અધુરો પ્રેમ - 21 - પ્રણય Gohil Takhubha ,,Shiv,, દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

અધુરો પ્રેમ - 21 - પ્રણય

પ્રણય
ભાભીની વાતને ધ્યાનમાં રાખીને પલક સામે ચાલીને વીશાલ પાસે આવી અને વીશાલનો હાથ પકડીને કહ્યું કે બસ હવે ખુશને ? પણ વીશાલને એ ન ગમ્યું કે કોઈ બીજાનાં કહેવાથી પલકે એના હાથમાં હાથ આપ્યો. થોડું તો પલકને પણ એ વાત સમજાઈ ગઈ. એણે પણ એક પલની વાર લગાડ્યા વગર તાબડતોબ જ કહી દીધું વીશાલ આઈ એમ સોરી બસ હવેથી આવું ક્યારેય નહીં થાય. વીશાલ ને પણ પલકની એ સોરી વાળી વાત ખુબ જ ગમી અને તરતજ વળતો જવાબ આપ્યો અરે ! ઈટસ ઓકે પલક હોતા હૈ ઐસા.પલકે પણ હસતા હસતા કહ્યું અરે ! વાહ મારા હીન્દી યુવાન બહોત ખૂબ (ને બન્ને જણ ખૂબ જ હસી પડ્યા) હવે માહોલ થોડો હસીમજાક નો સર્જાયો.પલક પણ થોડી થોડી વીશાલ સાથે ખુલવા લાગી.પલકને થોડી કમ્ફર્ટેબલ જોઈને સાથી મીત્રો પણ ખૂબ જ ખુશ થઇ ગયા. એમાંથી એક મીત્રે કહ્યું અરે જો આ બન્ને આપણા બધાથી પણ ખુલી ગયા જો તો કેવા લૈલા મજનું ની જેવાજ પ્રેમી પંખીડા લાગે છે. અને બન્ને ખરેખર લાગે છે પણ કેટલા સુંદર કપલ.આપણા દરેક કરતાં સૌથી વધારે આ બન્ને રુપકડા લાગે છે. અને જોને કેવા હાથમાં હાથ પરોવી અને ચાલ્યાં જાય છે. જાણે કોઈની પણ ફીકર કે પરવાહ ન હોય (દરેકે દરેક ખડખડાટ હસી પડ્યા) એવામાં કંડકટરે બુમ પાડી અએએએએ બધાં જ રેડી હોય તો ચાલો હવે હજીતો આપણે ખૂબ જ લાંબી મુસાફરી કરવાની છે.
એ હા ભાઈ ચાલો આવીએ જ છીએ વારાફરતી બધાં બસમાં ચડી ગયા. પોતપોતાની પત્નીઓની સાથે મોઢામાં મોઢું પરોવી ને વાતો કરવા લાગ્યા. આ તરફ વીશાલનો પણ જુસ્સો વધી ગયો.એણે પલકને આંખોમાં આંખો મિલાવી ને કહ્યું કે પલક તને એક વાત કહું. પલકે કહ્યું અરે હા હા બોલોને વીશાલ એમાં વળી પુછવાનું શું હોય પુછી લ્યો જે પુછવું હોય તે.ને તરતજ વીશાલે પલકને કહ્યું પલક હું તને ખુબ જ પ્રેમ કરું છું. જયારે મે તને પહેલી વખત જોઈને ત્યારથીજ તું મને ખૂબ જ ગમી ગઈ હતી. અને મેં એજ વખતે મનોમન નક્કી કરી લીધું હતું કે કોઈ અગર મારી પત્ની બનશે તો એ તું જ હશે.વીશાલની વાતમાં પલકે પણ સુર પુરાવ્યો હં હં હં અને કહ્યું જો વીશાલ હું ખૂબ જ ચોખ્ખા દીલની છોકરી છું એટલે જે કાંઈ પણ તમને કહીશ એ સ્પષ્ટ અને સચોટ રીતે કહીશ.જો તમે પણ મને ગમો જ છો અને એટલે જ તો મેં તમારી સાથે સગાઈ કરી છે પણ સાચું કહું તો હજી સુધી મારા હ્લદયમાં આપના માટે પ્રેમ નો ઉદ્ભભવ થયો નથી.એનો મતલબ એવો ના કાઢતાં કે હું તમને પસંદ નથી કરતી.પણ મારો કહેવાનો મતલબ એવો છે કે મને થોડો સમય સાથે વીતાવવા દ્યો અને એનો મતલબ એવો પણ નથી કે મને તમારી સાથે પ્રેમ નહીં થાય તો હું તમારી સાથે લગ્ન નહીં કરું. હું આ જનમમાં હવે તમારી જ છું અને તમારી જ રહીશ.
પલકની વાત વીશાલને ખૂબ જ ગમી ગઈ અને વીશાલે પણ કહ્યું થેન્ક્યુ પલક ધીરે ધીરે બંન્નેના હ્લદયમાં પ્રેમ નો "પ્રણય"ખીલવા લાગ્યો.હળવેકથી પણ બંન્ને એકબીજાને સમજવામાં સહભાગી થવા લાગ્યા. ધીમે ધીમે રહીને પલકે કહ્યું કે એક વાત પુછું વીશાલ ? ને વીશાલે કહ્યું હા હા બેધડક પુછી લે પલક.ને પલકે કહ્યું કે જો વીશાલ હું તમને ખાલી એમજ પુછું છું હું કોઈ સકકી સ્વભાવની છોકરી નથી પણ ખાલી જાણવા માટે પુછું છું મારા પહેલા તમારા જીવનમાં કોઈ છોકરી આવી છે ખરી.શું તમે કોઈને પ્રેમ કરતા હતાં ? અને પલક હસવા લાગી હા હા હા હા. થોડી વાર વીશાલ પલક સામે જોઈ રહ્યો. અને કહ્યું કે પલક હું તારી સોગંદ ખાઈને કહું છું કે તારા સીવાય બીજી કોઈ છોકરી મારા જીવનમાં આવી નથી તું પહેલી જ છોકરી છે જે મારા જીવનમાં પ્રથમ વખત જ આવી છે.અને પહેલી નજરે જ મને પ્રેમ થઈ ગયો છે.અને હું એવો નાલાયક છોકરો પણ નથી કે જ્યાં ત્યાં મોં માર્યા કરું. અને હસતાં હસતાં વીશાલે પણ કહ્યું કે પલક તેં કોઈને પ્રેમ કર્યો છે ખરો ? પણ વીશાલની જયાં ત્યાં મોં મારવાની વાતથી પલક હેબતાઈ ગ્ઈ અને કહ્યું કે અરેરે ના ના વીશાલ મારે ક્યાં કોઈને પણ પ્રેમ કરવાનો વખત રહ્યો જ છે.હું જયારથી સમજણી થઈ કે જીવનમાં ક્ઈક બનવાની આશાં સાથે કોલેજકાળથી જ ભણવામાં સમયજ નથી રહ્યો. અને વાતને ઓળીટોળી નાખી.
વીશાલ પણ શાનમાં સમજી ગયો એને પણ થયું કે પલક ક્ઈક તો છુપાવી રહી છે.હવે પલકનું હ્લદય જોરજોરથી ધડકવા લાગ્યું. પલકને થયું કે મેં આ વાત કાઢીને ખૂબ જ ખોટું કરી નાખ્યું. એટલે એણે વીશાલને કહ્યું કે આઈમ સોરી વીશાલ હું તો બસ મજાક કરતી હતી.પણ હવે વીશાલે પકડેલો પલકનો હાથ એકદમ છોડી દીધો. એટલે પલકે કહ્યું અરે શું થયું વીશાલ ઈટસ જોકીન્ગ અરે ભય મશ્કરી પણ ના કરી શકું તમારી સાથે ? પરંતુ પલકની આંખોમાં વીશાલને કશીક વાત છુપાવી રહી હોય તેવું જણાઈ આવ્યું. પણ મનોમન એમ થયું કે જો અત્યારે પુછીશ તો વાત બગડી જશે અને રસ્તો કાપવો મુશ્કેલ બની જશે.જેથી વીશાલે કહ્યું હું તને ક્યાં કશું કહું છું.એમ વાતોમાં ને વાતોમાં લગભગ ત્રણેક વાગી ગયા. અને પલકને વારંવાર બગાસાં આવવા લાગ્યા. જેથી વીશાલે કહ્યું પલક તને નીંદર આવે છે હવે તું સીટને લાંબી કરી અને સુઈ જા.હજી આપણે ખૂબ જ મુસાફરી કરવાની બાકી છે હવે આપણે સવારે વાત કરીશું.
હા હા વીશાલ મને ખૂબ જ નીંદર આવે છે હું સુઈ જવ છું. અને તમે પણ આરામ કરો જુવો દરેક જણ સુઈ ગયા છે. ઠીક છે પલક અને બન્ને સીટને લાંબી કરી અને સુઈ ગયા. બસ પોતાની રીતે ચાલતી રહી.કયારે સવાર થઈ કોઈને પણ ખબર ના પડી.બધાં જ સવારે આઠેક વાગ્યે જાગ્યા ત્યારે બસ એક સારી હોટલે ઊભી હતી. બસના કંડકટરે બધાને જગાડી અને કહ્યું કે અહીંયા આપડે નાહવાં ધોવા અને ફ્રેસ થવાનો હોલ્ટ છે જેથી આપ સૌ અહીં પોતપોતાના સામાન સાથે ઉતરી અને ફ્રેસ થઈ જાવ.આપણા ઓળખીતાની જ હોટલ છે.સવારમાં જાગી અને એકબીજાને ગુડ મોર્નિંગ કરી અને દરેક જણાં નીચે પોતપોતાનાં નાહવાંનાં ટુવાલ અને બ્રશ લ્ઈ લઈ ને નીચે ઉતર્યા. એકબીજા સાથે મજાક મશ્કરી કરતાં કરતાં આનંદ સાથે હોટલમાં આવ્યા. ખૂબ જ સારી જગ્યાએ ગાડી થોભી હતી.એ બદલ સૌ કોઈએ ડ્રાઇવરનો આભાર માન્યો. અને એને કહ્યું ભાઈ તમારો ખરચ પણ અમે ઉઠાવીશું.પરંતુ ડ્રાઈવરે સામેથી કહ્યું ભાઈ અમારા માટે બધીજ હોટલોમાં જમવાનું અને રહેવાનું બીલકુલ ફ્રીમાં હોય છે. તો તમારો આભાર માનું છું પણ અમારે કોઈ જગ્યાએ પૈસા દેવામાં આવતા નથી હોતાં. એટલે તમતમારે ચિંતા ન કરો અને તમે જલસા કરો.અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તમે મને કહી દેજો.અને હવે અમે બન્ને થોડી વાર આરામ કરીએ છીએ. કારણકે અમારે રાત્રે જાગવાનું હોય જેથી અત્યારે આરામ કરવો જરૂરી બને છે.અને મેં હોટલ માલીકને કહી દીધું છે તમને જે પણ સુવિધા જોઈએ એ આપી દેશે (બન્ને આરામ કરવા જાય છે ) .....ક્રમશઃ


(શું વીશાલના મનમાં કોઈ શંકાઓના બીજ પનપી રહ્યા છે ?શું પલકની કાલ રાતની વાતને વીશાલ ભુલાવી શકશે ? શું બન્ને એકબીજાને ખરેખર સમજી શકશે.જે માટે આ પ્રવાસનું આયોજન કરાયું છે....જોઈશું ભાગ :-22 સંશય માં )