Fear of 17 years books and stories free download online pdf in Gujarati

ડર ના 17 વર્ષ

આ વાત છે જામનગર ના નાના ગામ યોગીનગર ની જ્યાંની ધરતી આજે પણ આ વાત કરતા ડરે છે .આ વાત છે ,એક ખૂન ની ,એક ઝનૂન ની , એક વિશ્વાસઘાત ની, એક બદલા ની પણ શું બદલા ની કહાની પણ આટલી ઝનૂની હોઈ શકે.

યોગીનગર માં આજે એક ખૂન થયું હતું. ગામના મુખી ના એક ના એક છોકરા નું ખૂન . પણ આ ખુન કોને કર્યું હતું ???? શું કામ કર્યું હતું ???? એ કોઈ પણ જાણતું ના હતું.


સ્વાભાવિક છે એક એવી જગ્યા જ્યાં ગુના નું નામો નિશાન ના હોઈ એવી જગ્યા પર પોલીસે વિભાગ પણ થોડું નિશ્ચિન્ત હોઈ.કોઈ મોટા એવા પોલીસે ની ગેરહાજરી હોવાથી તાત્કાલિક આજે શહેર ના નામચીન કહેવાતા એવા સબ ઇન્સ્પેક્ટર મંદીપ જાધવ નું તાત્કાલિક ટ્રાન્સફર કરવાયું.

મંદીપ જાધવ એક બાહોશ પોલીસ ઓફિસર હતો. આવા તો ઘણા કેસ એને પોતાની જિંદગી માં પાર પાડયા હતા.6 ફૂટનું કદ , આંખો માં નિર્ભયતા , જબરદસ્ત એવો આત્મવિશ્વાસ એ ઓળખ હતી . પહેલા એ સુરત માં જ ફરજ બજાવતો હતો .એટલે નજીક હોવાથી આ કેસ એના હાથ માં આવ્યો.
બીજા જ દિવસે સવાર માં સમય પર પહોંચી ને એને કેસ ની બધી માહિતી હવાલદાર પાસે થી મેળવી લીધી.પોતે કેસ માં બધી ઝીણવટ ભરી તપાસ કરવાનું ચાલુ કરી દીધું. પણ , બધેથી ફકત એક જ જવાબ એને મળ્યો કે'" જોકર આવ્યો અને છોકરા ને મારી ને જતો રહ્યો, બધા નાના છોકરા ઓ એ એને જોયો હતો પણ એ કોણ હતો ??? ક્યાંથી આવ્યો હતો???? એનો શું ઈરાદો હતો??? તેનું કોઈ પણ સુરાગ એને ના મળ્યો. ચારે બાજૂથી મળી તો ફક્ત નિરાશા. દરેક સર્કસ ,, દરેક ડ્રેસ વાળા,,દરેક ગામ નાલોકો ,,ને વિગતો પૂછી પણ પરિણામ શૂન્ય કઈં જ હાથ ના લાગ્યું. બીજી બાજુ દબાણ ખૂબ જ આવતું હતું. આ એની ઈજ્જત નો સવાલ હતો.

એના પછી લાગલગાટ બીજા 4 નાના છોકરા ના મૃત્યુ ના સમાચાર આવ્યા.પણ એક જ સવાલ કોણે કર્યું જોકેરે ,, કોણ ??? જોકર એ ખબર નથી. ????

બધી જ મેહનત કર્યા પછી જ્યારે પરિણામ શૂન્ય આવતા મંદીપ ને લાગ્યું કે એ આ કેસ સોલ કરી શકે એમ નથી અને આ કેસ સીબીઆઈ ના હાથ માં સોંપવાનું નક્કી કરી રહ્યો હતો.પોતાના હાથ માં આવેલો આ કેસ એની જિંદગી નો પહેલો કેસ હતો જે એ સોલ કરી શક્યો નહોતો.ખૂબ જ દર્દ અને ખૂબ જ દુઃખ થી એને વિચાર કરી લીધું કે હવેથી એ કોઈ પણ કેસ હાથ માં નહીં લઈ શકે.કાલે જ જઈ ને પોતાનું રાજીનામું કમિશનર ના હાથ માં આપી દેશે.

પણ કહેવાય છે ઇશ્વર ના ઘરે દેર છે અંધેર નથી. અંધારા માંથી એક ઉજવાસ નું કિરણ આજે સવારે જ એના પોલીસ સ્ટેશન માં આવી પહોંચ્યું હતું. એક માણસ આવ્યો હતો.એ આ કેસ માટે ખૂબ જ જરૂરી માહિતી લઈ ને આવ્યો હતો. આટલા દિવસ માં પહેલી વાર કોઈ એવો માણસ હતો જે કેસ માટે માહિતી આપવા આવ્યો હતો .નહીં તો ગામ ના લોકો અને સમાચાર, મીડિયા ના લોકો એ એની જિંદગી હેરાન કરી દીધી હતી.

એનું નામ હતું રાકેશ વર્મા.ઇતિહાસ નો જાણકાર તેમજ કોલેજ નો એ અધ્યાપક હતો. એને એક એવી હકીકત કીધી જે મંદીપ ના મન માં બેસે એમ નહોતી.એને એક વાર્તા કીધી જે આ ગામ ના 17 વર્ષ પહેલાં ના પાના ઓ માં ધરબાયેલી હતી.

આ વાત આશરે 17 વર્ષ પહેલાં એક જોકર હતો . જેને લોકો ને હસાવવું ખૂબ ગમતું હતું. આખો દિવસ લોકો ની મજાક ઉડાવવી અને નાના બાળકો ને હસાવવું એને ખૂબ ગમતું હતું. પણ લોકો એની ખૂબ મજાક ઉડાવતા હતા. નાના બાળકો એને ખૂબ હેરાન કરતા અને ખૂબ પરેશાન કરતા. પણ એમનાં વડીલો પણ એમને રોકતા નહીં. એક વાર એમને મજાક માં એના ડ્રેસ પર આગ લગાવી દીધી. અને બિચારો જોકર કંઈ ના કરી શક્યો અને એ આગ માં બળી ને મરી ગયો . બસ ત્યારથી કહેવાય છે એની આત્મા દર 17 વર્ષ આવે છે જે બાળક એની સાથે રમે એને છોડી દે છે પણ જે ડરી જાય છે. એને એ મારી દે છે.કેમ કે એ જોકર ની ઉંમર ફક્ત 17વર્ષ ની હતી.

જાધવ ને આ વાત ખોટી લાગી પણ પછી એને તપાસ કરી તો ખબર પડી કે આ વાત સાચી છે.ઘણા નાના છોકરા એ જોકર ને જોયો તો છે પણ બધા ને જોકરે મારી નથી નાખ્યા. બધા એને જોઈ ને હસતા હતા . પણ એને હેરાન નહોતા કરતા. જે 4છોકરાં મરી ગયા એ લોકો એ એની મજાક ઉડાવી એને મારવા માંગતા હતા.

પણ હવે આનો ઉપાય શું.??????? એક આત્મા ને મારવી કેવી રીતે. અને એની પહેલા જો કોઈ બાળક રી ગયો તો. અચાનક એના મન માં એક ઉપાય આવ્યો . એને ગામ ના બધા લોકો ને બોલાવી સાચી હકીકત કહી દીધી. બધા ડરી ગયા અને ગામ છોડવાની વાતો કરવા લાગ્યા. પણ જાધવ એ એક ઉપાય ગોતી કાઢ્યો . એને કીધું ગામ ના લોકો ના માં બાપ રોજ જોકર બની ને પોતાના બાળકો ને તૈયાર કરે કે કોઈ પણ જોકર જોઈ ને ડરે નહીં અને એની સાથે રમે . બધા ના બાળકો ના મન માં એવું જ થવું જોવે જ આ જોકર નહીં એના માં કે પાપા છે. ધીમેધીમે એની આ ઉપાય ની અસર દેખાવા લાગી . ખૂન ના કિસ્સા ધીમે ધીમે ઓછા થતા ગયા અને પછી સાવ જ બંધ થઈ ગયા .એક વર્ષ સુધી એ જોકર દેખાતો રહ્યો પણ અચાનક એ ગાયબ થઈ ગયો.

આ વાત થી જાધવ ખૂબ જ ચિંતિત થઈ ગયો . ક્યાં ગયો હશે એ ????? એ કોઈ બીજા ગામ માં ગયો કે કોઇ બીજા શહેર માં,,, જાધવ એ ઇતિહાસકાર ને આ સવાલ પૂછ્યો પણ એમાં એક નવી જ વાત ખબર પડી . જોકર ફક્ત એક વર્ષે માટે દેખાયો હતો તો પછી શું જોકર હવે પાછો આવશે 17 વર્ષ પછી.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED