ઓપરેશન દિલ્હી - ૧૧ Dhruv vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓપરેશન દિલ્હી - ૧૧

પાર્થને કેયુર વેઇટિંગ એરિયા માં બેઠા હતા. ત્યાં મહંમદ અને એજાજ હોટલમાં અંદર દાખલ થઈ બંને લીફ્ટ બાજુજવા લાગ્યા. પાર્થ અને કેયુર પણ તેની પાછળ લિફ્ટ પાસે ગયા. બીજા પણ ત્રણ ચાર માણસો પહેલે થી જ લીફ્ટ માં દાખલ હતા.લીફ્ટ ધીમે ધીમે ઉપર જવા લાગી. પાંચમા માળે પહોંચી ત્યાં ઉભી રહી તેમાંથી એજાજ,મહમદ,પાર્થ અને કેયુર ઉતર્યા. મહમદ અને એજાજ આગળ ચાલી રહ્યા હતા જયારે પાર્થ તેમજ કેયુર તેની પાછળ વાતો કરતા હોવાનો ડોળ કરી ચાલ્યા આવતા હતા. એજાજ અને મહમદ પોતાના રૂમમાં ગયા એ રૂમ જોઈ પાર્થ અને કેયુર ને આશ્ચર્ય થયું કેમ કે એ રૂમ તેઓની રૂમની બરોબર સામે નો જ રૂમ એ વ્યક્તિઓનો હતો.

“આ તો આપણી બરોબર સામે જ ગયો છે” કેયુર

“મને પણ એ જાણવા મળ્યું. આપણે જેની સવારથી તપાસ કરીએ છીએ એનો રૂમ આપણી બરાબર સામેનો હશે એ તો વિચાર્યું પણ ન હતું.” પાર્થ.

“ચલ આપણે પણ આપણા રૂમમાં જઈ અને આગળ શું કરવું એ વિચારીએ” કેયુર.

“હું દિયા,રીતુ,કૃતિ અને ખુશી ને પણ રૂમ પર બોલાવી લઉં છું” પાર્થ.

બંને પોતાના રૂમમાં દાખલ થયા. રૂમનો દરવાજો થોડો ખુલ્લો એવી રીતે રાખ્યો કે સામેના રૂમમાં બરોબર નજર રાખી શકે. બંને વારાફરતી ફ્રેશ થયા. ત્યાં સુધીમાં રૂમમાં કૃતિ,દિયા,રીતુ અને ખુશી પણ આવી પહોંચ્યા. પછી તેઓને જણાવ્યું કે અમે પહેલા માણસનો પીછો કર્યો પરંતુ અત્યારે તેના રૂમ નંબર સિવાય બીજું કશું જાણવા મળ્યું નથી.

“કયો રૂમ છે તેનો? આજ હોટલમાં છે કે બીજે ક્યાંક?” દિયા

“અત્યારે તો આ હોટલના રૂમમાં ગયો છે પરંતુ કહી શકાય નહીં કે તેનો જ રૂમ છે કે માત્ર તે કોઈને મળવા માટે આવ્યો હશે” પાર્થ.

“કયો રૂમ નંબર છે એ તો કહે” કૃતિ.

“ અપણા રૂમ ની બરોબર સામે નો રૂમ છે” પાર્થ.

“ શું વાત કરે છે!”કૃતિ એ આશ્ચર્ય સાથે પૂછ્યું

“હા અમને પણ આમ જ લાગ્યું હતું કે જ્યારે અમને ખબર પડી કે આપણે જે વ્યક્તિને શોધતા હતા તે ખરેખર આપણી સામેના રૂમમાં જ હશે?” પાર્થ.

“હવે આપણે એની ઉપર બરોબર નજર રાખવી પડશે” ખુશી.

“નજર તો રાખવી પડશે પરંતુ સાવચેતી પણ એટલી જ રાખવી પડશે કેમ કે હજુ સુધી આપણને એ ખબર નથી પડી કે તે કોણ છે. રાજની ઘડિયાળ તેની પાસે કેવી રીતે આવી?પાર્થે કહ્યું

બધા જમવા માટે હોટેલ થી થોડે દુર આવેલ એક રેસ્ટોરન્ટમાં ગયા પણ આજે કોઈને જમવાનું ભાવે તેમ હતું નહીં. એટલે બધા એ થોડો ઘણો નાસ્તો કર્યો. ત્યારબાદ હોટલ પરત ફર્યા અને પોતાના રૂમમાં આવ્યા. હજુ સુધી સામેના રૂમમાં કોઈ પણ પ્રકારની અસર જોવા મળી નહોતી. બધા રૂમમાં દાખલ થયા અને પલંગ ઉપર બેઠા બાદ પાર્થે કહ્યું “આવતી કાલે આપણે એ પણ તપાસ કરવી પડશે કે સામેના રૂમ ઉપર કોણ રહે છે.”

“પણ એ કઈ રીતે કરીશું?” કેયુર.

“ હું પણ એ જ વિચારું છું કદાચ કાલે આપણે પહેલા નો પીછો કરવો પડશે તો આપણે તેની પાછળ જઈશું.” પાર્થ

“ એ તમે અમારા પર છોડી દો અમે તપાસ કરી લઈશું.” કૃતિ એ કહ્યું

“પણ તમે કેવી રીતે તપાસ કરશો?”કેયુર

“ એ ખાલી તું જોયા કર અમે તપાસ કરી લઈશું.” રીતુ

“ભલે એ તપાસ તમે કરો પણ પુરી સાવચેતી રાખીને. જ્યાં સુધી રાજ કે અંકિત વિશે કંઈ પણ ખબર ન પડે ત્યાં સુધી ખૂબ જ સાવચેતી રાખવી પડશે.” પાર્થ.

“ એ બંને અત્યારે ક્યાં અને કેવી પરિસ્થિતિમાં હશે?” કૃતિ એ દુઃખ સાથે કહ્યું.

“એ જ્યાં પણ હોય ત્યાં સલામત હોય એવી ભગવાન પાસે પ્રાર્થના છે.” ખુશી.

“ચલો હવે અત્યારે મોડું થઇ ગયું છે. તો બધા સૂઈ જઈએ જેથી કાલે વહેલા ઉઠી અને આપણું કામ થઈ શકે.” પાર્થ.

બધા એકબીજાને ગુડનાઈટ કહી બધા પોતપોતાના રૂમમાં સૂવા માટે ગયા. આ બાજુ પાર્થ તેમજ કેયુર પણ પોતાના રૂમમાં સુવા માટે પથારીમાં ગયા પરંતુ રાજ તેમજઅંકિતની ચિંતાને કારણે તેને ઊંઘ આવતી નહોતી. પાર્થ અત્યારે રાજ સાથે ભૂતકાળમાં વિતાવેલા સમયને યાદ કરતો હતો. જ્યારે બંને સૌપ્રથમ મળ્યા હતા એ ક્રિકેટ ગ્રાઉન્ડ એ વખતે થયેલો ઝઘડો તેને યાદ આવ્યો. જેમાં પહેલા બેટિંગ કોણ કરે એ બાબતમાં બંને બાઝી પડ્યા હતા. પરંતુ પછી બંનેએ ઓપનીંગ બેટિંગ કરી અને પોતાની ટીમને વિજેતા બનાવી. ત્યારબાદ તે બંને ગાઢ મિત્રો બની ગયા હતા. બંને એ એક જ સ્કુલમાં સાથે ભણતા ત્યારે તેમની મિત્રતા કેયુર તેમજ અંકિત સાથે થઈ ચારેય ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. તેથી પહેલો નંબર લાવવામાં હંમેશા ચારે વચ્ચે હરીફાઈ હતી. બે ત્રણ વખત તો એવું પણ બન્યું હતું એક સાથે બે જણા નો પહેલો નંબર આવ્યો હતો. આ બધી હરીફાઈ તો માત્ર ભણવામાં જ હતી પરંતુ જો કોઈ મિત્ર અને દુઃખ આવ્યું હોય તો બધા સાથે તેનો સામનો કરતાં. એક વખત પાર્થ ને કોઈક સાથે ઝઘડો થયો ત્યારે કેયુર અને અંકિત ક્યાંક બહાર ગયા હતા. એટલે રાજ એકલો હતો છતાં પણ એ પાર્થ સાથે ગયો અને પહેલાં વ્યક્તિને સારો મેથીપાક આપી ત્યાંથી રવાના કર્યો. પાર્થ ને રાજ ની અત્યારે ખૂબ જ યાદ આવતી હતી. વિચારોમાં ને વિચારોમાં રાતનાં બે વાગી ગયા છતાં પણ તેને ઊંઘ આવતી નહોતી. બરાબર આ જ સમયે તેને બહારથી કંઈક આવા જ સંભળાયો તે ધીમે થી પથારીમાંથી ઊભો થઈ અને દરવાજે પહોંચ્યો. તેણે કી હોલમાંથી જોયું કે પેલા વ્યક્તિ તથા તેની સાથે હોટેલમાં આવેલ વ્યક્તિ તેમજ એક બીજો વ્યક્તિ રૂમ ની બહાર નીકળ્યા. તેમના હાથમાં બે મોટી બેગ હતી એ જે રીતે બેગ લઈ જઈ રહ્યા હતા તે જોઇને લાગતું હતું કે તેમાં વજન ખૂબ જ વધારે હતો. તેણે તરત જ કેયુર ને ઉઠાડ્યો અને તેણે બહાર જે જોયું હતું એ કહ્યું અને તેને ઝડપથી તૈયાર થવા કહ્યું.