“આપણે અંદર જઈને તપાસ કરવી પડશે આ શેનું ગોડાઉન છે તેમજ પેલા ત્રણેય અહીંયા શું કામ આવ્યા હતા? અને પેલી બેગ માં શું હતું?”પાર્થ.
“અંદર જવામાં થોડું જોખમ નહીં રહે? આ ગોડાઉન ખૂબ જ મોટું છે તેમાં કેટલા માણસો છે એ પણ આપણને ખબર નથી.” કેયુર.
“આપણે અંદર તો જવું જ પડશે. કદાચ તેઓએ રાજ તેમજ અંકિત ને અહીંયા જ કેદ કરી રાખ્યા હોય. જોખમ નો સવાલ છે તો રાજ તેમજ અંકિત માટે હું કોઈપણ જોખમ લેવા તૈયાર છું.”પાર્થ.
રાજ તથા અંકિત ની વાત સાંભળી કેયુર પણ અંદર જવા માટે તથા જોખમ ઉપાડવા માટે તૈયાર થયો. તે બંને ધીમે ધીમે ગોડાઉન તરફ આગળ વધી રહ્યા હતા. ગોડાઉનની દીવાલ પાસે પહોચ્યા દીવાલ ની આડશે ઉભા રહી તેણે આજુબાજુ નજર કરી પરંતુ ત્યાં તેમને કોઈ પણ માણસ દેખાયો નહીં.
“કેયૂર અહિયાં કોઈ પણ દેખાતું નથી.” પાર્થ.
“અહીંયા પણ કોઈ જ નથી.” કેયુરે બીજી તરફ નજર કરી જણાવ્યું.
“એ કઈ રીતે બની પેલા લોકો સુરક્ષા વગર તો અહીંયા કોઈને પણ ન રાખે. આપણે એક કામ કરીએ પહેલા આપણે બંને અલગ અલગ જગ્યાએ છુપાઈ જઈએ. જ્યાંથી આપણે એકબીજાને જોઈ શકીએ પછી પથ્થર ઉઠાવી અને લોખંડના દરવાજા પર ફેકીએ. જેથી અવાજ સાંભળી કોઈક તો બહાર આવશે.”પાર્થ.
“કેયુર પાર્થ થી થોડે દૂર એક નાની ઓરડી જેવું હતું ત્યાં ગયો. ત્યાં તેણે તપાસ કરી કે અંદર કોઈ છે તો નહીં. એ તપાસ કર્યા બાદ એ ત્યાં છુપાઇ ગયો.પાર્થ તેને સરળતાથી જોઈ શકતો હતો બંને એકબીજા સામે સંકેત કરી બધું બરોબર છે એવી ખાતરી કરી. ત્યારબાદ પાર્થે એક પથ્થર ઉપાડી લોખંડના દરવાજા પર ઘા કર્યો. જેનાથી એક અવાજ થયો અવાજ ધીમો હતો પરંતુ રાતની નીરવ શાંતિમાં એ અવાજની તીવ્રતા ખૂબ જ વધારે લાગી તેના કારણે અવાજ પણ મોટો લાગ્યો. અવાજ થયાના થોડા સમય બાદ અંદર થી ચાર માણસો બહાર આવ્યા તેમાંથી એક વ્યક્તિ એ બીજા ત્રણેય ને ઓર્ડર આપતા કહ્યું “ અવાજ કઈ બાજુ થી આવ્યો આજુબાજુ ચેક કરો કશું જોવા મળે છે?.”
પેલા નો હુકમ સાંભળી ત્રણે જણા અલગ અલગ દિશામાં ગયા. એક વ્યક્તિ ગોડાઉનની ફરતે દિવાલ તરફ ગયો. બીજો વ્યક્તિ ગ્રાઉન્ડની બાઉન્ડ્રી પર તપાસ કરવા ગયો.ત્રીજો વ્યક્તિ કેયુર ની દિશામાં ગયો કેયુરે તેને આવતો જોઈને સચેત થયો. અને તેની પર વાર કરવા માટે તૈયાર થયો. પેલો માણસ પાસે આવ્યો ત્યારે કેયુર અચાનક તેની સામે આવ્યો. હજી પેલો કશું સમજે એ પહેલા કેયુરે તેને ગળા પર એક જોરદાર ફટકો માર્યો. જેથી પેલા ને એ તમ્મર ચડી ગયા અને તે સંતુલન ગુમાવી નીચે પડ્યો આ તક નો ફાયદો ઉઠાવી કેયુરે તેને તેનો બીજો ફટકો માર્યો.ત્યારબાદ તેના હાથ અને મો બાંધી ઓરડીમાં ધકેલી દરવાજો બંધ કર્યો. આ તરફ જે બીજો વ્યક્તિ ગોડાઉન ની દીવાલ ફરતે તપાસ કરતો હતો એ બાજુ પાર્થ છુપાયેલ હતો તેણે જોયું કે કેવી રીતે કેયુરે પેલાં વ્યક્તિને બંદી બનાવ્યો હતો. બીજો વ્યક્તિ કે જે દિવાલ પર તપાસ કરતો હતો. તે પાર્થ ની વિરુદ્ધ બાજુએથી આગળ વધતો હતો આ મોકો જોઇ પાર્થે ઝડપથી દિવાલ ની પાછળના ભાગમાં પહોચ્યો. ત્યાં તેણે આસપાસ નજર કરી તો તેને એક લાકડું નજરે પડ્યું. તે લાકડું ઉઠાવી બીજા વ્યક્તિ ની રાહ જોવા લાગ્યો જેવો તે વ્યક્તિ દિવાલમાંથી બહાર બરાબર એજ સમયે પાર્થ લાકડાનો ફટકો તેના માથા પર માર્યો જેથી પેલો ત્યાંજ બેહોશ થઈ ગયો. તેને ત્યાં રહેવા દઈ પાર્થ ફરીથી જ્યાં છુપાયો હતો ત્યાં આવ્યો. હવે ચારમાંથી બે જ વ્યક્તિ હતા. જેમાંનો એક ગોડાઉન ના ગેઇટ પાસે ઉભો હતો અને એક એક વ્યક્તિ ગ્રાઉન્ડની બાઉન્ડ્રી પાસે તપાસ કરતો હતો. પાર્થે કેયુર ને એક બાજુ જવાનું કહ્યું અને પોતે પણ બીજી દિશામાં થી તે તરફ સાવચેતી તે આગળ વધતા વધતા ત્રીજા વ્યક્તિને બિલકુલ નજીક પહોંચ્યા. પણ તે જ સમયે પેલો ચોથો વ્યક્તિએ બીજા બધાની તપાસ કરવા માટે થોડો આગળ આવ્યો. તેને પાર્થ અને કેયુર કરીને ધીમે ધીમે આગળ વધતા જોયા. આથી એ પણ એ બંને ની તરફ ઝડપથી ઘસ્યો. પાર્થ અને કેયુર કશું સમજે તે પહેલાં જ તેણે પાર્થ ની પીઠ પર લાત મારી જેથી પાર્થ ઉછળીને નીચે પટકાયો આ તરફથી કેયુર પણ કશું સમજે તે પહેલાં તેણે કેયુર ની પીઠ પર એક મુક્કો માર્યો પરંતુ કેયુર પાછળ ફરતો હોવાથી તેનું નિશાન અને એ મુક્કો તેના હાથ પર વાગ્યો આનાથી તેવું સંતુલન થોડું ખોરવાયું. આ બધું સંભાળી પહેલો બાઉંટરી ચેક કરવા ગયેલ વ્યક્તિ પરત ફર્યો ત્યારે પેલા વ્યક્તિ એ તેને ઉદ્દેશીને કહ્યું “રોકી આ બંને કોણ છે અહીં કેવી રીતે આવ્યા? સાકીર અને જુસબ ક્યાં છે?”
“હું ત્યાં બાઉંટ્રી ચેક કરતો હતો. મને કશી ખબર નથી” રોકી.
એ બંને વાતો કરતા હતા બરોબર છે તે જ વખતે પાર્થે સુતા સુતા તેનો પગ ઝડપ સાથે રોકી પર વીંઝ્યો જેથી રોકી એ સંતુલન ગુમાવ્યું અને તે જમીનદસ્ત થયો .પાર્થ ઝડપથી ઊભો થયો અને તેણે ડેની ને ધક્કો માર્યો એ જ સમયે કેયુર તેને ગળા પર એક ફટકો માર્યો. ત્યાં સુધીમાં પાર્થે પેલા રોકી ઉપર લાતોનો વરસાદ કરી દીધો. જેના કારણે રોકીની હાલત થોડીવાર માટે બેહોશ જેવી થઈ ગઈ એ દરમિયાન પાર્થ તેમજ કેયુર રીતે પકડી ગોડાઉન પાસે લઈ ગયા ત્યાંથી એક દોરડું શોધી તેને ત્યાં ખુરશી સાથે બાંધી દીધો. ત્યારબાદ બંને રોકી તેમજ જાકીર ને જુસબને જે ઓરડીમાં કેયુરે કેદ કર્યો હતો. તેમાં બાંધી અને બહારથી બંધ કરી દીધી.