Kitlithi cafe sudhi - 12 books and stories free download online pdf in Gujarati

કીટલીથી કેફે સુધી... - 12

કીટલીથી કેફે સુધી
આનંદ
(12)

એ રાતના મને ઉંઘ નહોતી આવી. મને ખબર હતી કાલથી નવો દાવ રમવાનો છે. નવુ શહેર, નવા લોકો, નવી રહેણી કહેણી.

છ મહીના માટે હુ અમદાવાદ જઇ રહ્યો છુ. ઇન્ટર્નશીપના એક દીવસ વહેલા જવાનુ નક્કી થયુ. સવારના સાત વાગ્યે ઘરેથી નીકળ્યો. પપ્પા બસ સ્ટેન્ડ સુધી મુકી ગયા. રહેવાનુ અને એ બધુ ગોઠવાઇ ગયુ હતુ. દેવાંગને ગઇ કાલે જ ફોન કરીને કહી દીધુ છે. આજે રવીવાર છે એટલે એને પણ ઓફીસ પર રજા છે.

એ તો એક અઠવાડીયાથી મારી પાછળ પડયો છે કે તુ વહેલો આવી જા. મે એક અઠવાડીયા મા ત્રણ વાર કીધુ કે મારે લાંબુ વેકેશન જોય છે. છેલ્લે આજે જવાનુ તો થયુ જ. મોરબીથી અમદાવાદ જુના બસસ્ટેન્ડથી જવા વાળા જ એટલા છે.

“હાલ ટીકીટ નંબર અને બધુ સાચવજે...પાકીટને લેપટોપને ઇ બધુ ધ્યાન રાખજે...” કાયમની જેમ મને ટકોર કરી.

“હા હાલો હુ જાઉ છુ ઇ જ બસ છે...”

બસમા ધક્કામુકી થવા લાગી. હુ શાંતીથી ઉભો રહ્યો. બધાને પહેલા ચઢવા દીધા. છેલ્લે હુ નીરાતે અંદર ગયો. મને એમ લાગી રહ્યુ હતુ કે હુ કોઇ રાજા છુ અને મારા માટે આવગી સીટ રોકવામા આવી છે. જેમા ખાલી મારો જ અધિકાર હોય.

નવા બનેલા જુના બસસ્ટેન્ડ પર નીરવ શાંતી છે. બારીના કાચમાથી ધ્યાન ગયુ. પપ્પા હજી પણ બહાર ઉભા રહીને બસ ઉપડવાની રાહ જોવે છે. એ સમયે કદાચ હુ જે વીચારતો હોય એ પણ મારા તરફની મારા પરીવારની લાગણી મારા વર્તન કરતા કયાંય ઉપર છે.

બસ હાલતી થઇ એટલે મે ઘરના ફોન પર ફોન કર્યો.

“હાલો... હા બસ મળી ગઇ...”

“હા સારુ...જગ્યા મળી ગઇને...જ્યાં ઉભો રે યા ફોન કરજે...કાચ બંધનો રાખતો...પપ્પા ગયા...” આટલા બધી વાત એક જ લીટીમા મારી મા એ કહી નાખી.

“હા ઇ ગ્યા...હુ પહોચીને ફોન કરીશ...” હુ લગભગ આટલુ જ બોલી શક્યો. ત્યા ફોન મુકાઇ ગયો. બસ પાછી હાઉસીંગ બોર્ડના બસસ્ટેન્ડ પાસે ઉભી રહી. કાચની બહાર ધ્યાન ગયુ ત્યા પપ્પા હજી પણ ત્યા ઉભા હતા. આખા રસ્તે બસની પાછળ મોટર સાઇકલ ચલાવીને. મે કાચ ખોલ્યો ત્યા બસ હાલતી થઇ અને ફરીથી હાથ ઉંચો કરી મને જોતા રહ્યા.

ઘરથી વીદાયની આ વેળા એ હુ મારા મનના ભાવ નક્કી ન જ કરી શક્યો. થોડીવાર બેસીને વીચારતો રહ્યો. મારી આંખ ઓચીંતી બંધ થઇ. હુ સુઇ ગયા હોવા છતા જાગતો રહ્યો. થોડીવાર તો શુ કરવુ એ નક્કી જ ન કરી શક્યો.

પછી બેગમાથી ઇયરફોન કાઢયા અને ગીત ચાલુ કરી દીધા. આંખ બંધ કરીને હુ લગભગ બે કલાક સુધી એમનો એમ જ બેઠો રહ્યો.

એકધારી બસને બ્રેક લાગી. બસ ઉભી રહેવાની હોય એવુ મને લાગ્યુ. હાઇવે પરથી બસ સાઇડ પરની એક હાઇવે હોટેલ બાજુ વણાંક લઇ રહી છે. જોરથી બ્રેક લાગી અને થોડી ઘસડાયા પછી બસ ઉભી રહી.

“હાલો દસ મીનીટ નો હોલ્ટ છે. જેને નીચે જાવુ હોય એ જઇ આવો. પછી સીધી અમદાવાદ ઉભી રહેશે બસ...” કંડકટરે બુમ પાડી.

બધાની સાથે હુ નીચે ઉતર્યો. હાથ મોઢુ ધોઇને મે સીધો ઘરે ફોન કર્યો. “હાલો...અડધે પહોયચો...”

“ઘડીકમા યા પોગી ગયો...સારુ લે ચા-પાણી નાસ્તો કરી લઇ જે...ખાવુ હોય ઇ ખાઇ લઇ જે...પૈસાની ઉપાદી કરતો નય...” મમ્મીનો અવાજ આવ્યો.

“હા...” હુ એટલુ જ બોલ્યો.

“માલવણ પહોયચો ને...સારુ હાલ મોજ કર...ખાઇ પી લેવાનુ જે ખાવુ હોય ઇ...પૈસાની ચીંતા કરતો નય...બીજા હજી નાખી દઉ હમણા ખાતામા...મોજ કર...” પપ્પા એ ફોન પર કહ્યુ.
“હા...” મારાથી આટલુ જ બોલાયુ.

“આલે લાલીને આપુ...” ફોન મારી બેનને આપ્યો.

“પૈસા બીજા નાખી દયશે આજ...અતારે થઇ રયે એમ છે ને...” ફોન પર અમારી વાત ક્યારેક જ થતી હોય છે.

“હા...” હુ કાઇ કહેવા માંગતો હતો પણ એનાથી વધારે બોલી જ ન શક્યો.

“હા...કાઇ કામ નથી ને તો મુકી દઉ ફોન...” એટલુ કહીને એને ફોન મુક્યો. મને થયુ એના અવાજમા કાઇ તો ફરક છે. શુ એ હુ ન જાણી શક્યો.

પાંચ પગથીયા વાળા ઓટલે ચઢીને હુ ચા લેવા માટે અંદર ગયો. “કાકા એક ચા આપો તો...”

“ટોકન છે લાવો બતાવો...નો હોય તો અંદરથી લઇ આવો પેલા...” કાકા એ તરત જ કહી દીધુ. મને સૌરાષ્ટ્રથી દુર આવી ગયાનો પહેલો અનુભવ થયો હોય તો આ હતો. ખાવા-પીવાની વસ્તુ માટે પૈસા પહેલા આપવાના પછી કલર-કલર ના ટોકન આપે. એની સાથે ખાવાની સરખામણી.

મને થયુ આમ કાઇ થોડીને ધંધા થાય. મને મારા સૌરાષ્ટ્ર...મારા કાઠીયાવાડ પ્રત્યે ગર્વ થયુ. આ દીવસ પહેલા મે ક્યારેય આવો અનુભવ નથી કર્યો. એ દીવસથી મને ખરી લાગણી આવી કે દીલથી ખરો કાઠીયાવાડી છુ.

બધા ગોઠવાયા એવુ લાગ્યુ એટલે હુ મારી જગ્યા પર પાછો આવી ગયો. બપોર ચઢવા આવી એટલે તડકો માથે દેખાય છે. ગરમી વધતી જાય છે. બસમા બેઠેલા અમુક એવા બધા વેફર અને મસાલા વાળા ભુંગરા ખાય છે. જેના મોઢાના અવાજ અને મસાલાની સુગંધથી વીચીત્ર વાતાવરણ થાય છે.

મને અવાજથી ગુસ્સો આવે છે કે જો એ બધા જાણીતા હોત તો એક-એકને જવાબ આપી દેત.

બસના કાચ ખખડવાના ચાલુ થયા. દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો.

“હાલો આજ-બાજુ વાળા કોઇ બાકી નથી ને જોઇ લેજો એક વાર...” કંડકટરે પાછી બુમ પાડી.

થોડીવાર પાછળ જોયુ પછી એણે પણ દરવાજો બંધ કરી દીધો. બસ પાછી હાલતી થઇ. હાઇવે પર બસ પાછી દોડવા લાગી.

મે દેવાંગને ફોન કર્યો. “હાલો...” લગભગ ઉંઘમા હોય એવુ લાગ્યુ. “હા ભાઇ હુ અડધે પહોચી ગયો...”

“સારુ લ્યો...તો તુ કયા ઉતરેશ...એક કામ કર ઇસ્કોને ઉતરી જા યા થી હુ લઇ જાઇશ...”

“પણ મને નથી ખબર ભાઇ કયા આવે એ...”

“યા કોકને પુછજે...કા પછી બીજો કા ત્રીજો સ્ટોપ આવશે...યા પહોચવા આવ એટલે ફોન કરજે મને...રેડી...”

“હા ભલે હાલ...” કહીને મે ફોન મુક્યો.

મે ગુગલ મેપમા જોયુ લગભગ કલાક જેવો ટાઇમ બતાવે છે. ગરમી તો વધતી જ જાય છે. મારા મગજમા અત્યારે એટલી બધી વાતો ગોળ-ગોળ ફરે છે કે હુ સમજી નથી શકતો.

મે આગળ જઇને કંડકટરને ઇસ્કોન આવે ત્યારે જાણ કરવા કહ્યુ. એને કીધુ હજી વાર છે એટલે હુ આગળની ખાલી સીટમા પાછો ગોઠવાયો જેથી કંડકટર મને કહેતા ભુલી ન જાય.

સ્ટોપ આવવાને થોડીક વાર હતી ત્યા કંડકટરે મને કહી દીધુ. હુ મારા બે બેગ અને સુટકેશને સીટ ઉપર મુકવામા પડયો.

મે દેવાંગને ફોન કર્યો. “ભાઇ હુ પહોચવા આવ્યો...”

“ઇસ્કોનને...હાલ આયવો...”

ફોન મુક્યો ત્યા સ્ટોપ આવી ગયો. હુ નીચે ઉતર્યો. લાંબો પહોળો હાઇવે અને એની વચ્ચેથી જતો લાંબા અજગર જેવો ઓવરબ્રીજ. મને થયુ કે આ સીન મે પહેલા પણ જોયેલો છે. આ એવો જ નજારો હતો જ્યારે મે પહેલીવાર કેકેવી હોલ નો ઓવરબ્રીજ રાજકોટમા જોયો હતો.મારી પાછળ એક ઉંચી કાચની બીલ્ડીંગ છે. નીચેના માળ પર મેકડોનલ્ડસ ચાલુ હોય એવુ લાગ્યુ. ઉપરના બધામાળ પર લગભગ કામ ચાલુ છે.

મારા માટે અમદાવાદ અને રાજકોટની પહેલી છાપ હોય તો આ જ છે. હુ બધુ જોવામા રહ્યો ત્યા મારો ફોન પાછો વાગ્યો. દેવાંગનો ફોન છે.

“હા ભાઇ ક્યા ઉભો છો...”

“હુ...એક ઓવરબ્રીજ ની સામે પાછળ કાઇક મોટુ કાચનુ બીલ્ડીગ બને...યા છુ...કાઇક મેકડોનલ્ડસ જેવુ લાગે છે...”

“હાલ રેડી હાલ...સમજી ગયો...યા જ રેજે આયવો...” મને લાગ્યુ કે આટલા દીવસમા આને અમદાવાદની કેટલી બધી ખબર પડી ગઇ. મને લાગ્યુ કે હુ તો કાઇ જાણતો જ નથી.
અહી સીગ્નલ વાળી સીસ્ટમ છે. માણસો કાયદાનુ પાલન કરે છે એ તો દેખાઇ જ આવે. સામે નો સીગ્નલ ખુલ્યો એટલે એક બ્લુ હેલ્મેટ વાળુ જીક્સર બાઇક મારી તરફ આવુતુ દેખાયુ. હુ વીચારવા રહ્યો ત્યા મારી બાજુમા જ આવી ને ઉભુ રહ્યુ. એ દેવાંગ જ હતો એ જ રોમીયો...પહેલા જેવો જ...પણ હેલ્મેટના લીધે હુ એને ઓળખી ન શક્યો.

હેલ્મેટ કાઢીને એમનો એમ ઉભો રહ્યો. દેખાવમા પહેલા કરતા ઘણો ફરક છે પણ મીજાજ તો એનો એજ લાગે છે.

“આયવો ને ફાઇનલી...” મને જોઇને એટલો ખુશ હતો.

“હા ભાઇ...હવે તો આવવુ જ પડે એમ હતુ...”

“હજી એવો ને એવો હો...હજી નો સુય્ધરો...” અમે બે પહેલાની જેમ ફરીથી મજાકે ચઢયા.

“પણ કેમ...” હુ હસ્યો.

“હાલ બેસ હાલ નકર સીગ્નલ વળી બંધ થયો તો ટ્રાફીક થઇમા નીકળાશે નહી...”

“હા...કા અમદાવાદ છે આ તો...”
રુમ પર પહોચ્યા. ત્યા એક મોટા એપાર્ટમેન્ટ જેવુ દેખાય છે. પહેલા જ માળે અમારો રુમ. એસી, ટીવી, ગીઝર બધી જ સુવીધા છે. મે ત્રણમાથી એક પલંગ પર સામાન મુક્યો અને ઘરે ફોન કર્યો.

“હુ પહોચ્યો હો રુમ પર...”

“રેડી છેને...કરો જલસા...ભાઇબંધ છે ઓલો...રખડી આવો ક્યાક...બારે જમી આવો...મોજ કરો...પૈસા હમણા નખાવી દઉ...”

“ના હાલશે અતારે...નથી જોતા...” હુ ફરી આટલુ બોલી અટક્યો.

“આલે મમ્મીને આપુ...”

“પોગી ગ્યો...ઓલો છોકરો છે ને...ગાદલુ ને એ બધુ સારુ છે ને...થેલામા જો નાસ્તાની કોથળી છે ઇ કાઢી લે જે...જમી આવ...હવે સાંજે ફોન કરજે...તુ નૌરો હોય તયે...”

“હા હુ ફોન કરીશ...અને રુમના ફોટા મોકલુ હમણા...” આટલુ કહીને મે ફોન મુક્યો.

“બરોબરને ભાઇ રુમ...” હુ હમણા સાબાસી આપવાનો હોય એવા ભાવથી એણે મને કીધુ.

“રેડી...જ હોય ને ભાઇ...કાઇ ઘટે નય...” મારા એક જ જવાબમા એ રાજીના રેડ થઇ ગયો.

“સારુ હાલ તો હવે શુ ખાવુ એ બોલ...”

“તુ કે...આપડે તો ગમે ઇ હાલે...”

“ના તુ જ કે...તુ આજે જ આયવો...તુ જ કે હાલ...પીઝા હાલશે...”

“હા હાલશે...”

પછી અમે લાપીનોઝમા ગયા. થોડીવાર મગજમારી પછી બે પીઝા મંગાવ્યા. પછી જુના દીવસો અને વીતેલી વાતો ને યાદ કરતા રહ્યા. અમે બેય રાજી હતા. અમને અમારા દીવસો પાછા મળી ગયા. યાદોનો ખજાનો ફરી ખુલ્યો.

જમ્યા પછી પાણીના બદલે ટીસ્યુ પેપર નો ઉપયોગ મે પહેલી વાર કર્યો. હસી મજાકમા અમે બહાર નીકળા.

“હવે કામ પયતુ ને...” હુ બોલ્યો.

“એલા હવે તો બસ લે...” આ અમારી મજા કરવાનો પ્રચલીત ડાયલોગ છે.

“એક શરતે...”

“હા બોલ...”

“ચા ક્યાં મળશે...”

“એ ભાઇ...અટાણે ચા...હા...કા...ભુલાઇ ગયુ તુ રાજ છો...”

“હાલ હવે તો પીવી જ છે...”

“તને લઇ જાઉ તુ પીજે...”

પછી અમે બેય ચા ની શોધમા નીકળી પડયા.

(ક્રમશ:)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED