ટ્વિસ્ટ વાળો લવ - 19 Ayushiba Jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્વિસ્ટ વાળો લવ - 19

સાવર પડી ગઈ... પણ શાયદ મોક્ષિતા માટે નઈ.... એ હજુ શુતી હતી.... રિયા કોલેજ જવા માટે નીકળે છે... પણ.. એ તેને ઉઠાડતી નથી... કારણકે એ જાણતી હતી.. મોક્ષિતા ની સ્થિતિ... રાત્રે પણ વારંવાર ઉઠી જતી હતી.... એને થયું કે અત્યારે શુતી છે તો શુવા દવ.... એન્ડ ઓમેય કાલે જે થયું લાયબ્રેરી માં એના પછી તે આજે કોલેજ ના આવે જ સારુ છે... એટલે રિયા મોક્ષિતા ને ઉઠાડતી નથી.. એન્ડ કોલેજ જતી રહે છે..... પણ રિયા ને કઈ બીજી ખબર નથી... તેને એ ચિન્ટુ-ચકલી વિશે જાણતી નોતી...... પછી તે કોલેજ જતી રહે છે....

એન્ડ આ બાજુ આભાસ તો શુતો જ નોતો... એન્ડ એ ફટાફટ તૈયાર થઇ ને હાથ માં મોક્ષિતા ની બુક... લોકેટ લઈને.... દિલ માં.. કંઈક નવી જ આશા કે એ મળી જશે... એવી આશા લઈને એ.. કોલેજ પોચી જાય છે.... એન્ડ કોલેજ માં પગ મુકતા જ એની હાર્ટ બીટ વધવા લાગે છે...ખબર નઈ.. કે.. કેમ પણ.... એના પગ ની ગતિ પણ ધીમી પડી જાય છે... કેમ એને ડર લાગી રહ્યો હોય છે... તે વિચારે છે કે.... હું એને આજે બધું કઇસ તો એ કેવો રિએક્ટ કરશે... એ માનસે કે હું જ ચિન્ટુ છું.... અને હું એને યાદ દેવડાવી શકીશ..... એને હું એને આજે જ મારા દિલ ની લાગણી કઇસ તો એ કઇ ઊંધુ તો નહિ વિચારે ને........ ના ના એવુ કઇ નહિ થાય...... બધું જ સારુ જ થશે............ એક દમ પરફેક્ટ...... એવી આભસ પોતાના માનમાં વિચારતો વિચારતો કોલેજ માં જતો હોય છે....... ત્યાં પાછળથી અવાજ આવે છે...........

" ઓય.... શું એકલો એકલો વિચાર તો જાસ.... ક્યાં જાય છે... " -રોહિત

"અરે... રોહિત.... તું..... અહીં..what a present surprise... યાર .. "- આભાસ તેની પાસે જતો જતો બોલે છે..

તરતજ આભાસ તેને ગળે મળે છે...

" યાર.. તને જ યાદ કરતો હતો..........એન્ડ તું અહીં.... વાહ.... "- આભાસ...

" ઓ... હો... હો.... તમે.. અમને યાદ કરતા હતા..... શું છે વાત.. એવી..... કે અમને યાદ... કરતા હતા.. "- રોહિત મસ્તી માં બોલે છે...

" અરે... યાર... યાદ તો કરું જ ને... તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે યાર.... "- આભાસ

" ઓહોહો... યાદ આવી ફ્રેડ ની... જે.. જ્યાર થી તું અહીં આવ્યો છે.. એકવાર મને ફોન તો શું... મેસેજ પણ.. નથી કર્યો.... એવો તું યાદ કરસ મને...?? "- રોહિત..

" અરે.. એવુ નથી યાર.... સાચે.... "-આભાસ..

પછી આભાસ બધી તેને વાત કરે છે.....

" ઓહ... એવુ છે.. એમ ને... તો તો હું બરાબર સમય પર આવ્યો.... મારે પણ તને માર ખાતો જોવો છે... ( હા હા હા... )"- રોહિત મસ્તી કરતા બોલે છે.... એન્ડ હશે છે..

" હા.. હમ્મ.... શું.. યાર.. તું પણ.... " - આભાસ... થોડો ચિડાય ને...

રોહિત હજુ હશે જ છે...

" શું યાર તું પણ... તારે અત્યારે મને સપોર્ટ કરવાનો હોય.. અને તું આમ... "- આભાસ..

" સોરી સોરી... " - રોહિત હજુ.. થોડું થોડું હસતા બોલે છે...

" ઓકે.. તું હસી લે... હું જાવ... "-આભાસ...

" અરે ના.. ના.. તું તો.. સિરિયસ થઇ ગયો... યાર.. " - રોહિત...

" ઓકે.... ઓકે... "- આભાસ

" બાયદ વે.... તારી આ મિસ મોક્ષિતા છે.. ક્યાં....?? "- રોહિત...

" અરે હા.. એ હજુ શાયદ નહિ આવી હોય.... ચાલ એને ગોતી લવ... શાયદ.. ક્લાસ માં હસે... "- આભાસ...

" હા.. ઓકે... ચાલ... "- રોહિત...
.
પછી.... આભાસ એન્ડ રોહિત તેને ગોતે છે..... પણ... તે ના મળી... આજે એ નથી આવી હોય.... કે.. શું.... શું થયું હશે.... કાલ ની વાત થી હેરાન થઇ ગય હશે કે શું... એવુ આભસ કેન્ટીન માં બેઠો બેઠો વિચાર તો હોય છે....

" ઓય.. આજે.. એ નહિ આવે... કે શું...હવે તો કોલેજ નો છેલો જ લેક્ચર બાકી છે.... ?? " રોહિત..

" હા.. ખબર નય કેમ ના આવી..... "- આભાસ....

" પણ.. એક કામ કરને .. એની કોઈ બેસ્ટ ફ્રેડ ને પૂછ ને.... " - રોહિત...

" હા.. યાર..રિયા... છે.... ગુડ આઈડિયા... યાર...સારુ કેવાય.. કોક દિવસ તારો દિમાગ પણ ચાલે નઈ.. "- આભાસ..મસ્તી માં બોલે છે...

"વેરી ફની... ઓકે... ચાલ વાત કર.. એની ફ્રેડ સાથે... "- રોહિત...

" હા ઓકે... ચાલ.. જલ્દી.... "- આભાસ...

પછી તે બને... રિયા પાસે જાય છે... અને આભાસ તેને મોક્ષિતા વિશે પૂછે.. છે...
ત્યારે પેલા તો તે કઇ જવાબ નથી આપતી... પણ પછી આભાસ રિયા ને વધારે પૂછે.. છે.. ત્યારે તે ફક્ત એટલુંજ કહે છે.. કે.. તે આજે થાકી... ગઈ... છે એટલે તે ના આવી કોલેજે.... પછી ત્યાંથી... ચાલી જાય છે....

" શું... યાર.......આવું.. હોય.... કઇ... "- રોહિત

" કઇ વાંધો નઈ... કાલે તો આવશે... જ મને વિશ્વાસ છે.આટલી રાહ જોઈ તો એકદિવસ.... વધારે.... .. " આભાસ...

" હા... ભાઈ... તમારી આશિકી તમને ખબર.... હો.... "- રોહિત... મસ્તી માં..

" હવે.. મસ્તી કરવાનું બંધ કર... એન્ડ.. ચાલ.. હોસ્ટેલે જઈએ... "- આભાસ....

" ઓકે ચાલ.... "- રોહિત...
.....બને હોસ્ટેલે જાય છે...

અને આ બાજુ.. રિયા હોસ્ટેલે જતી જતી વિચારે છે... કે.. આ શું થાય... છે... મોક્ષિતા ને ખબર પડશે તો એ કેટલી દુઃખી થશે... પણ... આભાસ તેના વિશે.. કેમ પૂછતો હતો.... શું... એ પણ.. મોક્ષિતા.... ને લવ કરે છે.... ઓહો.... હું શું વિચારું... છું.... હવે એ લવ કરતો હોય તો પણ શું.... મોક્ષિતા એને ભૂલવાની શરૂઆત કરી ચુકી છે..... આવા વિચાર કરતી... રિયા.. હોસ્ટેલે પોંચે છે.... ત્યારે જોવે છે...તો આખો રૂમ વેર વિખેર પડ્યો હોય.. છે.. અને મોક્ષિતા કઇ ક. ગોતતી હોય છે.... એવુ તેને લાગે છે.. તે તરતજ તેની પાસે જઈને પૂછે... છે....

" શું થયું... યાર... આ બધું શું છે.... આમ... આખો રૂમ... શું ગોતસ... "- રિયા

" અરે.. તે મારી એકેય બુક જોયી છે..... એન્ડ એમાં એક લોકેટ પણ હતું... એ મને નથી મળતી... મારાં માટે એ બુક.. બહુજ ખાસ હતી બહુજ ખાસ...... ક્યાં ગઈ ખબર નઈ... એ હંમેશા મારી પાસે જ હોય.... પણ... આજે.. ક્યાં મુકાઈ ગઈ.... કઇ જ ખબર નથી... યાર.. હું શું કરું... " મોક્ષિતા.... બહુ જ ઉદાસ થઇ ને બોલે છે

" ઓહ... કઇ બુક.... કે.. તો.... સરખું..ક્યુ લોકેટ.... . " -રિયા..

" અરે.. પિન્ક કલર ના પૂઠા વાળી બુક છે... એન્ડ ગોલ્ડન ચેઇન વાળું હાર્ટ વાળું.. લોકેટ છે.... યાર.. જોયું છે.. તે.. ક્યાય... " મોક્ષિતા...

પછી રિયા ને યાદ આવે છે... કે.. આવી જ બુક... અને લોકેટ આભાસ ના હાથ માં હતું.... એજ તો નહિ હોય ને... અને.. એટલે જ તો શાયદ આભાસ મોક્ષિતા વિશે પૂછતો હશે.... કહી દવ મોક્ષિતા.. ને.... કે.. એ બુક..આભાસ... પાસે....

" બોલને... ક્યાં ખોવાય ગઈ.... તું..... બોલને.. જોઈ છે.. તે બુક.... " - મોક્ષિતા...

" હમ્મ.... હા... મોક્ષિતા... તેજે... જેવી બુક કીધી એવી આભાસ પાસે મેં જોયી હતી.... અને એ લોકેટ પણ.. અને એ આજે મને તારા વિશે પૂછતો હતો.."- રિયા... એટલું બોલી ત્યાં જ

" શું.... આભાસ... પાસે...... ઓહ માય ગોડ... મારે જલ્દી જ જવું પડશે... એની પાસે..... હું જાવ છું... " - મોક્ષિતા....

" અરે પણ... તને ખબર છે.. તે ક્યાં.. છે.. "- રિયા..

" હા... અત્યારે... 2 વાગ્યાં છે.... બ્લુ કેફે... માં જ હશે... એ... "- મોક્ષિતા બહાર જતી જતી બોલે છે....

" ઓકે... "- રિયા..

રિયા ને થાય છે.. કે મારે પણ ત્યાં જવું જોઈએ... તે પણ જાય છે...

મોક્ષિતા ત્યાં પોંચે... છે.. અને તો આભાસ એન્ડ રોહિત બને ત્યાં જ બેઠા હોય છે...
તે તરતજ આભાસ પાસે જાય છે.... આભાસ તો સ્તબ્ધ થઇ જાય છે.... કે... આ શું.... આભાસ ને કઇ જ ખબર ના પડી કે.. એ શું બોલે... એન્ડ હું ના બોલે.... ત્યારે...

" લાવો... મારી બુક.... મને..પાછી... "- મોક્ષિતા ટેબલ પર હાથ મુકતા કહે છે....

" ઓહ.. હા... પણ તમને કેમ ખબર કે..... "- આભાસ..

" મને બુક.. આપી દો.. બસ.... " - મોક્ષિતા... આભાસ ની વાત ને અટકાવતા બોલે છે..

" હા... આ લો.... તમારી બુ... ક... "- આભાસ..

" હા.. " મોક્ષિતા જ્યાં બુક લેવા જાય છે... ત્યાં... આભાસ એની બુક પાછી લઇ લે છે.. એન્ડ બોલે છે...

" પણ એ પેલા મારે એક વાત કેવી છે.... "- આભાસ...

" મારે કઇ સાંભળવું નથી... મને બુક આપો.. "- મોક્ષિતા...

" એમ કેમ ના.. સાંભળો.. સાંભળવું તો પડશે જ... "- આભાસ...

ત્યાં થોડી વાર માં જ રિયા પણ આવી જાય છે...

" કેમ.. જબરદસ્તી છે... કે.. સાંભળવું જ પડશે... એમ.. પણ મારે નથી સાંભળવું... મને બુક આપો છો કે.... "- મોક્ષિતા.. થોડી ગુસા માં.. બોલે છે..

" હા... જો આ બુક જોઈએ.. તો સાંભળવું પડશે.. "-આભાસ..

" ઓય... આ મારી બુક છે.... તમારી નથી... ઓકે.. મોક્ષિતા

" હા... પણ.. તોય... " - આભાસ..

" ઓકે.. બોલો જલ્દી.. મારી પાસે સમય નથી... " - મોક્ષિતા

" મેં.. આ તમારી બુક વાચી.... એન્ડ આમાં.. જે ચિન્ટુ છે.. એ કોણ... "- આભાસ

આભાસ ની આ વાત સાંભળી.. તે તરત જ બોલી ઉઠે છે...

" શું... કયા હક.. થી વાચી... આ બુક.... બોલો ક્યાં હક.. થી..... " - મોક્ષિતા તેના હાથ માંથી પોતાની બુક લેતા બોલે છે...

" અ.. પણ.. "- આભાસ.

" જો મિસ્ટર... વધારે ફ્રેન્ડલી થવાની જરૂર નથી.. ઓકે.... ક્યાં હક થી વાચી... મારી બુક.... એન્ડ હાથ જોડું.. છું તમારી સામે... પ્લીઝ.... મારી લાઇફ માંથી જતા રહો હવે... જતા રહો..... વધારે પ્રોબ્લેમ ક્રિયેટ ના કરો.... પ્લીઝ... "-મોક્ષિતા...

" પણ.. વાત.. તો... "- આભાસ...

" નથી સાંભળવું કઇ... બહુ સાંભળ્યું બધાનું.... પ્લીઝ... મારી લાઇફ માંથી જતા રહો હવે..... "- મોક્ષિતા.. ના.. આંખ માં આવતા આશુ ને એ રોકી ના શકી...

પછી ત્યાં થી જતી રહે છે... એન્ડ રિયા.. પણ.. તેની પાછળ ગઈ ... અને આભાસ તો ત્યાંથી એને જતા જોઈ જ રહ્યો.. આ શું થયું... શું નઈ.. એ સમજી ના શક્યો... આટલી વાર માં શું થઇ ગયું.... મેં શું વિચાર્યું ને શું થયું...........એની આંખ માં પણ.... આશુ આવી ગયા....

" સંભાળ.. પોતાને... આભાસ... "- રોહિત

" શું કરું યાર.... કઇ જ નથી સમજાતું..... યાર.... મને એમ.. કે... એ સાંભળ સે.. તો.... "- આભાસ એટલું જય બોલી શક્યો...

" ઓકે... ઓકે.. કામ ડાઉન...યાર.. "- રોહિત.. એને સાંત્વના આપે છે..

" ચાલ... જઈએ.... આપડે.... બીચ પર... "- રોહિત...

" ઓકે... "- આભાસ...
....

બને બીચ પર જાય છે.... બને... બીચ પર બેઠા હોય છે.... આભાસ થોડોક શાંત પડે છે...

" બસ... હવે..... વધારે ના.. વિચારીશ... "- રોહિત.. તેના ખમ્ભે હાથ મૂકી ને બોલે છે..

" પણ.. મને એજ ના સમજાણું... કે..... એ એમ કેમ.. બોલી કે.... હું એની લાઇફ માંથી જતો રહુ.... યાર... શું વાત... છે...? . એ પેલા પણ એવુ કંઈક બોલી હતી... કંઈક તો વાત છે.. જ.. યાર..... મારે એ.. જાણવું છે.... " - આભાસ..

" હા.. ઓકે.. પણ.. કેવી રીતે.... યાર.? . "- રોહિત....

" એતો નથી ખબર પણ.... ગમે તેમ કરી ને.... "- આભાસ...

" ઓકે ઓકે.. તો કાલે.. રિયા.. જોડે વાત કરી લેજે.. જો એ ક્યે.. તો.. " - રોહિત..

" હા.. ઓકે.... "- આભાસ..

" ચાલ હવે જઈએ.. હોસ્ટેલે.... " રોહિત..

" હા.. ઓકે.. કાલે વાત કરી લેજે... એની જોડે... " રોહિત...

" હમ્મ.. '- આભાસ..

બને હોસ્ટેલે જાય છે.....

......

અને આ બાજુ.. રિયા મોક્ષિતા... ને શાંત પડી ને... શુંવડાવી છે.. અને.શુતી શુતી... એ પણ.. . વિચાર કરતી હોય છે... એને પણ થાય છે.. કે શું છે એમાં.... મારે આભાસ જોડે વાત કરવી પડશે.... હા કાલે તો બધું જાણવું છે.....

.......