અધુરો પ્રેમ - 22 - શંસય Gohil Takhubha ,,Shiv,, દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

અધુરો પ્રેમ - 22 - શંસય

શંસય
સવારે હોટલમાં બધાજ વારાફરતી નાહી ધોઈને ફ્રેસ થઈ ગયા. અને સવારનો નાસ્તો કરવા બેઠા ચા પાણી નો ઓર્ડર આપ્યો અને સાથે સાથે નાસ્તો પણ.એકજ વ્યક્તિ પાસે પૈસા ચુકવવા એવો નીર્ધાર કરેલો.અને પછી દરેક વ્યક્તિને ભાગમાં આવતાં વહેચી લેવાનું નક્કી કરવામાં આવેલું.સવારના નાસ્તામાં ચા સાથે સુંદર મજાનાં ભરેલા મરચનાં ભજીયા અને ફાફડા ગાંઠિયા અને કાંચા પપૈયાની ચટપટી ચટણી હતી. સફર ખેડીને આવેલા દરેક વ્યક્તિએ ખુબ પેટ ભરીને નાસ્તો કર્યો.વહેલી સવારે ખૂબ જ રમણીય વાતાવરણમાં બધાં જ કપલ મનમુકીને આનંદ કર્યો.લગભગ બે ત્રણ કલાક મોજમજા કરીને બધાં આગળ વધવા તૈયાર થઈ ગયા.ડ્રાઈવર પણ થોડો વખત આરામ કરી ને જાગી ગયો. હાથ મોં ધોઈ ને એણે પણ ચા નાસ્તો કર્યો. અને એક ધોળી બીડીનો દમ લગાવી અને ફરી આગળ વધવા બસમાં બેસી ગયો. કંડકટરે બસમાં ચેક કરી લીધું કે બધાં જ આવી ગયા છે કે નહીં અને પછી બસને હંકારી મુકી.
વગડાની વચ્ચે થઈ ને એક સોર્ટકટ રસ્તો જતો હતો.અને એજ ટુંકા રસ્તા ઉપર થઈ ને ડ્રાઈવરે બસને હંકારી. જંગલ વિસ્તારમાં આવેલા અવનવા ઝાડ અને અવનવા જાનવરો અને પશુ પક્ષીનાં અવાજે દરેક વ્યક્તિને ભાવવિભોર કરી મુક્યા. જંગલમાં લગભગ એકાદ કલાક બસ દોડાવી અને એક નાનકડી એવી લોજ આવી ત્યાં ફરીથી ડ્રાઈવરે બસને ઉભી રાખી.અને મુસાફરોને કહ્યું કે અહીંયા થોડીવાર ઉભા રહીશું. કારણકે અહીં ખૂબ જ અવનવા પશુઓ અને પક્ષીઓ જોવા મળશે અને ચા પણ અહીંયા ખૂબ જ સારી મળેછે.તો બધાં જ તરોતાજા થઈ જાવ.બધાં જ વ્યક્તિઓ પણ ખૂબ ખૂબ ખુશ થયાં. કારણકે ત્યાં જંગલમાં કુદરતી સૌંદર્ય અને વાતાવરણ જ કાંઈક અનોખી રંગત વીખેરતું હતું. જેથી પલક આ ભવ્યાતિભવ્ય કુદરતી સૌંદર્ય જોઈને ભાવવિભોર બની ગ્ઈ.કેમકે એને બાળપણથી જ કુદરતની સાથે રમવાનું ખૂબ જ ગમે છે.કુદરતી સૌંદર્ય જોઈને એની આંખોમાં હરખના આંસુ આવી ગયા. ને હળવેથી એક આંખમાંથી આંસુડાંનું બિંદુ એના ગાલ પરથી પસાર થઇ અને ધીમેથી ડાબા ગાલને પણ ખબર ન પડે એવીરીતે પોતાનો રસ્તો શોધી ને ગાલની ટોચ ઉપર થઈ અને ધીમીગતીએ વીશાલાના હાથ ઉપર પડ્યું.
વીશાલને કાંઈક ફીલ થયું એણે પોતાના હાથને ઉચો કરી જોયું તો પાણીનું એક ટીપું પોતાના હાથ ઉપર પડ્યું હતું. ને એજ ક્ષણે વીશાલે પલકની આંખોમાં જોયું. એને નક્કી થઈ ગયું કે આ આંસુ પલકની આંખનું જછે.કારણકે એની આંખથી માંડીને છેક ગાલની કીનાર સુધી એ આંસુનો લીસોટો હતો.જેમ કોઈ મણીધર સાંપ રસ્તા ઉપર થઈ અને નીકળી જાય અને પોતાના શરીરના લીસોટા જમીનમાં રહેલી રેત ઉપર મોજુદગી દર્શાવી જાય એવીરીતે જ પલકનાં આંખનું એક હર્ષઘેલું આંસુ પલકનાં ગુલાબી ગાલ ઉપર પોતાની છાપ છોડી ગયું હતું.વીશાલને મોકો મળી ગયો.ન જાણે કેટલાય સમયથી જાણે વીશાલ આજ ક્ષણની રાહ જોતો હોય એમ પલકનાં બંન્ને હાથમાં પોતાના હાથ પરોવી અને કહ્યું. પલક તું રડે છે અરે ! તું શું કારણથી રડે છે. પલક આ તારી આંખોમાં આંસુ મને જરાય પસંદ નથી. તું મને કહે તને શું થયું મારાથી રહેવાતું નથી.આજે તારી જવાબદારી તારી મમ્મીએ મને સોંપી છે.અને જો તને મારા રહેતાં કોઈ તકલીફ પડે તો તો મારા મરદ હોવા બદલ.ફટ કહેવું પડે.
પલક થોડીવાર વીશાલ સામે જોઈ રહી,અને કહ્યું ઓ હલ્લો મીસ્ટર શું થયું. આમ ઓવર એક્ટિંગ શું કામ કરો છો.ઈટ્સ ઓકે મને કશું નથી થયું ઓકે આમ ખોટે ખોટી ભાવના દર્શાવવી ગેરવ્યાજબી લાગે છે. આતો કુદરતી સૌંદર્ય જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા હતાં. મારી ઉપર કોઈ દુઃખના પહાડ ટુટી નથી પડ્યાં. હું હંમેશા કુદરતની નજીક આવું ત્યારે ભાવવિભોર બની જાઉ છું.અને હું એવીજ છું.મને જે ગમે છે એને હું મન મુકીને માણી લ્ઉ છું. ઓકે ઓકે વીશાલે કહ્યું હું સમજી ગયો તારી ભાવનાને તને જે ગમે છે એને જોઈને તું ભાવવિભોર બની જાય છે એમજને,સારું હવેથી તને નહી પુછું બસ એમ કહી વીશાલ ચુપ થઈ ગયો.થોડીવાર ત્યાં કુદરતી સૌંદર્ય ને બધાયે મન મુકીને માણ્યું. અવનવા પશુંપક્ષીઓ જોઈને દરેકને ખુબ જ આનંદ થયો. બધાજ થોડીવાર બેઠાં અને પ્રકૃતિ માણીને ફરી આવીને ચા પીવા માટે બેઠા અને ફરી પાછાં નીકળી ગયા.
લગભગ આઠેક કલાક બસની મુસાફરી કરી અને મહાબળેશ્વર પહોંચી ગયા. અગાઉથી એક સારી હોટલ ભાડેથી રાખી હતી. બસને તે હોટલમાં ઉભી રાખી અને પોતપોતાનાં રુમમાં પોતપોતાના માલસામાન સાથે ગયાં. આજે લાંબી મુસાફરી કરી અને ખુબ જ થાકેલા હતાં તેથી આજે કોઈ જ જગ્યાએ ફરવાં જવાની ઈચ્છા નહોતી આજે માત્ર નાહી ધોઈને આરામ કરવાનો હતો.અને કાલથી મહાબળેશ્વર ની ખુબસુરત હીલ અને ખળખળ વહેતા ઝરણાં તેમજ નદી અને જંગલમાં નીકળી જ્ઈશું એમ નક્કી કર્યું.લાંબી મુસાફરી કરી અને ખૂબ જ થાકેલા હતાં તેમ છતાં કોઈનાં મોઢાં ઉપર જરા પણ થાક દેખાતો નહોતો. કારણકે આજે પહેલી વખત બધાં આ મહાબળેશ્વર ની ખુબસુરત વાદીઓમાં ફરવાં માટે આવ્યાં હતાં. પલક તો જાણે આ દુરથી દેખાતી પહાડોની ટોચને જોઈને એને નજદીકથી જોવા તલપાપડ થઈ ગઈ હતી. એણે વીશાલને કહ્યું કે વીશાલ ચલો ને મને અત્યારે જ લઈ જાવ મારેથી હવે નથી રહેવાતું આ સુંદર સુંદર પહાડો અને ઝરણાં તેમજ નદીઓનાં વહેણમાં મન મુકીને માણવું છે.
વીશાલે કહ્યું અરે ! પલક આમ ગાંડી થઈ જા માં. આજે બધાં ખૂબ જ થાકી ગયાં છે અને આમેય રાત પડી ગઈ છે તો આજે કશું દેખાય પણ નહીં આજે આપણે અહીંયા મજા કરીશું અને કાલે હું તને જ્યાં પણ કહીશ ત્યાં લઈ જ્ઈશ ઓકે વીશાલે કહ્યું. પલક માની ગ્ઈ પણ નાના બાળકની માફક એણે ના ના ના ના એમ જીદ પઢ કરી લીધી. થોડીવારમાં બધાજ પોતપોતાના રુમમાં ફ્રેસ થઈ ગયાં. અને જમવાનાં ટેબલ ઉપર આવી ગયાં. પરંતુ દરેક પુરુષ અલગથી બેઠાં હતાં. તેથી પલકે એક ભાભીને પુછ્યું કે આ બધાં જ આપણાં પાર્ટનર કેમ અલગ બેઠાં છે.એટલે ભાભીએ કહ્યું પલક એ બધાં એન્જોય કરવાં માટે અલગ બેઠાં છે સમજી ? પલક કશું સમજી નહીં એણે કહ્યું કે અરે !તો આપણે પણ એન્જોય કરવું છે આપણે એન્જોય કરવાં તો આવ્યાં છીએ.એ પુરુષો એકલા એન્જોય કરવાં થોડા આવ્યા છે. એટલે પેલાં ભાભીએ કહ્યું અરે પલક એન્જોય એટલે એ બધાં દારું પી અને એન્જોય કરશે.આપણે થોડાં પુરુષો ની માફક ડ્રીંકસ લઈ શકીએ. ઓહહહહહ પલકનાં મનમાં ધ્રાસકો પડ્યો એ વારંવાર વીશાલ તરફ જોઈ રહી એ વળી વળીને વીશાલ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. થોડીવારમાં એમનાં ટેબલ ઉપર દારૂની બોટલો આવવાં લાગી. અને મહીલાં મંડળના ટેબલે અવનવા સુપ આવ્યાં. પરંતુ પલકનું ધ્યાન પોતાના ટેબલ ઉપર નહોતું. એ વારંવાર વીશાલ સામે જોયાં કરતી. અને બધાં પુરુષોનાં ગ્લાસ દારુથી છલોછલ છલકાઈ ગયાં. વીશાલે પણ ગપાગપ દારું ગટગટાવી ગયો.
પલક આ બધું બરાબર નજરોનજર જોયું એને થયું કે અરે !આ શું ? વીશાલ દારું પણ પીવે છે.એ તો મને ખબરજ નહોતી એ બહું જ દુઃખી દુઃખી થઈ ગઈ. એનાં મનમાં ખુબ ઉંડો ઘાં થઈ ગયો. અને મનમાં "શંસય"થવાં લાગ્યો. હજારો વીચારે એનાં કોમળ મનને ઘેરી લીધું. થોડીવાર પછી બધાં જ દારુંની મહેફિલ માણીને નશામાં ચકનાચૂર થઈ ગયાં.અને પછી જ્યાં મહીલાઓ બેઠી હતી ત્યાં જમવાં આવી ગયાં. કેટલાય દીવસો પછી પહેલી વખત દારું જોયો હતો. તેથી બધાં જ બેહોશ જેવાં થઈ ગયા હતાં.જેવો વીશાલ પલક પાસે આવ્યો એવાજ પલકે પોતાના હાથમાં રહેલાં રુમાલથી પોતાના નાકને ઢાંકી લીધું. અને એકદમ ઉભી થઈ અને જમ્યા વગરજ પોતાના રુમમાં જતી રહી. એમની એક સહેલીએ મહામુસીબતથી પલકને સમજાવી અને પાછી જમવાં બોલાવી અને કહ્યું યાર પલક તારી પ્રોબ્લેમ શું છે. આપણે સૌ અહીંયા એન્જોય માટે આવ્યાં છીએ અને પુરુષો તો ડ્રીક્સનાં દીવાનાં હોય છે. અને એ ક્યાં હંમેશા પીતાં હોય છે. આમ ક્યારેક ફરવાં આવ્યાં હોય ત્યારે એમને પણ મજા કરવી જોઈએ. એમને ક્યાં હરરોજનું વ્યસન છે.તું વારંવાર આવું કરીશ તો અમને પણ તારાથી અભાવો આવી જશે.અમે અહી મોજમસ્તી કરવાં આવ્યાં છીએ.તને વારંવાર મનાવવાં માટે નથી આવ્યાં તું એ વાત જલ્દી સમજી શકે તો સારી વાત છે. પછી તારી મરજી.......્્..્્્્્્્..... ક્રમશઃ...




( શું પલક વીશાલનાં દારું પીવાથી નારાજ થયેલી છે... શું વીશાલ પલકને સમજાવી શકશે કે કેમ....જોઈશું ભાગ:-23 મદહોશી માં...)