Roshni books and stories free download online pdf in Gujarati

રોશની

સ્પર્ધા....ચિત્ર પર વાર્તા...


આમ તો સ્મશાન ની રાખ હજુ ઠરી પણ ના હતી... ને લોકો પોતાની ફરજ નિભાવી ને છુંટા પડતા હતા....ને બસ બધા ના મોઢે એક જ વાત હતી. ....હવે રોશની નું શુ થાશે....બિચારી....

એક તો ઉમર નાની ને માથે આ આવડા પરિવાર ની જવાબદારી.........એના માથે તો આભ તૂટ્યો છે આભ......વિરાટ ને અને રોશનીને બનતું પણ કેવું...

જાણે સારસ બેલડી....આમ અધવચ્ચે મૂકી ને જતો રહ્યો...

પણ બેન કુદરત આગળ ક્યાં કોઈ ની હાલે છે.....બસ ને અકસ્માત ના નડ્યો હોત તો આજ વિરાટ જીવતો હોત...

પણ આપણું થોડું હાલે.....બિચારી રોશની.....કેમ કરી જીવશે નાના બાળકો ની તથા પરિવાર ની જવાબદારી.....


ને પાછી જુવાન...બાઈ.....આ જમાનો પણ કેવો ખરાબ છે...રોશની આ બધું ક્યારની સાંભળી રહી હતી વિરાટ ને ખોયા નું દર્દ માત્ર એજ જાણતી હતી પણ આ લોકો બે ઘડી એને શાંતિ થી વિલાપ પણ નથી કરવા દેતા...


બાઈ રોશની બીજું ઘર કરી લે તો સારું નહિ?એક બેન બોલી ગયા હા બેન ....આમ પુરુષ વગર લાંબી જિંદગી થોડી નીકળે ક્યારેક તો આ શરીર જવાબ આપી દે.....એ ખાલીપો ભરવા બીજા લગ્ન કરવા એજ બરોબર છે...હા ને છોકરાની પણ ચિંતા નહીં...

ને પરણનાર પુરુષ પણ આખા ઘર ની જવાબદારી ઉપાડે પછી રોશની ને ચિંતા જ નહીં....

રોશની ની સાસુ થી ડૂસકું મુકાઈ ગયું....આખરે એનો કનધોતર આજ આ ફાની દુનિયા છોડી ને અલવિદા કહી ગયો હતો હમેશા ની માટે!


ને આ લોકો આવી વાત કરે છે...


રોશની ની મા પણ વેવાંણ ને શાંત કરતી હતી અને સાથે સાથે વિચારતી હતી કે શું આવી વાતો અત્યારે કરવી જોઈએ...



ને રોશની આ બધા ની વાતો થી કંટાળી ગઈ હતી.....


આખરે મકકમ નીર્ધાર કરી એ એના સસરા ની પાસે ગઈ....


બાપુજી....મને ખબર છે અત્યારે આ વાત કરવી યૌગ્ય નથી પણ...મને લાગે છે કે....અત્યારે નહિ કહી શકું તો ક્યારેય નહીં કહી શકું....


વિરાટ ની કમી તો આપણે જીવન ભર રહેવાની જ છે ને એ કમી કોઈ દિવસ પુરી નહીં થાય પણ હું આજ થી તમારી વહુ નહિ પણ તમારો દીકરો જ છે

એક દીકરો બની આ ઘર પરિવાર ની જવાબદારી હું નિભાવીશ..... ને કોશિશ કરીશ કે ક્યાંય ઓછપ ના આવે......

આપણે શું ગુમાવ્યું છે એ આપણે જ જાણીએ છીએ પણ અમુક લોકો ના મો બંધ કરવા માટે કહું છું
કે હું ક્યાંય જવાની નથી કે બીજા લગ્ન પણ નથી કરવાની....

આજ થી હું જ તમારી વહુ ને હુંજ તમારો દીકરો.....


આ ઘર માં પરણીને આવી ત્યાર થી આ ઘર મારું પણ થઈ ગયું....

મને આશીર્વાદ આપો કે હું મારી જવાબદારી નિભાવી શકું


આધેડ વય ના સસરા ની આંખો માં ચમક આવી જાને એની સામે રોશની નહિ પણ વિરાટ જ ઉભો છે....

લોકો તો જોતા જ રહી ગયા રોશની ની વાત સાંભળી ને...

આને આશીર્વાદ માટે રોશની ના સસરા નો ધ્રૂજતો હાથ રોશનીના માથે મુકાયો....ને જાણે એક નવા જોમ સાથે રોશની બેઠી થઈ....


લોકો ને એનો જવાબ મળી ગયો હતો કે હવે રોશની ને શુ કરવું...

ને વિરાટ ની તસ્વીર પર રાખેલો હાર પણ હવા ના જોકા થી હલી રહ્યો હતો જાને કે એને ગર્વ હોઈ રોશની પર....

ને બોલી રહેલા લોકો મોમાં આંગળી નાખી આત્મવિશ્વાસ થઈ હાલતી રોશની ની હિંમત ના વખાણ કરવા લાગ્યા કે વાહ વહુ હોઈ તો આવી..

©ગીતા એમ ખૂંટી....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED