જુના અંકોમાં તમે વાંચયું તેમ.
રાજેન્દ્રનાં મોબાઈલની આશક્તિનાં ભાઈ જોડે અદલાબદલી થઈ જાય છે, આશક્તિએ મોબાઈલનેં સુધાબેનને પહોંચતો કર્યો. આશક્તિ,સુધાબેન અને રાજેન્દ્ર સાથે ફરવા જતા અકસ્માતમાં બધાંનો બચાવ થાય છે.ન્યુઝ ચેનલમાં આશક્તિ ટીવીમાં પોતાના અકસ્માતમાં બચાવનાં ન્યૂઝ જોવે છે.
દુઃખી માણસો પાસે **સંતોષ** મેળવવાનો રસ્તો અન્યોની તકલીફો અને કમનસીબી ની મજા લેવાનો હોય છે. આથી ટીવી ચેનલો પણ જાણી જોઈને સનસનાટી વાળા ન્યુઝ પીરસ્યા કરે છે. કારણ કે ઘણા બધાં દુઃખી લોકોને અંધાધૂંધી, અકસ્માત, યુદ્ધ, વગેરે વગેરે સનસનાટીનાં સમાચારો જોવા બહુ ગમે છે. આવા સ્વાર્થી લોકો નાના સુના અકસ્માતથી બચી જવા ઉપરાંત પણ વર્ષો સુધી ગભરાયેલા રહે છે અન્યો ને પણ ડરાવે છે. જો કે આવા સંજોગો પહેલા પણ હતા પરંતુ હજારો વર્ષોની ઉત્ક્રાંતિ પછીથી આજના સમયમાં વ્યક્તિનું બહારી જીવન એકદમ વ્યવસ્થિત છે. મોટા ભાગના ગામ, શહેર, દેશોમાં ઓછામાં ઓછી હિંસા થઈ રહી છે.આશ્ચર્યની વાત એ છે કે છતા પણ લોકો દુઃખી છે.
જ્યારે સામાન્ય માણસો ને જ્યારે અકસ્માત માંથી બચાવ થાય તો તેઓ બહુ જ ખુશ થાય છે. આશક્તિ પણ આવું જ **માણસ** હતી. અકસ્માતમાં બચાવ થવાનો તેને **સંતોષ** હતો.પરંતુ આજે રાત્રે વ્યવસ્થીત રીતે જમ્યા વગર જ આશક્તિ સૂવા માટે જતી રહી. તેણે ઘરના લોકો માટે જમવાનું પણ અધુરા મનથી બનાવ્યું હતું. ખરેખર તો એ રાજેન્દ્રનાં પરાક્રમથી આશ્ચર્યમાં પણ હતી. એણે સાંભળેલું તો હતું કે દિવ્યાંગ લોકોની છઠ્ઠી ઈન્દ્રિય બહુ સતેજ હોય છે પણ તેના જીવનમાં આવો પહેલો પ્રસંગ હતો. આ બધું વિચારતા વિચારતા તે નિંદ્રામાં સરકી પડી. કહેવાય છે દરરોજ ઘટેલા પ્રસંગો અને કેટકેટલા પ્રભાવો મન પર પડે છે. જ્યારે મન આ પ્રભાવોની ખીચડી બનાવી તેને સ્વપ્ન રૂપે આપણને દેખાડે છે. આજે પણ તેને સ્વપ્ન આવ્યું અને તે બહુ જ વિચિત્ર અને ભયાનક હતું.
સ્વપ્ન માં આશક્તિ પોતે એકલી હાંફતી-કુદતી જંગલમાં ભટકી રહી છે. દોડતા દોડતાં જંગલ પુરૂં થાય છે ત્યાં એક બંગલાની નજીક પહોંચે છે. આશકિત બંગલાનાં મેઈન ગેટને પુરી તાકાત લગાવી ખોલે છે તેની સાથે જ જંગલી પશુઓ, વરુ , શિયાળ ,ચિબરી વગેરે નાં ભયાનક અવાજોથી વાતાવરણ ઘણું જ ભયાવહ બની જાય છે. આશક્તિ તરત એ ડરતી ગભરાતી દોડીને બંગલાની અંદર પહોંચે છે.
મેઈન ગેટ થી આગળ વધી બંગલાના મુખ્ય દરવાજાને ધક્કો મારતાં જ દરવાજો ખુલે છે તે સાથે જ અંદરથી ઘણા બધાં ચામાચીડિયાઓ ઝડપથી બહાર ઉડી જાય છે આશક્તિ તરત જ નીચે નમીને પોતાનો બચાવ કરે છે તે અંદર પહોંચે છે
બંગલાની અંદર મેઈન હોલમા એક મોટો સોફો હતો. તે સોફા પર બેસી જાય છે. થાકથી હાંફતાં હાંફતાં આશંકિતને થોડી શાંતિ વળી અને શ્વાસ થોડો શાંત થયો .આ સોફા ની સામે એક સુંદર યુવતીનું ચિત્ર અને તેની બાજુમાં બે રોમન સૈનીકોનાં એન્ટીક પૂતળાઓ જોઈ રહી. આ બધું તે ધ્યાન થી જોઈ રહી.
તરસથી આશકિતનું ગળું સુકાતું હતું.પીવાના પાણીની શોધમાં અને બીજા રૂમમાં પહોંચી ઉપર અગાસીએ લઈ જતાં દાદરાઓ પાસે આવે છે. ઉપર અગાસીમાં તેને કંઈક અવાજો સંભળાયા. અવાજો નો પીછો કરતી તે અગાસી પર પહોંચી. અને ત્યાં જોવે છે કે એક પુરુષે ચહેરા પર એક સુંદર સોનાનું મહોરૂ પહેરેલ છે મહોરા પરના બે શિંગડાઓ ઉપરથી આ વસ્તુની અનુભૂતિ થઈ રહી છે કે તે મહોરૂ રાક્ષસી છે. આ વિચિત્ર દેખવ વાળા વ્યક્તિના હાથમાં ખડગ છે. અગાસીમાં ત્રણ ચિત્ર-વિચિત્ર યંત્રો-તંત્રો ના ચિત્રો બનાવેલાં છે . તે દરેકની મધ્યમાં એક એક વ્યક્તિઓને બાંધેલી છે. જેમાં બે સ્ત્રી અને એક પુરુષ બંધક હાલતમાં ગોઠણભેર બેઠેલા છે તેઓના બંને હાથ અને પગ પાછળની બાજુ બાંધેલા છે. જોતજોતામાં જ તે મહોરૂ પહેરેલો વ્યક્તિ કંઈક મંત્ર બોલતો બોલતો પોતાના હાથમાં રહેલા ખડગ વડે વારાફરતી તે બંધક સ્ત્રીઓ અને પુરુષની ગરદન ઊડાવી બલી આપી દે છે. ત્રણેય વ્યક્તિઓની ગરદનમાંથી લોહીના ફુવારાઓ છૂટી પડ્યા. ત્યારબાદ આ વ્યક્તિએ ઝડપથી ત્રણેયના લોહીને અલગ અલગ પાત્રમાં ભેગા કરી દીધા.આ બધા પાત્રોમાં લોહી વારાફરતી ભરાઈ ગયા બાદ તે પોતે પણ કંઈક બબડતો બબડતો આકાશ તરફ બંન્ને હાથો ઊંચા કરીને પોતાનું ખડગ પોતાની ગરદન પર ફેરવીને પોતાની બલી આપી દે છે. આ જોઈને સપનામાં પણ આશક્તિ બેહોશ થઇ જાય છે અને પથારીમાં સ્વપ્નમાંથી જાગી જાય છે.
સવાર પડતાં જ તેના આખા શરીરમાં તાવ અને કડતર ફેલાઈ જાય છે. ડોક્ટરે દવા સાથે આરામ કરવાની સુચના આપી હોય છે.તો પણ આશક્તિ મક્કમ મનોબળની રીતે બપોરે હાલવા ચાલવા અને ઘરનું થોડું ઘણું કામ કરવા માંડે છે. બિમારીના લીધે વધારે નબળાઈને લીધે રાત્રે આશક્તિ વહેલી સુવા જાય છે ત્યારે તેને ફરી પહેલું સપનુ દેખાય છે.
કહેવાય છે કે મુશ્કેલીઓ સામે ઝઝૂમતા માણસની શારીરિક શક્તિ અને ત્યારે આ સાથે માનસિક શક્તિ પણ વિકસે છે આમ સ્વપ્નામાં જ્યારે પેલો મહોરા ધારી વ્યક્તિએ પોતાની બલી આપી. ત્યાર પછી પણ આશક્તિ સપનામાં હિંમત બતાવી તેનાં કપાયેલા માથા નાં ચહેરા પર થી થયેલા મહોરૂ હટાવે છે. મહોરૂ હટાવતા ચોંકી ઉઠે છે. કારણ કે તે ચહેરો રાજેન્દ્રનો હતો. આશક્તિ સપનામાં પણ રડવા આને બબળવા લાગે છે
"રાજેન્દ્ર રાજેન્દ્ર આમ તો મરી જવાય આમ થોડું ચાલે કોણે કહ્યું તને આવા અંધવિશ્વાસમાં પડવાનું"
આમ બબડતા બબડતા જાગી જાય છે ત્યારે વહેલી સવારના 04:30 વાગ્યા હોય છે.આજે બપોરે સુધાબેને આશક્તિની ખબર કાઢવા ફોન કરતાં ખબર પડે છે કે આશક્તિ બીમાર છે. સાંજે તેઓ વિક્કી અને રાજેન્દ્રને આશક્તિની ખબર કાઢવા મોકલે છે. રાજેન્દ્ર આશક્તિને મળવા આવે છે. વાતો વાતોમાં સિફતથી google આસિસ્ટન્ટ ની મદદથી પોતાના ફોનમાંથી સુધાબેનને વીડિયો કોલ કરી આશક્તિની સુધાબેન સાથે વાત કરાવે છે. આશક્તિ રાજેન્દ્રની સ્માર્ટફોનમાં ફાવટ જોઈને ફરી આશ્ચર્ય પામે છે. રાત નું સ્વપ્ન યાદ આવતા અત્યારે અશક્તિને બોલવની ઈચ્છા થતી નથી.
*******માણસ શબ્દ નો પ્રયોગ એટલે કે આપણે સ્ત્રી પુરુષ નો ભેદભાવ કરતા કરવામાં એટલા બધા તલ્લીન થઈ ગયા છીએ કે બંને એક જ "માણસ"નામની પ્રજાતી માંથી છે તે મોટાભાગના માણસો ભૂલી ચૂક્યા છે. આ વસ્તુ ને લીધે સમાજમાં ઘણી ઊથલપાથલ છે જેમકે લગ્ન વિચ્છેદ બાળકીઓ સાથે અળખામણો અને ગરમાયો વર્તાવ. સ્ત્રી ભૂણ હત્યા વગેરે વગેરે અને આ બધાની પાછળ સમાજના પુરુષો નહીં પણ મોટેભાગે સ્ત્રીઓ પણ એટલી જ જવાબદાર હોય છે તે પછી કોઈ માં સાસુ પત્ની વગેરે વગેરે હોઈ શકે
**સંતોષ**સંતોષ એ વાસ્તવિક વસ્તુ નથી.જો તમે પોતાની રીતે ખુશખુશાલ રહી શકતા હોત તો સંતોષની કંઈ જરૂર જ નથી
**સંતોષ** પોતાના મનમાં ભેગા કરેલ માહિતી માંથી આવે છે. એટલે જ બધાના માટે સંતોષની વ્યાખ્યા અલગ અલગ હોય છે કોઈ ભોજન માત્રથી સંતુષ્ટ થઈ જાય છે જ્યારે કોઈ કરોડો રૂપિયાથી પણ સંતોષી પૂર્તિઓ હતું અને તે પણ સમય સમયે બદલાય છે.