે તને કૈક દેખાડવું છે .
રુચિર ઘરની બહાર નીકળતા જ એક ચમચમાતી બ્રાન્ડ ન્યૂ બાઇક પડી હતી .
રુચિરતો ખુશીથી ઉછળી પડ્યો . પોતાના પપ્પાને ફરીથી આલિંગન આપી માફી માંગતા માંગતા ખૂબ રડ્યો ,
પછી પોતાના મનને સ્વસ્થ કરી પપ્પાનો હાથ પકડી બાઇક પર બેસાડી લોન્ગ ડ્રાઈવ પર બંને બાપ-દીકરા ચાલી નીકળ્યા .....
બંનેના ચહેરા રસ્તા પરની રોશનીથી ચમકી રહ્યા હતા . રુચિરની આંખોમાં રોશની ધૂંધળી નજર આવી રહી હતી ,
પપ્પાએ બાઇક પર બેઠા બેઠા પોતાના હળવા હાથોથી રુચિરની આંખોમાં આવેલા અશ્રુઓને લૂછી લીધા
અને બાઇક પાછળ અંધારમાંથી ઉજાસ તરફ આવેલા પોતાના પ્યારા રુચિરને વળગીને બેસી રહ્યા...

આજની આ અંધારી રાત પિતા અને પુત્ર બંને માટે એક રોશની લઈને આવી હતી.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED