ટ્રુથ બિહાઇન્ડ લવ
પ્રકરણ-51
બીયરબારમાં અનાર એનાં નવાં પણ ખાસ દોસ્તને મળવાં આવી હતી. એને ખબર હતી કે આ માણસ મારાં રૂપ અને શરીર પર પાગલ છે એણે સમજીનેજ બકરો ફસાવ્યો હતો કે આ બધે પહોચતો છે અને એની વગ, માણસો, પૈસો અને કંપની બધાથી એ મારાં બધાં કામ કરશે. છેલ્લાં થોડાંક સમયથી એ કોન્ટેકટમાં આવી હતી જેવી મુલાકાત થઇ પેલો પહેલીજ મુલાકાતમાં અનારે આગ વધુ તેજ કરી.. થોડી છૂટછાટ લેવા દીધી પેલો પછી એની પાછળ લટુ જ થઇ ગયો હતો.
આજે એને અનાર બીયરબારમાં મળી અને એણે એક સાથે બે કામનો રીપોર્ટ માંગ્યો. એને બધુજ યાદ આવવા લાગ્યું કે પહેલીવાર એની ઓફીસે મળી હતી ત્યારે મને મળીને મારાથી એટલો આકર્ષાયો હતો કે તરતજ ફેન્ડશીપ, ઓફર કરી મેં સ્વીકારી લીધી પછી તો 2-3 મુલાકાતોમાં તો એ સાવ પાછળ પડી ગયો મેં લાગ જોઇ મારાં અધરાં કામ સોંપ્યાં. એને વિશ્વાસમાં લીધો. એક કામ તો કહે આતો ચપટીમાં થઇ જશે અને મારાં વીડીયો ફોટા બધાંજ પાછાં લાવવાનાં સામે વાળા પાસે કંઇજ ના રહેવું જોઈએ.
એણે મને પ્રોમીસ કર્યુ.. અનારને બધાં વિચાર આવ્યાં એ દિવસ પ્રોમીસ કરીને એણે પહેલીવાર મારી સાથે છૂટછાટ લીધી. કીસીઓ કરીને બીયર સાથે પીધો અને કામ પુરુ થાય ગ્રાન્ડ પાર્ટી મારે આપવાની.
એનાં પર કોઇનો ફોન આવ્યો અને એ ડીસ્ટર્બ થઇ ગયો કંઇ નહીં આ વખતે હું બધું જ લઇ લઇશ.. પણ સ્તુતિનો કેસ બગાડી નાંખ્યો.
અનાર વિચારતી રહી અને એ નીકળી ગયો. અનારે વિચાર્યુ હું કોઇ મોટી ભૂલ તો નથી કરી બેઠીને ? મારી મનમાં સળગેલી ઇર્ષ્યાની આગને બીજાનો સાથ મળ્યો પણ.. હવે શું થશે ? હું બધી બાજુથી બાજી હારી જઇશ ? મારો અસલી ચહેરો બધાની સામે આવી જશે તો મારું શું થશે ? એનું શું થશે ?...
***********
શ્રુતિનાં ગયાં પછી સ્તવન સ્તુતિની સામે જ એને જોતો બેસી રહ્યો. રાત્રે ખાસ ઊંઘ આવી નહોતી. વહેલી પરોઢ પછી માંડ આંખ મીંચાઇ હતી... અત્યારે પાછો બેઠો બેઠો ખુરશી પર જ ઊંધી ગયો. એનો એની આંખ અને નીંદર પર જાણે કાબૂ જ નહોતો અને થોડીવારમાં જાણે ધસઘસાટ ઊંધી ગયો.
અચાનક જ સ્તુતિ બેડ પર જ છાતી ઊંચકીને ઊંચી થઇ ગઇ એનાં ડોળા ચકળવકળ થયાં એ કાંઇ બોલી ના શકી જોર જોરથી હાંફવા માડી એનાં ગળામાંથી મોટી ચીસ નીકળી.
સ્તવન સફાળો જાગ્યો એને ખબર જ ના પાડી કે શું થયું કે શું થયુ એ સ્તુતિ પાસે આવી ગયો એને હાથથી ટેકો આપીને બોલ્યો સ્તુતિ સ્તુતિ.. એણે નર્સ નર્સની બૂમો પાડી સ્તુતિનાં શ્વાસ જોર જોરથી ચાલતાં હતાં એનાં હોઠ ફફડતાં હતાં એને કંઇક બોલવું
હતું. એનાં ડોળા ઊંચા ચઢી ગયાં. સ્તવન ગભરાયો અચાનક શું થયું ? ભાનમાં આવી ? કંઇક કહેવા માંગે છે ? એણે ફરીથી સ્તુતિને પૂછ્યું સ્તુતિ સ્તુતિ બોલ શું કહે છે ?
નર્સ દોડી આવી એણે સ્તુતિની હાલત જોઇને પાછી બાહર દોડી ગઇ અને ડોક્ટર ડોક્ટર કહીને બૂમો પાડી ત્યાંજ ડોક્ટર પણ ત્યાં આવી ગયાં એમણે અંદર આવીને સ્તુતિને તપાસી એની નાડી-ધબકાર બધુ. જોયુ બીપી ખૂબ હાઇ થઇ ગયું હતું એમણે નર્સને સૂચના આપી. નર્સ પાછી બહાર દોડી ગઇ અને સ્તુતિ પાછી ઓશીકા પર પછડાઇ અને આંખો બંધ કરી દીધી. એનામાં કોઇ હલચલ નહોતી અને ડોક્ટરે ફરીથી તપાસી એમનાં કપાળ પર ચિંતાની રેખાઓ અંકાઇ. બધાં સ્ક્રીનમાં જોયા જો એનાં શરીરની સ્થિતિ મોનીટર કરી રહ્યાં હતાં એ ઓલ ઓકે હતાં પણ... આ પણ ખૂબ આકરો નિર્ણય કહેવાનાં હતાં.
ડોકટરે સ્તવન સામે નિરાશ નજરે કહ્યું "પેશન્ટ કોમામાં ગઇ છે હવે ખબર નહીં ક્યારે ભાનમાં આવશે. ડોક્ટરે આગળ કહ્યું પણ પરમેનેન્ટ કોમામાં નથી જ એ ફરીથી ભાનમાં આવશે જ અત્યારની જે સ્થિતિ અને હુમલો એનામાં આવ્યો છે એ એનાં મગજમાં બધી યાદ તાજી તાજી થઇ હશે એની પીડાએ સહન નથી કરી શકી એ સ્તુતિ પાછી આવી છે એ સાઇન સારી છે પણ એની પીડાએ એને પાછી કોમામાં ધકેલી છે. શરીરમાં બાકીની બધીજ સ્થિતિ નોર્મલ બતાવે છે. બી.પી. કન્ટ્રોલ કરવુ પડશે પહેલાં અને નર્સ ઇન્ફેકશન લઇ આવી અને ડોક્ટરે સ્તુતિનાં બાવડામાં હાથ પર આપ્યુ. સ્તુતિની આંખો અને ચહેરાં પર જે ઉચાટ અને દુઃખ દેખાયાં હતાં એ ધીમે ધીમે શાંત થઇ ગયાં.
ડોક્ટર કહે મી. સ્તવન થોડી ધીરજ વધુ રાખવી પડશે આવાં કેસ જવ્વલે જ આવે છે પણ અમનેં વિશ્વાસ છે અને નોર્મલ કરીશું એ ભાનમાં આવશે જ. પ્લીજ ટેક કેર એન્ડ હેવ પેશન્સ.
સ્તવનની આશાં જાણે ધૂળધાણી થઇ ગઇ એની આંખો ફરીથી નમ થઇ ગઇ જાણે વિશ્વાસ ખોઇ બેઠો એ એણે હતાશ થઇ ગયો કે ખુરશી પર જ ફસડાઈ ગયો.
ડોક્ટર આશ્વાસન આપીને જતાં રહ્યાં સ્તવન સ્તુતિની સામે જ જોતા કર્યું એ બોલી ઉઠ્યો "સ્તુતિ હજી કેટલી પરીક્ષા લઇશ ? કેટલી ધીરજ રાખુ ? બોલને બોલને શું થયું છે તને ? તું કોઇ ભયના રાખીશ હું તારી પાસે જ તારી સાથે જ છું અને શ્રૃતિની એન્ટ્રી થઇ.
સ્તવનનો ચેહરો જોઇને એને સમજાઇ ગયું કે કંઇક ગરબડ થઇ છે. એણે સ્તવન પાસે આવી ખભે હાથ મૂકીને કહ્યું "શું થયું જીજુ ? એની થીંગ રોંગ ? એણે ટીફીન બાજુમાં મૂક્યું અને સ્તવનને ખભેથી હલાવ્યો.
સ્તવન શ્રૃતિને જોઇને એને વળગી પડ્યો નથીંગ ઓકે એવરીંથીગ હેપનીંગ રોંગ.. આઇ કાન્ટ ટોલરેટ ? એમ કહીને રડી પડ્યો.
શ્રૃતિએ માથે હાથ ફરવતાં કહ્યું "જીજુ શું થયું એતો કહો. દીદીને ઓકે છે ? શું થયું ?
સ્તવને શ્રૃતિની સામે જોયું સ્તવનની આંખમાં આંસુ તગતગતાં હતાં. અને હમણાં સ્તુતિને જે એટેક આવ્યો એની વાત કરી. "એ કંઇ કહેવા માંગતી હતી એનાં હોઠ ફફડતાં હતાં અવાજ નહોતો નીકળતો. એને કંઇક કહેવું હતું પણ એ કંઇજ કહી ના શકી. એનું બી.પી. ખૂબ હાઇ થઇ ગયું હતું એનાં શ્વાસ જોર જોરથી ચાલતાં હતાં એ આવી બેભાન અવસ્થામાં પણ ખૂબ ગભરાયેલી હતી અને પછી એ કોમામાં જતી રહી છે એવું ડોક્ટરે કહ્યું... ખબર નહીં ફરી ક્યારે ભાનમાં આવશે.
શ્રૃતિ જડવત સાંભળી જ રહી... એની આંખો જાણે કોરી ધાકોર હતી એને શું રીએક્ટ કરવું. સમજાતું નહોતું એણે કહ્યું "જીજુ તમે આવુ ના કરો દી.. ભાનમાં આવશે આજે નહીં તો કાલે.. પણ એની સાથે...
સ્તવન કહે "હું એજ વિચારુ છું કેએની સાથે એવું શું થયું છે કે એ અંદરને અંદર પીડાય છે બોલી પણ નથી શક્તી એનામાં કોઇ ભય દબાયેલો છે. શું કરુ હું સાવ વિવશ છું એ ભાનમાં જલ્દી આવે.
શ્રૃતિએ કહ્યું "આવશે જ જીજુ. તમે શાંત થાવ. આપણે હવે આ સ્થિતિ કઠણ હૃદયે સ્વીકારવી જ પડશે આપણે ખૂબ ધ્યાન રાખીશુ આમ ઢીલા થયે નહી ચાલે. એણે સ્તવનને પાણી આપીને સ્વસ્થ કર્યો.
શ્રૃતિ-સ્તુતિની સામે જ જોઇ રહી..એનાં મનમાં શું ચાલતું હતું ? ના કોઇ સ્તુતિને સમજી નહોતું શકતું થોડીવાર શાંત રહ્યાં પછી શ્રૃતિથી ડુસ્કુ નંખાઇ ગયું અને બોલી દીદીને આવું શું થઇ ગયું ? કોઇએ આવું ધારેલું ?
સ્તવને કહ્યું "તું પણ ના રડ.. હમણાં તુ મને સમજાવતી હતી હવે કાળજું કઠણ કરવુ જ પડશે આજે આમને આમ અઠવાડીયુ નીકળી ગયું છે. ક્યાં સુધી સ્તુતિ પીડા સહેશે ?
શ્રૃતિએ સ્તવનનો હાથ પકડીને કહ્યું "તમારે હિંમત નથી હારવાની આપવાની છે. એકબીજાને હિંમત અને હૂંફ આપવી પડશે નહીતર બધાં જ ખલાસ થઇશું ક્યાંક તો ઉકેલ હશે ને ? મને વિશ્વાસ છે દીદી ભાનમાં આવી જશે.
સ્તવને કહ્યું ડોક્ટર પણ કહે છે પણ સ્તુતિની સ્થિતિ જોઇને મારી... આઇ એમ સોરી.. મારે આવું વિચારવુ પણ ના જોઇએ પણ... અને શ્રૃતિનાં ખભે માથું મૂકીને રડતો રહ્યો શ્રૃતિએ સ્તવનનાં માથે હાથ ફેરવ્યાં કર્યો..
વધુ આવતા અંકે --- પ્રકરણ-52