AFFECTION - 24 books and stories free download online pdf in Gujarati

AFFECTION - 24





ડોકટર્સ શોક ટ્રીટમેન્ટ ની તૈયારી કરીને ઉભા હતા.મુખ્ય ડોકટરે નર્સ ને સૂચના આપી અને શોક દેવાના ચાલુ કર્યા.

ત્રણ..બે...એક..
ત્રણ..બે..એક..
ત્રણ..બે..એક..

બોલીને તેમને ત્રણ વખત છાતી માં જબરદસ્ત ઝટકા આપ્યા.પછી નર્સને વોલ્ટેજ વધારવાનું કહ્યું અને બીજા જ ઝટકા માં મારી આંખો ખુલી ગઈ.ડોકટરે મને હોશમાં આવેલો જોઈને તરત જ શોક દેવાનું બંધ કર્યું ને મને બીજા રૂમ માં લઇ જઇને મારા બીજા રિપોર્ટ્સ કર્યા.

આંખો નીચે કાળા કુંડાળા અને ચેહરા ની પથારી ફરી ગઈ હતી આટલા દિવસ બેભાન રહ્યા બાદ અને એમાંપણ ડોકટર ની હાઈ વોલ્ટેજ શોક ટ્રીટમેન્ટ.

શરીર માં હજુ પણ કરંટ અનુભવાતો હતો.હું કોમાની બહાર આવી ગયો છુ એમ જાણીને બધા મિત્રો બહુજ ખુશ થઈ ગયા.સાંજ સુધીમાં તો ગ્લુકોઝ ના બાટલા અને ઈન્જેકશન દઈ દઈને મને રેગ્યુલર જેવું લાગવા લાગ્યુ.

રાતના ડોકટરે હર્ષ,નૈતિક અને ધ્રુવ ને પોતાની કેબીનમાં બોલાવ્યા.

ડોકટર : તમારા દોસ્ત ની હાલત માં સુધારો અચાનક થઈ ગયો એ બહુ સારી વાત કહી શકાય પણ આવા ચમત્કાર દરવખતે નહિ થાય.

હર્ષ : એટલે કઈ સમજાયું નહી..તમે કહેવા શુ માંગો છો??

ડોકટર : કાર્તિક ના રિપોર્ટ મેં કાલે આખી રાત જોયા ને આજના નવા રિપોર્ટ બસ હમણે ચેક કરીને મુક્યા.તેમને અંદરથી બહુ ડિપ્રેશન અને તણાવ આવી ગયો છે.હવે જો આ વધ્યો તો કદાચ હું કોઈ મદદના કરી શકું..

નૈતિક : સાહેબ તમે મદદ નહિ કરી શકો તો કોણ કરશે??ચોખ્ખી વાત કરોને..

ડોકટર : આમ તો હાલ એમની હાલત સારી છે..એટલે કાઈ વાંધો નથી.પણ એમની તકલીફ હૃદયરોગ જેવી જ છે.પહેલો હુમલો મોટા ભાગ ના લોકો સહન કરી લે છે પણ...બીજા હુમલામાં એમની શક્તિ ખતમ થઈ જાય છે અને એ લોકો મરી જાય છે.કાર્તિકનું પણ કંઈક આવું જ છે.અત્યારે જે એમની હાલત હતી એને કોમાના જ એક પ્રકારમાં ગણવા માં આવે છે.જેમાં દિમાગ કોઈ એક જ વસ્તુ પર સતત ભાર દેતું હોય.અને દિલ સાથના દેતું હોય.એમને કોઈ ભયાનક ઘટના જોઈ લીધી હશે કે એવું કંઈક કે જેનાથી એને જીવવાની ઈચ્છા જ નથી રહી.આ વખતે ખબર નહિ કેવી રીતે એ રિકવર થઈ ગયા પણ બીજી વખત આવું ગમે ત્યારે થઈ શકે..કે કાર્તિક પાછો કોમા માં જતો રહે અને હવે તો પાછો જ ના આવે..

હર્ષ : ગમે ત્યારે??

ડોકટર : અત્યારે આપણે વાત કરી રહયા છીએ અને બને કે તે અત્યારે પણ તે જ ઘટનાઓ વિશે વિચારતો હોય જેન લીધે એની આવી હાલત થઈ છે તો તે પાછો કોમામાં જ જતો રહેશે.કારણ કે અત્યારે એનું દિમાગી હાલત બહુજ કમજોર છે.

પછી ડોકટર બોલતા જતા હતા પણ મારા કોમાથી બહાર આવ્યા પછી મારા દોસ્તો હવે વધારે ચિંતામાં મુકાઈ ગયા.ડોકટરે તો કહી જ દીધું કે તમે આના ફેમિલી ને બોલાવી લો ગમે ત્યારે જતો રહશે કાર્તિક.કાર્તિક હવે વધુમાં વધુ જ્યાં સુધી નહિ વિચારે ત્યાં સુધી જીવતો રહેશે.

કેબિનમાંથી બહાર આવ્યા પછી તેમના ચહેરા સાવ ઉતરી ગયા હતા.તેઓ તરત જ મારા બેડ પાસે આવ્યા.નર્સને બહાર મોકલી અને કહી દીધુ કે ડોકટરે 2 કલાક બેસવાની પરમિશન આપી છે.

હું હવે ખબર નહિ કેમ એવો કયો ગ્લુકોઝ નો બાટલો ચડાવ્યો હતો કે હું હવે એકદમ તંદુરસ્ત મહેસૂસ કરતો હતો.એમના મારી આજુબાજુ ગોઠવતા જ મેં આંખો ખોલી.

me : આવા શુ ચેહરા લટકાવીને બેઠા છો...ડોકટર તો બોલ્યા રાખશે...હજુ મારે ઘણા કામ પતાવવાના છે..

ધ્રુવ : તું અમને તારા દોસ્ત માને છે કે નહીં??

me : તમે લોકો તો મારૂ બીજું ફેમિલી છો યાર....કેમ આવા સવાલ કરે છે??

હર્ષ : તો પછી શુ કામ તું બધું છુપાવે છે અમારાથી..તે સનમ વિશે કે સોનગઢમાં શુ બન્યું કાઈ કીધું જ નહીં અમને...અમને એમ કે તું બોલીશ પણ તું તો બોલ્યો જ નહીં કાઈ પણ...

નૈતિક : છેલ્લે સુધી અમે રાહ જોતા રહ્યા કે તું સાચું બોલીશ પણ તું તો ખોટું પણ ના બોલ્યો...તું કઈ બોલ્યો જ નહીં....હવે તો તને આપણી દોસ્તી ના સમ છે..બધુજ બોલી દે....એ પણ સાચું...

પછી હું બોલતો ગયો...એ લોકો મોઢા ખુલ્લા રાખીને સાંભળતા રહી ગયા.એમને બધું મેં વિસ્તૃત માં કહ્યું એમાં જ પહેલે બે કલાક ઉપર જતા રહ્યા..ત્યાં જ નર્સ આવી અને એમને બહાર નીકળવાનું કહેવા લાગી..બધાએ એમને બહાર લઈ જઈને સમજાવી....એમને મારી હાલત કેવી રીતે સુધરી શકે છે એ બધું કીધું અને છેલ્લે ડોકટર પણ રાજી થયા અને નર્સ ને કાઈ ના કહેવા કહ્યું.

નર્સે પણ હા પાડી દીધી કારણ કે બધાને એમ લાગતું હતું કે હવે મારો છેલ્લો સમય આવી ગયો છે.પછી પાછા એ લોકો આવ્યા અને પાછા ગોઠવાઈ ગયા અને મારા સામે અચરજભરી નજરે જોવા લાગ્યા..

હર્ષ : તો તે એકલા એ આટલું બધું સહન કર્યું??તે પણ ફક્ત સનમ માટે??

નૈતિક : અનબીલીવેબલ!! તું આવો બધો ક્યારથી થઈ ગયો..મને તો હજુય વિશ્વાસ નથી આવતો કે આટલું બધું ભયાનક થઈ ગયા પછી પણ તું હજુ જીવતો છે..તે બહુ જબરદસ્ત કહી શકાય..

me : બસ....હવે તો બધાને ખબર પડી ગઈને...હવે મારે જવું છે હોસ્પિટલની બહાર...મારી મદદ કરી દો..

ધ્રુવ : અમને ખબર છે તારે ક્યાં જવું છે અને અમે પણ હવે ત્યાંજ આવવાના છીએ..

me : હું એટલે જ તમને નહોતો કહેતો...

ધ્રુવ : પણ તને શું વાંધો છે યાર અમે આવીએ તો??

me : અત્યાર સુધી મેં જે વાર્તા કીધી એમાં તે જ જોયું ને કે કેટલા બધા મર્ડર થઈ ગયા...લો એન્ડ ઓર્ડર ત્યાં નથી ચાલતા દોસ્ત...એટલે તમારા માટે જોખમી છે બોવ જ...

હર્ષ : જે પણ હશે...આપણે કરીશુ....ભાભીને ત્યાંથી લઈને જ આવીશું...

નૈતિક : હા,તું ભલે ના પાડ કાર્તિક પણ હવે તો સનમભાભીને અમે લઈને જ આવીશું.અને તું હવે અમને ના નહીં પાડે..

એ લોકો નહોતા જ સમજવાના એટલે નાછૂટકે મારે હા પાડવી જ પડી.

me : તો ચાલો..ડોકટરને બોલીને મને અત્યારે જ ડિસ્ચાર્જ કરો...

હર્ષ : અત્યારે મોડી રાત પડી ગઈ છે...અત્યારે એ લોકો ના જવા દે...પેપરવર્ક કાલે કરે...

me : યાર...સમજ....સનમ ત્યાં એકલી છે ખાધપીધાં વગરની ભૂખી બેઠી હશે.હું અહીંયા એસી વાળી મોંઘી હોસ્પિટલના બેડ પર આરામ કરું એ સારું નથી લાગતું મને..સૂર્યો ગમે ત્યારે લગ્ન કરી નાખે..મારે તો જવું જ પડશે અત્યારે જ...

નૈતિક : ડોકટરે ના પાડી છે કે તું જેટલું વિચારિશ એટલી જ જલ્દી તું મરી જઈશ...તું જાતે જ વિચારી લે...મરીને સનમ નહિ મળે...હજુ લગ્ન કરી લેશે તો પણ મળશે કોક ની પત્ની તરીકે તો કોકની પત્ની તરીકે...ઓન તું જીવતો તો રહીશ...અત્યારે તું આટકું વિચારીને ખુદને શુ કામ મારી રહ્યો છે...જશું આપણે પણ નિરાંતે..

me : ડોકટરના રિપોર્ટ નું કશું જ ના આવે...સનમ મારા માટે રાહ જોઇને બેઠી હશે...અમારા પ્રેમથી મોટી કોઈ બીમારી નથી....અને તમારી લોકોની જાણકારી ખાતર કહી દઉં કે હું ફક્ત સનમ માટે જ ઉભો થયો છુ...નહિતર હવે મારા ફેમિલીએ મને જે રીતે ધક્કા મારીને કાઢ્યો.સનમ જે રીતે રડે છે એ બધું જોઈને મરી જવાનું જ મન હતું પણ એમ સમજો કે હું હાલ મરીને જ જીવતો થયો છું..મરવાનું જ હોત તો હું દરિયાકિનારે સનમ ને મળતા પહેલા જ મરી જાત પણ યાર હજુ હું જીવું છુ..બધાને ખબર છે ત્યારે મારી હાલત કેવી હતી સાવ...મને કશું જ ના થાય યાર..હજુ તો મારે સનમ સાથે આખી જિંદગી વિતાવાની છે...પ્લીઝ કોઈ નેગેટિવ ના વિચારો...

આટલું બોલતા જ બધાને ખબર પડી ગઈ કે કાર્તિક નહિ સમજે અને એને કશું થશે પણ નહીં.રાતોરાત નર્સની મરજી વિરુદ્ધ અમે લોકો ત્યાંથી ભાગી ગયા અને બિલ અડ્રેસ પર મોકલી દેવા કહ્યું.

અડધી રાતે હોસ્ટેલ આવ્યા.નર્સે કેટલીક દવાઓ છેલ્લે એક પેકેટમાં આપી હતી કે જો કશું થાય તો.ઘરે આવીને મેં બધાને પહેલા જ એમના કપડાં પેક કરવા કહ્યું.

નૈતિક : ભાઈ આ તો ફક્ત એક દિવસનું કામ છે...એમાં પેક શુ કરવાનું??

me : કીધું એટલું કર..બધી ખબર પડી જશે..

હર્ષ : પણ આપણે બધા જશું શેમાં??બાઇકમાં જવું છે??

me : એક મજબૂત જીપ લઈને જવાના છીએ..

હર્ષ : પણ આપણેને દેશે કોણ આવું બધું??

હું જરાક હસ્યો અને બધા મને જોઈને એમના બેગ્સ પેક કરતા રહ્યા.

મેં બધાની સામે જ મારો ફોન કાઢીને પેલા ટી સ્ટોલ વાળા રાજુભાઈને ફોન કર્યો.

રાજુ : આટલી રાતના શુ છે ભાઈ??સુવા દેને યાર...

me : અલી નો ફોન નંબર આપોને..
રાજુભાઇ સફાળા ઉભા થઇ ગયા..

રાજુ : કાર્તિક એનો સાથ ના લે....એ તને ખોટા રસ્તે ચડાવી દેશે...એની જિંદગી આમાં જ બરબાદ થઈ ગઈ છે...

me : તું દેને યાર.....બહુ કામ છે મારે..બહુજ અરજન્ટ છે...ભરોસો રાખ..હું તો પહેલેથી જ બરબાદ છુ..હવે તો વધારે ફરક નહિ પડે..

રાજુ : તું નહિ માને કોઈની વાત....ચાલ તને મેસેજ કરું છુ એનો નંબર...પણ ભાઈ ચેતવજે...સલવાઈ ના જતો...

એનો ફોન કટ કર્યો ત્યાં જ હર્ષ બોલ્યો...
હર્ષ : આ ઓલો જ હતો ને ચા ની દુકાનવાળો...તે કૉલ કરાવ્યો હતો એના ફોનમાંથી...

me : હા એ જ હતો..

નૈતિક : તો તારે શુ કામ છે એનું??સવારના ચા પીને જવાનું છે કે શું??

me : તમારા બધા માટે એક ગિફ્ટ છે...જે મને ફક્ત અલી જ અપાવી શકે છે...

ત્યાં જ મેસેજ પોપ અપ થયો...રાજુનો મેસેજ હતો જેમાં અલીના નંબર હતા.મેં તરત જ કૉલ લગાવ્યો.તેને ઉપાડયો નહી...એટલે મેં પાછો પ્રયત્ન કર્યો.4 વખત કોલ કર્યા પછી તે ઊંઘમાંથી જાગ્યો.પેહલાતો તેને ઓળખાણ ના પડી પછી તેને મેં બધુ યાદ અપાવ્યું.

અલી : મને બધુજ સમજાઈ ગયું છે કે તારે શુ જોઈએ છે...બોલ કેટલા માણસ માટે જોઈએ છે??

me : ચાર માણસ માટે જોઈએ છે અને એક જીપનો બંદોબસ્ત થાય એમ હોય તો કરી દેને....

અલી : તે જે હિંમત દેખાડી છેને આજે આ નિર્ણય કરીને તે જોઈને ખરેખર હું ખુશ થઈ ગયો....બધુજ તને મારા તરફથી ફ્રી માં મળી જશે...સવારે 7 વાગે તને લોકેશન મોકલું ત્યાં આવી જજે..કાર્તિક ગમે તે થાય હવે ઈરાદો ના બદલતો...જે ધાર્યું છે તે કરજે જ...હું તારા સાથે જ છુ કંઈક થાય તો...

me : હવે તો ઈરાદો પાક્કો છે...હું પણ જોવ છુ કે મારા અને સનમ વચ્ચે હવે કયો સૂર્યો આવે છે...

એમ બોલીને મેં ફોન મૂકી દીધો..બધા મારા સામે જોવા લાગ્યા.

હર્ષ : શુ ગોટાળા કર્યા તે??અમને કશું ખબર જ ના પડી..

me : અરે બધું ખબર પડી જશે...ચાલો હવે આપણે જઈએ...મને લોકેશન મળી ગઈ છે...પહેલા ત્યાં જઈએ...મેં થોડાક ગિફ્ટ મંગાવ્યા છે તમારા માટે...

એમ બોલી અમે બધા બાઈક લઈને અલીએ મોકલેલી લોકેશન તરફ નીકળી ગયા...

જ્યાં અલીએ બોલાવ્યા હતા ત્યાં જૂની ફેકટરી હતી બંધ હાલતમાં..અંદર ગયા તો તે બેઠો હતો...મને જોઈને જ ગળે લગાવી લીધો..ખુશ થઈ ગયો હતો કારણ કે મેં છેલ્લે કંઈક અખતરા કરવાનું નક્કી કર્યું..

અલી : તારા લાયક બધી વસ્તુઓ જો આ રહી તારા સામે..
એમ કહીને એને એક બોક્સમાંથી કપડું હટાવ્યુ તો પાંચ રિવોલ્વર હતી જોડે કારતૂસ ની ઘણી બધી જોડીઓ હતી.બીજા બોક્સમાં પાંચ છ મોટા એકદમ ધારદાર ચાકુ હતા.

આ બધું જોઈને મારા મિત્રો જરાક ડરી ગયા...
નૈતિક : કાર્તિક,પોલીસ જોઈ ગઈ ને તો પૂરું આપણું તો

me : કાઈ ના થાય...તું આ લે પકડ..અલી શીખવાડે છે કેમ ચલાવાય શીખી લે..હવે આ તારી જ છે...

અને મેં ધ્રુવ ને હર્ષ ને પણ એક પકડાવી..તે લોકોના તો હાથજ ધ્રુજવા લાગ્યા.

અલી કેવી રીતે પકડવાની,કેવી રીતે ચલાવવાની એ બધું સમજાવી રહ્યો હતો કલાકથી...મારું ધ્યાન તો એમાં જ હતું...અને પછી એને પ્રેક્ટિસ માટે એક બીજી બંદૂક આપી...જેમાં લાકડાંની ગોળીઓ હતી...બધા એ એમાં પણ પ્રયત્ન કર્યો...અલીએ બહુ મહેનત કરી ત્યારે અમને આવડ્યું...મારા મનમાં તો ગુસ્સો હતો જ.

હર્ષ,નૈતિક,ધ્રુવ વિચારી રહ્યા હતા કે હું પાગલ બની ગયો છું...તે લોકો વાતની ગંભીરતા નહોતા સમજતા..

me : તમે બધા અત્યારે જેવી રીતે ડરી રહ્યા છો....એવું જ ચાલશે ને તો સોનગઢમાં. તમારી સમાધિ બની જાશે..ત્યાં કોઈ મને જોઈ ગયું તો રહેમ નહિ કરે...તો તમને તો મૂકે જ નહીં...હવે એક જ પ્લાન છે...એ જ ફોલો કરવાનો છે..

ધ્રુવ : તો શું હવે આપણે ખૂન કરવાના છે??

me : ખૂન તો મારે કરવાના છે બધા....તમે લોકો ને તો ફક્ત આંટો મારવા લઈ જવ છું...મારુ સાસરિયું છે તે.. તમારા લોકો માટે બધા રાહ જોઈ રહ્યા છે કે ચાલો સ્વાગત કરીએ...જમાઈના ભાઈઓનું...જોશેને તરત ગોળી મારી દેશે....જંગલી છે બધા ત્યાં...સનમ જેવી છોકરીને ભૂખી રાખી છે બંધ કરીને,જાનકી ને ખબર નહિ શુ કર્યું હશે..અને તમે લોકો અહીંયા આવવા માટે જીદ કરો છો...પણ સામે હિંમત દેખાડો..તો જ આવજો..

ઘણું સમજાવવા પર સમજ્યા...અને ઘણી પ્રેક્ટિસ કરી એમને અલી સાથે...એક વસ્તુ અલી એ ખાસ કીધી કે જેમ બને એમ નજીકથી મારજે...દૂરથી અમારા નિશાના લાગી શકવાની શકયતા ઓછી છે....

અલી : મને તો મારો પ્રેમ ના મળ્યો...તને મોકો મળ્યો છે...અલ્લાહ જોડે જ છે...તું તારી સનમ ને લઈને જ આવીશ...પણ હા...એકવાત યાદ રાખજે આ કાઈ મુવી નથી કે તું છેલ્લે બધાને માફ કરી દે...જો માફ કરી દઈશ તો તે લોકો ની ફિતરત જ હોય કે પાછળથી ઘા કરે...એટલે દયા ના ખાતો....સીધો હેડશોટ જ મારજે...

એમ કહીને એને એક ચાવી આપી અને કહ્યું કે જીવતા પાછા આવજો...જીપ મોંઘી છે..અને હા ગન્સ ફેંકી ના દેતા પતી જાય તો...પાછી લઈ આવજો..

છેલ્લે અમે બહાર નીકળ્યા..બહાર પાર્કિગ માં એક બ્લેક જીપ પડી હતી...એકદમ શાઇન મારતી હતી...એ લોકો એને ચલાવવા માટે અંદરોઅંદર લડી પડ્યા...

me : એક એક કલાક કરીને ચલાવી લેજો....બોવ લાંબો રસ્તો છે...હજુ આખી રાત કાઢવાની છે..ત્યારે સવારે આવશે સોનગઢ..

એમ બોલી હું પોતે જ ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયો અને ગાડીને ભગાવી મૂકી ફૂલ સ્પીડે....

હર્ષ : કાર્તિક આપણે ત્યાં જીવતું જવાનું છે....તારી ઝડપ જોઈને નથી લાગતું કે આપણે ત્યાં પહોંચીશું...

સ્પીડ આજે ઘટવાની નહોતી કે પછી કોઈ બીજાને હું ચાલવવા ન્હોતો દેવાનો...એમ પણ એ લોકોને તો કાલનો ઉજાગરો હતો એટલે એ લોકો મને રોકતા રોકતા ક્યારે સુઈ ગયા ખબર જ ના પડી...

અને હું રાત ના ભયાનક અંધારા માં પણ સાવ શાંત રસ્તા પર ફૂલ સ્પીડે ગાડી ઉડાવી રહ્યો હતો...

મને ઊંઘ નહોતી આવતી પણ ગુસ્સો આવી રહ્યો સૂર્યા અને એના બાપ પર કે જે બંદૂકો લઈ ને આવ્યો છું તે જ તેના અંદર બધી ગોળીઓ ઉતારી નાખું...અને એનો જ ગુસ્સો મારી અંદર વધતો જ જતો હતો....

ત્યાં જ એક વળાંક લેવા ગયો ત્યાં બધા સીટ પરથી ફંગોળાયા અને એના લીધે તે લોકો જાગી ગયા...
એમની આંખો ખુલી ત્યારે મેં ગાડી દૂર એક પહાડ જેવી જગ્યા પર ઉભી રાખી હતી...અને અચાનક ફૂલ સ્પીડે

નૈતિક : એ ભાઈ....અમારે જીવવું છે...તું થોડીક વાર આરામ કરી લે..

me : બહાર આવો...તમને કંઈક દેખાડું...

એમ બોલીને હું ગાડીની બહાર નીકળ્યો અને સાથે દૂરબીન લીધું.

💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜

On insta : @cauz.iamkartik


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED