Adhuro Prem. - 20 books and stories free download online pdf in Gujarati

અધુરો પ્રેમ - 20 - મસ્તી મજાક

મસ્તી મજાક
પલક એના ફીયાન્સેની સાથે પોતાના જીવનની શરુઆત કરવા અને થનાર પતી અને પોતાના ભાવ અને વીશાલના સવાલોના જવાબો આપવા અને એકબીજાને સમજવા પોતાના ફીયાન્સેની સાથે પ્રથમ પગથિયું ચડવા નીકળી ગઈ.આજે પલક પોતાના વેવિશાળ પછી પ્રથમ વખત એના સાસરીમાં આવી.પલકને જોવા માટે આડોશી પડોશી પણ પહોંચી ગયા હતા. બધાએ વીશાલની વહુના ખૂબ જ વખાણ કરેલા હતાં. લોકોમાં ચર્ચાઓ ચાલતી હતી કે વીશાલની વહું ખૂબ જ સુંદર અને હોશિયાર છે એટલે પડોશમાં રહેતી તમામ મહીલાઓ પલકને જોવા ઉમટી પડી.નીધી પણ ખૂબ જ ખુશ હતી. કારણકે એની ભાભી પલક આજે એના ઘેર આવી રહી છે.એટલે નીધીએ પોતાની ભાભી માટે એણે પહેલાથી જ સરસ મજાની ગીફ્ટ લઈ રાખી છે.એણે પોતાની ભાભી માટે ખૂબ જ મોંઘા ડ્રેસ લઈ રાખ્યા છે.
આઠેક વાગ્યે વીશાલ પલકને લઈને પોતાના ઘરે આવ્યો. પલકના સ્વાગતમાં આખુંયે ઘર ખડેપગે હતું. વેવિશાળ પછી પહેલી વખત પલક પોતાની સાસરીમાં આવી હતી. તેથી બધાજ સગા સંબધીઓ આતુરતાથી રાહ જોતા હતા. ને વીશાલ પલકને લઈ ને આવી પહોચ્યો. પલકની નણંદ પોતાના હાથમાં આરતીની થાળી લઈ ને ઉભી હતી. પલકના આવતાની સાથે જ નીધીએ પલકની આરતી ઉતારી અને આખુંય ઘર પલક ઉપર જાણે ઓળઘોળ થઈ ગયું. કુટુંબીજનોને પલક પ્રેમથી પગે લાગી દરેક જણે પલકને કાંઈ ને કાંઈ ભેટના રુપમાં પૈસા આપ્યા. એના સાસુએ અને સરસરાએ પલકને એક એક હજાર રૂપિયા આપ્યા. અને આવેલા દરેક સગાઓએ પણ પાંચસો પાંચસો રુપીયા આપ્યા. પલકને તો અચ્છી ખાસ્સી કમાણી થઈ ગઈ. પલક પોતાના આવા આદરપૂર્વક સત્કારથી ખૂબ ખુશ થઇ ગઇ.એની આંખોમાં હરખના આંસુ આવી ગયા.અને પોતે ખુબ જ ભાવુક બની ગ્ઈ.પલકને આમ ભાવુક બનતા જોઈને એની નણંદ નીધીએ પોતાની ભાભીને ટાઈટ હગ કરીને સાન્ત્વના પાઠવી.
પોતાના સાસરીમાં આટલી બધી આગતાસ્વાગતા મળશે એવું પલકે સપનામાં પણ વીચાર્યુ નહોતું. પણ એ હવે ખૂબ જ ખુશ થઇ ગઇ હતી. મનોમન એણે વીચાર કર્યો કે મારી મમ્મીએ આ કુટુંબમાં મારું વેવિશાળ કરીને કશુજ ખોટું નથી કર્યું. વીશાલ ભલે ગમેતેવી વાતો કરીને મને નારાજ કરે પણ મારા સાસરિયાઓ ખુબ જ સારા છે.અને મને પણ આવા મળતીયા સ્વભાવના જ સગાઓ ગમે છે.અને સૌથી સારી વાત એ છે કે મારી નણંદ નીધી પણ ખૂબ જ હસમુખી છે.એટલે મને તો અહીંયા ખૂબ જ મજા આવશે.પછી આગળ જે ભગવાને ધારી હોય તેમ થાય છે.એટલામાં બધાજ મીત્રો પોતપોતાની પત્નીને લઈને આવી પહોંચ્યા. વીશાલે બધાજ મીત્રો અને એની પત્નિઓ સાથે પલકની ઓળખાણ કરાવી. થોડીજ વારમાં પલક એ બધાની સાથે હળીમળી ગ્ઈ.જાણે વર્ષો જુની મીત્રતા હોય એવીરીતે જેમ દુધમાં સાકર ભળે એમ ભળી ગ્ઈ.અને આમેય પલક ખૂબ જ સરળ સ્વભાવની છોકરી છે એટલે એ ખૂબ જ જલ્દીથી સહજ થઈ જાય છે. એટલી વારમાં રાતનું ભોજન તૈયાર થઈ ગયું. નીધીએ આવીને કહ્યું કે હવે જમવાનું તૈયાર થઈ ગયું છે બધાજ જમવા આવી જાવ.
દરેક જણ પોતપોતાની પત્નીને લઈ ને જમવાની પંગતમાં બેસી ગયા. જમવાની બધાને ખુબ જ મજા પડી. વાતો કરતા કરતાં હસીમજાક કરતાં કરતાં ખૂબ જ મજાથી જમી ને ઉભા થયાં. બસ હજીતો બધા જમીને થોડીવાર બેઠા જ હતાં ને બસ પણ આવી પહોંચી. વીશાલ ઉભો થયો અને કહ્યું બધાં પોતપોતાના સામાન સાથે લઈ ને તૈયાર થઈ જાવ.અને હા કોઈ પણ પોતાનો અસલી સામાન ન ભુલી જાય એનું ધ્યાન રાખવું.(પત્નીને સંબોધીને)બધાજ ખડખડાટ હસી પડ્યા. રાત્રે લગભગ દસેક વાગ્યે અહીયાથી નીકળવાનું હતું. અને લગભગ સાડાનવ વાગી ગયા હતા. જેથી હરેક જણે પોતપોતાના સાથે રહેલો સામાન બસની ડીકીમાં ગોઠવી દીધો.અને વારાફરતી એક બીજાના હાથ ધરી ને દરેક કપલ બસમાં ચડવા લાગ્યા.બધાજ બસમાં બેસી ગયા બાદ વીશાલ અને પલક છેલ્લે બસમાં બેઠા.
હવે બસ ધીરે ધીરે ચાલવા લાગી દરેક કપલ પોતપોતાની સીટમાં બેસી ગયા. વીશાલ અને આકાશ પણ પોતાની સીટ ઉપર બેસી ગયા. પલકને જરા અતડું લાગ્યું કારણકે વીશાલ પલકની સટોસટ બેઠો હતો. એટલે પલકે વીશાલને કહ્યું કે વીશાલ જરા દુર બેસોને પ્લિઝ મને જરા અનકમ્ફટેલ લાગે છે.વીશાલ ખામોશી ભરી નજરે પલક તરફ જોઈ રહ્યો.પલક પણ સમજી ગ્ઈ કે વીશાલને ગમ્યું નથી.તેથી બીજી જ પલે પલકે કહ્યું કે અહીંયા બધા લોકો આપણી સામે જુએ છે એટલે કહ્યું. વીશાલે પણ કહ્યું કે હા પલક એ વાત સાચી.અને બધું થાળે પડી ગયું. બસ હવે પુર ગતીએ દોડવા લાગી. દરેક કપલે પોતપોતાની વાઈફના હાથને કસકસાવી પકડી રાખ્યા છે. આ બધું વીશાલ પોતાની સગી આંખે જોઈ રહ્યો છે. અને એણે પણ હળવેથી પલકના હાથને પકડી લીધો. અને પલકે તરતજ ઉભા થવાની એકટીંગ કરીને પોતાનો હાથ વીશાલના હાથમાંથી છોડાવી લીધો.અને ઉપર બસની અલમારીમાં પડેલો પોતાનો થેલો હાથમાં લઈને ટટોલવા લાગી. જાણે કશુંક કાઢવાનો ડોળ કર્યો. થોડીવાર પછી જેવો થેલો ઉતાર્યો હતો એમજ પાછો મુકી દીધો.
વીશાલ પણ સમજી ગયો કે આટલી જલ્દી પલક એની સાથે સહજ નહી થાય,એને થોડો સમય આપવો પડશે.જેથી વીશાલ પણ ચુપચાપ પોતાની સીટ ઉપર બેસી રહ્યો. લગભગ ત્રણેક કલાક બસ ચાલી હશે.અને રાત્રીના અગીયાર કે બાર વાગ્યા હશે.કોઈએ કહ્યું કે થોડીવાર બસને રોકવાનું કહો જેથી આપણે બધા ફ્રેશ થઈ લ્ઈએ.એમાંથી એક જણ ઉઠીને ડ્રાઈવરને કહ્યું ભાઈ જ્યાં કોઈ હોટલ કે લોજ જેવું આવે ત્યાં થોડીવાર ગાડી ઉભી રાખજો ચા પાણી પી લ્ઈએ. ડ્રાઈવરે કહ્યું કે હા બસ અહીંયા નજદીક જ એક સારી હોટલ આવે છે અને ત્યાં હું ગાડી ઉભી રાખું છું. થોડીજ વારમાં હોટલ આવી અને બસ ઉભી રહી.દરેક જણ નીચે ઉતરીને ફ્રેશ થઈ ને ચા પાણી પીધા.પલક અને વીશાલ ને ચુપચાપ જોઈ ને એક મીત્રે કહ્યું અરે ભાઈ તમે બન્ને કેમ આજનબીઓની જેમ એકબીજાને તાકીને બેઠા છો.શું તમારા બન્ને જણાને વાત કરવામાં પણ કોઈની પરમીશન લેવાની જરૂર છેકે શું ? જેથી વીશાલે કહ્યું અરે ભાઈ પલકને કશું પણ ગમતું નથી. નથી એ પોતાનો હાથ પકડવા દેતી કે નથી અડીને બેસવા દેતી.હવે તું જ કહે આવીરીતે હું કેવીરીતે એક્જસ કરી શકું યાર મારું તો દીમાગ કામ નથી કરતું. એટલે એક ભાભી પલક પાસે આવી અને પલકને બાજુમાં લઈ ગયા પછી થોડું સમજાવ્યું.કહ્યું જો પલક એ આજે નહી તો કાલે તારો હસબન્ડ થવાનો છે. તો તું જેટલી એનાથી દુર રહેવાની કોશિશ કરીશ એટલોજ એ તારાથી વધારેને વધારે તારાથી દુર થતો જશે.અને તમને બન્નેને પાછળથી એકમેક થતા બહુજ વાર લાગી જશે.
ફરી ભાભીએ કહ્યું કે જો પલક આદમીને જેટલો પ્રેમ આપણે આપીશું એના કરતાં હજાર ગણો પ્રેમ આદમી એક સ્ત્રીને આપેછે.પરંતુ જો એક મર્દને ઈગ્નોર કરવાનું હંમેશા એક સ્ત્રીને ભારે પડ્યું છે. એ તારો મંગેતર છે એની સાથે નજદીકી બનાવી લે.એ જે પણ કરે એને કરવા દે આફ્ટર ઓલ એ તારો મંગેતર છે.નહીંતર આ વાત તારા ઉપર ભારે પડશે.અને આપણે અહીંયા "મસ્તી મજાક" કરવા માટે અહીંયા આવ્યાં છીએ.અને જો આમ મોઢા ચડાવીને ફરશો તો તમારે સમય કાડવો ખૂબ મુશ્કેલી ઊભી કરશે.માટે તું જ સંભલી જા અને આમેય એણે ક્યાં કોઈ અજુગતી હરકત કરી છે.એણે તો ફ્ક્ત તારો હાથજ પકડ્યો છે.અને તારો હાથ ન પકડે તો કોનો અમારાથી કોઈનો પકડે પાગલ.ભાભીની વાત સાંભળીને પલકે કહ્યું ભાભી એવી વાત નથી પણ મને કંમ્ફટેબલ થતાં થોડી વાર તો લાગે ને બસ બીજું કશું નહી.હું પણ એને સમજવા માટે જ અત્યારે આપની સાથે આવીછું. મને પણ જાણવું છે કે જેની સાથે જીંદગી પસાર કરવાની છે એને એકબીજા બરાબર જાણે. અને પછીજ આગળ પગલું ભરવામાં આનંદ થાય............ .............ક્રમશઃ


(શું પલક વીશાલ સાથે હળીમળી શકશે.બન્ને ની મુસાફરી કેવી હશે.......જોઈશું. ...ભાગ:-21 મહાબળેશ્વરની રંગીન ફીઝામાં..... "પ્રણય" માં

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED