Aalingan books and stories free download online pdf in Gujarati

આલિંગન




આમ તો ધારા પિતાની સામે બોલી ના શકી જ્યારે એના પિતા એ એના લગ્ન એક વિધુર,એક બાળક ના પિતા સાથે નક્કી કર્યા...

ખૂબ સુખી ઘર ને માણસો પણ સારા હોવાથી આ નિર્ણય લીધો હતો ધારા ના પિતા એ...

એક લાંબી બીમારી માં રાજ ની પહેલી પત્ની નું અવસાન થયું હતું...બસ રાજ ને તો એના ઘર પરિવાર એના માતા પિતા ને સાચવે એવી પત્ની એક મા અને એક વહું જોતી હતી....

ધારા ને જોતા જ રાજ ને આ તમામ ગુણ એમાં જોયા...ને હા કહી દીધી.....

ખૂબ સમજાવટ ના અંતે ધારા માની ગઈ પણ.....મન માં જોયેલા એના ભરથાર ના સમણા આમ જ અધૂરા રહી ગયા...


પરણી ને સાસરે આવી...પ્રથમ રાતે જ રાજને કહી દીધું કે.....મારે થોડો સમય જોસે..આપણા સબન્ધ ને આગળ વધારવા માટે...

ને રાજ પણ સમજદાર હતો...

એ પણ દલીલ વગર ધારા ને સમય આપવા તૈયાર જ હતો....

રાજ ના બાળક એટલે વિવાન ને જ્યારે ધારા મળી ત્યારે એને એ બાળક ની દયા આવી....કે બિચારો.....આટલી નાની ઉંમરે માં ગુમાવી બેઠો...પણ એના દિલમાં માતૃત્વ ના ભાવ ના જાગ્યા...

બસ એ નિયત મુજબ વિવાન ની સંભાળ લેવા પ્રયત્ન કરતી...

પણ નાનો વિવાન આ અજાણ આવતલ ને પોતાની માં ગણી શકતો નહિ...

જ્યારે કાઈ કામ હોય તો દાદી ને કહેતો...

ક્યારેક ધારા બોલાવે તો પણ દાદી ના પાલવ પાછળ છુપાઈ જતો....જાણે એક રેખા હતી બંનેના સબન્ધ માં....

ક્યારેક કામ હોય તો એ ધારા નો સાડલો ખેંચી કહેતો પણ કોઈ સંબોધન ના કરતો...ના માં કહેતો...ના આંટી....

બસ આમ ને આમ દિવસો વીતતા ગયા...રાજ પણ ધારા ના આવવાથી.....એને જે રીતે ઘર સંભાળ્યું એના થી ખુશ હતો...

ને ધારા પણ ધીરે ધીરે આ ઘર ના રંગ માં રંગાવા લાગી હતી...ભાવિ ભરથાર ના જોયેલા સમણા કરતા રાજ ખૂબ સારો હતો....

ને એ બંને ના સબંધે પણ આગળ વધવાની શરૂઆત કરી દીધી હતી...ધારા એ રાજ નો સ્વીકાર કર્યો હતો....ને બને પતિપત્ની...પોતાના ઘર ની જવાબદારી પુરી કરવામાં મગ્ન હતા...


એવા માં ધારા ને સારા દિવસો રહ્યા....આ વાત જાણી ઘર માં ખુશી ની વાતાવરણ છવાઈ ગયું...
બધા હરખાયા...નવા મહેમાન ના સ્વાગત ની તૈયારી કરવા લાગ્યા...

વિવાન પણ આ બધા ના હરખ માં હરખાતો હતો...ક્યારેક મન ભરી ને એ ધારા ને જોતો તો ક્યારેક દાદી ને કાલીઘેલી ભાષા માં સવાલ કરતો....

દાદી કહેતી... વિવાન...તારે ભાઈ જોયે કે બહેન....

વિવાન ના સમજવા છતાં પણ કહેતો કે...બંને...

ને દાદી વારી જતા વિવાન પર...વિવાન પણ બધા ની સાથે ધારા નો ખ્યાલ રાખવાનો પ્રયાસ કરતો....ધારા ને બેસવું હોઈ તો દાદી ના કહ્યા મુજબ ચેર લઈ આવતો....ધારા સૂતી હોઈ તો ક્યારેક એને ચાદર ઓઢાડી આવતો....

સાંજે ક્યારેક જીદ કરી એના પાપા ને બાર લટાર મારવાનું કહેતો...

પોતાના થી બનતા પ્રયાસ કરતો ને ધારા પણ જાણે વિવાન ની આ બધી હિલચાલ જોઈ ખુશ થતી....એને આ બાળક પ્રત્યે લાગણી પ્રેમ ઉભરાઈ આવતા...ને બેને બાથ માં લેવા એ ક્યારેક વિચારતી...પણ...રોકાઈ જતી...


અચાનક લેબર પેન થતા ધારા ને હોસ્પિટલમાં દાખલ કરી....ડોક્ટર આવી ગયા હતા...

ઘરના બધા આવતલ બાળક ના સ્વાગત માં હરખાતા હતા...ને વિવાન પણ...કે આજ એનો ભાઈ કે બહેન આ દુનિયામાં આવશે...

વધાઈ હો....દીકરી આવી છે....ઘરના બધા ખુશ થઈ ગયા કે લક્ષમી આવી છે......બધા હજુ વાતો કરતા હતા ત્યાં....વિવાન...ધારા જે રૂમ માં હતી ત્યાં દોડી જાય છે...

ધારા હજુ હમણાં જ ભાન માં આવી છે પોતાની પાસે સુવાડેલ દીકરી ને જોઈ હરખાઈ ગઈ...ને સામે વિવાન ઉભો હોઈ છે...એ ઘડીક બાળકી ને જોવે છે તો ઘડીક ધારા ને....અચાનક ધારા ની આંખ માં થી આંસુ સરવા મન્ડે છે...ધારા ને જોઈ વિવાન પણ રડવા લાગી જાય છે જાણે આજ ખરી રીતે માં દીકરાનું મિલન થયું હોય.....આલિંગન માં લઈ એ વિવાન ને ચુમિયો થી નવડાવી દે છે...ને હરખાતો વિવાન પણ ધારા ને વ્હાલ કરે છે...પોતાના ખિસ્સામાં થી વિવાન એક ચોકલેટ આપતા કહે છે....માં.....આ તમારી ભેટ....મને બહેન આપવા બદલ....ને આલિંગન માં લઇ લે છે ધારા વિવાન ને....

ને સામે ઉભો પરિવાર માં દીકરા ન મિલન ના સાક્ષી બની આંખો લૂછતાં હરખાઈ જાય છે..

©ગીતા એમ ખૂંટી

બીજા રસપ્રદ વિકલ્પો