Valentine books and stories free download online pdf in Gujarati

વેલેન્ટાઇન.....

શીર્ષક...વેલેન્ટાઈન ડે...



હોસ્પિટલના બિછાને પડેલી...સ્નેહા ઓબ્ઝર્વેશન હેઠળ હતી...ડોકટર ના કહ્યા મુજબ હવે બસ ગણતરી ના દિવસો જ હતા એની પાસે....ક્યારે એની આંખ મિચાય કશું કહી ના શકાય...બસ થાય એટલી સેવા કરો....

સ્નેહા બેડ પર પડ્યા પડ્યા વિચારી રહી હતી....કાશ મોત આવે એ પહેલાં એ આકાશ ને એકવાર જોઈ સકી હોત..!

આજુ બાજુ નજર કરી....રૂમ માં કોઈ ના હતું...હાથ માં ભરાવેલી સોઈ ને જાળવી ને સરખી કરી ઉભા થવા પ્રયાસ કર્યો....

ઓસીકાની આસપાસ પોતાના ફોન ને તપાસી જોયો...

ઓસીકા નીચે થી ફોન કાઢી...આકાશ..ના નંબર જોડ્યા...આ બરોબર યાદ હતા એને....

હજુ હમણાં થોડા દિવસ પહેલા જ મળી હતી એ આકાશ ને....ત્યારે તો પોતે સાજી નરવી હતી....ઘર થી છુપાઈ ને એ આકાશ ને મળી હતી....કેમ કે આ સમાજ એના પ્રેમ ને કદાચ સમજી નહિ શકે.....ને આકાશ ની પત્ની રિવા પણ એના અને આકાશ ના સંબંધ વિસે જાણતી હતી.....એટલે જ ક્યારેક કૉલ કરવાનું મન થાય તો પણ મન વારી લેતી....નાહક એના ઘર માં ઝગડો થાય....

ને આમેય જે સ્નેહ જે પ્રેમ એને આકાશ સાથે છે અને આકાશ ને એની સાથે.....એ કોઈ ભવ ના રૂણાનુબંધન જ છે નહિતર લગ્ન ન આટલા વર્ષો પછી પણ આ લાગણી જીવતી ના રહે....

ને લાગણિયો પણ કેવી નિઃસ્વાર્થ...કોઈ પણ અપેક્ષા વગર ની.....

કૉલજ માં ભણતા હતા બંને સાથે.... આસપાસ એક જ સોસાયટી માં રહેતા હોવાથી મળવાનું થતું જ....ને યુવાની...નો આ પ્રેમ તો ના હતો પણ....બાળપણથી જ એક બીજા ને ગમતા હતા....એને પ્રેમ કહેવાય એ યુવાની માં આવતા ખબર પડી.....બસ એને આકાશ ગમતો હતો.....ખૂબ ગમતો હતો....ને

આકાશ ને પણ સ્નેહા ખૂબ જ વ્હાલી હતી.....આ વ્હાલપ ના એકરાર થયા....મીઠા જીવન ના સમણા જોયા પણ......અધુરો રહી ગયો આ પ્રેમ.....

આકાશે રિવા સાથે ને સ્નેહા એ અમર સાથે લગ્ન કર્યા.....બને સુખી હતા....પોતાના લગ્ન જીવન થી.....
બસ હૈયા માં સાચા પ્રેમ ને જીવતા રાખી ,ફરજો ને વફાદાર બની જીવન વિતાવતા હતા....

ક્યારેક આકાશ સાથે વાત કરતી...કોક દિવસ...જ્યારે વેલેન્ટાઈન હોઈ ત્યારે વર્ષ માં એક વાર જ....ને મન ખોલી ને ધરાઈ ને વાતો કરતી....જુના સંસ્મરણો ને યાદ કરી બંને કલાકો વાતો માં વળગી જાણે સમય ને ભૂલી જ જતા....

એકવાર આકાશ ને સ્નેહા વાત કરતા હતા....ત્યારે રિવા ને આ વાત ની જાણ થઈ...ને ખૂબ ઝગડો કર્યો એને આકાશ ની સાથે....બસ ત્યાર થી ક્યારેય વાત નહોતી કરી સ્નેહા એ.....

પણ જ્યારે ખબર પડી કે આકાશ ને બ્લડ કેન્સર છે તો પોતે રહી ન શકી.....એને જોયા વગર...

ને પોતાની માં ને લઈ એ આકાશ ને મળવા ગઈ.....જાણતી હતી....કે રિવા ને નહિ ગમે....પણ કદાચ....રિવા એની લાગણી સમજી શકે....એ ભાવ થી જ ગઈ.....ને રિવા પણ આવેલી પરિસ્થિતિ થી વાકેફ હોઈ.....એને પણ આકાશ અને સ્નેહા ને વાતો કરવા....મન હળવું કરવા આઘાપાછા થવું યોગ્ય લાગ્યું....

તે દિવસે જ આકાશે કહ્યું હતું કે....સ્નેહા આપણે મળસુ.... નેક્સટ ઈંનિંગ માં....જરૂર.....આ જન્મ માટે મને માફ કરીદે....


આકાશ ના હોઠ પર પોતાનો હાથ દાબતા સ્નેહા હસી પડી હતી....

બોલી.... જા ને હવે....

હું પણ તારી પાછળ જ આવું છું....

અરે પણ સ્નેહા.....આવું કેમ બોલે છે તું.....તારે તારા બાળકો પરિવાર બધું....જ...નિભાવવાનું છે.....ને આવી ગાંડી વાત ન કર....

હું તને ખુશ જોવા માંગુ છું...

ને માંગ્યા મોત કાંઈ મળે છે...સાવ પાગલ છે તું....

હા ....છું જ....તો વળી....જેવી છું એવી તારી જ છું...

ને અનાયાસ તે દિવસે velentine દિવસ જ હતો....

આંખો માં આકાશ ને ભરી....હસ્તી...સ્નેહા ઘરે આવી....ગામ માજ સાસરે હોવા થી... સાંજે જ ઘરે પહોંચી ગઈ....

પણ બાથરૂમ માં જઇ એ ખૂબ રડી....કે આકાશ....તું આમ મને એકલી મૂકીને ના જા.....

તને ક્યારેક જોઈ તો શકાય છે...પણ તું જીવતો જ નહીં હોય તો....ક્યાં જઈ ને મારી વ્યથા હું ઠાલવીસ...

સાંજે ભગવાન પાસે પણ એજ પ્રાર્થના કરી કે આકાશ ને જો તું લઈ લે તો મારું પણ અહીં કાઈ કામ નથી...મને પણ લઈ લે....

ધીરે ધીરે.. દિવસો વીતતા ગયા....ને...સ્નેહા પણ ઘસાતી ગઈ.....એક દિવસ પેટમાં અસહ્ય દુખાવો થતા હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.....સામાન્ય દવા થી સારું ના થતા....રિપોર્ટ કરાવ્યા....ને રિપોર્ટ જે આવ્યો એ જોઈ બધા જાણે સુનમુન થઈ ગયા.....

સ્નેહા ના આંતરડા....ને કિડની વચ્ચે કેન્સર ની ગાંઠ હતી જેનું ઓપરેશન થવું અશક્ય હતું ને કેન્સર પણ લાસ્ટ સ્ટેજ માં હતું....

જ્યારે એના પતિ એ ડોક્ટર ને પૂછ્યું કે આમ લાસ્ટ સ્ટેજ માં કેમ ખબર પડી....કોઈ દિવસ સ્નેહા ને પેટમાં દુઃખવાની ફરિયાદ નથી કરી...ને આમ અચાનક કેન્સર....

કોઈ કોઈ કેસ માં આવું થાય....બસ જેટલી થાય એટલી સેવા કરો...બસ જેમ જેમ દિવસ વીતતા એમ ક્યારેક દુખાવો અસહ્ય બની ગયો...

આકાશ ને પણ સ્નેહા ની તબિયત ની જાણ થઈ....એ પણ કહું દુઃખી થયો.....વિચારી રહ્યો....તું ગાંડી જ રહી સ્નેહા.....હાલી નીકળી મારી પાછળ


ને આજ સ્નેહા ને દુખાવો ખૂબ વધી ગયો એટલે હોસ્પિટલમાં દાખલ કરવી પડી.....

હાથ માં ફોન લઈ આકાશ ના નંબર લગાડ્યા......રાત નો એક થવા આવ્યો હતો.....

અત્યારે તો સૂતો હશે...પણ મારી માટે તો જાગી શકે ને....

સામે રિંગ વાગી રહી હતી....

ફોન ઉપડ્યો....

હલો .....આકાશ....

હું સ્નેહા. .....

હા બોલ....સ્નેહા....

તને એક વાર જોવાની ,મળવાની તલબ થઈ છે મને....પછી તો આવતા ભવ પાકું જ છે....નહિ...

તું આટલી પીડા માં પણ આટલું વિચારી શકે....ગજબ છે હો તું સ્નેહા....

તું જે હોસ્પિટલ માં છે એજ હોસ્પિટલમાં બાજુ ના રૂમ માં હું દાખલ છું...પણ આપણી વચ્ચે બસ એક દીવાલ નું અંતર ત્યારે પણ હતું ને આજે પણ છે....

તું અહીં ....આ હોસ્પિટલમાં છો... બાજુ ના રૂમ માં....હું આવું છું આકાશ....હમણાં જ આવું છું...

બાર બધા હશે.. સ્નેહા ....નકામો તમાશો થાશે....

નહિ હું આવું જ છું...


ફોન કટ કરી ....હાથ ની સોઈ કાઢી....સ્નેહા કણસતી ઉભી થઇ....રૂમ માં જોઈ તો કોઈ હતું નહીં....કદાચ બાર હોઈ....

દરવાજો ખોલ્યો....પણ બહાર પણ કોઈ ના હતું...અથડાતી...ધીમે પગલે એ બાજુ ના રૂમ માં ગઈ....દરવાજો ખોલ્યો....આકાશના હાથ માં સોઈ ભરાવેલી હતી ....બાટલો ચડી ગયો હતો....પણ પીડા તો એને પણ થતી હતી....એના પણ હાલ સ્નેહા જેવા જ હતા....

ડોક્ટર કહી ચુક્યા હતા કે થાય એટલી સેવા કરો.....

સ્નેહા આકાશ ને જોતા રડવા લાગી... આકાશ ...

આકાશ ની બાજુ માં બેડ પર બેઠી...એનો હાથ હાથ માં લીધો...ખૂબ પ્રેમ થી પસવારી....એ આકાશ ની છાતી પર માથું મૂકી ખૂબ રડી...

જો આકાશ નેક્સટ ઈંનિંગ નો સમય આવી ગયો...

હા પણ યાદ રાખજે હો આ તારી સ્નેહા ને.....નવા રૂપ નવા રંગ માં ક્યાંક ભૂલી ના જતો મને....

અરે ગાંડી ભૂલું તને અને તું ક્યાં ભૂલવા દે એવી છો.... ગમે ત્યાં થી પકડી લઈશ મને....

હા...તો વળી...તારા પર મારો અધિકાર છે...હર જન્મ....


પીડા વધતી ચાલી બને ને.... ને કદાચ...હરખ પણ...

જો આકાશ આજ વેલેન્ટાઈન છે......પ્રેમીઓ નો દિવસ....આજ જ મળવાનું ને....કદાચ...આજ જ જુદા પડવાનું....

સ્નેહા ના હોઠ પર હાથ રાખી દીધો આકાશે....

શ્વાસ ની ગતિ તેજ ચાલવા લાગી...જાને હમણાં શ્વાસ નીકળી જાશે...બંને ના....આકાશ ની છાતી પર માથું રાખી સ્નેહા સૂતી છે પણ....દુઃખ નથી...બસ...મળવાની તલબ છે...ને.. હાથ માં હાથ પરોવી જાણે બંને એક બીજાને હિંમત આપતા હતા....ને એક ઘસરકા માં બંને ના પ્રાણ ઉડી ગયા....

રૂમ નો દરવાજો ખોલતા જ નર્સ બંને ને જુવે છે તપાસે છે...પણ...ખતમ....ઘર ના બધા જ લોકો આ સ્નેહ ને બસ જોતા જ રહી જાય છે....

હેપી valentine day....

©ગીતા એમ ખૂંટી

બીજા રસપ્રદ વિકલ્પો