AFFECTION - 23 Kartik Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

AFFECTION - 23


















હર્ષ : કાર્તિક...અરે યાર ઉઠને આજે સન્ડે છે...ક્યાંક બહાર જઈએ

ધ્રુવ : એને સુવા દે આજે...કાલે બહુ દુઃખી હતો...સનમ માટે રડી રડીને મોડી રાત્રે સૂતો હશે..

બપોરના બાર વાગી ગયા હતા...અને આ લોકોને ક્યાંક રવિવારના કોલેજમાં રજા હતી એટલે આજે ફરવાનો પ્લાન કર્યો હતો...અને એમાં મને પણ લઈ જવા માંગતા હતા...પણ હું તો સૂતો પડ્યો હતો...

નૈતિક : ચાલો આપણે તો નીકળીએ...આવીશું ત્યારે તે ઉઠી ગયો હશે....આમપણ એને આરામ ની જરૂરત છે યાર...કેટલા દિવસથી માંડ માંડ જીવે છે..

એવી વાતો કરતા કરતા એ લોકો નીકળી ગયા ફરવા..

*

જ્યારે બીજી બાજુ..સોનગઢમાં સનમ જ્યારથી નજરકેદ પુરવામાં આવી છે એટલે તેને કઈ જમવામાં પણ નથી દેવામાં આવતું અને પાણી પણ નથી દેવાતું...અને સેજલ આપતી હતી સંતાઈને તો પણ તે નહોતી લેતી..તે ફક્ત હવે મારા સાથે જીવવા માંગતી હતી અથવા તો મરવા માંગતી હતી..એટલે ખાધા પીધા વગર તેને ચક્કર આવ્યા અને નીચે પડેલી હતી એના રૂમમાં...જ્યારે સેજલ સવારે પાછી આવી ત્યારે એને જોઈને બધાને તાત્કાલિક બોલાવ્યા..અને વિરજીભાઈ એ વૈદને બોલાવી લીધા...પણ વૈદ તેનો ઈલાજ નહોતો કરી રહ્યો...જેનું કારણ સુર્યા નો બાપ ધનજી હતો.વિરજીભાઈ એ તરત સૂર્યાના માણસો જે આજકાલ હવેલીમાં પડ્યા રહેતા હતા સનમની ચોકીદારી માટે તેના પગે પડવા લાગ્યા કે વૈદ ને કહે કે સનમ નો ઈલાજ કરે..એટલે તેમના માંથી એક માણસ ગયો અને ધનજીભાઈ ને પૂછી આવ્યો...તો ધનજીભાઈ પોતે જ હવેલી એ આવ્યા.

ઘઉંવર્ણો વાન અને દેખાવમાં જ હરામી લાગે.પણ એમના દાંત વચ્ચે પુરાવેલું સોનુ એ એમના દેખાવ માં વધારો કરતું.એમાં પણ એમની ઊંચાઈ અમે શરીરનો જાડો બાંધો એ એમના વ્યક્તિત્વ ને ઓળખાણ આપતું હતું.વિરજીભાઈ કરતા પણ મોટી ઉંમરના હતા.તેમના આવતા જ વિરજીભાઈ એમને કરગરી પડ્યા, પાઘડી ઉતારવા લાગ્યા..પણ ધનજી ચૂપ જ હતો.

ધનજી : એક જ શરતે તારી દીકરીનો ઈલાજ વૈદ કરી દેશે..

વિરજીભાઈ : બોલો મને ગમે એ શરત મંજૂર છે..

ધનજી : જોજે વિરજી..વચન દેવું પડશે.વચન માંથી ફરે એને મરદ નો કહેવાય...

વિરજીભાઈ : તમારી વાત મને ખબર છે કે તમે શું કહેવા માંગો છો...પણ મને પણ એક વચન જોઈએ કે મારી દીકરી ગમેં એ આત્મઘાતી પગલું ભરે..તમે એને ઈલાજ કરાવીને બચાવશો..

ધનજી : જા...મેં વચન આપ્યું..પણ સામે તારી દીકરી જ્યાં સુધી તું જીવતો છો..ત્યાં સુધી મારા દીકરા સુર્યા ને જ પરણવી જોઈએ અને એ પણ મહિના માં..જે તારીખ આપણે નક્કી કરેલી છે...તારી દીકરી નહોતી માનતી એટલે એના રોટલા પાણી મેં બંધ રાખ્યા હતા..જો કંઈપણ થાય જ્યાં સુધી તું જીવે છે ત્યાં સુધી સનમ મારા છોકરાની જ વહુ બનવી જોઈએ..

વિરજીભાઈ પાસે હવે કોઈ રસ્તો નહતો કે હવે એ સનમ ની પસંદના છોકરા જોડે જ તેના લગ્ન કરાવે.તેમને ખબર હતી કે સનમ આમ તો નહીં માને.પણ વિરજીભાઈ હવે મજબુર હતા.લગ્ન પહેલા જબરદસ્તી કરાવવાના હતા.પણ હવે વિરજીભાઈની મંજૂરી લઇ લીધી હતી.વિરજીભાઈ એ પણ વચન દેતા..ધનજી એ વૈદ ને ઈશારો કરીને ઈલાજ કરાવ્યો અને ચાલ્યો ગયો.

વૈદ : કઈ નહિ...છોકરી એ નકોરડા ઉપવાસ કર્યા હશે..એટલે એની જ કમજોરી હતી..થોડોક આરામ કરાવીને ખવડાવતા રહેજો બધું જ સરખું થઈ જશે..અને બસ થોડીક જ વારમાં હોશમાં આવી જશે..

વિરજીભાઈ હવે મૂંઝાઈ ગયા કે સનમને ખબર પડશે કે મેં એની મરજીવિરુદ્ધ એના લગ્ન માટે હા પાડી દીધી તો ખબર નહિ કયું પગલું ભરશે..તે વિચારતા વિચારતા પોતાના રૂમ તરફ જતા રહ્યા...કારણ કે એમને ખબર હતી કે એમને વચન તો આપી દીધું સનમને બચાવવા માટે પણ સનમ કોઈ દિવસ એ વાત નહિ માને..

નિસર્ગ અને લક્ષ્મીફોઈ તો ધનજી ની ટુકડીમાં શામેલ થઈ ગયા હતા..એટલે એમને હવે કંઈપણ ફરક નહોતો પડતો..તે એમનું કામ કર્યા રાખતા.નિસર્ગ તો સનમ સાથે લગ્ન કરવા આજે પણ માંગતો હતો પણ સૂર્યો છે ત્યાં સુધી હવે એ શક્ય નહોતું.

સનમ ને સાંજે હોશ આવ્યો તો એ પલંગ પર સુતા સુતા જ દિલમાં અને દિલ માં જ પીડાઈ રહી હતી...એવામાં જ હવે એને નજરકેદથી તો આઝાદ કરી દીધી..પણ એનું કારણ એને ખબર નહોતી...એને જાગેલી જોઈને વિરજીભાઈ આવ્યા..

વિરજીભાઈ : કેમ છે હવે તને દીકરી?હવે જમવામાં ધ્યાન આપજે...હવે તને કોઈ નહિ પુરી દે..

સનમ : શુ થયું જ્યારે હું બેભાન હતી તો કે બધા બંધન હટી ગયા....સુર્યા ના કુતરાઓ ક્યાં ગયા??મારા પર ધ્યાન રાખવા માટે બેસાડ્યા હતા એને બહાર..

વિરજીભાઈ : એ લોકો હવે આપણી હવેલીની બહાર જ ઉભા રહેશે...તારા રૂમમાં કોઈ નહિ આવે...

એ સાંભળીને સનમને નિરાંત થઈ..

વિરજીભાઈ : પણ દીકરી...

એમ કહી વિરજીભાઈ અટકી ગયા..એમના ચેહરા પર ગંભીર રેખાઓ તણાવા લાગી.

સનમ : શુ થયું??

વિરજીભાઈ : હવે તારે સુર્યા જોડે લગ્ન કરવા જ પડશે...કોઈ છૂટકો જ નથી..

સનમ : તમે અત્યાર સુધી તો મારો સાથ દેતા હતા...ધનજી ને તમે જ ના પાડેલી મારા લગ્નની...તો હવે અચાનક શુ છે?? હું મરી જાઈશ.પણ એના જોડે લગ્ન તો નહીં જ કરું....

વિરજીભાઈ ગુસ્સે થયા..અને સનમ પર જ ગુસ્સેથી બોલ્યા...
વિરજીભાઈ : તને ટેવ પડી ગઈ છે...પોતાનું ધાર્યું જ કરાવવાની..કાર્તિક ને તે જ પસંદ કર્યો હતો ને કેવો નીકળ્યો એ,જાનકી ને લઈને ભાગી ગયો..પાછું હજુ પણ તારે તારા મનનું જ ધાર્યું કરવુ છે...તો એ નહિ બને...જ્યાં સુધી હું જીવું છુ તારે હવે સૂર્યાને જ પરણવું પડશે...નહિતર તારી મા પાસે જતી રહેજે...જેવી માં...એવી દીકરી...અક્કલવગરની..અને જડબુદ્ધિ..બાપ એક વાર બોલે છે તો સમજતી નથી...તારા લગ્ન છે અને એ પણ સૂર્યા જોડે જ એ મેં વચન આપી દીધું છે...મહિનાની વાર છે...મેં કહી દીધું એટલે પૂરું....મારે તારા કોઈ જવાબ નથી સાંભળવો...

એમ કહીને વિરજીભાઈ ચાલ્યા ગયા...જયારે સનમ ના દિલ પર આની ઘણી અસર પડી કારણ કે..વિરજીભાઈ સનમની માં વિશે ઘણું બોલી ગયા..અને ના બોલવાનું ઘણું બીજુ બધું પણ કહી ગયા...સનમ ને એમ હતું કે એને એના પિતાનો સાથ છે પણ હવે એ અંદરથી જ તૂટવા લાગી...પણ અંદર ક્યાંક આસ હતી કે કાર્તિક આવશે મારા માટે...તે આસ પણ હવે એના પપ્પાના સાથ છોડી દેવાથી ધૂંધળી પડવા લાગી.તે એના રૂમ માં હવે જોર જોરથી રડી રહી હતી..એનો અવાજ પણ બેસી ગયો...તે બેસી રહી અને બારી બહાર જોતી રહી..જૂની યાદોને વાગોળતી રહી...એને લાગ્યું કે સૂર્યો મારા રૂપ ને જોઈને જ ગાંડો થઈ ગયો છે...જો એ જ ના હોત તો આજે હું અને કાર્તિક બંને સાથે હોત..એવા લાખો વિચાર એના મગજ માં જન્મવા લાગ્યા..

જ્યારે વિરજીભાઈએ સનમ સાથે આવી સખ્તાઈ પૂર્વક વાત કરવી પડી એના લીધે તે બહુ જ દુઃખી થઈ રહ્યા હતા અંદરોઅંદર..તેમને સનમને કહેવું હતું કે દીકરા હું મજબુર છુ..તારા જીવ બચાવવા મારે આવું કરવું પડ્યું...જીવથી પણ પ્યારી દીકરી વિરુદ્ધ એમને જઈને વચન આપવું પડ્યું.તે હવે જે એમને ના કહેવાનું કહી દીધું એના પર જ ગુસ્સે થઈ રહ્યા હતા..

સનમ બારી પાસે જઈને બેઠી આકાશ સામે જોવા લાગી..અને પોતાને જ બોલવા લાગી કે,"આજે તો પપ્પા એ પણ સાથ છોડી દીધો કાર્તિક...ખબર છે મને કેટલું બોલ્યા...મારી મમ્મીને પણ કહી દીધું જેમને મેં વર્ષો થી જોયા જ નથી...મને તો તેમનો ચેહરો પણ યાદ નથી...ટૂંકમાં કહુને તો આજે હું પહેલી વાર એકલી થઈ ગઈ હોવ એવું મહેસૂસ થાય છે..તું તો ખબર નહિ અત્યારે શુ કરતો હોઇશ..જ્યાં સુધી મને ખબર છે તું અત્યારે સૂતો પડ્યો હોઇશ આળસુ...જો મને તો એમ કે તું જ મારા પ્રેમ માં પાગલ છે...પણ જો આજે તો હું પણ પાગલ બની ગઇ...પોતાની સાથે જ વાત કરું છું....કાર્તિક.."એમ બોલીને એ હસવા નો વ્યર્થ પ્રયત્ન કરવા લાગી...અને છેલ્લે નાછૂટકે એની આંખમાંથી આંસુ નીકળ્યા અમે એ રડી જ પડી...

અરે હવે મારે સનમને કેવી રીતે સમજાવવુ કે મારી હાલત તો એવી છે કે હું આંખો જ નથી ખોલવા માંગતો..એની વાતો માં જ એનું નિર્દોષપણું છલકાતું હતું.હવે આવી છોકરીથી દૂર હું કેવી રીતે રહી શકું..જે ફક્ત મારા માટે જ ધબકાર ભરતી હોય..

જ્યારે મારા દોસ્તો ફરીને પાછા આવ્યા મોડી રાતે..તો મને સૂતેલો જોઈને વિચારવા લાગ્યા કે...લગભગ ઉઠ્યો હશે પણ અમારે જ મોડું થઈ ગયું એટલે સુઈ ગયો લાગે છે પાછું..એટલે એ પણ સુઈ ગયા..

રાતે મોડા સુતા હતા એટલે સવારે જ્યારે એ લોકોને કોલેજ જવામાં મોડું થતું હતું એટલે એ બધા મને ઉઠાડવાના એક બે પ્રયત્ન કર્યા પણ હું ના ઉઠ્યો..

નૈતિક : આનો અવાજ સાંભળ્યો એને ખબર નહિ કેટલા કલાકો થઈ ગયા..કોઈ તો જગાડો યાર આને..

એટલે હર્ષ અને ધ્રુવ બોલ્યા કે અત્યારે કોલેજ માં મોડું થાય છે આવીને વાત કરીશું કાર્તિક જોડે..એમ બોલીને જતા રહ્યા મગજ માં મારા વિચારો લઈને.

રાતે પણ જ્યારે હું સૂતો પડ્યો હતો.તો એ બધા મારા સોફાની નજીક બેઠા..

ધ્રુવ : મને તો નક્કી ખબર પડી ગઈ કે આ કલાકો થી ખાધા પીધા વગરનો પડ્યો લાગે છે...30 કલાક તો થઈ જ ગયા હશે..

નૈતિક : 36 કલાક થઈ ચૂક્યા છે already યાર...કાર્તિક ઉઠતો કેમ નથી ... આટલા કલાકથી સૂતો પડ્યો છે આળસુ..કોક આના શ્વાસ ચેક કરો...જીવે છે કે નહીં આ રોમિયો??
કાર્તિકના કાન પાસે આવીને જોરથી બોલ્યો...

ધ્રુવ : ભલે ને સૂતો યાર બિચારો ઉઠશે તો પાછો પેલી છોકરી ના વિચારો માં ખોવાઈ જશે...કેવો હતો યાર આપણો ભાઈ અને કેવો થઈ ગયો છે

હર્ષ : ધ્રુવ આવું સપના માં પણ ના વિચારતો કે કાર્તિક બિચારો છે...અને તે અત્યારે સૂતો છે ..તે જાગે જ છે પણ આંખ ખોલીને કોઈ જોડે વાત કરવા નથી માંગતો....

નૈતિક : કાર્તિક તો યાર હદ કરે છે એક છોકરી પાછળ આટલું પાગલ ના થવાનું હોય ... 36 કલાક થી કશું ખાધુ નથી પાણી પણ નથી પીતો ..તે કરવા શુ માંગે છે સૂતો રહીને...

ધ્રુવ : તે સનમ ને યાદ કરવા માંગે છે...મેં કાર્તિક ને જોયો છે તે સનમ માટે કેટલા ગુસ્સામાં આવી જાય છે અને શું કરી શકે છે...તે અત્યારે એના લીધે જ આવી સ્થિતિમાં છે..

નૈતિક : હા...તો ચાલો કઈક વિચારો આને ઉઠાડવા...

એમ કહીને બધા વિચારવા લાગ્યા..થોડીક વાર પછી એ પોતે જ બોલ્યો..

નૈતિક : પહેલે આપણે એને હવામાં ઝુલાવીને try કરીએ જો ઉઠી જાય તો.. ઠીક છે..નહિતર હવે ઠંડા પાણી ની બોટલ લઇ આવીએ અને આના પર રેડીએ...

ધ્રુવ : એક કામ કરીએ આપણે આને ઉપાડવો નથી...direct ઠંડા પાણી ની બોટલ રેડીએ...

હર્ષ પાણી ની બોટલ લઇ આવ્યો અને મારા પર રેડી...full ઠંડુ પાણી રેડયું..પણ અસર ના થઇ મારા પર....બધા ચિંતા માં મુકાયા....બધી try કરી પણ હું ના ઉઠ્યો.....એટલે છેલ્લે નાછૂટકે ambulance બોલાવી પડી....

તે બધા અંદરોઅંદર ગભરાઈ રહ્યા હતા કે શું થઈ ગયું હશે કાર્તિકને??પણ સચ્ચાંઈ તો મેં ક્યાં કોઈને કહી હતી કે મને શું થઈ ગયું છે ઓન એ લોકો અંદાજો તો લગાવી જ ચુક્યા હતા કે બધું સનમ ના લીધે જ થઈ રહ્યું હતું...પણ હકીકત એ કે આ બધું મને સનમ ના મળી એટલે થઈ રહ્યું હતું..

ડૉકટર એ ચેક કર્યું..અને થોડી કલાકો પછી તે બહાર આવ્યા..

ડોકટર: દર્દી ને બહુ શોક લાગ્યો લાગે છે,તે કોમા માં ચાલ્યો ગયો છે....

હર્ષ : ક્યાં સુધી રહેવાની શક્યતા છે આવી???

ડોકટર : તે તો હવે તેના પર જ આધાર રાખે છે...તે જો ઈચ્છે તો આમાંથી બહાર આવી શકે છે,પણ તે જ support નથી કરી રહ્યો અમારી treatment ને...

હર્ષ : તો હવે અમારે શુ સમજવું??

ડોકટર : અત્યારે કાઈ કહી ના શકાય...થોડા બીજા નવા રિપોર્ટ આવવા દો..બીજા ટેસ્ટ કરવા દો...ખબર પડી જશે..
એમ કહીને તે ચાલ્યા ગયા..

નૈતિક : શુ કરવું છે...કાર્તિક ના ફેમિલી માં જાણ કરવી છે??

ધ્રુવ : તે લોકોને જાણ કરીને શુ કરશું??કાર્તિક ના આમ થવા પાછળનુ કારણ આપણે ને ખબર છે આને ઈલાજ પણ આપણે ને ખબર છે,તો કાર્તિક નું ફેમિલી અહીંયા આવી પણ જશે તો કઈ ફરક નહીં પડે અને ખાલી ખોટું tention માં આવી જશે...

નૈતિક : એના પપ્પા એ તો એમ કહ્યું હતું ને કે આ એમનો છોકરો જ નથી...એટલી નફરત થઈ ગઈ છે..

હર્ષ : તો હવે એક જ રસ્તો છે આપણી પાસે.....

નૈતિક : તો પ્લાન શુ છે...કેવી રીતે કરવું છે બધું??

ધ્રુવ : પ્લાન બનાવાની વાત આવે અને કાર્તિક જ યાદ આવે...સમય પણ કેવો ચાલે છે..જે master છે પ્લાન બનાવવા માં તેના માટે આજે આપણે નવા નિશાળીયા પ્લાન બનાવી રહ્યા છીએ ..

આ બધા ઉત્સાહિત થઈ ગયા...હર્ષે ખાલી રસ્તાનું કીધું તો નૈતિક અને ધ્રુવ પ્લાન ની વાત પર આવી ગયા...જાણે કે દુશમન દેશમાં બોમ્બમારી કરવાની હોય..

હું અંદર હોસ્પિટલ બેડ માં પડ્યો હતો...એટલે એ લોકો મને મૂકીને હોસ્પિટલ ની બહાર એક કેફે માં ગયા...અને મારા વિશે વિગતે ચર્ચા કરવા લાગ્યા...

હર્ષ : સૌથી પહેલે આપણે સનમ ના ગામડે જઈને સનમ ને જ કિડનેપ કરીને અહીંયા લાવવી જોઈશે..

નૈતિક : એ તો કરીએ પણ સનમ નું ગામ ક્યાં છે કોઈને ખબર છે??

હર્ષ : કાર્તિકે કહ્યું હતું કે ત્યાં કોઈ જિલ્લા ની સરહદ નથી આવતી...અને પોતાના જ કાનૂન છે અને ત્યાં હરિયાળી બહુ છે..અને આવા ગામ ગુજરાત માં બહુ ઓછા છે...જો આપણે તપાસ કરાવીએ તો મળી શકે છે..

ધ્રુવ : કેવી વાતો કરો છો તમે બન્ને...તેના ગામ માં આપણે ને મારીને ફેંકી દેશે તો પણ કોઈને ખબર નહિ પડે...પોલીસ પણ મદદ નહિ કરી શકે...ત્યાં જવું એ જ મુર્ખામી છે...અને કાર્તિક તેવા ગામ માં રહેતી છોકરીના પ્રેમ માં પડીને પાગલ થઈ ગયો...

નૈતિક : જલ્દી થી કંઈક કરવુ પડશે...નહિતર કાર્તિક ને કંઈક થઈ જશે તો..

હર્ષ : એને કશું જ નહીં થાય...એ સનમ વગર જીવી ના શકતો હોય તો...એના વગર મરી પણ ના જ શકે...અરે એટલો કાચા દિલ નો પણ નથી..

ધ્રુવ : સાચી વાત છે..કાર્તિક એમ તો નહીં જ મરે..અરે યાદ આવ્યું...કાર્તિક એક વાર ગુસ્સા માં બોલ્યો હતો...કે હવે કંઈ થયું તો તે...સોનગઢ આવીને તલવારથી ડોકું કાપી નાખશે એનું....

નૈતિક : અરે હા...યાદ આવ્યું....સોનગઢ..હવે થોડીક તપાસ કરાવીને આપણે જાણી લઈએ પછી નીકળીએ...સનમ ને લેવા માટે..

હર્ષ : જે પણ થશે જોયું જશે...પણ સનમ ને આપણે અહીંયા લાવીને જ રહીશું....પણ ધ્રુવ તને કેમ અચાનક નામ યાદ આવી ગયું...

ધ્રુવ : અરે યાર છેલ્લે જ્યારે એને બોલતા સાંભળ્યો હતો ત્યારે એ જ બોલ્યો હતો ફોન માં કોકને સોનગઢ આવીને એનું ડોકુ કાપી નાખશે..એવું તો ઘણું બોલ્યો હતો એ...

પછી ધ્રુવ એ બધી વાત હર્ષ અને નૈતિક ને કહી...તો એ બંને તો આભા બની ગયા...

નૈતિક : તું અમને આ છેક અત્યારે કેમ બોલે છે??

ધ્રુવ : મને એમ કે તમને લોકોને શુ તકલીફમાં નાખવા...તમે બન્ને પાછા વિચારવા લાગો કે આવું બધું શુ થયું હતું ફોન માં તો કાર્તિક આવું બોલ્યો હશે...

એ લોકો અંદરોઅંદર એકબીજા ને સમજાવવા લાગ્યા...છેલ્લે એમને નક્કી કર્યું કે સોનગઢ જવાનું...પણ જશે કોણ કોણ??હજુ એ સવાલ હતો..કોઈ એકે તો રોકાવું જ પડશે મારુ ધ્યાન રાખવા..

એટલે એ લોકો થોડા વિચારમાં પડ્યા...અને એ વિચાર મુલતવી રાખીને ડોકટર પાસે મારી ખબર લેવા આવ્યા...

ડોકટર : સવાર સુધી રાહ દેખો...અમે શોક ટ્રીટમેન્ટ ચાલુ કરી છે...રિસ્પોન્સ મળવા લાગ્યો છે હવે...કોમામાંથી જો સવારે આવી જાય તો આવી જાય...નહિતર કશું ના કહી શકાય..

એ લોકો હવે વધારે ચિંતામાં પડ્યા...પણ હવે એક આશા જાગી કે કાર્તિક કોમાની બહાર આવી જશે તો...શાંતિ થશે...બીજી તકલીફ જ નહીં...તે લોકો ને હવે રાજી થવું કે દુઃખી થવું એ લોકો સમજી જ ના શક્યા...

*
જ્યારે સનમ એમનેમ સુધ બુધ ખોઈને એકલી બેસી રહેતી...સેજલ એને મારા સમ દઈ દઈને ખવડાવતી હતી...

સેજલ : સનમબેન ખાઈ લો ને...

સનમ : મારા લગ્ન નક્કી કરી નાખ્યા છે શું ખાઈ લઉ..સૂર્યો ખબર નહિ ગને ત્યારે ગામ માં આવી જશે..હું હવે ફક્ત એક અઠવાડિયું રાહ જોઇશ..નહિતર હવે હું અફીણ ખાઈને મરી જઈશ..

સેજલ : સનમબેન ધીરે બોલો...કોઈ સાંભળી જશે તો પાછું તમને નજરકેદ કરી દેશે...
એમ બોલી સેજલ સનમ ના મોં આડે હાથ દેવા લાગી...

એને અચાનક એ જેમ મારા મોં આડે હાથ રાખી દેતી હતી એ યાદ આવી ગયું...એટલે એ સાવ ચૂપ થઈ ગઈ...અને જમી લઈને પછી સુઈ જવાનું નાટક કરવા લાગી...પણ એને ઊંઘ આવવાની નહોતી...પણ તેને મન માં દ્રઢ સંકલ્પ લઇ લીધો હતી કે અઠવાડિયામાં જો કાર્તિક નહિ આવ્યો તો અફીણ પીને જ મરી જવાનું છે...

જોઈએ હવે શું થાય છે એના સંકલ્પનું...અને કોમામાંથી બહાર આવીશ કે નહીં...

પાછલા પાર્ટ માં બધા લોકોએ બહુ સપોર્ટ કર્યો છે....એના માટે બધાનો દિલથી આભાર...બસ એવો જ સપોર્ટ કરતા રહેજો..🙏🙏

💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜

On insta : @cauz.iamkartik