કાચું મોતી Dr. Brijesh Mungra દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાચું મોતી

કાચું મોતી

મુબઈ નાં અંધેરી સ્થિત વિશાળ બિલ્ડીંગ માં આજે વધુ ચહલપહલ હતી . કારણ હતું મેહુલ ઇન્ડસ્ટરીઝ નો જાજરમાન વાર્ષિકોત્સવ. સૌના આકર્ષણનું કેન્દ્ર હતાં હાલ નાં સમય માં ખુબ ચર્ચાયેલ બે વ્યક્તિત્વ ....એક મેહુલ ઇન્ડસ્ટરીઝ નાં ચેરમેન અજય શાહ અને બીજા સિતારા દેવી ફેમસ બોલીવુડ સેલીબ્રેટીઝ....

૨૯ અપ્રિલ ,૨૦૧૫

ઘેરા ભૂખરા રંગના વાદળો ,અસ્ત થતો સૂર્ય નો આછેરો પ્રકાશ વાર્ષિકોત્સવ ની શોભામાં વધારો કરી રહ્યો હતો .

પોતાની ઓફીસ માં અજય એકદમ શુન્યમનસ્ક બેઠેલ હતો. સામે બારીમાંથી આવતો સોનેરી પ્રકાશ એને કોઈ ની યાદ અપાવતો હતો .તેને સામે પડેલું મરુન કલર નું નાનું બોક્સ ખોલ્યું. અંદર એક નાનું મોતી હતું. એને એ હાથ મા લઇ મુઠી બંધ કરી અને ખોલી. એના આંખો માંથી આંસુ નીકળ્યા . મેહુલ.. તું દોસ્ત નહિ, માર્રી જિંદગી હતો. તેની સામે બાળપણ ની બધી યાદો એક ફિલ્મની જેમ ઉપસવા લાગી. એ ધીંગા મસ્તી , એ કલરફૂલ લાઈફ ,એ દરીયાકીનારો ... મેહુલ નો એ હસતો ચેહરો ...

ત્યાં જ કોઈક એ અજય નાં ખભા પર હાથ મુક્યો .

અજય આંસુ લુછી સફાળો બેઠો થયો. સામે અજય ની પત્ની અંકિતા આશ્ચર્ય થી જોતી હતી.

“ઓહ યુ...” અજયે ઠંડા સ્વરે કહ્યું .

“ યેસ,બટ વોટ હેપન ? “ અંકિતા નાં ભવા ઊંચા થયાં.

“ નથિંગ ..” અજય ભીનો થયેલ અવાજ છુપાવતા બોલ્યો.

“ ઓહ .. નો...ધીસ પર્લ.... અજય આ કેટલા વર્ષો થી તું સાચવીને બેઠો છે . એ જ છે ને રાઈટ ?”

“ યુ ઓલ રેડી નો ....ધીસ ઈઝ નોટ ઓન્લી પર્લ ..ઇટ્સ માય મેમરીઝ ઓફ લાઈફ. આ મોતી કાચું છે પણ જોયેલા સપનાઓ નહિ .એન્ડ યુ બેટર નો ...આને કારણે આજે હું આ મુકામ પર પહોચ્યો છું.”

“ યસ ,આઈ નો ડીયર...ટેક વોટર ..એન્ડ બી રિલેક્સ...”અંકિતા પીઠ થપથપાવતા બોલી.

અજય વળી બાળપણ ની યાદો માં ગરકાવ થઇ ગયો .

પોરબંદર વર્ષ ૧૯૯૦

એક અનાથ ,જેને નાનપણ માં માતા –પિતા ની છત્રછાયા ગુમાવી .અનાથાલય માંથી રોજ એ ભણવા માટે નજીક ની સ્કૂલ માં જતો.સ્કૂલ માં બધા એને ખીજવતા .અનાથ, અનાથ કહી એની મસ્તી કરતા .પણ એક સ્મિત એના મુખ પર હમેશ હાસ્ય રેલાવી દેતું. એ જ એનો આધારસ્તંભ હતો. એનું આખું પરિવાર અને દુનિયા હતી. મેહુલ પટેલ .... એને શોખ પણ થોડો અલગ હતો. પિક્ચર જોઈ ડાયલોગબાજી કરવી ... અને ખુબ ધીંગા મસ્તી કરવી.. એ હમેશા એ જ ધૂન માં રહેતો .પણ મેહુલ નું આ ભોળપણ અજય ને સ્પર્શી જતું.

અવારનવાર ક્લાસ બંક કરી બંને નીકળી પડતા દરિયાકિનારે ...

“એક,દો, તીન ...’’બુમો મારતો મેહુલ ડાન્સ કરવા લાગ્યો ..

“હદ છે યાર મેહુલિયા તારી .. કેટ્લી વખત આ જ ગીત ગાઈશ ?’’

“તુજે પતા નહિ યે મુવી મેને ગ્યારહ બાર દેખી હે , ઔર જબ સિતારા ઇસ પે ડાન્સ કરતી હે નાં .. તો યાર...”

“બંધ કર ને તારા આ નખરા..” મેહુલે વચ્ચે થી જ અટકાવતા કહ્યું. “જો આ મોજા કેવા ઉછળે છે ,કેવી શાંતિ છે... આ સંગીત ખુબ મસ્ત છે .ધ્યાન થી સંભાળ ..”

“હા ,યાર ,પણ એક ,દો ,તીન ..”

અજય ગુસ્સે થઇ એની પાછળ દોડ્યો .મેહુલ પડ્યો ..

“ અરે .. લાગ્યું નથી ને.? ‘’ જાણે અજય ને લાગ્યું હોઈ એમ એ દર્દભર્યા અવાજે બોલ્યો.

“નાં ,અજુ.. “

બાજુમાં કઈક ચમકતું હોઈ એવું દેખાયું .

“જો યાર ... ત્યાં શું છે ?” મોતી ..મોતી કરતા બંને દોડ્યા.

“વાહ .. જો આ તો મોતી છે કે શું ? આમાં તો મને સિતારા દેખાય છે.” બહાર સ્ત્રી જેવા આકાર નું ચિત્ર ઉપસતું હતું.

“ હા ...દોસ્ત લાગે તો છે ..” અજયે આશ્ચર્ય થી કહ્યું.

“આ હું રાખીશ .”મેહુલે મુઠી બંધ કરતા બોલ્યો .

“ ઓ .કે.’’

૨૯ અપ્રિલ ,વર્ષ ૧૯૯૧

એ સાંજે બંને દરિયાકિનારે રમતા હતા .બંને ગીત ગાતા ગાતા સિતારા નાં ગીત પર ડાન્સ કરવામાં મશગુલ હતા.

મેહુલે સ્કૂલબેગ માંથી મરુન કલર નું એક બોક્સ કાઢ્યું .

“ મેહુલીયા આ એ જ મોતી છે ને ?”

‘હા ‘ મેહુલે બોક્સ માંથી મોતી કાઢી પોતાના હાથ માં રાખ્યું.

આ છે જાદુ નો પટારો ...આપણા સપના . જેનાથી આપણે એક ઉંચો જંપ મારીશું અને ખુબ મોટા માણસ બનીશું .

‘ શું ?’

“ હા જ તો ..” મેહુલે હાથ ખોલ્યો .

સોનેરી કિરણો નો પ્રકાશ મોતી પર પડ્યો. જાણે એક નાનું સપ્તરંગી મેઘધનુષ્ય રચાતું હતું .અજયે એકીટશે મોતી સામે જોયું .એક ક્ષણે એને મેહુલ પાસે થી મોતી છીનવી લેવાની ઈચ્છા થઇ ..પણ બીજી જ ક્ષણે એની દોસ્તી એ અને આવું કરવાની નાં પાડી . આ યારી સામે આ મોતી ની શું વીસાત છે .એ મનોમન બબડ્યો .

મેહુલ મુઠી બંધ રાખી નાચતો –કુદતો આમ થી તેમ દોડી રહ્યો હતો . અજય તાળીઓ પાડી મેહુલ નો ઉત્સાહ વધારી રહ્યો હતો. પણ અચાનક ... અચાનક જ મેહુલ ઢળી પડ્યો . અજયે રીતસર દોટ મૂકી ..

“મેહુલીયા શું થયું ?” અજય ને ફાળ પડી.

“કઈ નહિ આ તો એમ જ “

આજુ બાજુ માંથી બધા લોકો એકઠા થઈ ગયા . અજય ને તાત્કાલિક હોસ્પિટલ પર લઇ ગયા .

અજય હોસ્પિટલ માં જ રોકાયો ...એ સતત મેહુલ ની સ્થિતિ થી વ્યગ્ર હતો. બીજી બાજુ મેહુલ નાં માતાપિતા ચિંતાતુર લાગતા હતા. ડોક્ટર્સ આવ્યા. મેહુલની માતા રડી રહી હતી ..

“ શું થયું , અંકલ ?” અજય થી પુછાય ગયું .

“ બેટા, તું મેહુલ પાસે બેસ .. અમે ડોક્ટરસાહેબ ને મળીને આવીએ ..”

અજય રૂમમાં પ્રવેશ્યો. એની ચિંતાતુર નજર જોઈ મેહુલ મલકાયો ..

“ એ..અજુ ,એક,દો ,તીન ...” ..અજય થી હવે નાં રેહવાયું. લાગણીના બધા બાંધ તૂટ્યા હોઈ એમ એ મેહુલ ને ભેટી પડ્યો.

“ અજુ , આ લે આ મોતી ..” મેહુલે મુઠી ખોલી અજય ને આપવા પ્રયત્ન કર્યો .

“નાં, આ તું તારું ફેવરીટ છે ને ?” અજયે અચકાતા કહ્યું .

“ આ મોતી નથી .આપણા સપના છે .અને જો ..હવે એ તારે પુરા કરવાના છે .એ યાદ રાખજે.

“પણ તું...”

અજય ની કઈ સમજે એ પેહલા મેહુલ ની આંખો નીસ્તેજ થઇ. બંધ રૂમમાં જાણે આજે સૂર્યના અસ્ત સાથે અજયના જીવન માં હમેશ માટે જાણે અંધકાર છવાયો. ત્યારબાદ અજય ને ખ્યાલ આવ્યો કે મેહુલ હદય ની ગંભીર બીમારી થી પીડાતો હતો .પણ હમેશા એને સ્મિત જ રેલાવ્યું. મેહુલ નાં માતાપિતા એ અજય ને જ પોતાનો મેહુલ સમજી એને મોટો કર્યો .અભ્યાસ પૂરો કરી એ સુરત સેટલ થયો . તેને ખુબ મેહનત કરી ,ખુબ કમાયો , અને પોતાની કંપની શરુ કરી..એ કંપની નાના છોડમાંથી વટવૃક્ષ બંને એમ ખુબ પ્રખ્યાત બની ગઈ . એ જ હતી ‘ મેહુલ ઇન્ડસ્ટરીઝ’

“ સર ,એક્શ્ક્યુઝ્મી ..” અજય વર્ષો જૂની યાદોમાંથી બહાર આવ્યો .

“યસ’’ અજયે સ્વસ્થ થતા કહ્યું .

“ સર, પ્રોગ્રામ વિલ સ્ટાર્ટ સૂન ..એન્ડ મેમ ઈઝ વેઇટીન્ગ ફોર યુ .”

‘ ઓ .કે. “ અજય હોલ તરફ આગળ વધ્યો . એક લાજવાબ કાર્યક્રમ ,અનેક પુરસ્કારો અને સંગીત ની મેહફિલ બાદ ચીફ ગેસ્ટ સિતારા દેવી એ પણ પોતાની મોહક અદા રેલાવતા સ્પીચ આપી. પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ અજય પોતાની ટીમ અને મેહમાનો સાથે તે બિલ્ડીંગ નાં ટોપ ફ્લોર પર ડીનર માટે ગયા . ડીનર બાદ એ ફ્લોર પર ફક્ત અજય ,અંકિતા અને સિતારા જ હતા . સામે દુર થી આવતો સમુદ્ર નો આવાજ સ્પષ્ટ સંભળાતો હતો .

“યસ , મિ.મેહુલ .. યુ ટેલ મી ધેટ ,યુ હેવ સમથીંગ સ્પેશીયલ ફોર મિ .” સિતારા એ આખરે મોન તોડતા કહ્યું .

“ટેક ઈટ, ધીસ ઈઝ ઓન્લી ફોર યુ .” અજયે મરુન કલર નું બોક્સ આપતા ભાવપૂર્વક કહ્યું .

“ઓહ..ધીસ ઈઝ એ સ્મોલ પર્લ ..વેરી નાઈસ ‘’ સિતારાદેવી એ સ્વીકારતા કહ્યું .

“ ધીસ ઈઝ વેરી પ્રેસિયસ ફોર મી ..આજ ...આજ મને આ ઊંચાઈ પર પહોચવાની હિંમત આપી છે .”

“થેન્ક્સ ..ફોર એવરીથીંગ ટુ નાઈટ “ સિતારા જે આજે એક મશહુર સ્ટાર બની ગઈ હતી. એને જાણે અજય ની કહાની ને સમજી લીધી હોઈ એમ આ મોતી ને સહર્ષ સ્વીકારી લીધું.

અજય ને આજે ખુબ રિલેક્સ ફિલ થયું .આજે એના મિત્ર નાં સપનાઓની સાથે સાથે મોતી નાં ખરા દાવેદાર સુધી એ પહોચી ગયું હતું. હવે સિતારા અને અંકિતા પણ એ ફ્લોર પર ન હતા.

અજય દુર થી આવતા દરિયાના મોજા નાં હદય્સ્પર્શી સંગીત માં મગન થઇ ગયો “એક ,દો ,તીન ...” આ ધૂન અને સંગીત જાણે અજય અને મેહુલ ની જાજરમાન મિત્રતાની સાક્ષી પૂરી રહ્યું હતું.