Navu Ghar books and stories free download online pdf in Gujarati

નવું ઘર

" મમ્મી... મમ્મી ક્યાં છે તું અહીં આવ !! મમ્મી ... મમ્મી જલ્દી થી અહીં આવ ને મમ્મી...!!" ધ્રુવ એ આમ એકી શ્વાસે ઘેરા અવાજે બૂમો પાડી.એને અવાજ માં ક્યાંક ડર હતો.

સાંજ નું રમણીય વાતાવરણ એકદમ શાંત , સંધ્યા બસ ઢળતી જ હતી ચારે બાજુ કલરો નો મેળો , ઘરે જતા પંખીઓ નો કલરવ ખીલેલી સંધ્યાનું સૌંદર્ય હતું . માગશર મહિનો એટલે બહુ ઠંડી તો ન હતી. પણ હા પાતળું એવું ટેરકોટન નું સ્વેટર પેહર્યું હોય તો ચાલે જાય.ધ્રુવ સ્કૂલે થી આવી હાથ પગ ધોઈને રોજ ની જેમ હોમવર્ક કરતો હતો. અને ધ્રુવ ની મમ્મી બહાર હીંચકે બેઠા બેઠા સાંજ ની રસોઇ ની તૈયારી માં શાક સુધારતા હતા.અને જોડે બાજુ વાળા શીલા આંટી જોડે થોડી ગપસપ પણ ચાલતી હતી કે આજે આ હતું ને આ થયું અને પાછુ સાંજ નું રશોઈ નું મેનુ પણ એમ જ વાત વાત માં નક્કી થતું. આજ કાલ તો સાંજે ધ્રુવ સ્કૂલે થી આવી પેહલા ટીવી ચાલુ કરવાની વાત પછી બીજું બધું. રોજ ની જેમ આજે પણ ધુવે ટીવી જોતા જોતા હોમવર્ક કરતો હતો. ચેનલ ફેરવે જાય ને હોમવર્ક ના પાના ભરતો જાય.

ચેનલ ફેરવતા ફેરવતા ક્યારે ન્યૂઝ ની ચેનલ આવી ગઈ એનું ધ્યાન જ ન રહ્યું. હવે આજ કાલ નાં કયા છોકરા ન્યૂઝ વાચે કે જોવે ...કોઈ જ નહિ...! એમને તો બસ સ્પોર્ટ્સ જ હોય.ધ્રુવ પણ મૂળ તો બાળક જ ને એટલે ન્યૂઝ ની ચેનલ જવા જ દેવાનો હતો એટલા માં ન્યૂઝ આવ્યા કે શું દુનિયા છે ખતરામાં ???? એટલે આ સાંભળતા જ ધ્રુવ ને વળી થોડો રસ જાગ્યો કે હે આ વળી શું દુનિયા ખતરામાં લાવ જોવા દે શું કહે છે !! એટલે એને ન્યૂઝ જોવામાં રસ બતાયો અને અવાજ થોડો વધારી પગ ની પલાઠી ખોલી ઊભા પગે બેસી ગયો કોણી થી હાથ નો ટેકો લઇ એકી ટશે ન્યૂઝ સાભળવા લાગ્યો...
ન્યૂઝ માં રીપોટર બોલે છે કે " આજ ના સનખની સમાચાર માં પેહલા ઓસ્ટ્રેલિયા નાં જંગલો માં ભીષણ આગ કરોડો પ્રાણી ઓના મૌત..... લાખો વૃક્ષોનું પતન .... ભીષણ આગમાં બળી રહ્યા છે લાખો જીવો .... આગની જ્વાળા માં શેકાઈ રહ્યા છે નૌજવાનો .. જીવન વ્હેવહાર ખોરવાઈ રહ્યો છે સૃષ્ટિ નાં પાછળ નાં વર્ષો જશે અંધકારમાં... બીજી તરફ કેનેડા માં બરફનું તોફાન, બોમ્બ સાઈકલોને વિનાશ વેર્યો... ઓસ્ટ્રેલિયા માં હવે આગ પછી ફરી ધૂળની આંધી એ લોકોને મૂકી દીધા મુશ્કેલીમાં.... અને સૂત્રો પ્રમાણે અમુક વિસ્તારો માં થઇ રહી છે કરાવૃષ્ટી સ્થિતિ વધુ કપરી બનતી જાય છે... વીજળી થઇ ગઈ છે ગુલ જેના કારણે પડી રહી છે મુશ્કેલીઓ.... વધુ સમાચાર માં અમેરિકા માં ભયંકર વાવાઝોડું... પવન ની સ્પીડ ૧૫૮ કિમી/ અવર.... બીજી તરફ છે ગાઢ ધુમ્મસ કઈ જ દેખાતું નથી એકી સાથે ૧૦૦ થી વધુ વાહનો નો અકસ્માત ... વધુ લોકો છે ગાયલ... એક પછી એક વિનાશ !!! શું આ શરૂવાત છે દુનિયાના વિનાશ ની ??? દુનિયા ખતમ થવાની આરે ...!! શું સત્ય થઇ રહી છે આ ઘટના...!!!
હેહેહે..... શું . ...!!!!! લાંબો લેકરો લીધા પછી શું રીએકશન આપવું એ જ શુઝ નાં પડી બસ આ વાત મમ્મી ને કેહવાની તલબ એવી કે મમ્મી ના નામ નાં બુમે બૂમ કરી નાખ્યું... " મમ્મી ક્યાં છે તું " .... મમ્મી..... પણ મમ્મી સાભળવા ની ક્યાં હતી એતો બાજુ વાળા આંટી જોડે એમની રોજ ની ગપસપ અને ફળિયાની ચાપલૂસી માં જ વ્યસ્ત હતા. ઘણી બૂમો પાડવા છતાં મમ્મી ન આવતા ધ્રુવ જાતેજ બહાર જઇને મમ્મી ને ખેચીનેં લઈ આવી ટીવી સામે ઊભી કરી દે છે.
" જો !!!! આ સાંભળ આ બધું ખતમ વિનાશ થવાનું છે .. આપણે મારવાના છીએ...બધું પૂરું... એકદમ ધીમા નીશાસે કહે છે. પણ મમ્મી આ બધું સાંભળ્યા જોયા પછી પણ જાણે સત્ય નું પ્રતીક , અડગ મન ની જ્યોત.ધ્રુવ ને આશ્વાશન આપતા કહે છે " અરે ...એવું કઈ નથી તું જા તારું કામ કર. એવું કઈ નથી થવાનું હુ છું ને . અને છેલ્લી લાઈન કે જે આપડે બોલવી જરૂરી જ છે ' અરે ભગવાન છે ને !!! ધ્રુવ ને સમજાવી મોકલી દે છે . ધ્રુવ તો એના કામ માં મશ્રરૂફ થઇ ગયો પણ અહી મમ્મી નાં મન માં ક્યાંક એ ટીવી ની હેડ લાઈન હજું ભમતી હતી. હા એ સમાચાર તો સાચા હતા અત્યારે રોજ આવા કોઈના કોઈ ન્યૂઝ હોય જ છે , રોજ કોઈના કોઈ દેશ માં આવા બનાવો બને જ છે , અહી ઇન્ડિયા માં પણ ક્રાઇમ રેટ કેટલો વધી ગયો છે રોજ કોઈના કોઈ નું મડર ,એમ તો ધીમે ધીમે બધા દેશો વિનાશ ની આરે છે....પછી શું થશે ?? આવા તો અનેક સવાલો કે જેમના જવાબ હતા જ નહિ. આ કોઈ એક ઘર ની સમસ્યા ન હતી . આ ન્યૂઝ જોયા પછી આ સવાલો ની હારમાળા બધા નાં ઘરે આજ ચાલતું હતું આ કોઈ ફળિયામાં કે સીટી ની વાત નહિ પણ આખી દુનિયાની વાત હતી બધા નો એક જ સવાલ કે " શું થશે આપણું " ??? અને "ક્યાં જઈશું આપણે " ??? એટલામાં તો ધ્રુવ નાં પિતા પણ ઓફિસ થી ઘરે આવી ગયા.
સાંજ નું વાળું પતાવી જ્યારે બને હીંચકે બેસી છે ત્યારે મમ્મી ફરી આ જ મુદ્દા પર વાત કરે છે " તમે આજ નાં સમાચાર જોયા શું થશે આપણું , આ દુનિયા તો આમ જ ભસ્મ થઇ જશે. એટલી બધી અબજો, વસ્તી નું શું થશે ક્યાં જશે ને ક્યાં રેહશે. કોઈ બચશે.." પપ્પા એ ન્યૂઝ ઓફિસ માં જ જોયા હતા એટલે એમને ખબર હતી કે આ સાની વાત કરે છે . એટલે પપ્પા એ ફટક લઈને જવાબ આપ્યો કે " અરેરે...આ દુનિયામાં આટલા બધા ગ્રહો છે ને આપડે ત્યાં રેહવા જતા રહીશું એમાં શું " આ બીજા ગ્રહ પર જવાની વાત સાંભળતા જ મમ્મી હસી પડી શું મજાક કરો છો હવે ... " અરે નાં..નાં.. મજાક નહિ હકીકત માં અત્યારે એમ પણ આ scientists ને જાય જ છે ને બસ એવી રીતે જ સ્પેસ માં આપણે પણ જઈશું , હવે બધું જ શક્ય છે માણસો જાય જ છે ને ત્યાં બધી જ સગવડો થઇ ગઈ છે, અને હવે તો બીજા ગ્રહ પર પણ પાણી ને બીજા બધા ટેસ્ટ તો થઇ ગયા જ છેને તો બસ હવે અત્યાર થી જ થોડા થોડા એમ બધા માણસો જવા લાગે તો થોડા વર્ષો માં બધા ત્યાં પોહચી જશે અને બધા બચી જશે અહી આ પૂર્થ્વી ને જેમ ત્યાં પણ માનવી રહી શકે.બસ અહી નાં જેવું ત્યાં બસ નામ અલગ ગ્રહ નું .
" પણ ઘર ને બધું એનું શું" ?? ? " રેહવાનું શું ને, ખાવાનું શું "???મમ્મી થી રેહવાયું નહિ એટલે પૂછી જ લીધું.
" અરે તું અહી આવિતી ત્યારે ઘર લઈને આવી હતી ? . ના ,ને તો પછી અહી આવી ત્યારે પૈસા , જોબ લઈને આવી હતી ? ના, ને તો પછી અહીંના જેમ ત્યાં ફરી વશાવશો . એમાં શું ...આપડી મૂળભૂત જરરિયાતો શું ? રોટી કપડા ને મકાન બસ ને !! અહીંના આદિ માનવી જેવું જીવન ત્યાં જીવી લેશો બીજું શું થોડા સમય કાચું પાકું જમી લેશો . રેહવા માટે કોઈ મોટો ટેન્ટ બાંધી દઈશું. પછી નવું ઘર બનાવીશું . નવો ધંધો કરશું. નવું કામ શીખી લઈશું. બધું જ થશે તું મારી સાથે છે ને !! પપ્પા એ મર્મ માં હસી જવાબ આપ્યો. આ બધું સાંભળી મમ્મી નાં દિલ માં થોડી ટાઢક વળી હાસ ચાલો હવે બીજા ઘરે ...
થોડા જ દિવસો માં આવી અનેક ઘટનાઓ દુનિયાના તમામ દેશો માં બનવા લાગી અને ધીમે ધીમે એ આ દુનિયા ને અસર કરવા લાગી એના અર્થતંત્ર ને એના માળખા ને , બદલવા લાગી. શ્વાસ લેવો મુશ્કેલ થવા લાગ્યો. માણસો ધીમે ધીમે મરવા લાગ્યા, નવી નવી બીમારીઓ આવી ગઈ,ક્રાઇમ વધવા લાગ્યા, પ્રાણી - પંખીઓ દમ તોડવા લાગ્યા. કુદરત નસ્ટ થતું ગયું. દુનિયા વિનાશ નાં આરે આવી ગઈ. એવામાં હવે government સામે કોઈ વિકલ્પ ન હતો બાકીના તમામ ની જિંદગી એમના હાથ માં હતી. હવે કોઈક યોગ્ય નિર્ણય લેવો જરૂરી હતો. આખરે સરકારે બધાને ધિમે ધિમે બીજા ગ્રહ પર મોકલવાના પગલાં ભર્યા. બધા દેશો પાસે પોતાના રોકેટ ને સ્પેસ સ્ટેશન હતાજ . પ્રાઇવેટ જેટ પણ હતા. સરકાર નાં આ નિર્ણય થી બધા ખુશ હતા.કેમ કે હવે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો.સરકાર ની જોડે સાથ આપ્યો. આવા સમયે કોઈ એક કિરણ તમને આશા ના બીજ રોપાવી જાય. બધા દેશો માંથી ધીમે ધીમે બધા બીજા ગ્રહ પર જવા તૈયાર થયા. એક બે બીજા એક વર્ષ માં તો થોડી થોડી કરી બધી વસ્તી ત્યાં પોહચી ગયી . ત્યાં પણ પૃથ્વી ની જેમ રેહવાં લાગી. હા , થોડા વર્ષો એમને થોડી મુશ્કેલી પડી. થોડું સહન કરવું પડ્યું ,થોડું ચાલવું પડ્યું , થોડા સમય કોઈની જોડે રેહવું , સાથે જમવું , જે હોય તે, ગમે ત્યાં સૂઈ જવું, જેમ જેમ બધું સરખું થયું તેમ તેમ બધું ઘર ને કામ ને સેટ કરતા ગયા . કહે છે ને સંપ હોય ત્યાબધુ જ શક્ય છે. એક બીજાને મદદ કરતા કરતા બધું સેટ થવા લાગ્યું. સમય જતાં પૃથ્વી ની જેમ જ રેહવા ને પોતાના રોજિંદા જીવન માં વ્યસ્ત થઇ ગયા. થોડા જ સમય માં તો આ પૃથ્વી જેવો જ ગ્રહ બની ગયો. અરે એના કરતા પણ સારો અને સાફ ... નવો હતો ને...!!!!!!

બીજા રસપ્રદ વિકલ્પો