લાગણી કોરી રહી Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણી કોરી રહી

*લાગણી કોરી રહી*. વાર્તા.... ૩૦-૧૨-૨૦૧૯

આજે ભારતી ફરી એવાં મોડ પર આવી ઉભી એને થયું શા માટે મેં મારા જિંદગી ના કિંમતી બત્રીસ વર્ષ આ માણસ જોડે ગુજાર્યા... જેને મારી લાગણીઓ ની કોઈ કિંમત જ નથી...
મારી વણકહી લાગણી કોરી કાગળ જેવી રહી ગઈ
પ્રેમમાં શબ્દોની ક્યાં જરૂર હતી, બસ ધબકાર સમજી લીધો હોત રાજને તો....
પણ આ તો જ નડયો જીવનભર...
ભારતી નાનાં ગામડાંમાં મોટી થયેલી અને ત્રણ ભાઈઓ થી નાની તો ટોમબોય ની જેમ રહેલી... ખુબ સુખમાં ઉછરેલી...ભારતી ખુબ લાગણીશીલ એને નાની નાની વાતમાં દિલમાં દુઃખ થઈ જતું..
ભારતી વીસ વર્ષ ની જ હતી એને એનાં પિતા વિનુભાઈ એ અમદાવાદ રહેતા મનોજભાઈ ના મોટા દિકરા રાજન સાથે નક્કી કર્યું...
ભારતી એ તો પપ્પા ની ખુશી માટે જોયા વગર હા કહી..
ભારતી અને રાજન ના લગ્ન થયાં...
પહેલી રાત્રે જ રાજન ના વિચિત્ર વર્તન થી ભારતી ની લાગણીઓ ઘવાઈ પણ માતા પિતા ના સંસ્કાર હતાં એ ચૂપ રહી..
લગ્ન પછી એ પહેલાં આણે ઘરે જઈને આવી... એ રાત્રે રાજને એને મારી મોં માં થી લોહી નિકળી ગયું.... ઘરમાં જુનવાણી હતાં તો સાડી પહેરવાની અને માથે ઓઢવાનું... સવારે રાજન ઉઠે એટલે એને બધું તૈયાર આપવાનું નહીં તો બૂમાબૂમ કરી મૂકે અપશબ્દો બોલતો...
લગ્ન થયાં ને છ મહિના થયા પણ રાજને પ્રેમથી કોઈ વાત ભારતી જોડે કરી નહીં... ભારતી ની લાગણીઓ અંદર ને અંદર ઘૂંટાતી રહી...
રાજન રોજ અગિયાર વાગ્યે ફેક્ટરી જાય સાંજે છ વાગ્યે આવી જાય ... આવી ને આવું છું કહીને નિકળી જાય તે રાત્રે નવ વાગ્યે જમવા આવે... જમી ને ભાઈબંધ ની સાથે બેસવા જાય તો રાત્રે બાર પછી જ રૂમમાં આવે... ત્યાં સુધી માં ભારતી એ ખાધું કે નહીં એ પણ એ પૂછતો નહીં અને રાત્રે શારીરિક ઇચ્છાઓ પૂરી કરી સૂઈ જતો... ભારતી ની સાથે કોઈ દિવસ કોઈ વાતચીત કરતો નહીં અને બીજા સાથે હસી હસીને વાતો કરે.....
ભારતી બે જીવી હતી અને એના પિતા નું દેહાંત થયું તો એને એક વખત લઈ ગયા પણ રિવાજ નાં લીધે એનાં પિતા નું મોં જોઈ શકી નહીં...
એક દિવસ ભારતીની ફ્રેન્ડ હિના એને મળવા આવે છે તો બન્ને ભેટી પડે છે... આ જોઈ રાજન નું મોં બગડે છે...
જેવી હિના ગઈ એટલે રાજને ભારતી ને બૂમ પાડીને રૂમમાં બોલાવી અને કહ્યું કે મને આવું ભેટતા તને જોર આવે છે??? કહી ને અપશબ્દો બોલ્યો...
ભારતી સ્તબ્ધ થઈ ગઈ..
એક તો પિતાનો આઘાત અને એક રાજન ની શારીરિક સિવાય કોઈ જ વાત નહીં... ભારતી ની વણકહી લાગણીઓ મરતી રહી...
ભારતી ને પહેલાં ખોળે દિકરી અને બે વર્ષ પછી દિકરો આવ્યો...
ત્યાં સુધી ઘરમાં દેરાણી આવી ગઈ હતી... નાનો દિયર સાસુ સસરા નો ખુબ વ્હાલો હતો તો દર વખતે એ લોકો નો પક્ષ લઈને ઘરમાં ઝઘડો થતો... એક દિવસ ભારતી ના બે વર્ષ ના જય બાબત માં ઝઘડો થયો અને નાનો દિયર પિનલ એ ભારતી ને લાફો માર્યો.. ઘરમાં સાસુ,સસરા, રાજન બધાં જ હતાં... ભારતી એ રાજન સામું જોયું કે એ પક્ષ લે પણ રાજન તો જાણે એને કોઈ લેવાદેવા જ ના હોય એમ ઉભો થઈને જતો રહ્યો... અને સાસુ,સસરા એ પિનલ નો પક્ષ લીધો અને જુદાં રહેવા ભારતી,રાજન ને મોકલ્યા....
હવે તો રાજન રોજ જમી ને મોટા ઘરે જાય તો રાત્રે બાર પછી જ આવે અને ત્યાં થી આવી ભારતી ને મારતો અને અપશબ્દો બોલતો... બાળકો કે ભારતી ની વેદના સાથે કોઈ લેવાદેવા નહીં એને...
આમ કરતાં દિકરી માન્યા નાં લગ્ન થઈ ગયાં...
દિકરા જય ના લગ્ન લેવાયાં અને ઘરમાં લક્ષ્મીનો અવતાર બનીને સંજના આવી...
સંજના ને ભારતી સાથે વધું બનતું...
દિકરા જય અને સંજના ને ભારતી વ્હાલ કરે અને કહે કે હું તમને બન્ને ને પ્રેમ કરું છું એ પણ રાજન ને ખટકતું કહે મને તો કહેતી નથી આવું...
ભારતી મનમાં સમસમી ને રહી જતી કે બત્રીસ વર્ષ થી હું મારી લાગણીઓ કોરી રહી ગઈ તમને ક્યાં મારી વણકહી લાગણીઓ સમજાઈ...
એક સ્ત્રી ને એનો પતિ સમજે એની દિલની ભાવનાઓ સમજે એવું જ ઈચ્છતી હોય છે પણ રાજન તો પોતાની દુનિયામાં મસ્ત રહી ભારતી નો ઉપભોગ જ કર્યો હવે ભારતી ની લાગણીઓ બંડ પોકારી રહી કે તમે મારાં બન્યાં ક્યારે???
તમારી જરૂરિયાત સિવાય તમને મારી સાથે વાતચીત કરવાનો સમય ના મળ્યો...
મારી આ જિંદગી તો કોરા કાગળ જેવી રહી ગઈ...
મારી લાગણીઓ હવે હું મારા જય અને સંજના પર જ લૂંટાવાની.... એમની ખુશી એ જ મારી ખુશી અને મારું જીવન...
આમ ભારતી પોતાની વણકહી લાગણીઓ સંજના સાથે વ્યકત કરે છે ...
પણ રાજન માં હજુ કોઈ ફેરફાર આવ્યો નથી...
ભાવના ભટ્ટ અમદાવાદ...