વચન... Gita M Khunti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વચન...

વચન....

સીમા ક્યારની રાહ જોઈ રહી હતી કે વિહાન હજુ કેમ ના આવ્યો....કોફી ના બે કપ પી ચુકી હતી એ અને વેઇટર પણ પાછો આવી ને પૂછી ગયો કે તમારી માટે બીજું કાંઈ લાવું મેમ....

ના...ના...હમણાં કાંઈ નહિ...

વેટર ના ગયા પછી સીમા વિચારતી હતી કે વિહાન આવશે કેમ....જેની માટે પોતાનું ઘર પરિવાર...આ શહેર છોડવા એ તૈયાર થઈ છે એ વિહાન એનું વચન નિભાવશે...?

સાથે ભણતા ભણતા ક્યારે મિત્રતા ને ક્યારે પ્રેમ થઈ ગયો...ને સાથે જીવવવા મરવાના વચનો લેવાય ગયા....

સમાજ અને પરિવાર ની સામે બંડ પોકારી આજ બને ઘરે થી ભાગી પોતાની અલગ દુનિયા વસાવવાના હતા....કાંઈ આયોજન તો કર્યું ના હતું પણ....સીમા ના પાપા એની અને વિહાન ની વાત જાણી ગયા હોવાથી સીમા ની સગાઈ જલ્દી કરવા માંગતા હતા...આથી ....બને એ ભાગવાનું નક્કી કર્યું હતું.......બંને એ પરિવાર ને મનાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો પણ....અમીરી ગરીબી ની દીવાલ .....આજ પણ ઉભી હતી.....


હજુ કા વિહાન ના આવ્યો...?અત્યંત અકળામણ થતી હતી સીમા ને....કે ...કોઈ જોઈ જાશે તો....પોતે ઘરે એક ચિઠ્ઠી લખી ને આવી તો ગઈ છે પણ એને કદાચ ઉતાવળ માં પગલું તો નથી ભર્યું ને?

નક્કી કરેલા સમય થી વધુ એક કલાક થઈ ગઈ છે વિહાન નો કાંઈ અતો પતો નથી.....કાંઈ કેટલા ખ્વાબ સજાવી રાખ્યા છે સીમા એ....કે પોતાના સપનાની અલગ દુનિયા હશે...જ્યાં કોઈ અમીરી કે ગરીબી ની દીવાલ નહીં હોય .....બસ હશે તો વિહાન અને....એજ....

પોતાના ત્રણ ચાર જોડી કપડાં ને....થોડીક બચત...કરેલા રૂપિયા...આમ તો એને વિહાન ને કહી દીધું હતું કે એના ખાતા માંથી ત્રણ ચાર લાખ ઉપાડવાનું....તો હમણાં કાંઈ ચિંતા નહિ...પછી આગળ જોયું જાશે...પણ અઅઅ વિહાન આવે તો ને....!!

દરવાજો ખુલ્યો....ને હાફળો ફાફળો વિહાન પણ આવી ગયો....ચાલ સીમા......જટ કર....આપણે અત્યારેજ નીકળવું પડશે....બસ માં....

અરે પણ તારો સામાન ક્યાં છે...?

નથી લાવ્યો...! પાપા ને ખબર પડી ગઈ છે આ વાત ની....એ હમણાં આપણે ગોતતા આવતા જ હશે....

પણ પૈસા...તો લેતું અવાય ને....


પણ સમય જ ન મળ્યો ઉપાડવાનો....હું સુહાસ ને કહી મકાન ને કામ ની ગોઠવણ માં હતો...ને આજ તો પાપા એ બેન્ક કાર્ડ ને બુક પણ લઈ લીધા ને કહ્યું....જાઓ તમારે ...જ્યાં જાવું હોઈ ત્યાં.....હું પણ જોવ છું કે કેમ....તમે તમારો સંસાર આગળ વધારો છો... અમારા આશીર્વાદ વગર....


પણ મેં કહી દીધું....કે તમારી વગર કે તમારા ટેકા વગર પણ અમી જીવી લેસું...


ચાલ હવે મોડું થાય છે.....


પણ વિહાન.....પૈસા વગર.....કેમ બધું થાશે....આપણે કદાચ ઉતાવળ કરી રહ્યા છે....બધું નક્કી કરી ને ....

શુ....?તને મારી પર વિશ્વાસ નથી...?હું બધું menaage કરી લઈશ.... ચાલ...

નહિ વિહાન....હું નહિ આવું....આમ વગર પૈસા કાંઈ ના કરી શકીએ આપણે....તું જા તારી ઘરે....હું મારી ઘરે જાઉં છું....

વિહાન ને તમમર ચડી ગઈ....જાણે સાત ભવ ના વચન તૂટતા લાગ્યા....ને આમ...સીમા દગો આપશે...એવો તો ખ્યાલ પણ ના હતો.....

એના પિતા ની સમજાવટ થી જ આ અખતરો કરીયો હતો સીમા ને પરખવાનો....ને એમાં....સીમાએ આપેલા વચન.....જાને બડી ને રાખ થઈ ગયા....


સઘળી હકીકત સીમા ને કહી....કે આ અખતરો એના પિતા એ કરવાનું કહ્યું હતું ને તારી સાચી હકીકત સામે આવી....બસ....આપેલ વચન હું તો નિભાવી ગયો ને તું.....તું તો એ વચન આપવાને લાયક પણ ના નીકળી.....આટલું કહી વિહાન દરવાજા તરફ વળે છે ને સીમા એને જતો જોઈ રહે છે....વેટર આવી ને પૂછે છે.....


કે મેમ આપની માટે કાંઈ લાવું...

ને સીમા કશો જવાબ આપી નથી શકતી...તૂટેલા વચન ને યાદ કરતી અશ્રુ વ્હાવતી બેસી રહે છે....

©ગીતા એમ ખૂંટી