Shubh mangal zyada savdhan books and stories free download online pdf in Gujarati

શુભ મંગલ Zyada સાવધાન

શુભ મંગલ Zyada સાવધાન

સુપ્રીમ કોર્ટ જિન ફટાકો પર બહસ કર રહી હૈ ના,
વો અપને આંગન મે ફૂટ રહે હૈ....

'શુભ મંગલ સાવધાન' ફિલ્મ હિટ રહી હતી એટલે બીજો ભાગ તો નક્કી જ હતો. આમપણ એ ફિલ્મ આયુષ્માન અને આનંદ એલ રાય બંને માટે તારણહાર બની હતી. જેમ હીરોને એક સારી ફિલ્મની જરૂર હોય છે તેમ એક ડાયરેકટર ને પણ એક હિટ ફિલ્મની જરૂર હોય છે. આનંદ અને આયુષ્માન બંને માટે આ 'જ્યાદા સાવધાન' ફિલ્મ પણ નફો કરાવશે જ. બોલીવુડમાં બધાનો એક દાયકો આવતો હોય છે.. બસ, એ દાયકો અત્યારે આયુષ્માન ખુરાનાના ખંભે હેમખેમ બેઠો છે.

'યે' નહીં કહેતે "ગે" કહેતે હૈ

ટ્રેલરમાં જ કાર્તિક સિંઘ(આયુષ્માન) અને અમન ત્રિપાઠી(જીતેન્દ્ર કુમાર)ની લિપ કિસ જોઈ લીધી એટલે સ્ટોરી ક્લિયર કટ છે. સજાતીય સ્નેહ. સ્ટોરી સાવ નોર્મલ છે પરંતુ જે રીતે ડાયલોગ્સ અને સિનેગ્રાફી બતાવી છે. એ મનોરંજક છે. સ્ક્રીપ્ટમાં ક્રિએટિવ ડાયલોગ્સ એ આ ફિલ્મની પહેચાન છે. અને ખાસ ડબલ મિનિંગ સંવાદો.. યુ નો... "ઈનકો ફિર નારાઝ હો ગયે...."

નીના ગુપ્તા અને ગજરાજ રાવ આ બંનેની કેમેસ્ટ્રી એટલે પૈસા વસુલ ફિલ્મ. જાણે એવું જ લાગે કે, બંને સાચે જ પતિ-પત્નિ છે. નાના ઝઘડા, આંખોના ઈશારા, ડબલ મિનિંગ ટોણા મારવા, વગેરે.. અરે, આ ફિલ્મ ખાસ આ બંનેને જોવા જવા જેવી છે. સાથે સાથે આખી ત્રિપાઠી ફેમેલી. એક થી એક ચડિયાતા પાગલ. ઘર એક પાગલ અનેક. ગૂગલ(રજની) ત્રિપાઠીનો રોલ પણ મજેદાર છે. અને ભૂમિ પેડનેકરનું નામ રાખવા એને સાવ નકામી બે મિનિટ આપી દીધી.

હવે વાત કરીએ મુખ્ય પાત્રોની. ખુરાના અને જીતેન્દ્ર. એક સારા ફિલ્મની ખાસિયત હોય છે એમનું કાસ્ટિંગ. આ ફિલ્મનું કાસ્ટિંગ પરફેક્ટ લાગશે. અત્યારે બોલીવુડમાં એક ટ્રેન્ડ ચાલે છે. જે ચહેરો સોશિયલ મીડિયામાં ફેમસ હોય અથવા કોઈ વેબ સિરીઝમાં વાઇરલ થઈ ગયો હોય એ ચહેરાને ફિલ્મમાં કાસ્ટ કરવાનો. હમણાં આવેલી હિના ખાનની "હૅક્ડ" ફિલ્મમાં પણ રોહન શાહ મેઈન રોલમાં હતો.

યુ ટ્યુબ પર ફેમસ થયેલી "કોટા ફેકટરી" વેબસિરીઝ જો તમે જોઈ હશે તો તમે જીતેન્દ્ર કુમાર ઉર્ફે જીતુને ઓળખતા હશો. જીતુ પોતાનું પહેલું જ ફિલ્મ એઝ એ ગૅ કરવા તૈયાર થયો. આ એક બહાદુરી છે કારણ કે, પહેલું ફિલ્મ એટલે પહેલી ઓળખ. જે આજીવન યાદ રાખવામાં આવે છે. અને આયુષ્માન તો હવે આવા રોલમાં ટેવાઈ ગયો. અતરંગી કિરદારો માટે આયુષ્માન હંમેશા તૈયાર જ હોય છે. આ એમની સ્માર્ટનેસ છે.

કાર્તિક અને અમન આ બંનેની 'ગે લવ સ્ટોરી' એટલે જ્યાદા સાવધાન ફિલ્મ. ટ્રેનમાં બંને કિસ કરતા હોય છે ને ત્યાં જીતુના પિતાજી શંકર ત્રિપાઠી જોઈ જાય છે. બસ, ત્યાંથી શરૂ થાય છે સાવધાની. એક જોઈન્ટ ફેમેલીનો માહોલ કેવો હોય એ આબેહૂબ બતાવ્યો છે. બધા પાત્રને પોતાની સ્પેસ આપી છે. બધાનું મહત્ત્વ સમાન છે. અને ઘણા અણીદાર ડાયલોગ્સ પણ છોડ્યા છે...

ફિલ્મમાં એક સીન સરસ રીતે દર્શાવવામાં આવ્યો છે. અમનનું નવું નામકરણ કરવામાં આવે જેથી લોકો એની "ગે" છાપ ભૂલી જાય. તે માટે તેને જીવતો જ મરી ગયેલ સમજી લેવામાં આવે છે. એમનાં જ બેસણામાં એ હાજર હોય છે. ને પછી નવું નામ 'ચંદ્રવદન ત્રિપાઠી'. પરંતુ નામ બદલવાથી લાગણીઓ નથી બદલાતી. કાર્તિકનું પાત્ર આ ફિલ્મમાં લોકોની 'ગે' પ્રત્યેની નજર સુધારવાની અપીલ કરે છે. વારેવારે સમજાવ્યા કરે છે કે, ગુણ કે લિંગ જોઈને લવ ન થાય. પ્રેમ થઈ જતો હોય છે. એની કોઈ પ્રોસેસ નથી હોતી.

ખેર, ફિલ્મ મજેદાર છે. વન ટાઈમ વોચ ચોક્ક્સ. ફિલ્મનો એન્ડ થોડો ફિલ્મી બનાવી નાખ્યો માટે થોડું કઈક ખૂટતું હોય એવું લાગશે. 377 ને સારી રીતે સમજાવ્યું છે. બાકી, બેકગ્રાઉન્ડ મ્યુઝિક અફલાતૂન. આવા ફિલ્મોમાં મ્યુઝિક પણ એક પાત્રની ભૂમિકા જ હોય છે. અને ગીતો પણ સારા છે. મેરે લિયે તું કાફી હૈ...મસ્ત.

ખિલખિલાટ હસાવતું આ ફિલ્મ જોવા જેવું છે. અને ખાસ જોઈ લીધા પછી 377ને ખુલ્લા હાથે સ્વીકારવા જેવું છે. આસપાસ કોઈ કાર્તિક અને અમન હોય તો સપોર્ટ કરવામાં કઈ ખોટું નહિ. જાઓ જુઓ... ને એન્જોય કરો.

મારા ફિલ્મો પરના બીજા અનેક રીવ્યુ વાંચવા અને બીજા વિષયો પર પણ મારા આર્ટિકલ વાંચવા હું તમને ગુલાબનો ગુલદસ્તો લઈ આપને આમંત્રણ કરું છું... મારી વેબસાઈટ પર, Www.jaydevpurohit.com . આવો મિત્ર બનીએ ત્યાં.. એક મુલાકાત હોની ચાહીએ...

બાકી, જ્યાદા સાવધાન... ફિલ્મ સારી, ડાયલોગ્સ તો મજેદાર, મસાલેદાર, ચટકદાર..

"બેટા, તુમ્હે ગલતફેમી હુઈ હૈ..."

- જયદેવ પુરોહિત
Www.jaydevpurohit.com


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED