amma books and stories free download online pdf in Gujarati

અમ્મા

" મા બનવા માટે છોકરા પેદા કરવા જરૂરી નથી "!!!


બે - ત્રણ મિનિટ માટેતો કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો. બધાની આંખો ફક્ત નીલીમાને જ જોઈ રહી હતી.આ એજ કોર્ટ છે જ્યાં થોડા સમય પહેલા કોર્ટની બહાર ખૂબ ભીડ જામેલી , વકીલોના લોકોના ટોળાને , પોલીસનો કાફલો , મીડિયાનું કેન્દ્ર હતું ...


આ કહાની ની શરૂવાત ઓગસ્ટ ,૧૯૭૯ માં ઝારખંડ રાજ્યના દેઓઘર જિલ્લામાં થઈ હતી . નીલિમા , નીલિમા અનલ નું બાળપણ કેટલું સામાન્ય હતું કે ન હતું એ કહેવું થોડું મુશ્કેલ છે પણ , બાકી છોકરીઓના જેમ એના પણ અમુક સપનાઓ હતા . પણ કદાચએ જ્યાં જન્મેલી ત્યાં સપાનાઓથી વધારે મહત્ત્વ મહેનત , મજૂરીનું હતું . ઘરમાં એ ત્રણ ભાઈ બહેન હતા . એમાં સૌથી મોટી નીલિમા એટલે સ્વાભાવિક હતું કે નીલિમાનું બચપણ જવાબદારીમાં જ લોતપ્રોત....સવારે માતા - પિતા કામે જાય ત્યારે તે ઘરનું બધું કામ પતાવી સ્કૂલે જતી અને સ્કૂલેથી આવીને કામે જવું પડતું હતું. ઘરની સ્થિતિ એટલી સારી પણ ન હતી એટલે એનું બાળપણ ક્યાં ગયું , એતો જાણે ધૂળની ડમરીની જેમ ધુધળું જ હતું....

નીલિમા જ્યારે ૧૦ વર્ષની થઈ ત્યારે એક બીમારીમાં તેની માનું દેહાંત થઈ જાય છે . કહે છે ને " ઘર નો સહારો મા.... મા વગર નું ઘર સાવ સૂનું .... દીવેટ વગરના દિવડા જેવું ..આત્મા વગરના શરીર જેવું ખાલી ખોખું થઈ જાય છે ."


કોઈ જન્મથી જ બહાદુર નથી હોતું , તેને મજબૂત બનાવે છે સમય , પરિસ્થિતિ . નીલિમા પણ થોડા જ દિવસ માં ઘરને પાછું વાળી દે છે.ઘરને પાછું ઘર એક સ્ત્રી જ બનાવી શકે. ઘરમાં પિતાનો એક સહારો અને નાના ભાઈ બહેનની જાણે મા......બસ , પોતાના સપનાઓ કેવા એ ભૂલી આ જવાબદારી મારી એ સમજીને ઘરને પાછું ખેલતું કૂદતું કરી દીધું. પોતાનું ભણતર , ઘરનું કામ અને પરિવાર નું ધ્યાન બધું જ સાંભળતી થઈ ગઈ .જેમ જેમ સમય વીતતો ગયો તેમ નીલિમા મોટી થતી ગઈ .સાચું જ કહે છે લોકો દીકરીને મોટી થતાં વાર નથી લાગતી ....



૧૨ ધોરણ સુધી ત્યાં જ ભણી આગળ કોલેજનાં ભણતર માટે બહાર જવું પડતું તેમ હતું પણ હવે આ પિતા અને નાના ભાઈ બહેનને છોડીને ક્યાં...!!!!! એટલે આગળ તેને ભણવાનું છોડી દીધું .અને કામે જવા લાગી..માં વિનાની દીકરીને એની જવાબદારી અને સંઘર્ષની વ્યાખ્યા ક્યારેય સમજાવી ના પડે .

લગ્નના ઉંમરની કોઈ છોકરી પોતાના પિતાના ઘરે રહે એતો અત્યારના કયા સમાજમાં ચાલે !!! સમાજ ના મહેણાંટોણા આ શેરીની ગપસપ , બધાની એ ત્રાશી નજર .....આ બધું જ સહન કરી એને પોતાના ઘરને ઉજાગર કર્યું.


આખરે આ ક્યાં સુધી એના પિતા ને પણ નીલિમા ની ચિંતા રહેતી....તેટલામાં વર્ષો ક્યાં વીતી ગયા જાણે કાલ ની ગુલાબ ની કળી આજે મોટું ફૂલ જાણે... નીલિમાની નાની બહેન નિધિ પણ હવે થોડી મોટી થઈ ગઈ હતી તે પણ થોડું ઘરના કામમાં મદદ કરતી થઈ ગઈ હતી. એટલે પિતાનો થોડો બોજ તો ઓછો હતો તે છતાં નીલિમાને લગ્ન કરવા ન હતા. તેની માટે તેનો પરિવાર જ તેની જવાબદારી હતી. પિતા તો એક પિતા છે ને ....!!!!

નીલિમાની ના પછી પણ બાજુના ગામમાં રહેતા તેમના જ સમાજ નાં સારા એવા છોકરા ઉત્સવ સાથે તેના લગ્ન કરાવી પિતા પોતાની ફરજ પૂરી કરી . હવે લગ્ન પછી તો છોકરી સાસરે જ રહેવાનીને , છોકરા ની નોકરી બહાર રાંચી હોવાથી નીલિમાને પણ તેની સાથે જવું પડ્યું.

ઉત્સવ સ્વભાવે બઉ જ શાંત, પ્રેમાળ અને લાગણીશીલ હતો. અહી સાસરે આવી ઉત્સવના કહેવાથી નીલીમાએ પોતાની આગળનું ભણતર ફરી ચાલુ કર્યું તેને કોલેજ પૂરી કરીને સ્તાનક થઈ . ઘરે પિતા ની તબિયત હવે બઉ સારી રહેતી ન હતી .તેથી બહેન નિધિ અને નાનો ભાઈ હિતેશના પણ લગ્ન કરાવી હવે પિતા બધી જવાબદારીઓથી મુકત થઈ ગયા હતા.. આ નસીબના ખેલ પણ કેટલા અજીબ હોય છે જીવન રૂપી બાજી માં ક્યારે બાદશાહ આવેને ક્યારે એક્કો આવી આખી બાજી જ પલટાવી દે છે.


નીલીમાની જિંદગી દુઃખોથી ભરેલી છે તેમ કહેવું કે તેની જીંદગીના દરેક રસ્તા કાંટાળા છે તેમ કહેવું. ???


હજું લગ્નને માંડ ૨ વર્ષ થવા આવ્યા હસેને એક કાર એક્સીડન્ટમા તેના પતિનું મૃત્યું થાય છે ...હવે આને શું કહેવું ? કુદરતના આ આકરા પ્રતાપને શું કહેવું ?? હજું એને ક્યાં કઈ જોયું જ હતું. અને આ...!!!સંસાર બનતા પેહલા જ એનો માંડવો લૂંટાઈ ગયો...ક્યાંનો ન્યાય આ ???


૧૦ વર્ષે જેને પોતાની માને ગુમાવી હોય અને આજે લગ્નના ૨ વર્ષમાં પતિને પણ.. હવે એના માટે કોણ દોશી બહાદુરની બહાદુરી પણ ક્યાંક દગી જાય. નીલીમાંને કોઈ સંતાન પણ ન હતું.આ સમયે સહારો તેના પરિવારનો જ હતો. પિતા પથારી વશ હતા..... એમની સામે રહી ને એમની મુશ્કેલી વઘારવા માગતી ન હતી.તે ગામડે પોતાના સાસરે આવી ગઈ થોડા દિવસ ત્યાં જ રહી.

આ દુનિયા એને પોતાની જાતથી દુર કરતી લાગી , એક તન્હાઈ ભર્યું વાવાઝોડાની લપેટમાં સપડાઈ ગઈ હતી.... . કોને કહુંને મારું દુઃખ હળવું થાય ... ક્યાં જાઉંને મારા અશ્રુને છુપાવી શકું.... નીલિમા પાછી રાંચી આવી ગઈ. પણ અહીંયા એ કરશે શું એની મુઝવણ જ એને સતાવતી હતી. ભણેલી એટલે નોકરીની શોધખોળ કરતી અને બાકી છોકરાઓને ભણાવતી એમ કરતાં એનું ગુજરાનતો એ ચલાવી લેતી...

એક દિવસ જ્યારે એ જોબ પરથી ઘરે જઈ રહી હતી ત્યારે અચાનક એક નાનું બાળક પાછળથી આવી તેની સાડી પકડીને મમ્મી... મમ્મી બૂમો પાડવા લાગ્યું....

નીલિમાએ જ્યારે પાછળ જોયું તો એક બાળક તેની સાડી પકડીને ઉભુ હતું . હવે આને કુદરત નો ઈસારો કહેવાય કે એની કિસ્મત. એને જેવું બાળકને પોતાની ગોદ માં ઉઠાવ્યું એ બાળક ના પિતા આવ્યા અને માફી માગવા લાગ્યા ... અરે ... !! બહેન માફ કરજો એને લાગ્યું આ એની મમ્મી છે એની મમ્મી હવે આ દુનિયામાં નથી તો એને બધામાં એની મમ્મી જ દેખાય છે ...એટલું કહીને પેલા ભાઈ તો ચાલ્યા ગયા પણ નીલિમા હજું ત્યાં જ હતી તેની આંખો સામે એ બાળક જ રમતું હતું આખરે એનામાં પણ મમતા હતી ...દિવસોના દિવસો વીત્યા પણ એ બાળક ની માસૂમિયત રહી ગઈ. ઘરમાં પણ બાળકો રમતા દેખાવા લાગ્યા... રેહવાયું જ નહિ.

બીજા દિવસે એ અનાથાશ્રમ ગઈ. ત્યાં એટલા બધા બાળકો જોઈને તો એ જાણે ભાન જ ભૂલી ગઈ... અશ્રુની તો નદી વહેવા લાગી , બધાને ભેટી ચૂમવા લાગી , બે - ત્રણ ને તો ખોળામાં બેસાડી દીધા... આખો દિવસ ત્યાં જ રહી બાળકો જોડે રમી એમની સંભાળ રાખી. સાંજે ઘરે આવી પણ મનતો ત્યાં જ રહી ગયું હતું.આખરે એણે વિચારી જ લીધું હતું કે એને આગળ શું કરવું હતું.

નીલિમા અનાથાશ્રમ સાથે જોડાઇ ગઈ.એણે એનું જીવન બાળકોને સમર્પિત કરી દીધું હતું.ત્યાં જ રહેવું અને બાળકોને સાચવવા, એમની જોડે રમવું એમની સંભાળ લેવી. નીલિમા હતી જ એટલી પ્રેમાળને લાગણીશીલ, મમતાભરી કે બધાને એક ખીચાવ લાગી જ જાય બધા બાળકો તો એને અમ્મા.. નીલીઅમ્મા.. જ કહીને બોલાવતા હતા.એણે આ અનાથાશ્રમને પોતાનું ઘર બનાવી દીધું હતું.

ત્યાં રહેલા કોઈ બાળકને અનાથ હોવાનો અહેસાસ માત્ર પણ આવે નહિ બાળક ની માતા અને પિતા બંને નીલિમા જ હતી.બાળકોનું ભણતર અને ઘડતર બધું જ સારુ .....સારી સ્કૂલ, સારા કિંમતી કપડાં , રમવા માટે બધા જ પ્રકારના રમકડાં...બધી જ સગવડો હતી.

આ બધી જવાબદારી એકલી નીલિમા ઉઠાવતી હતી.આ બધું તેના પતિ એ કરેલું રોકાણ નું પરીણામ હતું જેથી એટલા બધા ખર્ચા કરી શકતી હતી. પણ અત્યાર ના જમાના માં કોઈ વગર કારણે આવું સારુ કામ કરે એતો લોકો ને ક્યાંથી પચે ...ના જ પચે ન ...

અનાથાશ્રમના જ કોઈ કાર્યકર એ નીલિમા પણ કેસ કર્યો કે .... નીલિમા બાળકોના ભવિષ્યના દાનમાં આવેલા પૈસાનો દુરુપયોગ કરે છે... કોર્ટ માંથી નોટિસ આવીને નીલિમા કોર્ટમાં હાજર થઈ ને ચાલતા સવાલ જવાબો ચાલુ રહે છે.. જ્યારે વકીલ પીછે છે કે તમે તો એક માતા નથી. તો તમને બાળકો વિષે કઈ રીતે ખબર ???

બસ , પછી તો નીલિમા એ જે જવાબ આપ્યો છે...

" મા બનવા માટે છોકરા પેદા કરવા જરૂરી નથી "!!! કોર્ટ માં રહેલા બધા ઊભા થઈ તાળીઓના ગડગડાટ વચ્ચે નીલીઅમ્મા... એક આત્મસન્માન સાથે બહાર નીકળી જાય છે.....

બીજા રસપ્રદ વિકલ્પો