Truth Behind Love - 53 books and stories free download online pdf in Gujarati

ટ્રુથ બિહાઇન્ડ લવ - 53

ટ્રુથ બિહાઇન્ડ લવ
પ્રકરણ-53
પતિની સેવામાં અટવાયેલા અનસુયાબહેન આજેજ સ્તુતિને મળવાં આવ્યાં. સ્તુતિને પ્રેમથી સહેલાવી રહ્યાં. સ્તુતિએ થોડો પ્રતિસાદ આપ્યો પાછી સ્થિર થઇ ગઇ. અનસુયા બ્હેન સ્તુતિની પીડા અને સ્થિતિ જોઇને ધુસ્કે ધુસ્કે રડી પડ્યાં. શ્રૃતિ દોડી આવી એની આંખમાંથી પણ આંસુ નીકળી આવ્યાં. "માં બસ કર હવે એને વધુ પીડા થશે. એમ કહી આશ્વાસન આપ્યું.
સ્તવને કહ્યું "શ્રૃતિ તું એ લોકોને ઘરે લઇ જા અને જુઓ ઘરે પહોચતાં પહેલાં સ્વસ્થ થઇ જજો. પાપાને અસર ના થવી જોઇએ અને વિનોદાબેન અને શ્રૃતિ અનસુયાબ્હેનને લઇ ગયાં.
*****************
સિધ્ધાર્થે એનાં આસીસ્ટન્ટ પાસે બધો રીપોર્ટ લીધો સીસીટીવી કેમેરા ફુટેજનાં શું છેડછાડ થઇ છે એની તપાસ કરો અને શ્રૃતિ ત્થા સ્તુતિ બંન્નેનાં ફોન રેકર્ડસ લાવ્યાં ?
આસીસ્ટને કહ્યું "સર આવી ગયાં છે રીપોર્ટ અને રેકર્ડ આપને આપું છુ કહીને આખી ફાઇલ હાથમાં પકડાવી.
સિધ્ધાર્થ ઝીણવટ પૂર્વક બધાં ફોન નંબર તપાસી એમાં પહેલાં સ્તુતિનાં ચેક કર્યા એમાં એણે એનાં જે નંબર હતાં એ એનાં પાપા અને સ્તવન સાથેનાં જ હતાં અને પછી શ્રૃતિએ અનારને ફોન કરેલો અને બીજી ફ્રેન્ડ્સને અને સ્તવન સાથે સ્તુતિના અકસ્માત પછી વાત કરેલી. સિધ્ધાર્થે એટલું જોઇને શ્રૃતિનાં નંબર પરની ચકાસણી શરૂ કરી એમાં ઘણાં નંબર હતાં એ બધાં ચેક કરીને કહ્યું આ બધા નંબર છે એ કોનાં છે એની તપાસ કરો પેલાએ કહ્યુ એ નંબરોનાં જે યુઝર્સ છે એનાં નામ પણ આવી ગયાં છે પાછળ પેજ પર છે એણાં એણે એની ફ્રેન્ડસ ખાસ અનાર પછી એ જે કંપનીમાં કામ કરે છે એ લોકોનાં નંબર છે જેમકે ધર્મેશ, મુંજાલ, વિક્રમ, જે માણસ છે એનો મીસ કોલ છે અને એક નંબર છે જેનું હજી ખબર પડી નથી.
સિધ્ધાર્થ સાંભળીને વિચારમાં પડી ગયો પછી કહ્યું કઇ તારીખે અને સમયે વાત થઇ છે અને એમાં અકસ્માતનાં દિવસે અને આગળ-પાછળનાં દિવસોમાં જેટલી વ્યક્તિ સાથે વાત થઇ છે બધાને પોલીસ સ્ટેશન બોલાવો.
***************
નવરત્ન ટ્રાવેલસની ઓફીસમાં આજે બીલકુલ ચહલપહલ નહોતી. ધર્મેશે મુંજાલ અને વિક્રમ સાથે વાત કરી કે મને પોલીસ સ્ટેશન બોલાવ્યાં છે ખબર નહીં શું પૂછશે ? આપણે તો એની સાથે એ પણ શ્રૃતિ સાથે હોલીડે બુકીંગ બાબતે જ વાત વિક્રમ ચૂપ બેઠેલો. શ્રૃતિ પણ જવાબ આપશે ને ? વિક્રમ ચૂપ બેઠેલો... એણે કહ્યુ મને તો ખબર જ નથી આવું કેવી રીતે થઇ ગયું અંદરથી ખૂબ જ ગભરાયેલો હતો મારે શું જવાબ આપવો ? આમાં હું તો હોળીનું નાળીયેર થઇ ગયો... મને કેમ શું થઇ ગયેલું કે... થોડી મજા લેવામાં આવો ફસાઇશ ? ગીતા લેવામાં સીતા ફસાઇ ગઇ.
ધર્મેશ કહ્યું "જે થયું હોયએ કહેવું પડશે પણ આપણે ગભરાવાની જરૂર નથી આપણી ધંધાકીય ડીલ જ હતી હું મી.વિશ્વનાથનને જાણ કરી દઊં કે આવો બનાવ બની ગયો છે તમારી પાસે પણ ઇન્કવાયરી આવશે જસ્ટ એલર્ટ કરી દઊં. આ બધી વાતમાં વિક્રમને થયુ પેલો જાબાન તો બચી જ ગયો એની સામે ફોન પર કોઇ વાત નથી થઇ સાલો... બધાં જ અંદરથી ગભરાયેલાં હતાં અને આપેલાં સમય પ્રમાણે પોલીસ સ્ટેશન જવા તૈયાર થયાં.
*************
સિધ્ધાર્થ બધીજ તપાસ હોટલ પૂરતી પૂરી કરી. સ્તુતિની પાસે મળેલાં હોટલની ચાદર એનાં ફેસ પર ધાયલ થયાં નિશાન નાં ફોટાં સ્તુતિનાં નખમાં મળેલી ચામડી-લોહીનાં પરૂનાં બધાનાં રીપોર્ટ 2 દિવસમાં આવી જવાનાં હતાં.
સિધ્ધાર્થે કહ્યું પેલા લોકોને જે તે સમયે બોલાવ્યાં છે એને મારી ચેમ્બરમાં મોકલજો બધાની ઉલટ તપાસ હું લઇશ તમે બહાર રહેજો આસીસ્ટનન્ટને હુકુમ કર્યો. અને હાં ખાસ વાત આ લોકોનાં સ્ટેટમેન્ટ લઇએ ત્યારે એનું રેકોર્ડીંગ થવું જોઇએ જ્યારે જ્યારે પૂછતાછ થાય એની સરખામણી કરી શકાય કોણ સાચુ અને જૂઠુ બોલે છે એ નક્કી થઇ શકે. આજે કોને કોને બોલાવ્યાં છે ? આસીસ્ટનન્ટ એ કહ્યું "સર આજે ધર્મેશભાઇ મુંજાલભાઇ અને વિક્રમને બોલાવ્યાં છે...
સિધ્ધાર્થે કહ્યું એ બધાં આરોપીઓ છે ખાલી પુરુવાર થવાનાં બાકી છે અને આ ગેંગ ઉપર જ વહેમ છે. ભાઇ ભાઇ શું કહે છે ? આસીસ્ટંટ રાહુલે કહ્યું "સર પેલો અનનોન નંબર એટલે કે પ્રાઇવેટ નંબર કરીને ડીટેઇલ્સ આવતી હતી એ નંબર આ લોકોનાં ખાસ મિત્ર ધર્મેન્દ્ર અંતાણીનો છે.
વિશ્વાસે કહ્યું ઓહ આ ઇન્ડ્રસ્ટ્રીયાલિસ્ટ આમાં ક્યાંથી ભરાયો ? કંઇ નહીં પછી એને પણ બોલાવો અને એની ફ્રેન્ડ અનારને પણ મળવું પડશે ક્યાંકતી કોઇ છેડો મળી જ આવશે. રાહુલે કહ્યુ આ અનાર ધર્મેન્દ્ર અંતાણીની છોકરી જ છે જે એલોકોની ફ્રેન્ડ છે અને ખાસ ફ્રેન્ડ શ્રૃતિની છે. અને બધી જ તપાસ કરી છે.
સિધ્ધાર્થે કહ્યું "ઓહ એમ વાત છે. તમે આ શ્રૃતિ સ્તુતિની જેટલી ફ્રેન્ડ છે બધાની તપાસ કરવો શ્રુતિને પૂછીને લીસ્ટ બનાવો આપણને ખબર પડે આ સર્કલ કેવું છે આ બધી છોકરીઓ શું કામ કરે છે ? ક્યાં કરે છે બધુ જ જાણો. રાહુલે કહ્યું ઓકે સર વધુમાં વધુ બે દિવસમાં બધી જ માહિતી મળે જશે.
સિધ્ધાર્થે કહ્યું બધામાં બે-બે દિવસ ના લો બને એટલી ઝડપી તપાસ કરો મને મોડામાં મોડું પરમદિવસે રીપોર્ટ મળવાં જોઇએ ત્યાં સુધી ફોરેન્સીકનો પણ રીપોર્ટ આવી જશે એક સાથે મળેલી માહિતીમાંથી આપણે અસલ આરોપી શોધી નાંખીશું આ પેલા લોકો આવે મારી ચેમ્બરમાં મોકલો સિધ્ધાર્થ ફરીથી સૂચના આપી.
***********
બધાનાં ગયાં પછી સ્તવન પાછો સ્તુતિ પાસે આવ્યો. સ્તુતિ પહેલાંની જેમ જ સૂઇ રહેલી... થોડી પળો વીતી સ્તુતિ પાછી પથારીમાં અતે બેઠી થઇ હાંફવા લાગી એણે આંખો ખોલી હોઠ ફકડાવ્યાં.... એણે થોડી સ્થિર થઇ અને એણે નજર ફેરવીને સ્તવન સામે જોયું પણ જાણે ઓળખતી ના હોય એમ નજર કરી.
સ્તવન ખુશ થઇ ગયો એણે સ્તુતિને કહયુ સ્તુતિ તને ભાન આવી ગયું ? સ્તુતિ જો હું સ્તવન તારી પાસે જ છું સ્તુતિ બોલ શું થયું હતું તને ? સ્તુતિ કંઇ બોલી નહીં એણે સ્તવન સામે જોયાં કર્યું. ત્યાં સ્તવનનો અવાજ સાંબળી નર્સ આવી એણે સ્તુતિને આમ બેઠેલી જોઇ હર્ષથી એ બહાર દોડી ગઇ અને ડોક્ટરને બોલાવી લાવી.
ડોક્ટરે સ્તુતિને તપાસી એ ભાનમાં હતી... આંખો ખૂલ્લી હતી પણ કંઇ બોલી નહોતી રહી. ડોક્ટરે એને પૂછ્યું. "સ્તુતિ હવે તને સારું છે ને ? મને વિશ્વાસ હતો જ કોમામાં ગઇ છે પણ જલ્દી ભાનમાં આવીશ કારણ કે તારી અંદર તો કંઇ ને કંઇ ચાલુ જ હતું વિચારો ભય વિગેરે પણ હવે તું સ્વસ્થ અને સુરક્ષિત છે. બોલ બેટા તને શું થયેલું ? કેવી રીતે વાગ્યું કે પડી ગઇ ? કઇ રીતે આવા અકસ્માત થયેલો ? કોણ હતાં ?
સ્તવને કહ્યું "સર પોલીસની જેમ સવાલ ના કરો એની તબીયત અંગે જરૂરી સારવાર કરો એ કંઇ બોલી નથી રહી મને પણ નથી ઓળખી રહી તમે સિધ્ધાર્થ સરને જાણ કરી દો એમને લાગશે એ પૂછી લેશે એ ફરીથી ભાન ના ગુમાવે પ્લીઝ એવી સારવાર કરો.
સ્તવનને બોલતો જોઇને સ્તુતિ એની તરફ જોઇ રહી પણ કંઇ બોલતી જ નહોતી જાણે ઓળખતી જ ના હોય એ થોડીવારે પાછી આંખ ખોલીને સ્તનને જોવા લાગી. સ્તવને કહ્યું "સ્તુતિ હું સ્તવન છું કેમ કંઇ બોલે નહીં કંઇક તો બોલ. સ્તુતિએ ફરી આંખો બંધ કરી દીધી.
ડોક્ટરે કહ્યું "પ્લીઝ એમનામાં ખૂબ અશક્તિ છે એ હમણાં બોલી શકે એવી સ્થિતિમાંજ નથી હમણાં એમને કોઇ દબાણ કે કોઇ રીતે પરેશાન ના કરો. અને નર્સને કહીને પાછું. બી.પી. ટેમ્પરેચર માપવાં કીધું અને ત્યાં જ ઉભા રહીને ચેક કરતાં રહ્યાં.
ત્યાંજ શ્રૃતિ અંદર આવી થરમોસ લઇને અને એણે સ્તુતિને બેઠેલી જોઇ એનાંથી બોલાઇ ગયું "દી.. ભાનમાં આવી ગઇ ? એની આંખો કેમ બંધ છે ? અને સ્તવનની પાસે આવીને ઉભી રહી ગઇ. સ્તવને કહ્યું "શ્રૃતિ શાંતિ રાખ હમણાં આંખ ખોલશે અને સ્તુતિએ આંખો ખોલી.
વધુ આવતા અંકે --- પ્રકરણ-54

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED