પરદેશી Patel Priya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરદેશી

ઉનાળા ની મીઠી સવાર...!!! મંદ ગતિએ ઠંડો પવન ખુશનુમા મૌસમી - ખીલેલા ફૂલની સુગંધ નો અનુભવ કરાવતો વહેતો હતો . આકાશ માં સૂરજ નો પ્રકાશ ધગધગતા અંગારા જેવો તડકો પૃથ્વી સામે તકોરતો... હાલ પૂરતો ઠંડો લાગતો હતો...
પંખી ઓ નો મિઠો કલરવ ધીમે ધીમે વધે જતો હતો.

ટ્રી ન... ટ્રિં ન અને મોબાઇલ ની સ્ક્રીન પર એક સંદેશ આવે છે. દ્રિતી આંખો મરડી, આળશ છોડી બગાસું ખાતા બાજુ માં પડેલો લે છે અને પોતાનો મોબાઈલ જોવે છે. જોતા જ ઉગમતા અવાજે બોલી " અરે આ ફેસબુક પર એક નવી ફ્રેન્ડ રિકવેસ્ટ.. લાવો જોઈએ કોણ છે આ જનાબ ..... નામ છે પ્રદીપ સિંહ ... અહ..સારું નામ છે " .
હજું આગળ પ્રોફાઇલ ખોલતી જ હતી ત્યાં તો મમ્મી ની બૂમ આવી ગઈ " અરે બેટા ઉઠ ને હવે ઉઠ જોતો કેટલા વાગ્યા , આટલા વાગ્યા સુધી કોણ સુવે, દ્રિતી બેટા, ઉઠને હવે તારે જોબ પર નથી જવાનું ? હવે તું ઉઠે છે કે હું આવું..!!!! હવે આટલું બધું સાંભળ્યા પછી એનો હકાર નો જવાબ તો બનતો હતો ચિડાઈને જોરથી " એ હા મમ્મી ઊઠી ગઈ ".
દ્વિતી, આમ સ્વભાવે શાંત પણ જો તમે અડો તો શેતાન ની પણ બાપ, દેખાવે - અતિ સુંદર આહા... એટલી ખૂબસૂરત... મંદ...મંદ.. સ્મિત વેરતી ... કાજલકારી નમણી આંખો ... ગુલાબી પંખૂડી જેવા હોઠ... ગોરા ગોરા ગાલ... અને એના પર લહેરાતી એની બે કાળી લટો... અને જયારે બોલે ત્યારે ...
જાણે કોયલ ટહુકે ....
મીઠો રણકાર હતો એના અવાજમાં ....
ભણવામાં પણ એટલી જ હોંશિયાર , કોલેજ પતાવી હવે એ એક ફાઇનાન્સ કંપની માં જોબ કરતી હતી.માતા - પિતા ની એક ની એક લાડકી હતી એ અહી ઇન્ડિયા માં જ પોતાની ફેમિલી જોડે રહેતી હતી . એનું રોજ નું રૂટિન સવારે જોબ , જોબ થી ઘરે આવી પોતાનું કામ , બસ આ જ એનું.

આજે તો વધારે સૂઈ જવાયું.. જલ્દી કર.. જલ્દી ... દ્રિતી ફટાફટ તૈયાર થઈ. નાસ્તો કરવા ટેબલ પર આવી ગઈ... મમ્મી જલ્દી બસ બસ બીજું કંપની પર જમી લઈશ.. તું જલ્દી મારું ટિફિન ભરી દે ને ..જમી ના જમી ટિફિન લઈને દ્રિતી જોબ પર પોહચી ગઇ. ત્યાં પોહચી રૂટીન પોતાનું કામ કરવા લાગી .. થોડી વારમાં લંચ બ્રેક પડ્યો . લંચ જમી થોડી વાર હતી.એટલે એ મોબાઈલ જોતી હતી એટલામાં જ એને સવાર વાળા જનાબ યાદ આવ્યાં .. લાવ અત્યારે જોઈ લઉં..એવું વિચારે જ છે એટલામાં બ્રેક પૂરો.... ચલ હવે સાંજે ઘરે જઈને જ વાત ..મોબાઈલ મૂકી પાછી કામ માં લાગી જાય છે.. સાંજ પડી એટલે જોબ પરથી છૂટી ઘરે આવી.... ઘરે આવી ફ્રેશ થઇ રાત નું જમવાનું પતાવી શાંતિથી પોતાના રૂમ માં બેઠી હતી. લેપટોપ ખોલ્યું અને સવાર વાળા પેલા જનાબ નું પ્રોફાઈલ ખોલ્યું...
હા , તો એમાં
નામ - પ્રદીપ સિંહ ...
ઉંમર માં - ના પૂછો તો જ સારું 😄
અભ્યાસ - એસ્ટ્રોનટ
શોખ - બધા જ ( જિંદગી એક જ વાર મળે )
રહેવાસી - મિલીન્ડર ( પ્લુટો ગ્રહ)

બસ , આટલું જ હતું અને નીચે ૫૦-૬૦ જેવા એના અલગ- અલગ ફોટોઝ .દ્રિતી એક એક કરીને બધા જોવે છે , કોઈક અવકાશ ના તો કોઈ સ્ટાર ના તો કોઈ વળી દરિયાના ... આ બધું તો ઠીક હતું . અજીબ વાત તો એને રહેવાસી માં લખેલું પ્લુટો ગ્રહ લાગ્યું ... સાચે માં પ્લુટો ..પણ.. પણ આ કેમનું સંભવ છે ત્યાં કોઈ કઈ રીતે .. શું આ સાચું હસે... લાવ ને એને જ પૂછી લઉં ... તરત જ દ્રિતી એ ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારી લીધી ... લેપટોપ બંદ કરી ને સુઈ ગઈ.

પ્લુટો ગ્રહ , બહુ જ ઠંડો સૂર્ય થી બહુ દૂર હોવાના લીધે અહી ઓછા પ્રમાણ માં સૂર્યનાં કિરણો પોહચી શકે છે તેના લીધે અહી મોટા ભાગે ઠંડી જ હોય છે આમ કહીએ કે અહીંના શિમલા જેવું વાતાવરણ તેવું રોજ હોય છે. રોજ બરફવર્ષા..
રાત્રિ નો સમય એટલે બહાર તો નીકળી શકાય એમ નહિ એટલે ઘર માં જ ફાયર કીટ ચાલુ કરી તેના જોડે બેસી થોડી ગરમી લઇ રહ્યો હતો.
ડોટ...ડોટ...ડોટ... મોબાઈલ ની સ્ક્રીન પર સંદેશો આવ્યો..પ્રદીપ સિંહ નાં મોબાઈલ માં , ઊભો થઈ ને ટેબલ પર પડેલો લઇ પાછો અહી આગ જોડે આવી બેસી ગયો. અને જેવો મોબાઈલ ખોલે છે ને વાચે છે.. તમારી ફ્રેન્ડ રિકવેસ્ટ દ્વિતી એ સ્વીકારી લીધી છે... આ વાચતા જ એના ચેહરા પર એક લાંબી સ્માઈલ આવી ગઈ
" આ પૃથ્વી ની છોકરી ઓ હજું પણ આવી જ છે .. એક દમ ફટાક લઈને ફ્રેનડશીપ સ્વીકારી લીધી વાહ.... છોકરીઓ તો આપડી પૃથ્વી ની એકદમ ભોળી ને ડાહી..😄😄." પ્રદીપ એ ટૌંત માં બોલી ઉઠ્યો.
એને તરત જ મેસેજ કરી દીધો
" Hy..."!!!

બીજા દિવસે સવારે જ્યારે દ્વિતી ઉઠે છે ત્યારે ઉઠતા ની સાથે જ મોબાઈલ ચેક કરે છે અને સ્ક્રીન પર પ્રદીપ નો મેસેજ જોતા જ એ મર્મ માં હસી પડે છે અને જવાબ આપે છે.. " Hiii "
દ્વિતી જેવી જવાબ આપે છે તરત એ જ સમયે પ્રદીપ પણ ઓનલાઇન જ હોય છે એટલે એ પણ સામે વાત ચાલુ રાખે છે ..

" કેમ છો "???? દ્વિતી
જવાબ માં દ્વિતી કહે છે " મજામાં , અને તમે કેમ છો ??"
" હુ તો હમેશા મજામાં અને મસ્ત જ હોઉં છું " પ્રદીપ એ
ઉતપ્રેક્ષા માં જવાબ આપ્યો. પછી આગળ પૂછે
" બોલો કેવું ચાલે છે?? જોબ કેવી ? અને
જીવનમાં કેવું ચાલે .."
આટલા બધા સવાલો એક સાથે જોઈ દ્વિતી જવાબ આપતા વિચારે છે ને પછી બસ એક ટુંકો જવાબ આપે છે
" બધું સારું "
બસ, આટલો નાનો જવાબ જોઈ પ્રદીપ ન લાગ્યું કે કદાચ ઓછું બોલતી હશે.. કઈ નહી હવે મારી જોડે રહી બોલતી થઈ જશે ....😄
" આભાર , તમારો મારી સાથે ફ્રેનડશીપ કરવા માટે !!"
પ્રદીપ એ વાત આગળ વધારવા માટે આભાર માન્યો.
" હા , બરાબર પણ મને તમારી પ્રોફાઈલ અદભૂત , સારી લાગી તો મે સ્વીકારી લીધી " દ્વિતી હવે એને જે પૂછવું હતું એના તરફ જઈ રહી હતી
" એમાં શું અદભૂત હતું !!!"""" શબ્દ વાંચી પ્રદીપ પણ થોડી વાર માટે અદભૂત અવસ્થા માં આવી ગયો.
હવે દ્વિતી મુખ્ય પોઇન્ટ પર આવી હતી. " તમારી પ્રોફાઇલ માં લખેલું કે તમે પ્લુટો થી છો તો મને થોડી નવાઈ લાગી કે તમે સાચે માં પ્લુટો થી જ છો કે પછી બસ.... દેખાવા માટે"!
" હા , તો એમાં શું નવાઈ !!! હુ સાચે માં અહી પ્લુટો પર જ છું હું કઈ અહી એકલો નથી ...અહી બઉ બધી વસ્તી છે . તમે મારા ફોટો જોયા હોય તો એ બધા અહીંના જ છે" !!