Pal Pal Dil Ke Paas - Zohra Sehgal - 50 books and stories free download online pdf in Gujarati

પલ પલ દિલ કે પાસ - ઝોહરા સેહગલ ૧૦૨ આઉટ - 50

ઝોહરા સેહગલ ૧૦૨ આઉટ

૧૦૨ વર્ષનું આયુષ્ય ભોગવીને ૧૦ જુલાઈ ૨૦૧૪ ના રોજ જન્નતનશીન થનાર પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભુષણ શબાના સેહગલ ની ઓળખ માત્ર ચરિત્ર અભિનેત્રીની નથી. ઉત્તમ ડાન્સર, કોરીઓગ્રાફર, થીએટરને સંપૂર્ણ જીવન સમર્પિત કરનારી આ નારી અદ્ભુત કલાકાર હતી. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આ એક માત્ર એવી અભિનેત્રી હતી જેણે એક જમાનામાં થીએટરમાં પૃથ્વીરાજ કપુર સાથે અભિનય કર્યો હતો અને ૨૦૦૭આ રીલીઝ થયેલી ફિલ્મ “સાંવરિયા” માં કપુર કુટુંબના જ ચોથી પેઢીના નબીરા રણબીર કપૂર સાથે પણ અભિનય કર્યો હતો.

ઝોહરા નું સાચું નામ સાહીબજાદી ઝોહરા બેગમ મુમતાઝ ઉલ્લાહખાન હતું. ૨૭ મી એપ્રિલ ૧૯૧૨ ના રોજ સરહાનપુર, યુ. પી. માં જન્મેલી આ બાળકી માતા પિતા ના સાત સંતાનો માં તે ત્રીજા નંબર નું સંતાન હતી. ઝોહરાએ તેની માતાની ખ્વાહીશ પૂરી કરવા માટે જ તેની બહેન સાથે ક્વીન મેરી કોલેજ લાહોરમાં એડમીશન લીધું હતું. નાની બહેન ના લગ્ન થયા બાદ ઝોહરાએ ડાન્સમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું. ઝોહરાના એક મામા એડનબર્ગ માં રહેતા હતાં. ઝોહરાનું ગ્રેજયુએશન પૂરું થતાં તે મામાએ ઝોહરાને ડ્રેસડેન જર્મનીમાં બેલે ડાન્સ ની ટ્રેનીંગ માટે એડમીશન અપાવી દીધું હતું. તે જમાનામાં તે સંસ્થામાં એડમીશન લેનાર ઝોહરા પ્રથમ ભારતીય મહિલા હતી. ત્રણ વર્ષની આકરી તાલીમ લેતી વખતે જ ઝોહરાની મુલાકાત પ્રખ્યાત ડાન્સ એન્ડ નાટ્ય દિગ્દર્શક ઉદય શંકર સાથે થઇ હતી. વાસ્તવમાં તે દિવસોમાં ઉદયશંકર તેમના સમગ્ર યુનિટને લઈને ‘ શિવ પાર્વતી” નામની નૃત્ય નાટિકાના વિદેશમાં સ્ટેજ શો કરતા. શો પૂરો થયા બાદ ઝોહરા ઉદયશંકરને મળવા માટે બેકસ્ટેજમાં પહોંચી ગઈ હતી. ઉદય શંકરે ઝોહરાની ટ્રેનીગ પૂરી થાય ત્યારે તેને ભારતમાં નોકરી આપવાનું વચન આપ્યું હતું. જોકે તે પહેલાજ ઉદય શંકરે તેમના જાપાનના સ્ટેજ શો માટે ઝોહરાને તાર કરીને બોલાવી લીધી હતી.

ઝોહરાને તો દોડવું હતું અને ઢાળ મળી ગયાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ઓગસ્ટ ૧૯૩૫ માં ઝોહરાએ ઉદય શંકરના ગ્રુપ સાથે જાપાન, ઈજીપ્ત, યુરોપ અને યુ. એસ. માં ડાન્સના સ્ટેજ શો કર્યા હતા. ભારત આવ્યા બાદ ઝોહરાએ ઉદયશંકર ઇન્ડિયા કલ્ચરલ સેન્ટર અલમોડા માં ડાન્સ ટીચર તરીકે નોકરી લઇ લીધી હતી. ૧૪/૮/૧૯૪૨ ના રોજ ઝોહરાના લગ્ન હિન્દુવિધિ પ્રમાણે કામેશ્વર સેહગલ સાથે થયા હતા. આઝાદી પહેલાના એ દિવસોમાં ઝોહરા અને કામેશ્વરના લગ્નમાં હાજરી આપવા જવાહરલાલ નહેરુ આવવાના હતા પરંતુ “ભારત છોડો” ચળવળ માં સક્રિય ભાગ લેવા બદલ નહેરુની આગલા દિવસે જ બ્રિટીશ સરકારે ધરપકડ કરી હતી. ૧૯૪૫માં ઝોહારાએ ઇપ્ટા જોઈન કર્યું હતું. ઝોહરાની કલાકાર તરીકે ની છબી ત્યારથી વધારે સ્પષ્ટ થઈ હતી. અભિનય અને કોરિયોગ્રાફી માં ઝોહરાની માસ્ટરી આવી ગઈ હતી. ૧૯૪૬માં ખ્વાજા એહમદ અબ્બાસે ઝોહરાને “ધરતી કે લાલ “ ફિલ્મ માં બ્રેક આપ્યો હતો. તે જ વર્ષ માં ચેતન આનંદે “નીચાનગર “માં ઝોહરાને મુખ્ય અભિનેત્રીનો રોલ આપ્યો હતો. ”નીચાનગર “ પ્રથમ ભારતીય ફિલ્મ હતી જેને કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં એવોર્ડ મળ્યો હતો. જોકે થીએટર પ્રત્યેના અતિ લગાવને કારણે ઝોહરાએ ફિલ્મોમાં વધારે વ્યસ્ત રહેવાનું મુનાસીબ નહોતું માન્યું. ગુરુદત્તના દિગ્દર્શન વાળી ફિલ્મ “બાઝી “ (જેમાં દેવ આનંદની મુખ્ય ભૂમિકા હતી )માં ઝોહરાએ કોરિયોગ્રાફી કરી હતી. રાજકપૂરની “આવારા” માં ઝોહરાની કોરિયોગ્રાફી ખુબ જ વખણાઇ હતી. યાદ કરો એ ડ્રીમ સિક્વન્સ જેમાં નરગીસ પર ફિલ્માવાયેલું ઘર આયા મેરા પરદેશી તે જમાના માં ખુબ જ લોકપ્રિય થયું હતું.

૧૯૫૯ માં પતિ કામેશ્વર નાથનું અવસાન થતા ઝોહરા દિલ્હીમાં સ્થાઈ થઇ હતી. દિલ્હી નાટ્ય અકાદમીના ડાયરેક્ટર તરીકે ઝોહરાએ નોંધપાત્ર કામગીરી કરી હતી. ૧૯૬૨ માં ઝોહરાએ ડ્રામા સ્કોલરશીપ માટે લંડન શીફટીંગ કર્યું હતું. લંડનમાં અસંખ્ય વાર ઝોહરાએ ટીવી શો માં ભાગ લીધો હતો.

૧૯૮૩માં ભારત પરત આવ્યા બાદ ૭૧ વર્ષની ઉમરે ઝોહરાની બીજી ઇનીગ્સ શરુ થઇ હતી. તે જમાના માં ઝોહરાનું “અભી તો મૈ જવાન હું “ અદ્ભુત પરફોર્મન્સ હતું જેની ઓડીયન્સમાં ખુબ જ ડીમાન્ડ રહેતી. સ્ટેજ પર ઝોહરાની સ્ફૂર્તિ અને ઉત્સાહ કાબિલે તારીફ રહેતા. ઝોહરાએ ત્યાર બાદ સાંવરિયા, દિલસે. ખ્વાહીશ. હમ દિલ દે ચુકે સનમ. તેરા જાદુ ચલ ગયા, વીરઝારા, અને ચીની કમ જેવી ઘણી ફિલ્મોમાં ચરિત્ર અભિનેત્રી તરીકે અભિનય કર્યો હતો.

ઝોહારાને બે પુત્રો હતા . કિરણ સેહગલ અને પવન સેહગલ. કિરણ હાઇલી રેપ્યુટેડ ઓડીસી ડાન્સર તરીકે નામ કમાઈ ચુક્યો છે. જયારે પવન સેહગલે WHO માં નોંધપાત્ર કામગીરી બજાવી છે. ૨૦૧૨ માં ઝોહરાને સો વર્ષ પુરા થયા ત્યારે કિરણ સેહગલે અને તેની દીકરીએ ઝોહરા સેહગલ ફેટી નામની ઝોહરાની ઓટોબાયોગ્રાફી લખી હતી.

૧૦૨ વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવનાર ઝોહરા સેહગલના અવસાન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સમગ્ર બોલીવુડે ભાવભીની શ્રધ્ધાંજલિ આપી હતી. ફિલ્મ ચીની કમ માં ઝોહરા ના પુત્રની ભૂમિકા ભજવનાર અમિતાભ બચ્ચને ઝોહરની જિંદગીની સફરને અદ્ભુત ગણાવી હતી.

પ્રફુલ્લ કાનાબાર.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED