*એક ખેડૂત પુત્રની સમજદારી* વાર્તા... ૨૯-૧૨-૨૦૧૯
આફતો થી ઘેરાયેલા હરીશભાઈએ
ઘરમાં પ્રવેશ કર્યો..
બોલ્યા: ‘સાંભળ્યું કે ???
અવાજ સાંભળી
હરીશભાઈ નાં પત્ની
રંજન બેન હાથમાં
પાણીનો ગ્લાસ લઈને
બહાર આવ્યા.
“આપણા કેતન ને વીઝા મળી ગયાં કેનેડા ના હવે એ ત્યાં જઈને આગળ ભણશે તો આગળ સારું કમાશે... તો આ દેવું ઉતરી જશે..
બાકી આ વખતે તો કુદરત રુઠી છે તો કમોસમી વરસાદથી પાકને ઘણું જ નુકસાન થયું... અને એમાંથી બહાર આવીએ ત્યાં તો આ તીડને લીધે બચેલો બધો જ પાક સાફ થઈ ગયો...
આપણાં ખેડૂતો ની વ્યથા એક ખેડૂત જ સમજી શકે... બાકી સરકાર તો મદદ કરે છે પણ વચેટિયાઓ બધું સગેવગે કરી દે છે તો દુઃખી ખેડૂતો સુધી મદદ પહોંચતી જ નથી...
શું કહો છો ભાગ્યવાન???
સુખની આશા ના એંધાણ હવે દેખાય છે..
રંજનબેન સાચી વાત છે આપની...
*કેતન* એમનો મોટો દીકરો જે હમણાં જ બારમાં ધોરણમાં સારા ટકા એ પાસ થયો હતો..
અને એક નાની દીકરી હતી સોનલ...
ઘરનું વાતાવરણ આનંદમય બની ગયું..
કેતન અને સોનલ બન્ને ખુબ સમજદાર
અને સંસ્કારી હતા...
સોનલ એસ.એસ.સી માં હતી તો ભણવામાં અને ઘરકામ માં ધ્યાન આપતી...
જ્યારે કેતન ખેતી માં મદદ કરતો... અને શહેરમાં જઈને સીઝનેબલ વસ્તુઓને લાવી ઘરમાં જ રહી ને વેચાણ કરતો જેથી ઘરમાં મદદરૂપ પણ થવાય અને ભણવામાં પણ ધ્યાન રહે...
હરિભાઈ કેતન ને કાયમ કહેતા: ‘બેટા આ તારા કમાણી ના રૂપિયા તારી પાસે રાખ તારે ભવિષ્યમાં તારે કામ લાગશે..'
કેતન કહેતો પપ્પા એમાં તમારો જ હક્ક છે...
કેતન ને કેનેડા જવા આડે હવે પંદર દિવસ બાકી હતા.
હરીશભાઈ એ
કેતન ને
પાસે બેસાડીને કહ્યું: ‘બેટા તું કેનેડા જઈને ભણવા માં મન લગાવીને ભણજે.. અને તું સારું ભણીને કમાઈશ તો આપણો પરિવાર આગળ આવશે...
બાકી આ ખેતરમાં હવે કંઈ ઉપજતું નથી અને દેવાદાર થઈ ગયા છીએ...
આ તો ભલૂ થજો તારા સાહેબનું જેણે તને કેનેડા મોકલવાની આ વ્યવસ્થા કરી આપી...
એમનો ઉપકાર માનીએ એટલો ઓછો પડે...
તો બેટા
સોનલના લગ્ન માટે
મેં થોડી બચત કરી ને રાખી છે
એ આ બે લાખ રૂપિયાનો ચેક
હું તને આપું છું…
તારે કેનેડા કામ લાગશે,
તું તારા એકાઉન્ટ માં
જમા કરાવી દેજે.’
‘ના પપ્પા એની કોઈ જરૂર નથી હું એક ખેડૂત પૂત્ર છું તો મહેનત એ મારો ધર્મ છે એ તમારે કામ લાગશે અને તમારા આશીર્વાદ છે એ જ મારી મૂડી છે... આટલો જવાબ આપીને હું મંદિર જઈને આવું કહી ને નિકળી ગયો...
સમય ને જતા ક્યાં વાર લાગે છે??? એ શુભ દિવસ આવી ગયો...
સર્વે નાં હરખનો પાર નથી. અને જુદાઈ નો ભાર પણ હતો..
અમદાવાદ ના એરપોર્ટ પર ગામના મોભી અને સુખી એવાં મહેશભાઈ મુકવા એમની ગાડીમાં બધાને બેસાડી ને લાવ્યા હતાં...
એરપોર્ટ પર પહોંચી ને ..
એકદમ સહસા
કેતન નાં હૈયે થી બે શબ્દો નીકળ્યા.
‘ઉભા રહો મહેશ કાકા મારે તમારા બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે થોડી વાત કરવી છે, પછી હું બધી જવાની વિધી કરુ..
“પપ્પા તમે મને લાડકોડ થી મોટો કર્યો ભણાવી, ગણાવી ખુબ પ્રેમ આપ્યો એનું ઋણ તો હું ચૂકવી નહિ શકુ…
પરંતુ એકવાત કહું...
મહેશભાઈ અને હરિશભાઈ કહે બોલ બેટા...
હું તમારો દીકરો છું એક ખેડૂત પુત્ર છું...
હાજર રહેલા બધાની નજર
કેતન શું બોલે છે તેના ઉપર જ હતી ….
“પપ્પા હવે હું તમારી પાસે એક વચન માંગું એ આપશો???”
હરીશભાઈ ભારે આવાજમાં...
*”હા બેટા”*, એટલું જ બોલી શક્યા.
*“તો પપ્પા મને વચન આપો કે આજ પછી તમે કોઈ ની વાતો માં આવી દેવું ઉતારવાના આંદોલન માં સહકાર નહીં આપો... અને કોઈ પણ રાજકીય રમત ના પ્યાદા નહીં બનો..
આપણે તો આ ધરતી નાં ખેડૂત પુત્ર... આપણી તો ધરતી માં છે... " આપણને દુનિયામાં જગતના તાત તરીકે ઓળખવામાં આવે છે "
તો કુદરત છે તો ક્યારેક મહેર પણ કરે અને ક્યારેક આફતો ની કહેર પણ કરે તો આપણે તો જગતના તાત છીએ તો આત્મહત્યા જેવું પગલું ના ભરી શકીએ.... જગતના તાત થઈને હિમ્મત હારી ના જવાય...
કોઈ પણ બાપ પોતાના સંતાનો માટે કંઈ પણ કરી શકે...
તો આપણી પણ ફરજ છે આ દેશ માટે અને સરકાર માટે...
*"બધાની હાજરી માં હું એટલું જ માંગુ છું. આપશોને મને?"*
*દીકરા નો બાપ ના કેવી રીતે કહી શકે?*
હું ત્યાં જઈને ભણીશ અને કમાઈને મોકલીશ... અને ધામધૂમથી સોનલના લગ્ન કરાવીશું... હું પાછો આવીને ખેતી જ કરીશ આ મારું વચન છે... કારણકે જગતના તાત એમનમ નથી બનાતું...
*લગ્નમાં દીકરી ની વિદાય વખતે કન્યા પક્ષનાં સગાઓને તો રડતાં જોયા હશે, પણ આજે તો કેનેડા જતાં કેતન ની વિદાય પહેલાંજ બધાંનીની આંખો પણ ભીંજાઈ ગઈ*
ભાવના ભટ્ટ અમદાવાદ....